New Digvijaysinhji Government Highschool, Jamnagar

New Digvijaysinhji Government Highschool, Jamnagar Established in 1939

કોઈ પણ પ્રકારની ફી વિના ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવા માટે સંપર્ક કરો...
27/05/2024

કોઈ પણ પ્રકારની ફી વિના ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવા માટે સંપર્ક કરો...

27/05/2024

શ્રી દિગ્વિજયસિંહજી ન્યુ સરકારી હાઈસ્કૂલનું ધોરણ 10નું 72.23% પરિણામ

કુલ 18માંથી 13 વિદ્યાર્થીઓ પાસ

👉First
ખીરા અયાન
ટકા:81.66%
પર્સન્ટાઈલ રેંક: 87.39

👉Second
ગોળવાળા રોશન
ટકા:70.83%
પર્સન્ટાઈલ રેંક: 69.88

👉Third
ગોરી અજમલ
ટકા:66.16%
પર્સન્ટાઈલ રેંક: 60.78

શ્રી દિગ્વિજયસિંહજી ન્યુ સરકારી હાઈસ્કૂલનું ધોરણ 12નું 96.42% પરિણામકુલ 28 વિદ્યાર્થીઓએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા...
09/05/2024

શ્રી દિગ્વિજયસિંહજી ન્યુ સરકારી હાઈસ્કૂલનું ધોરણ 12નું 96.42% પરિણામ

કુલ 28 વિદ્યાર્થીઓએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપેલ જેમાંથી 27 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે. જિલ્લા શિક્ષણાધિકારી શ્રી બી.એન.વીડજાસાહેબ તરફથી સ્ટાફ પરિવારને સારા પરિણામ બદલ શુભેચ્છા આપવામાં આવી. અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, સમાજશાસ્ત્ર, નામાનાં મૂળતત્વો, આંકડાશાસ્ત્ર, એસ.પી.સી.સી. તથા વાણિજ્ય વ્યવસ્થા એમ કુલ 8 વિષયોનું 100% પરિણામ.

શાળામાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓ :
1. પરમાર રોનક જયેશભાઈ - 77.29% - 83.31 PR
2. પડાયા નીરજ નાનજીભાઈ - 73.29% - 75.15 PR
3. ચૌહાણ યશ વિનેશભાઈ - 73.14% - 74.83 PR

ગત તારીખ 1 મેના રોજ શાળાના સીનીયર શિક્ષક શ્રી બી.બી.કળસરિયાભાઈએ આચાર્ય તરીકેનો ચાર્જ સંભાળતા શાળા તથા ઓફિસના સ્ટાફ તરફથી...
09/05/2024

ગત તારીખ 1 મેના રોજ શાળાના સીનીયર શિક્ષક શ્રી બી.બી.કળસરિયાભાઈએ આચાર્ય તરીકેનો ચાર્જ સંભાળતા શાળા તથા ઓફિસના સ્ટાફ તરફથી શુભેચ્છા આપવામાં આવી.

ધોરણ 9 તથા ધોરણ 11ના વિદ્યાર્થીઓને પરિણામ તથા ઈનામ વિતરણ
09/05/2024

ધોરણ 9 તથા ધોરણ 11ના વિદ્યાર્થીઓને પરિણામ તથા ઈનામ વિતરણ

ગત તારીખ 6 માર્ચના રોજ અમારી શાળાના ધોરણ 9 તથા ધોરણ 11ના વિદ્યાર્થીઓને સરકારી જિલ્લા પુસ્તકાલયના રીનોવેશન બાદના નવા પુસ્...
09/03/2024

ગત તારીખ 6 માર્ચના રોજ અમારી શાળાના ધોરણ 9 તથા ધોરણ 11ના વિદ્યાર્થીઓને સરકારી જિલ્લા પુસ્તકાલયના રીનોવેશન બાદના નવા પુસ્તકાલયના બિલ્ડિંગના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપવાનું આમંત્રણ મળ્યું હતું. વિદ્યાર્થીઓએ સ્માર્ટ લાઈબ્રેરીની મુલાકાત લીધી તથા ઉદ્દઘાટક શ્રી પૂનમબેન માડમ સાથે વાતચીત કરી.

ગત 24 ફેબ્રુઆરીના રોજ અમારી શાળા શ્રી દિગ્વિજયસિંહજી ન્યુ સરકારી હાઈસ્કુલમાં અમારી શાળાના આચાર્યાશ્રી કિરણબેન ડી. ગોહિલન...
09/03/2024

ગત 24 ફેબ્રુઆરીના રોજ અમારી શાળા શ્રી દિગ્વિજયસિંહજી ન્યુ સરકારી હાઈસ્કુલમાં અમારી શાળાના આચાર્યાશ્રી કિરણબેન ડી. ગોહિલનો વિદાય સમારંભ તથા ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા તથા વિદાય સમારંભ યોજવામાં આવ્યો. અમારા આચાર્યા આમ તો 30 એપ્રિલના રોજ વય નિવૃત્ત થાય છે પરંતુ પરીક્ષાઓ તથા તેને લગત કામગીરીને લીધે એમનો વિદાય સમારંભ પણ બોર્ડના વિદ્યાર્થીઓ સાથે જ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં શાળાના સ્ટાફ તથા શિક્ષકો ઉપરાંત D.E.O ઓફિસમાંથી E.I. શ્રી ડી.ડી.ભેંસદડિયાભાઈ, GES Class 2 અધિકારી એવા શ્રી વજીરભાઈ, GES Class 2 અધિકારી એવા શ્રી માલવિયાભાઈ, શાળાના નિવૃત્ત શિક્ષિકા શ્રી હર્ષિદાબેન અઘેરા, કિરણબેનના વિદ્યાર્થી તથા હાલ સરદાર પટેલ હાઈસ્કૂલમાં આચાર્યા તરીકે ફરજ બજાવતા શ્રી તૃપ્તિબેન ચોવટિયા, શાળામાંથી પ્રમોશન મેળવીને તાજેતરમાં જ દેવભૂમિ દ્વારકા ગયેલા શ્રી હસમુખભાઈ ચાવડા, શાળામાં પ્રવાસી શિક્ષક તરીકે ફરજ બજાવીને તાજેતરમાં જ મુક્ત થયેલા શ્રી નિરાલીબેન જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમની શરુઆત દિપ પ્રાગટય તથા પ્રાર્થનાથી કરવામાં આવી. ત્યારબાદ સૌ મહેમાનોનું પુષ્પ વડે સ્વાગત કરવામાં આવ્યું. શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ બોર્ડના વિદ્યાર્થીઓને તથા કિરણબેનને શુભેચ્છા આપી. શાળામાંથી પ્રમોશન મેળવીને દેવભૂમિ દ્વારકા હાજર થયેલ અમારા કલાર્ક શ્રી હસમુખભાઈ ચાવડાને પણ આ પ્રસંગે ફરી એકવાર સમગ્ર સ્ટાફ તરફથી ગિફ્ટ તથા ઔપચારિક વિદાય આપવામાં આવી. ધોરણ 9 અને ધોરણ 11ના વિદ્યાર્થીઓ દ્વારા 'પરીક્ષા માટે તૈયાર' નાટક રજૂ કરવામાં આવ્યું. શાળામાં વર્ષ દરમ્યાન થઈ ચૂકેલી વિવિધ પ્રવૃત્તિઓ માટે વિદ્યાર્થીઓને ઈનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. અંતમાં સૌ અલ્પાહાર લઈને છૂટા પડ્યા.

સમગ્ર સ્ટાફ પરિવાર તરફથી ફરી એકવાર અમે કિરણબેનને એમના નિવૃત્ત જીવન માટે શુભેચ્છા પાઠવીએ છીએ તથા ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને પણ એમની આગામી પરીક્ષા માટે શુભકામના આપીએ છીએ.

જિલ્લા કક્ષાએ પણ શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી...ગત તારીખ 4 નવેમ્બરના રોજ SVS કક્ષાના વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનમાં...
21/12/2023

જિલ્લા કક્ષાએ પણ શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદગી...

ગત તારીખ 4 નવેમ્બરના રોજ SVS કક્ષાના વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનમાં વિભાગ 2માં પસંદ થયેલ શ્રેષ્ઠ કૃતિ 'હવાના દબાણ દ્વારા વિદ્યુત ઉર્જાનું ઉત્પાદન' જે અમારી શાળાના વિદ્યાર્થીઓ તથા માર્ગદર્શક શિક્ષક દ્વારા તૈયાર કરવામાં આવી હતી એ જિલ્લા કક્ષાએ પણ ઝળકી છે.

ગત તારીખ 18,19ના રોજ જામજોધપુર મુકામે યોજાયેલ જિલ્લા કક્ષાના વિજ્ઞાન,ગણિત અને પર્યાવરણ પ્રદર્શનમાં પણ આ કૃતિ 'વિભાગ 2'માં શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ થઈ છે. આ વિજ્ઞાન,ગણિત અને પર્યાવરણ પ્રદર્શનની મુલાકાત જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મધુબેન ભટ્ટ તથા સમગ્ર જિલ્લામાંથી અનેક વિશેષજ્ઞો, ગણિત-વિજ્ઞાનના અભ્યાસુઓ, વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ લીધી હતી. જિલ્લા શિક્ષણાધિકારી તરફથી મળેલી શુભેચ્છાએ વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો.

આજ તથા આવતીકાલે ફરી અમારા વિદ્યાર્થીઓ પરમાર મયુર તથા દૂધાગરા માનવ અને માર્ગદર્શક શિક્ષક શ્રી સંજયભાઈ પરમાર ઝોન કક્ષાએ અમરેલી મુકામે એમની કૃતિ રજૂ કરશે. શાળા પરિવાર તરફથી એમને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

ગત તારીખ 4 નવેમ્બરના રોજ સેન્ટ ઝેવિયર્સ ખાતે યોજાયેલ એસ.વી.એસ. કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં શ્રી દિગ્વિજયસિંહજી સરક...
08/11/2023

ગત તારીખ 4 નવેમ્બરના રોજ સેન્ટ ઝેવિયર્સ ખાતે યોજાયેલ એસ.વી.એસ. કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં શ્રી દિગ્વિજયસિંહજી સરકારી હાઈસ્કૂલ -જામનગરના ધોરણ 9ના વિદ્યાર્થીઓ દૂધાગરા માનવ અને પરમાર મયુર દ્વારા રજૂ કરાયેલ "હવાના દબાણ દ્વારા વિદ્યુત ઉર્જાનું મોડલ" શ્રેષ્ઠ કૃતિ તરીકે પસંદ થયેલ. આ વિદ્યાર્થીઓએ શિક્ષક શ્રી સંજયભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ સરસ રીતે પોતાનું મોડેલ મુલાકાતીઓ સમક્ષ રજૂ કરેલ. શાળાના આચાર્યાશ્રી તથા શિક્ષકોએ બાળકો તથા સંજયભાઈને અભિનંદન પાઠવેલ.

કલા ઉત્સવમાં અમારા બાળકોદરેક વિદ્યાર્થીમાં કોઈને કોઈ કલા છૂપાયેલી હોય છે તથા કલા ઉત્સવ જેવા કાર્યક્રમોનો ઉદ્દેશ જ હોય છે...
27/10/2023

કલા ઉત્સવમાં અમારા બાળકો

દરેક વિદ્યાર્થીમાં કોઈને કોઈ કલા છૂપાયેલી હોય છે તથા કલા ઉત્સવ જેવા કાર્યક્રમોનો ઉદ્દેશ જ હોય છે કે વિદ્યાર્થીઓની આ પ્રકારની કલાને ખીલવી શકાય કે પ્રગટ કરી શકાય. અમારી શાળામાંથી પણ વિદ્યાર્થીઓએ ગત મહિને QDC તથા SVS કક્ષાના કલા ઉત્સવમાં તથા આ મહિને જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. QDC તથા SVS કક્ષાએ વિદ્યાર્થીઓએ કુલ ₹2800નું રોકડ ઈનામ પણ મેળવ્યું. શાળા પરિવાર તરફથી વિદ્યાર્થીઓને આ ઈનામ સોંપીને અઢળક શુભેચ્છાઓ આપવામાં આવી.

QDC તથા SVS કક્ષાએ નંબર મેળવનાર વિદ્યાર્થીઓ આ મુજબ છે :

1. ઢાંકેચા દર્શન
માધ્યમિક વિભાગ - વાદન સ્પર્ધા
(QDC કક્ષાએ પ્રથમ તથા SVS કક્ષાએ પ્રથમ)

2. દૂધાગરા માનવ
માધ્યમિક વિભાગ - ચિત્ર સ્પર્ધા
(QDC કક્ષાએ પ્રથમ તથા SVS કક્ષાએ પ્રથમ)

3.મકવાણા ચંદ્રેશ
ઉચ્ચતર માધ્યમિક વિભાગ - વાદન સ્પર્ધા
(QDC કક્ષાએ પ્રથમ તથા SVS કક્ષાએ પ્રથમ)

4.રાઠોડ ભગીરથ
ઉચ્ચતર માધ્યમિક વિભાગ - ગાયન સ્પર્ધા
(QDC કક્ષાએ દ્વિતીય)

5.કેર ધ્રુવરાજસિંહ
ઉચ્ચતર માધ્યમિક વિભાગ - ચિત્ર સ્પર્ધા
(QDC કક્ષાએ દ્વિતીય

શાળા એટલે સર્વાંગી શિક્ષણ આપવાનું સ્થળ. અમારો સતત પ્રયત્ન હોય છે વિદ્યાર્થીઓ માટે અલગ અલગ પ્રવૃત્તિ તથા ઉજવણીનું આયોજન ક...
27/10/2023

શાળા એટલે સર્વાંગી શિક્ષણ આપવાનું સ્થળ. અમારો સતત પ્રયત્ન હોય છે વિદ્યાર્થીઓ માટે અલગ અલગ પ્રવૃત્તિ તથા ઉજવણીનું આયોજન કરીને વિદ્યાર્થીઓને ગમ્મત સાથે જ્ઞાન આપી શકાય. આ જ હેતુથી તારીખ 21/10ના રોજ શાળામાં નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓ સાથે સ્ટાફ મિત્રો પણ ગરબાની ધૂન પર રમ્યા. ત્યારબાદ સૌએ નાસ્તાની મજા પણ માણી. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે વેલડ્રેસ તથા વેલપ્લે માટે ઈનામ પણ આપવામાં આવ્યા.

ગત તારીખ 16 ઓક્ટોબરના રોજ R.T.O કચેરીના ધનરાજભાઈ વેગડ તથા કાર ડ્રાઈવિંગ સ્કૂલના દેવેન્દ્રસિંહ જાડેજાએ શાળામાં આવી વિદ્યા...
27/10/2023

ગત તારીખ 16 ઓક્ટોબરના રોજ R.T.O કચેરીના ધનરાજભાઈ વેગડ તથા કાર ડ્રાઈવિંગ સ્કૂલના દેવેન્દ્રસિંહ જાડેજાએ શાળામાં આવી વિદ્યાર્થીઓને સ્માર્ટ બોર્ડ પર પ્રેઝન્ટેશન વડે રોડ સેફટી વિશે સરસ સમજૂતી આપી. નિયમથી થોડી જ વધુ સ્પીડ પણ કઈ રીતે વ્યક્તિને નુકશાન કરે છે એ બાબતના વીડિયોથી લઈને રોડ પરના સિગ્નલ્સ, એમના અર્થ વગેરે ખૂબ સરસ રીતે સમજાવ્યું. વિદ્યાર્થીઓ સાથેના આ સેશનમાં વિદ્યાર્થીઓને પણ પ્રશ્નો વગેરે પૂછીને તથા એમની પાસેથી જવાબ મેળવીને જાડેજા સાહેબે આ સેશનને વધુ રસપ્રદ બનાવ્યું.

Address

Near Khambhalia Gate
Jamnagar
361005

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when New Digvijaysinhji Government Highschool, Jamnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to New Digvijaysinhji Government Highschool, Jamnagar:

Shortcuts

Share

Category