24/08/2026
તા. ૨૪/૦૮/૨૦૨૬, સોમવારના રોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢના માનનીય કુલપતિશ્રી ડો. વી. પી. ચોવટીયા સાહેબ તથા વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી ડો. એન. બી. જાદવ સાહેબ દ્વારા કઠોળ સંશોધન કેન્દ્ર, જૂ.કૃ.યુ., જૂનાગઢના ફાર્મની મુલાકાત લેવામાં આવેલ. મુલાકાત દરમિયાન કઠોળ સંશોધન કેન્દ્રના સંશોધન વૈજ્ઞાનિકશ્રી ડો. આર. એમ. જાવિયા તેમજ અન્ય વૈજ્ઞાનિકો સાથે મગ, અડદ અને તુવેરના વિવિધ અખતરાઓ, બ્રીડીંગ મટીરીયલ્સ, જર્મપ્લાઝમ તેમજ પ્રાકૃતિક ખેતી, નિંદામણ નિયંત્રણના અખતરાઓમાં ચાલતી કામગીરીનું નિરીક્ષણ અને સમીક્ષા કરવામાં આવેલ. વધુમાં, કેન્દ્ર ખાતે વિકસાવવામાં આવેલ તુવેરમાં આવતા વ્યંધત્વના રોગની નર્સરીની મુલાકાત લઇ તેમાંથી સારા રોગ પ્રતિકારક જીનોટાઈપની પસંદગી કરી તેમાંથી રોગ પ્રતિકારક જાતો તેમજ તુવેરમાં વહેલી પાકતી જાતો વિકસાવવા માટેનું માર્ગદર્શન આપવામાં આવેલ.
CMO Gujarat Jitu Vaghani Agriculture & Co-operation Department, Government of Gujarat