13/03/2026
શ્રી જયભાઈ ચૌહાણ ને કોચિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા તરફથી વર્ષ 2025 નો શ્રેષ્ઠ શિક્ષક નો એવોર્ડ અમદાવાદ ખાતે એનાયત કરાયો.
🏆 જૂનાગઢના શિક્ષણ જગતનો સુવર્ણ અવસર: શ્રી જયભાઈ ચૌહાણ નુ રાજ્ય સ્તરે બહુમાન! 🌟
ગૌરવની વાત છે કે ભારતની ખ્યાતનામ સંસ્થા CFI (Coaching Federation of India) દ્વારા જૂનાગઢના કર્મઠ શિક્ષણવિદ ની શૈક્ષણિક સેવાની નોંધ લેવામાં આવી છે.
અમદાવાદ ખાતે CFI ના નવ નિયુક્ત સેક્રેટરી તથા FAA (Federation of Academic Association) ના પ્રમુખ આદરણીય શ્રી હેમાંગભાઈ રાવલ,
FAA (Federation Of Academic Association) ના ભૂતપૂર્વ ચેરમેન શ્રી વિજય મારું સાહેબ,
તથા CFI ના જ્યુરી અને AEG (Ahmedabad Education Group) ના પ્રમુખ શ્રી ઝંકૃત આચાર્ય સાહેબ ના વરદ હસ્તે
તેઓને “શિક્ષક સન્માન - ૨૦૨૫” એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા.
✅ પ્રો. જય ચૌહાણ – વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યના માર્ગદર્શક.
આ પ્રતિષ્ઠિત સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન તથા શુભેચ્છાઓ 💐
આપનું કાર્ય અને સમર્પણ આગામી પેઢી માટે પ્રેરણારૂપ બની રહેશે. 🙏✨