Mahila Arts College Vidhyanagari

Mahila Arts College Vidhyanagari Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Mahila Arts College Vidhyanagari, College & University, Vidhyanagari Campus, Motipura By Pass Road, Himatnagar.

"વૃક્ષો માત્ર પર્યાવરણનું જ નહીં, પરંતુ સમગ્ર માનવજાતના જીવનનું રક્ષણ કરે છે." - ડૉ. કનૈયાલાલ પટેલ મહિલા આર્ટસ કોલેજ, વિ...
25/07/2026

"વૃક્ષો માત્ર પર્યાવરણનું જ નહીં, પરંતુ સમગ્ર માનવજાતના જીવનનું રક્ષણ કરે છે." - ડૉ. કનૈયાલાલ પટેલ

મહિલા આર્ટસ કોલેજ, વિદ્યાનગરી, હિંમતનગર ખાતે તારીખ: ૨૫-૦૭-૨૦૨૬ ના રોજ એન.એસ.એસ. વિભાગના ઉપક્રમે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. કનૈયાલાલ એલ પટેલના માર્ગદર્શન હેઠળ પર્યાવરણ સંરક્ષણ અને હરિયાળું ગુજરાતના સંકલ્પને સાકાર કરવા વૃક્ષ સંવર્ધન અને વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ. આર જે જોશી, ડૉ. ડી. કે. ભોયા, ડૉ. પી. એચ. પટેલ તથા એન.એસ.એસ. સ્વયંસેવિકા બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન કોલેજ પરિસરમાં વિવિધ પ્રકારના છાયાદાર વૃક્ષો, લીમડાઓ અને ઔષધીય વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું, સાથે જ વાવવામાં આવેલા વૃક્ષોના નિયમિત જતન અને સંવર્ધન કરવાનો સૌએ સંકલ્પ પણ વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. કનૈયાલાલ પટેલે જણાવ્યું હતું કે, "વૃક્ષો માત્ર પર્યાવરણનું જ નહીં, પરંતુ સમગ્ર માનવજાતના જીવનનું રક્ષણ કરે છે. દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું સંવર્ધન કરવાની જવાબદારી સ્વીકારવી જોઈએ."
કાર્યક્રમના અંતે વિદ્યાર્થી નીઓને પર્યાવરણ જાગૃતિ, જળ સંરક્ષણ અને હરિયાળા પર્યાવરણના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો અને સૌએ પર્યાવરણના સંરક્ષણ માટે સતત કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આવા કાર્યક્રમોને કેળવણી મંડળના પ્રમુખ ડૉ. ડી એલ પટેલ અને ટ્રસ્ટી મહેન્દ્રભાઈ પટેલે આયોજકોને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

24/07/2026
વિદ્યાનગરી, હિંમતનગર  ખાતે પ્રવેશોત્સવ -૨૦૨૬ યોજાયો. વિશ્વમંગલમ કેળવણી મંડળ સંચાલિત મહિલા આર્ટસ કોલેજ, અને ડી. એલ. પટેલ ...
23/07/2026

વિદ્યાનગરી, હિંમતનગર ખાતે પ્રવેશોત્સવ -૨૦૨૬ યોજાયો.

વિશ્વમંગલમ કેળવણી મંડળ સંચાલિત મહિલા આર્ટસ કોલેજ, અને ડી. એલ. પટેલ કોમર્સ કોલેજ વિદ્યાનગરી હિંમતનગર ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ માં નૂતન પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ મંડળના પ્રમુખ વિદ્યાનગરીના સ્થાપક ડૉ. ડી.એલ. પટેલના અધ્યક્ષ પદે સંપન્ન થયો. જેમાં ઉદ્ઘાટક પદે જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહજી ગોહિલ, મુખ્ય મહેમાન પદે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના બોર્ડ ઓફ મેમ્બર ડૉ. કે. કે. પટેલ, પિલવાઈ આર્ટ્સ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજના પ્રિ.ડૉ. સંજયભાઈ શાહ, પ્રાંતિજ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રિ. કામેશ્વર પ્રસાદ, ડો. દેવેન્દ્રભાઈ સુતરીયા, મહેન્દ્રભાઈ પટેલ, અક્ષયભાઈ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
પ્રિ.ર્ડા. કનૈયાલાલ એલ. પટેલે શાબ્દિક આવકારમાં મહેમાનોને આવકારી વિદ્યાર્થીઓને ઉજવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે તેજસ્વી તારલાઓને પ્રમાણપત્ર આપી નવાજવામાં આવ્યા હતા . પ્રસંગે પ્રવચનોમાં ડો. ડી. એલ. પટેલ અને મહાનુભાવોએ વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતા રાષ્ટ્ર નિર્માણ માટે હાકલ કરી સોશિયલ મીડિયાના મર્યાદિત અને સકારાત્મક ઉપયોગ પર ભાર મૂકયો હતો.આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોની ઝલકીઓ પણ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન પ્રો. અરવિંદ પટેલ અને આભાર વિધિ ડો. શબ્બીરઅલી થવારાએ કરી હતી. સૌ સ્ટાફ મિત્રોના સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો હતો.

મહિલા આર્ટસ કોલેજ વિદ્યાનગરી હિંમતનગરમાં જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા કવિશ્રી ઉમાશંકર જોશીની જન્મ જયંતી ઉજવાઈ. વિશ્વમંગલમ કેળવ...
22/07/2026

મહિલા આર્ટસ કોલેજ વિદ્યાનગરી હિંમતનગરમાં જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા કવિશ્રી ઉમાશંકર જોશીની જન્મ જયંતી ઉજવાઈ.

વિશ્વમંગલમ કેળવણી મંડળ હિંમતનગર સંલગ્ન અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન મહિલા આર્ટસ કોલેજ વિદ્યાનગરી હિંમતનગર ખાતે તારીખ : ૨૧-૦૭-૨૦૨૬ ના રોજ ગુજરાતી વિભાગના ઉપક્રમે પ્રિ. ડૉ. કનૈયાલાલ એલ.પટેલના અધ્યક્ષ પદે જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા કવિવર ઉમાશંકર જોશીની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીનીઓએ ઉમાશંકર જોશીની રચનાઓ નો આસ્વાદ તેમજ ગાન રજૂ કરી ઉમાશંકર જોશીને યાદ કર્યા હતા. ડૉ.કુસુમબેન ગાવિતે ઉમાશંકરના એકાંકીઓ, ડૉ. ડી. કે. ભોયાએ ઉમાશંકરની વાર્તાઓ અને ડૉ. અરવિંદ એસ. પટેલે ઉમાશંકરના જીવન અને ગાંધીયુગ વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. કનૈયાલાલ એલ.પટેલે "ઉમાશંકર જોશી અખિલાઈના કવિ છે" તેમ જણાવી વિવિધ રચનાઓનું રસદર્શન કરાવ્યું હતું. કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા આપવામાં આવેલ વક્તવ્યમાં એક થી પાંચ ક્રમે આવનાર વિદ્યાર્થીનીઓને બુક પારિતોષિક રૂપે આપી નવાજવામાં આવ્યા હતા. આ પ્રસંગે ડૉ. આર. જે.જોશી, ડૉ.પી.એચ.પટેલ, ડૉ. દીક્ષા સાવલા તેમજ સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આવા સહ અભ્યાસિક કાર્યક્રમના આયોજન બદલ કેળવણી મંડળના પ્રમુખ ડૉ. ડી. એલ. પટેલ અને ટ્રસ્ટી મહેન્દ્રભાઈ પટેલે આયોજકોને બિરદાવી અભિનંદન પાઠ્ય હતા.

મહિલા આર્ટસ કોલેજ, વિદ્યાનગરી, હિંમતનગર ખાતે અષાઢ ના પ્રથમ દિવસે કવિ કાલિદાસ ની જન્મ જયંતીની ઉજવણી કરાઈ.         મહિલા આ...
22/07/2026

મહિલા આર્ટસ કોલેજ, વિદ્યાનગરી, હિંમતનગર ખાતે અષાઢ ના પ્રથમ દિવસે કવિ કાલિદાસ ની જન્મ જયંતીની ઉજવણી કરાઈ.
મહિલા આર્ટસ કોલેજ વિદ્યાનગરી હિંમતનગર ખાતે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. કનૈયાલાલ એલ પટેલના અધ્યક્ષ સ્થાને તારીખ : ૧૫-૦૭-૨૦૨૬ ના રોજ સંસ્કૃત અને એન.એસ.એસ. વિભાગના સંયુક્ત ઉપક્રમે આષાઢ માસના પ્રથમ દિવસે અને કાલિદાસ ની જન્મ જયંતિ નિમિત્તે ખૂબ જ અનોખી રીતે કાલિદાસના જન્મ અને કૃતિઓ વિશે આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના આચાર્યશ્રી ડૉ. કે એલ પટેલે મહાકવિ કાલિદાસ રચિત અમર કાવ્ય મેઘદૂત નું ઐતિહાસિક સાહિત્યિક અને કાવ્યાત્મક પરિચય આપતા તેની વિશેષતાઓ પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો. ત્યારબાદ સંસ્કૃત વિભાગના અધ્યક્ષા ડૉ. રીટાબેન જોશી એ મહાકવિ કુલગુરુ કાલિદાસના જન્મ અને તેમની કૃતિઓ વિશે કાવ્યાત્મક વર્ણન કર્યું હતું. પ્રા ડૉ. દીક્ષા સાવલા ને પણ કાલિદાસની પ્રકૃતિ કલા પર મનનીય વ્યાખ્યાન આપ્યું હતું. સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ ડૉ. અમૃતભાઈ દેસાઈ એ કરી હતી. સમગ્ર સ્ટાફ પરિવાર ના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો. આવા કાર્યક્રમો કરવા બદલ કેળવણી મંડળના પ્રમુખશ્રી ડૉ. ડી એલ પટેલ અને ટ્રસ્ટી શ્રી મહેન્દ્રભાઈ પટેલે આયોજકોની બિરદાવી, શુભેચ્છાઓ પાઠવી હતી.

મહિલા આર્ટસ કોલેજ વિદ્યાનગરી હિંમતનગર ખાતે બ્યુટી માર્ગદર્શન વર્કશોપ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગ...
22/07/2026

મહિલા આર્ટસ કોલેજ વિદ્યાનગરી હિંમતનગર ખાતે બ્યુટી માર્ગદર્શન વર્કશોપ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ સંલગ્ન મહિલા આર્ટસ કોલેજ, વિદ્યાનગરી હિંમતનગર ખાતે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. કનૈયાલાલ એલ. પટેલના અધ્યક્ષ સ્થાને તારીખ : 09-07-2026 ના રોજ એન. એસ. એસ. વિભાગના ઉપક્રમે "બ્યુટી માર્ગદર્શન વર્કશોપ" યોજાયો. શક્તિ મંચ બ્યુટી કેર અમદાવાદના શ્રી કૌશિકભાઈ તન્ના અને સુષ્મા પાટીલ બંનેએ વક્તાઓએ સુંદર માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. કનૈયાલાલ એલ પટેલે આવા વર્કશોપ દ્વારા વિદ્યાર્થીનીઓ નું સર્વાંગી વિકાસ અને સ્કીલ ડેવલપમેન્ટ થાય છે. આપ પ્રસંગે કેળવણી મંડળના પ્રમુખ ડૉ. ડી એલ પટેલ અને ટ્રસ્ટ શ્રી મહેન્દ્રભાઈ ડી પટેલે આયોજકોને બિરદાવી વિદ્યાર્થીની અને શુભેચ્છાઓ પાઠવી હતી.

મહિલા આર્ટસ કોલેજ, વિદ્યાનગરી, હિંમતનગર ખાતે "નશામુક્તિ અભિયાન"  અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું. કેળવણીની સંસ્કાર ...
03/07/2026

મહિલા આર્ટસ કોલેજ, વિદ્યાનગરી, હિંમતનગર ખાતે "નશામુક્તિ અભિયાન" અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું.

કેળવણીની સંસ્કાર સરિતા વિદ્યાનગરી સંચાલિત અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ સલગ્ન મહિલા આર્ટસ કોલેજ, મોતીપુરા, વિદ્યાનગરી હિંમતનગર ખાતે તારીખ : 24-06-2026 ના રોજ સરકારશ્રી અને યુનિવર્સિટીના ઊમદા અભિયાન એવા "નશા મૂકત ભારત અભિયાન" અંતર્ગત એન.એસ.એસ. યુનિટના ઉપક્રમે વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું. આ અભિયાનનો મૂળ આશય સમાજમાં નશામુક્તનું નિર્માણ થાય. યુવાઓ સાચી દિશામાં પોતાનું ઘડતર કરતા રાષ્ટ્ર નિર્માણ કરે એ હતું. કોલેજના પ્રિન્સિપાલ ડૉ. કનૈયાલાલ એલ પટેલ ના માર્ગદર્શન હેઠળ ચિત્ર, નિબંધ લેખન, સૂત્ર લેખન અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન થયું. એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડૉ.રીટાબેન જોશી ના સંચાલન હેઠળ વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ઉમદા પ્રદર્શન કરી આ અભિયાનના વિચારોને ઉજાગર કર્યા હતા. ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે દિયા ઉપાધ્યાય, સૂત્ર લેખનમાં ઝાલા સંધ્યાબા, નિબંધ લેખનમાં ચારણ ઉન્નતિ, વકૃત્વ સ્પર્ધામાં ખારવા અંકિતા પ્રથમ ક્રમે વિજેતા જાહેર થયા હતા. એક થી પાંચ નંબર પ્રાપ્ત કરનાર સ્પર્ધકોને પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં કુલ 35 જેટલી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ અભિયાનને સફળ બનાવવા માટે પ્રો. ડો. એ.એસ.પટેલ, પ્રોગ્રામ ઓફિસર ડો. ડી.કે. ભોયા, ર્ડા.કુસમબેન, ડૉ.દીક્ષાબેન સાવલાએ સુંદર સહયોગ પૂરો પાડ્યો હતો . આવા સહ અભ્યાસિક કાર્યક્રમના આયોજન બદલ કેળવણી મંડળના પ્રમુખ ડૉ. ડી. એલ. પટેલ અને ટ્રસ્ટી મહેન્દ્રભાઈ પટેલે આયોજકોની બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.

મહિલા આર્ટસ કોલેજ, વિધાનગરી હિંમતનગર ખાતે "વિશ્વ યોગ દિવસ" ની થયેલી ભવ્ય ઉજવણી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી,...
24/06/2026

મહિલા આર્ટસ કોલેજ, વિધાનગરી હિંમતનગર ખાતે "વિશ્વ યોગ દિવસ" ની થયેલી ભવ્ય ઉજવણી.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ સંલગ્ન મહિલા આર્ટસ કોલેજ, વિદ્યાનગરી, હિંમતનગર ખાતે તારીખ : ૨૧-૦૬-૨૦૨૬ ના રોજ યોજાનાર "વિશ્વ યોગ દિવસ" ની ભવ્ય ઉજવણી નો કાર્યક્રમ તારીખ : ૨૦-૦૬-૨૦૨૬ ના રોજ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. કનૈયાલાલ એલ પટેલ ના માર્ગદર્શન હેઠળ યોજાયો. જેમાં પ્રિ. ડૉ. કે એલ. પટેલે શૈક્ષણિક વર્ષ : ૨૦૨૬-૨૭ માં સૌને વિદ્યાર્થીનીઓને આવકારી યોગ અને પ્રાણાયામ નું મહત્વ સમજાવી, વિશ્વ યોગ દિવસ ની પરંપરા જણાવી હતી. ચાલુ વર્ષના યોગ દિવસને "સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત નું મહત્વ રજુ કર્યું હતું. સ્પોર્ટ્સ ટીચર પ્રો. બી એફ દેસાઈએ યોગાસન અને પ્રાણાયામ ના નિયમો સમજાવી યોગાસન કરાવ્યા હતા. આ પ્રસંગે સમારંભ અધ્યક્ષ ડૉ ડી એલ પટેલે સૌને નિયમિત યોગ પ્રાણાયામ કરવા અપીલ કરી હતી. કાર્યક્રમનું સમગ્ર સંચાલન ડૉ અરવિંદ એસ પટેલ અને આભાર દર્શન ડૉ. પી એચ પટેલે કર્યું હતું. સૌ અધ્યાપકો અને મોટી સંખ્યામાં હાજર વિદ્યાર્થીનીઓ ના સહકારથી કાર્યક્રમ સફળ રહ્યો હતો. આવી સહ અભ્યાસિક પ્રવૃત્તિઓના આયોજન બદલ કેળવણી મંડળના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ પટેલ અને અક્ષયભાઈ પટેલે આયોજકોને બિરદાવી સૌને અભિનંદન પાઠવ્યા હતા.

Address

Vidhyanagari Campus, Motipura By Pass Road
Himatnagar
383001

Alerts

Be the first to know and let us send you an email when Mahila Arts College Vidhyanagari posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share