17/08/2026
80th Independence Day 🇮🇳
*એકતાના રંગ જેકેવીની સંગ*
શ્રી જેકુરબેન સોની કન્યા વિદ્યાલય દ્વારા ૮૦ માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. NCC ના કેડેટ્સ દ્વારા પરેડ સાથે સલામી આપવામાં આવી. વંદેમાતરમ્ ગીતને રાષ્ટ્રગીત તરીકે સ્થાન મળ્યું અને ૧૫૦માં વર્ષની ઉજવણીના ભાગરૂપે રજૂ રાષ્ટ્રગાન પૂર્વે માનપૂર્વક રજૂ કરવામાં આવ્યું. આ કાર્યક્રમના અતિથિ વિશેષ શ્રી મેહુલભાઈ જોબનપુત્રાના વરદહસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું. દેશભક્તિના રંગે રંગાયેલા આ પાવન પર્વમાં માધ્યમિક વિભાગની વિદ્યાર્થિનીઓ દ્વારા વિવધતામાં એકતાના સંદેશ સાથે વિવિધ રાજ્યોના લોક નૃત્યો રજૂ કરવામાં આવેલ. પ્રાથમિક વિભાગની વિદ્યાથીનીઓ દ્વારા દેશભક્તિ થીમ આધારિત ડાન્સ રજૂ કરવામાં આવેલ. પ્રાથમિક વિભાગના ઇન. આચાર્યશ્રી ઉર્વશીબેન દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું. સોની દામજી પ્રભુદાસ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી હસમુખભાઈ સોની દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવ્યું.શાળાના ટ્રસ્ટીશ્રી મનમોહનસરના Gen Z , દેશપ્રેમ અને દેશ પ્રત્યેની વફાદારી વિષયક પ્રેરણાદાયી વિચારો દ્વારા વિદ્યાર્થીઓને જવાબદાર અને રાષ્ટ્રપ્રેમી નાગરિક બનવાની પ્રેરણા મળી. સાથે સાથે ધો.૯ થી ધો. ૧૨ ના તેજસ્વી વિદ્યાર્થીઓને મોમેન્ટો અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમના અંતે શ્રી મેઘલબેન શેઠ દ્વારા જ્ઞાન સાથે સંસ્કાર અને શિસ્ત જોડી આભારવિધિ કરવામાં આવેલ.