02/05/2026
આવતી કાલે યોજાનારી NEET 2026 પરીક્ષા માટે આપ સૌને દિલથી હાર્દિક શુભકામનાઓ.
આ દિવસ માત્ર એક પરીક્ષાનો દિવસ નથી, પરંતુ આખા વર્ષ દરમિયાન આપેલ મહેનત, સંઘર્ષ અને સમર્પણનું ફળ મેળવાનો સોનેરી અવસર છે. તમે જેટલી મહેનત કરી છે, હવે એ બધું આત્મવિશ્વાસ સાથે પેપર માં ઠાલવવાનો સમય આવી ગયો છે.
પેપર આપતા પહેલા મનને શાંત રાખો, કોઈપણ પ્રકારનો દબાણ કે ભય તમારા પર હાવી થવા દો નહીં. યાદ રાખો — સ્પષ્ટ વિચાર અને શાંતિપૂર્ણ મન જ સફળતાની ચાવી છે. દરેક પ્રશ્ન ધ્યાનથી વાંચો, ઉતાવળ કર્યા વગર યોગ્ય નિર્ણય લો અને સમયનું સચોટ આયોજન કરો.
તમારું સ્વાસ્થ્ય અને મનોબળ બંને મજબૂત રાખો. યોગ્ય આરામ લો, પોઝિટિવ વિચારો અને પરીક્ષા હોલમાં આત્મવિશ્વાસ સાથે પ્રવેશ કરો.
ભગવાન તમારી મહેનતને સાર્થક બનાવે અને તમને ઉત્તમ પરિણામ પ્રાપ્ત થાય તેવી શુભેચ્છાઓ.
આપનો
નિર્જલ ગજેરા
સંચાલક
શ્રી જ્ઞાનભારતી શૈક્ષણિક સંકુલ, જુનાગઢ