31/08/2026
સરકારી વિજ્ઞાન કૉલેજ - જસદણ
સ્પોર્ટ્સ ડે ઉજવણી અહેવાલ
સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે તા. 31 ઓગસ્ટ, 2026ના રોજ સપ્તધારા અંતર્ગત રમત-ગમત અને વ્યાયામ ધારા હેઠળ સ્પોર્ટ્સ ડેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કોલેજના FY, SY અને TY ના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ માટે વિવિધ શારીરિક અને ઇન્ડોર રમતગમતની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ માટે શારીરિક તંદુરસ્તી વધારવાના હેતુથી પ્લેન્ક, સીટ-અપ્સ અને પુશ-અપ્સ જેવી પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી, જ્યારે વિદ્યાર્થિનીઓએ સૂર્ય નમસ્કારમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ ઉપરાંત વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ માટે આર્મ રેસલિંગ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બંનેએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઇન્ડોર પ્રવૃત્તિઓ અંતર્ગત કેરમ જેવી રમતોમાં વિદ્યાર્થીઓએ ટીમ તરીકે ભાગ લઈને રમતગમતની ભાવના અને ટીમવર્કનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સંકલન પ્રોફેસર કટારા સર અને પ્રોફેસર જાનકી મેડમ દ્વારા કરવામાં આવ્યું હતું તથા વિઝિટિંગ સ્ટાફ તેમજ નોન-ટીચિંગ સ્ટાફ ના સહયોગથી સમગ્ર કાર્યક્રમ સુવ્યવસ્થિત અને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. વિદ્યાર્થીઓએ વિવિધ શારીરિક પ્રવૃત્તિઓ તથા ઇન્ડોર રમતોમાં ભાગ લઈને આનંદ સાથે ઉત્સાહપૂર્વક સમય વિતાવ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં શારીરિક તંદુરસ્તી, શિસ્ત, આત્મવિશ્વાસ, ટીમવર્ક અને રમતગમતની ભાવનાનો વિકાસ થયો હતો અને સમગ્ર સ્પોર્ટ્સ ડેની ઉજવણી આનંદમય, ઉત્સાહસભર અને સફળ રહી હતી.