03/07/2026
📢🔥📚 *શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) ની રચના અંગે મહત્વનો પરિપત્ર*
ઠરાવ ક્રમાંક: ED/DOGOI/GOI/3/2026/3241/K
તારીખ: ૨૨-૦૬-૨૦૨૬
વિષય: SMC ની રચના/પુન:રચના (GOI માર્ગદર્શિકા મુજબ)
━━━━━━━━━━━━━━━
*📌 પ્રસ્તાવના*
━━━━━━━━━━━━━━━
RTE એક્ટ ૨૦૦૯ ની કલમ-૨૧ મુજબ તમામ સરકારી/અનુદાનિત/સ્થાનિક સત્તામંડળ સંચાલિત શાળાઓ (ધોરણ-૧૨ સુધીની)માં SMC ની રચના ફરજિયાત. ભારત સરકારની નવી માર્ગદર્શિકા (મે-૨૦૨૬) મુજબ જૂના ઠરાવો રદ કરી નવેસરથી જોગવાઈઓ લાગુ.
📅 *અમલ:* ઠરાવ પ્રસિદ્ધ થયા/શૈક્ષણિક વર્ષ શરૂ થયાની તારીખથી ૧ મહિનામાં SMC ની રચના/પુન:રચના કરવાની રહેશે.
━━━━━━━━━━━━━━━
*1️⃣ SMC ની રચના અને માળખું*
━━━━━━━━━━━━━━━
✅ અધ્યક્ષ – માતાપિતા/વાલીમાંથી ચૂંટાયેલ
✅ ઉપાધ્યક્ષ – માતાપિતા/વાલીમાંથી ચૂંટાયેલ
✅ સભ્ય – શાળામાં ભણતા તમામ ધોરણના બાળકોના વાલી
✅ સભ્ય – સ્થાનિક સત્તામંડળના ચૂંટાયેલા સભ્ય
✅ સભ્ય – શાળાના શિક્ષકો
✅ સભ્ય – સ્થાનિક શિક્ષણશાસ્ત્રી/વિષય નિષ્ણાત/વરિષ્ઠ વિદ્યાર્થી/ભૂતપૂર્વ વિદ્યાર્થી/AWW/ASHA/ANM
✅ સભ્ય-સચિવ (Ex-officio) – આચાર્ય/મુખ્ય શિક્ષક/ઇન્ચાર્જ
*કુલ સભ્ય સંખ્યા (વિદ્યાર્થી સંખ્યા આધારે):*
▪️ ૧૦૦ સુધી → ૧૨ થી ૧૫ સભ્યો
▪️ ૧૦૦ થી ૫૦૦ → ૧૫ થી ૨૦ સભ્યો
▪️ ૫૦૦ થી વધુ → ૨૦ થી ૨૫ સભ્યો
━━━━━━━━━━━━━━━
*2️⃣ સભ્યોની પસંદગીના ધોરણો*
🔹 ૭૫% સભ્યો → ફક્ત વાલીઓમાંથી
🔹 બાકીના ૨૫%:
– સ્થાનિક સત્તામંડળના નડકી ૧/૩ સભ્યો
– શાળાના શિક્ષકોમાંથી ૧/૩ સભ્યો
– બાકીના ૧/૩ – શિક્ષણવિદ/નિષ્ણાત/AWW/ASHA/ANM વગેરે
⚖️ *ફરજિયાત જોગવાઈ:*
– કુલ સંખ્યાના ૫૦% સભ્યો મહિલા હોવા જોઈએ
– SEDG (SC/ST/OBC) અને CwSN (દિવ્યાંગ) બાળકોના વાલીઓને પ્રમાણસર પ્રતિનિધિત્વ
━━━━━━━━━━━━━━━
*3️⃣ કાર્યકાળ અને ચૂંટણી પ્રક્રિયા*
━━━━━━━━━━━━━━━
⏳ કાર્યકાળ: *૨ વર્ષ*
🔁 પુન:નિયુક્તિ શક્ય, પણ સભ્ય-સચિવ સિવાય કોઈ સભ્ય સતત ૨ ટર્મથી વધુ નહીં
*સભ્યપદ સમાપ્ત થાય જ્યારે:*
– બાળક શાળા છોડે
– સભ્ય દોષિત ઠરે
– બ્લોક/જિલ્લા બહાર સ્થળાંતર
– આકસ્મિક મૃત્યુ
– સતત ૪ બેઠકોમાં ગેરહાજર
*ચૂંટણી પ્રક્રિયા:*
1. શાળા વડા દ્વારા લેખિત સૂચના
2. પ્રત્યેક વિદ્યાર્થી દીઠ ૧ વાલી પાત્ર
3. વધુ ઉમેદવાર હોય તો હાથ ઊંચા/ગુપ્ત મતદાનથી ચૂંટણી
4. ચૂંટણી શાળાના મુખ્યશિક્ષકના નિરીક્ષણ હેઠળ
5. રચના બાદ ૧ સપ્તાહમાં પ્રથમ બેઠક (અધ્યક્ષ-ઉપાધ્યક્ષની પસંદગી)
━━━━━━━━━━━━━━━
*4️⃣ સભ્ય-સચિવની જવાબદારીઓ*
━━━━━━━━━━━━━━━
📋 SMC રચના સુનિશ્ચિત કરવી, ૫૦% વાલી હાજરી સુનિશ્ચિત કરવી
📋 સભ્યોની વિગતો ૧ સપ્તાહમાં ડિસ્પ્લે કરવી
📋 દર મહિને ઓછામાં ઓછી ૧ બેઠક (૫૦% કોરમ ફરજિયાત)
📋 UDISE+ સ્કૂલ રિપોર્ટ કાર્ડ ડિસ્પ્લે + પ્રથમ બેઠકમાં ઉપલબ્ધ કરાવવું
📋 સૂચન પેટી/ફિડબેક રજિસ્ટર નિભાવવું – ત્રિમાસિક સમીક્ષા
━━━━━━━━━━━━━━━
*5️⃣ પેટા-સમિતિઓ*
━━━━━━━━━━━━━━━
🏗️ શાળા ભવન સમિતિ – બાંધકામ, નવીનીકરણ, સુવિધા દેખરેખ
📖 શૈક્ષણિક સમિતિ – શૈક્ષણિક પ્રવૃત્તિ, મોનિટરિંગ, ડેટા મેનેજમેન્ટ
🍽️ PM પોષણ/આરોગ્ય સમિતિ
🛡️ સલામતી સમિતિ
🔍 સામાજિક ઓડિટ સમિતિ (જરૂરિયાત મુજબ વધુ પણ બનાવી શકાય)
*6️⃣ SMC ના મુખ્ય કાર્યો*
━━━━━━━━━━━━━━━
👉 *પ્રવેશ-હાજરી:* ૧૦૦% નામાંકન, ડ્રોપઆઉટ બાળકોની ઓળખ, ડોર-ટુ-ડોર સર્વે
👉 *અધિકારો/સુવિધા:* મફત પાઠ્યપુસ્તકો, ગણવેશ, શિષ્યવૃત્તિ સમયસર વિતરણ
👉 *વાલી-શિક્ષક મિટિંગ:* આયોજન અને સહયોગ
👉 *શૈક્ષણિક ગુણવત્તા:* NEP-૨૦૨૦ પાલન, શિક્ષક હાજરી દેખરેખ, Learning Outcomes સુધારણા
👉 *FLN/નિપુણ ભારત:* માતૃભાષા વાંચન પ્રોત્સાહન, TLM વિકાસ, ૨૦૨૮-૨૯ સુધીમાં ધોરણ-૩ નિપુણતા લક્ષ્ય
👉 *PM પોષણ:* ભોજન ગુણવત્તા, તિથિ ભોજન, કિચન ગાર્ડન, આરોગ્ય તપાસ
👉 *પાયાની સુવિધા:* BaLA, ડિજિટલ લર્નિંગ, ATL, પીવાનું પાણી, શૌચાલય, રેમ્પ
👉 *નાણાકીય વ્યવસ્થાપન:* બજેટ, ખર્ચ નિયંત્રણ, વાર્ષિક પત્રક, સામાજિક ઓડિટ
👉 *સમુદાય ભાગીદારી:* CSR ફંડ ઉપયોગ, વિધાંજલિ પોર્ટલ (Mentors)
👉 *બાળ સલામતી:* POCSO જાગૃતિ, ICC માહિતી, એન્ટી-બુલિંગ નીતિ, ત્રિમાસિક Safety Walk
👉 *આપત્તિ સજ્જતા:* વર્ષમાં ૨ મોક ડ્રીલ, ઘર-આધારિત શિક્ષણ આયોજન (કટોકટી સમયે)
👉 *છાત્રાલય સંચાલન:* KGBV/નેતાજી છાત્રાલયનું નિરીક્ષણ
👉 *પર્યાવરણ:* એક પેડ મા કે નામ, કિચન ગાર્ડન, મિશન લાઈફ
━━━━━━━━━━━━━━━
*7️⃣ શાળા વિકાસ યોજના (SDP)*
━━━━━━━━━━━━━━━
📊 ત્રિવર્ષીય માસ્ટર પ્લાન (ટૂંકા/મધ્યમ/લાંબા ગાળાનો)
📊 જૂની યોજના પૂરી થયાના ૩ મહિનામાં નવી તૈયાર કરવી
📊 દર વર્ષે માર્ચ અંત સુધીમાં વાર્ષિક સમીક્ષા
📊 SMC અધ્યક્ષ/ઉપાધ્યક્ષ + સભ્ય-સચિવ સહી કરશે, *Public Domain પર મુકવાની રહેશે*
━━━━━━━━━━━━━━━
*8️⃣ ક્ષમતા નિર્માણ અને તાલીમ*
━━━━━━━━━━━━━━━
🎓 રચના/પુન:રચના પછી ૧ મહિનામાં તમામ સભ્યો માટે વાર્ષિક તાલીમ-ઓરિએન્ટેશન
🎓 સ્થાનિક ભાષામાં, ઓનલાઈન+ઓફલાઈન (સંમિશ્રિત) પદ્ધતિ
🎓 NISHTHA, DIKSHA, ULLAS પ્લેટફોર્મનો ઉપયોગ
━━━━━━━━━━━━━━━
*9️⃣ નાણાકીય વ્યવસ્થાપન અને ઓડિટ*
━━━━━━━━━━━━━━━
💰 અધ્યક્ષ+સભ્ય-સચિવના નામે સંયુક્ત બેંક ખાતું
💰 અલગ કેશબુક, બેંક પાસબુક, વાઉચર ફાઈલ નિભાવવી
💰 વાર્ષિક હિસાબો ૧ મહિનામાં સ્થાનિક સત્તાધિકારીને + નોટિસ બોર્ડ પર
💰 વર્ષમાં ઓછામાં ઓછું ૧ વખત સામાજિક ઓડિટ ફરજિયાત
━━━━━━━━━━━━━━━
*🔟 અન્ય વિભાગો સાથે સંકલન*
━━━━━━━━━━━━━━━
આરોગ્ય-પરિવાર કલ્યાણ | પંચાયત-ગ્રામ વિકાસ | શહેરી વિકાસ | મહિલા-બાળ વિકાસ | શ્રમ-કૌશલ્ય વિકાસ | સામાજિક ન્યાય-અધિકારિતા | રમતગમત-યુવા | કાયદા-ન્યાય | ગૃહ વિભાગ – તમામ સાથે સંકલન કરી સંસાધનોનો ઉપયોગ કરવાનો રહેશે.
━━━━━━━━━━━━━━━
*1️⃣1️⃣ મોનિટરિંગ*
━━━━━━━━━━━━━━━
📈 તાલુકા/જિલ્લા શિક્ષણ અધિકારીઓ દ્વારા વર્ષમાં ૨ વખત ચેકલિસ્ટ મુજબ સમીક્ષા
📈 વિદ્યા સમીક્ષા કેન્દ્ર મારફતે રાજ્ય કક્ષાએ મોનિટરિંગ
📈 મીટિંગ ન થાય તો WhatsApp/Google Meet દ્વારા વર્ચ્યુઅલ મીટિંગ યોજી શકાય
━━━━━━━━━━━━━━━
✅ *મહત્વની નોંધ:* આ ઠરાવ દ્વારા ૨૨.૦૩.૨૦૧૧, ૦૨.૦૮.૨૦૧૧ અને ૦૪.૧૧.૨૦૧૧ ના જૂના ઠરાવો રદ કરવામાં આવેલ છે.
━━━━━━━━━━━━━━━