Pushtisanskar School

Call Directions Website Contact the school

Pushtisanskar School Pushtisanskar School is an initiative under the guidance of Goswami Shri Piyush Bavashri(Pushtisansk

23/09/2026

HDFC Bankની શૈક્ષણિક મુલાકાત...
-
પુષ્ટિસંસ્કાર સ્કૂલ દ્વારા ધોરણ:-6 ના વિદ્યાર્થીઓ માટે HDFC Bankની શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ બેંકની કાર્યપદ્ધતિ, નાણાંનું સંચાલન, બચત, ખાતું ખોલવાની પ્રક્રિયા, ATM તથા ડિજિટલ બેંકિંગ જેવી વિવિધ બાબતો વિશે માહિતી મેળવી.
-
આ મુલાકાત દ્વારા વિદ્યાર્થીઓમાં નાણાકીય જાગૃતિ, વ્યવહારુ જ્ઞાન, જવાબદારી અને નિર્ણય લેવાની કૌશલ્યનો વિકાસ થયો.
-
વિદ્યાર્થીઓ માટે આ મુલાકાત જ્ઞાન સાથે અનુભવ અને શીખવાની એક સુંદર તક બની રહી. જેની સુંદર ક્ષણો નિહાળીએ....
-
-

18/09/2026

“રંગમંચ એ માત્ર અભિનયનું સ્થળ નથી, પરંતુ આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા અને અભિવ્યક્તિનું સુંદર માધ્યમ છે.” 🌟
-
પુષ્ટિસંસ્કાર સ્કૂલમાં નાટક અને રંગમંચ કૌશલ્ય દ્વારા વિદ્યાર્થીઓને પોતાની લાગણીઓ અને વિચારોને અસરકારક રીતે વ્યક્ત કરવાની તક મળે છે. સંવાદ બોલવા, અભિનય કરવા, હાવભાવ, અવાજમાં યોગ્ય ઉતાર-ચઢાવ, પાત્રને સમજવા તથા ટીમ સાથે મળીને કાર્ય કરવા જેવા વિવિધ સર્જનાત્મક કૌશલ્યોની શ્રેષ્ઠ પ્રદર્શનીની ઝાખી ......
-

14/09/2026

"भारतस्य प्रतिष्ठे द्वे संस्कृतं संस्कृतिस्तथा"
સંપૂર્ણ વિશ્વમાં દેવ ભાષા સંસ્કૃતિને ઉત્તમ રીતે માન પ્રાપ્ત થાય તેમ જ વિશ્વના પ્રત્યેક જનજનના મન સુધી સંસ્કૃતના તરંગો પહોંચે એવા શુભ આશયથી સરકારશ્રી દ્વારા આયોજિત સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત પુષ્ટિસંસ્કાર સ્કૂલમાં "जयतु संस्कृतम् वदतु संस्कृतम्" તથા"अवनितलं पुनरवतीर्णा स्यात् संस्कृतगङ्गाधारा"ના સંકલ્પ સાથે સંસ્કૃત સપ્તાહ મહોત્સવનું આયોજન પરિપૂર્ણ કરવામાં આવ્યું. જેની સુંદર પ્રસ્તુતિ.......
-
-
-

13/09/2026

Safe Internet & Cyber Etiquettes – Std. 4

Our Std. 4 students participated in an engaging activity on Safe Internet & Cyber Etiquettes.
Through fun activities and discussions, students learned about staying safe online, protecting personal information, using kind and respectful language, and being responsible digital citizens.
Learning today for a safer and smarter digital tomorrow!
-
-

10/09/2026

ફૂલોની માવજત અને પાણીનો સંગ્રહ – જીવન ઉપયોગી કૌશલ્ય 🌿
પ્રકૃતિ પ્રત્યે પ્રેમ અને જવાબદારીની ભાવના વિકસાવતું એક સુંદર કૌશલ્ય! અમારા વિદ્યાર્થીઓએ ફૂલો અને છોડની યોગ્ય માવજત કરવાની સાથે સાથે પાણીના સંગ્રહ અને તેના સદુપયોગનું મહત્વ પણ પ્રાયોગિક રીતે શીખ્યું.
🌱 છોડની સંભાળ રાખવી એટલે પ્રકૃતિને સાચવવી ..
💧 પાણી બચાવવું એટલે ભવિષ્યને સુરક્ષિત બનાવવું!
આવી જીવનોપયોગી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં જવાબદારી, સ્વચ્છતા, પ્રકૃતિપ્રેમ અને પાણી બચાવવાની જાગૃતિ વિકસે છે. 🌍💚
“આજનું એક નાનું પગલું, આવતીકાલ માટે હરિયાળું અને સુરક્ષિત ભવિષ્ય!”
-
-
-

04/09/2026

શ્રીકૃષ્ણ જન્માષ્ટમી ઉજવણી અને શિલ્ડ વિતરણ સમારોહ
“જ્યાં સંસ્કાર છે, ત્યાં સંસ્કૃતિ છે અને જ્યાં મહેનત છે, ત્યાં સફળતા છે.”
--
પુષ્ટિસંસ્કાર સ્કૂલના પટ્ટાંગણમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય અને ઉત્સાહસભર ઉજવણી કરવામાં આવી. ભગવાન શ્રીકૃષ્ણના જીવનમૂલ્યો, પ્રેમ, કર્તવ્ય અને ધર્મના સંદેશને વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા સુંદર રીતે રજૂ કર્યા.
-
આ સાથે શાળામાં યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિજેતા વિદ્યાર્થીઓને શિલ્ડ એનાયત કરી તેમનું સન્માન કરવામાં આવ્યું.
વિદ્યાર્થીઓની પ્રતિભા, મહેનત અને સિદ્ધિઓને બિરદાવતો આ સમારોહ સૌ માટે પ્રેરણાદાયી અને યાદગાર રહ્યો.જેની સુંદર ચિત્રાત્મક ઝાંખી....

સૂરોથી સજ્યો વિજયનો સ્વર! -ગૌરવની ક્ષણ… ગર્વની લાગણી… અને સંગીતમય સફળતાની સુંદર યાદ! ✨-ભારતીય વિકાસ પરિષદ દ્વારા આયોજિત ...
01/09/2026

સૂરોથી સજ્યો વિજયનો સ્વર!
-
ગૌરવની ક્ષણ… ગર્વની લાગણી… અને સંગીતમય સફળતાની સુંદર યાદ! ✨
-
ભારતીય વિકાસ પરિષદ દ્વારા આયોજિત સમૂહગીત સ્પર્ધામાં આપણી પુષ્ટિસંસ્કારની પ્રતિભાશાળી વિદ્યાર્થીનીઓએ પોતાની મધુર વાણી, તાલમેળ અને અદભુત ટીમવર્કથી 🥈 દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કર્યો છે.
-
આ સિદ્ધિ માત્ર એક પુરસ્કાર નથી, પરંતુ વિદ્યાર્થીનીઓની મહેનત, એકતા, શિસ્ત, સંગીતપ્રેમ અને સમર્પણનું સુંદર પરિણામ છે.
-
જ્યાં સૂર મળે, ત્યાં સંગીત જન્મે…
જ્યાં હૃદય મળે, ત્યાં સફળતા જન્મે…

આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ તમામ વિજેતા વિદ્યાર્થીનીઓને હાર્દિક અભિનંદન અને તેમના માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન તથા શુભેચ્છાઓ.

આ જ રીતે સૂર સાથે સંસ્કાર અને સંસ્કાર સાથે સફળતાની સફર સતત આગળ વધતી રહે…!
-
-

28/08/2026

🌺भ्राता रक्षति भगिनीं, भगिनी च हितैषिणी।
स्नेहसूत्रेण बद्धौ तौ, भवेतां सुखिनौ सदा॥🌺

પુષ્ટિસંસ્કાર સ્કૂલમાં રક્ષાબંધનનો પાવન તહેવાર પ્રેમ, એકતા અને ભારતીય સંસ્કૃતિના મૂલ્યો સાથે હર્ષોલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો.વિદ્યાર્થીઓએ એકબીજાને રાખડી બાંધી પરસ્પર સ્નેહ, સન્માન અને સુરક્ષાની ભાવનાને વધુ મજબૂત બનાવી.
આ સુંદર ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓમાં સંસ્કાર, સહકાર, ભાઈચારો, કરુણા અને રાષ્ટ્રીય એકતાના મૂલ્યો વધુ દૃઢ બન્યા. જેની એક સુંદર ઝલક.
-
-

SGFIમાં શાનદાર સિદ્ધિ! જિલ્લા કક્ષાએ SGFI U-17 ખો-ખો તથા બરછીફેંક સ્પર્ધામાં પ્રથમ ક્રમ!આપણી પુષ્ટિસંસ્કાર સ્કૂલના પ્રતિ...
27/08/2026

SGFIમાં શાનદાર સિદ્ધિ!
જિલ્લા કક્ષાએ SGFI U-17 ખો-ખો તથા બરછીફેંક સ્પર્ધામાં પ્રથમ ક્રમ!
આપણી પુષ્ટિસંસ્કાર સ્કૂલના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ SGFI U-17 ખો-ખો અને બરછીફેંક સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.
તેમની મહેનત, શિસ્ત, રમતગમતની ભાવના અને અવિરત પ્રયત્નોને વંદન!

✨
આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ સમગ્ર ટીમ અને વિજેતા ખેલાડીઓને હાર્દિક અભિનંદન! 💐

🥇Congratulations Champions!
Proud Moment for Our School!

Address

Timbavadi By Pass Road
Junagadh

Alerts

Be the first to know and let us send you an email when Pushtisanskar School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Pushtisanskar School:

Shortcuts

Share

Category