11/12/2025
૬ વર્ષ પહેલા શ્રી હાપા પ્રાથમિક શાળામાં ધોરણ ૮ માં અભ્યાસ કરતા આ બંને દીકરાઓએ જ્યારે વ્યસનમુક્તિને લગતા નાટકના મુખ્ય પાત્રો ભજવતી વખતે આ ગીત પર અભિનય કર્યો હતો ત્યારે કલ્પના પણ નહોતી કે આજે બંને મિત્રોને આ ગીત એક બીજા માટે વાસ્તવિક જીવનમાં પણ ખુશીના પ્રસંગે ગાવું પડશે.
વિશ્વજીતસિંહ આજે ભારતીય સેનામાં ફરજ બજાવવા પ્રસ્થાન કરી રહ્યો છે, જ્યારે સજીતસિંહ આવતીકાલે પ્રસ્થાન કરશે.
બંને દીકરાઓને શાળા પરિવાર તરફથી શુભેરછાઓની સાથે સાથે માભોમની સેવા અને સુરક્ષાની જવાબદારી મુબારક હો...