Pulkit School

Pulkit School Secondary and Higher Secondary School

17/05/2025
04/05/2025
07/09/2024

વિદ્યારાજ ગ્લોબલ સ્કૂલ વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપરાંત તેમના આધ્યાત્મિક વિકાસ અને ભારતીય પરંપરા મુજબ તેમને સંસ્કાર મળતા રહે તે માટે સતત પ્રયત્નશીલ છે.

સમગ્ર વિશ્વના કલ્યાણ માટે આપણા વિઘ્નહર્તા અને માતૃ - પિતૃ ભક્તિના આદર્શ ઉદાહરણ એવા શ્રી ગણેશજી ની સ્થાપના શાળામાં કરવામાં આવી હતી.જેમાં કે.જી. વિભાગ અને પ્રાથમિક વિભાગ એમ બંને જગ્યાએ પર્યાવરણને જરાય નુકસાન ન પહોંચે તેવા ઇકો ફ્રેન્ડલી માટી માથી બનાવેલા ગણપતિ મહારાજની મૂર્તિનું ઉત્સાહ પૂર્વક સ્થાપન કરવામાં આવ્યું હતું.

વિદ્યારાજ ગ્લોબલ સ્કૂલના આચાર્ય શ્રી રવિભાઈ ઠાકોર તેમજ પુલકિત શાળાના આચાર્ય શ્રી જસ્મિનભાઈ કોરિયાએ આજના કાર્યક્રમનો હેતુ તેમજ ગણેશજીના આપણા જીવનમાં અપનાવવા લાયક ગુણો વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી હતી. જેમાં માતા, પિતા તેમજ કુટુંબના વડીલો ની મર્યાદા જાળવવી અને તેમની સેવા કરવા જેવી પ્રવૃત્તિ કરવા માટે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

સ્થાપિત મૂર્તિની પૂરી શ્રદ્ધાથી પૂજાવિધિ અને આરતી કર્યા બાદ પ્રસાદી લઈને કાર્યક્રમ પૂર્ણ થયો હતો.

સમગ્ર કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ ડો.કુલદીપસિંહ સિસોદિયા તથા સંસ્થાના એજ્યુકેશન ડાયરેક્ટર શ્રી મહેશભાઈ પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવ્યો હતો.

*નેશનલ રૂરલ આઇટી ક્વિઝમાં જિલ્લા કક્ષાએ પુલકિત સ્કૂલના બાળકો વિજેતા જાહેર થયા.*આજરોજ જૂનાગઢ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા આય...
07/09/2024

*નેશનલ રૂરલ આઇટી ક્વિઝમાં જિલ્લા કક્ષાએ પુલકિત સ્કૂલના બાળકો વિજેતા જાહેર થયા.*
આજરોજ જૂનાગઢ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની નેશનલ રૂરલ આઇટી ક્વિઝમાં પુલકિત સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો,
તે અંતર્ગત જૂનાગઢના 88 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમાંથી ફકત 15 વિદ્યાર્થીઓને વિજેતા જાહેર કરી રાજ્ય કક્ષાએ મોકલવામાં આવ્યા છે.
🌟 તેમાં પુલકિત સ્કૂલના ધોરણ 10ના 4 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તેઓની અથાગ મહેનત અને શાળાના તજજ્ઞ શિક્ષકશ્રી શૈલેષભાઈ ચૌહાણના માર્ગદર્શનથી આ વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ વિજેતા બન્યા હતા અને ટોપ 15 માં સિલેક્ટ થયા હતાં,
હવે તેઓ રાજ્ય કક્ષાની નેશનલ રૂરલ આઇટી ક્વિઝમાં ભાગ લઈ જૂનાગઢ જિલ્લા નું પ્રતિનિધિત્વ કરશે.
🌟આ તકે આચાર્ય શ્રી જસ્મીન ભાઈ કોરિયા સાહેબે ખૂબ ગૌરવની લાગણી સાથે સૌને બિરદાવ્યાં હતા.
🌟સંસ્થાના પ્રમુખશ્રી ડૉ. કુલદીપસિંહ સિસોદિયા સાહેબ અને ડાયરેક્ટરશ્રી મહેશભાઇ પ્રજાપતિ સાહેબે સૌને ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.

Address

Brahma Colony
Junagadh
362001

Opening Hours

Monday 7am - 1pm
Tuesday 7am - 1pm
Wednesday 7am - 1pm
Thursday 7am - 1pm
Friday 7am - 1pm
Saturday 7am - 11:59am

Telephone

+919909333180

Website

Alerts

Be the first to know and let us send you an email when Pulkit School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Pulkit School:

Shortcuts

Share

Category