Smt. Hansaben Jayantibhai Patel Arts & Commerce Girls College Nanikadi

  • Home
  • India
  • Kadi
  • Smt. Hansaben Jayantibhai Patel Arts & Commerce Girls College Nanikadi

Smt. Hansaben Jayantibhai Patel Arts & Commerce Girls College Nanikadi Smt.Hanshaben Jayantibhai Patel Arts and Commerce College, Nanikadi

11/11/2025
શ્રી સરસ્વતી કન્યા કેળવણી મંડળ ડી રાજા વિદ્યા સંકુલ સંચાલિત શ્રીમતી હંસાબેન જયંતીભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ ગર્લ્સ કોલેજ...
07/11/2025

શ્રી સરસ્વતી કન્યા કેળવણી મંડળ ડી રાજા વિદ્યા સંકુલ સંચાલિત શ્રીમતી હંસાબેન જયંતીભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ ગર્લ્સ કોલેજ નાનીકડી કોલેજની બી કોમની પ્રથમ બેચ ૨૦૨૧-૨૦૨૨ ની વિદ્યાર્થીની બહેનોએ સમગ્ર હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં કોલેજનું તથા શ્રી સરસ્વતી કન્યા કેળવણી મંડળનું નામ ગુંજતું કર્યું છે. વર્ષ ૨૦૨૩- ૨૦૨૪ બી.કોમ ની પદવી પૂર્ણ કરી બહાર નીકળેલી કોલેજની પ્રથમ બેચની બે વિદ્યાર્થીની બહેનો યુનિવર્સિટી કક્ષાએ પ્રથમ નંબર તેમજ તૃતીય નંબર પ્રાપ્ત કરી યુનિવર્સિટીમાં અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું છે. જેમાં
પ્રથમ નંબર - ગોલ્ડ મેડાલિસ્ટ- પાટડીયા હેતલબેન જયેશભાઈ
તૃતીય નંબર - બ્રોન્ઝ મેડાલિસ્ટ કો-પટેલ પૂજાબેન દશરથભાઈ.
બી.કોમ વર્ષ - 2023/2024 માં કુલ 7374 વિદ્યાર્થીઓમાંથી આપણી કોલેજની એક થી ત્રણ નંબર સહિત કુલ 09 વિદ્યાર્થીની બહેનો હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં ટોપ 100 લિસ્ટમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.

અહેવાલ: બિનનિવાસી પર્વતારોહણ તાલીમ શિબિર 2025 - 26સ્થળ: શ્રી ડી.જે. પટેલ કન્યા વિદ્યાલય, નાનીકડી, તાલુકો કડી,મહેસાણાઆયોજ...
03/08/2025

અહેવાલ: બિનનિવાસી પર્વતારોહણ તાલીમ શિબિર 2025 - 26

સ્થળ: શ્રી ડી.જે. પટેલ કન્યા વિદ્યાલય, નાનીકડી, તાલુકો કડી,મહેસાણા

આયોજક: કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર

સાર્થક સહયોગ: જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી, મહેસાણા

તારીખ: 28/07/2025 થી 26/08/2025

શિબિરનું ઉદ્ઘાટન:

શિબિરનો આરંભ 28 જુલાઈ 2025ના રોજ મહેસાણા જિલ્લા રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના અધિકારી શ્રીમતી પારુલબેન પટેલના હસ્તે કરવામાં આવ્યો. ઉદ્ઘાટન કાર્યક્રમમાં શ્રી ડી.જે. પટેલ કન્યા વિદ્યાલય નાની કડીના આચાર્યા શ્રીમતી નીતુબેન પટેલ, શ્રીમતી હંસાબેન જયંતીભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ ગર્લ્સ કોલેજ નાનીકડીના આચાર્ય શ્રીમતી પ્રિયંકાબેન પટેલ, પર્વતારોહક ટ્રેનર વાઘેલા બંધુઓ તેમજ બંને સંસ્થાના શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.

શિબિરના મુખ્ય ઉદ્દેશો:

વિદ્યાર્થીઓમાં પર્વતારોહણ અંગે જાગૃતિ લાવવી

કુદરતી સંસાધનો અને જંગલોના સંરક્ષણ વિશે માહિતી આપવી

વ્યક્તિગત શારીરિક ક્ષમતા અને આત્મવિશ્વાસમાં વધારો કરવો

ભાગ લેનાર વિદ્યાર્થીઓ:

શ્રી ડી.જે પટેલ કન્યા વિદ્યાલય નાની કડી: 200 વિદ્યાર્થીનીઓ

શ્રીમતી હંસાબેન જયંતીભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ ગર્લ્સ કોલેજ નાનીકડી : 50 વિદ્યાર્થીનીઓ

શિબિરની પ્રવૃત્તિઓ:

પર્વતારોહણ માટે જરૂરી સાધનોની ઓળખ અને ઉપયોગની તાલીમ

ક્લાઈમિંગ (ચઢતી ટેકનિક) અને રોપિંગ (દોરાનો ઉપયોગ) અંગે પ્રાયોગિક તાલીમ

ટ્રેનર્સ દ્વારા સુરક્ષા નિયમો અને ટીમ વર્ક અંગે માર્ગદર્શન

પ્રાકૃતિક વાતાવરણમાં જીવનકૌશલ્ય અંગે તાલીમ

વિશિષ્ટ નોંધ:

શિબિર દરમ્યાન તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કઈ પણ અસામાન્ય ઘટના નોંધાઇ નહીં. વિદ્યાર્થીનીઓએ પ્રતીકાત્મક ટેકરી પર પર્વતારોહણ કરીને પ્રાથમિક કૌશલ્યમાં હાથ અજમાવ્યા હતા.

નિષ્કર્ષ:

આ તાલીમ શિબિર ખૂબ જ સફળ રહી. વિદ્યાર્થીઓમાં પર્વતારોહણ માટે આત્મવિશ્વાસ, શારીરિક ક્ષમતા અને કુદરત પ્રત્યેના પ્રેમમાં વધારો થયો છે. આવા કાર્યક્રમોનું આયોજન આગામી સમયમાં પણ કરવું અનિવાર્ય જણાય છે.

03/08/2025
શ્રીમતી હંસાબેન જયંતીભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ ગર્લ્સ કોલેજ નાની કડીમાં તારીખ ૧૧/૦૭/૨૦૨૫ ને શુક્રવાર ના રોજ અર્થશાસ્ત્ર...
23/07/2025

શ્રીમતી હંસાબેન જયંતીભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ ગર્લ્સ કોલેજ નાની કડીમાં તારીખ ૧૧/૦૭/૨૦૨૫ ને શુક્રવાર ના રોજ અર્થશાસ્ત્ર વિભાગ દ્વારા વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોલેજની ૧૨ વિદ્યાર્થીની બહેનોએ ભાગ લીધો હતો . વસ્તી વિસ્ફોટના કારણે ઘણી બધી સમસ્યાઓ જેવી કે પ્રદૂષણ, પાણી, શિક્ષણ, રોજગારી વગેરે જેવી સમસ્યાઓ સર્જાય છે તે વિગત વિદ્યાર્થીની બહેનોએ ચિત્ર મારફતે દર્શાવી હતી સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય બહેન શ્રી પ્રિયંકાબેન પટેલ તેમજ અર્થશાસ્ત્રના અધ્યક્ષ એવા ડો.ઝલકબેન દવે અને અર્થશાસ્ત્રના પ્રાધ્યાપિકા ડૉ. રીનાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.

Address

Nanikadi
Kadi
382715

Opening Hours

Monday 8am - 1pm
Tuesday 8am - 1pm
Wednesday 8am - 1pm
Thursday 8am - 1pm
Friday 8am - 1pm
Saturday 11am - 5pm

Telephone

+919909382666

Website

Alerts

Be the first to know and let us send you an email when Smt. Hansaben Jayantibhai Patel Arts & Commerce Girls College Nanikadi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Smt. Hansaben Jayantibhai Patel Arts & Commerce Girls College Nanikadi:

Share

Category