23/09/2026
અમારી શાળામાં ગણપતિ મહોત્સવ ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી .ગણેશ ચતુર્થી ના દિવસે વિદ્યાર્થીઓ દ્વારા વિઘ્નહર્તા ગણેશજીની માટીમાંથી મૂર્તિ બનાવવામાં આવી અને તેની સ્થાપના કરવામાં આવી. વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો દ્વારા ગણેશજીની દરરોજ આરતી કરવામાં આવી અને ભોગ ધરાવવામાં આવ્યો. પાંચમા દિવસે ગણેશજી ની મૂર્તિનું ધામધૂમથી વિસર્જન પણ કરવામાં આવ્યું. ગણેશ મહોત્સવ ની ઉજવણી હર્ષ અને ઉલ્લાસ સાથે કરવામાં આવી .ગણપતિ બાપ્પા મોરિયા🙏