T.V.Gohil

T.V.Gohil Live Your Dream �

મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ સ્થાપિત છે.  આ મંદિરમાં પરશુરામ અને ભૈરવજીની મૂર્તિઓ પણ છે.  મંદિરથી થોડે દૂર વૈતરણી નામનું ત...
20/05/2024

મંદિરના ગર્ભગૃહમાં શિવલિંગ સ્થાપિત છે. આ મંદિરમાં પરશુરામ અને ભૈરવજીની મૂર્તિઓ પણ છે. મંદિરથી થોડે દૂર વૈતરણી નામનું તળાવ છે. મંદિરના પ્રાંગણમાં એક શક્તિ ત્રિશુલ પણ છે, જેના પર કુહાડી પણ છે. જો આ ત્રિશૂળને તર્જની આંગળી વડે સ્પર્શ કરવામાં આવે તો ત્રિશૂળ વાઇબ્રેટ થવા લાગે છે.

શિયાળાની ઋતુમાં રુદ્રનાથજીની ઉત્સવ મૂર્તિ પણ આ મંદિરમાં છે. આ મંદિરને ઉત્તરાખંડમાં બીજા નંબરનું સૌથી ઊંચું મંદિર હોવાનું પણ ગૌરવ છે. મંદિરની પરિક્રમા સ્થળ પર ઘણા શિવલિંગો હાજર છે.
મંદિરની આજુબાજુ મળી આવેલી તૂટેલી મૂર્તિઓના અવશેષો પ્રાચીન સમયમાં વધુ કેટલાંક મંદિરોના અસ્તિત્વની સાક્ષી આપે છે. મંદિરના પ્રાંગણમાં એક ત્રિશૂળ છે, લગભગ 5 મીટર ઊંચો, જે આઠ અલગ-અલગ ધાતુઓથી બનેલો છે, જે 12મી સદીનો છે. તે 13મી સદીમાં શાસન કરનાર નેપાળના રાજા અશોકચાલ્લાને આભારી શિલાલેખોને ગૌરવ આપે છે. દેવનાગરીમાં લખાયેલા ચાર ટૂંકા શિલાલેખો, જે પછીના સમયગાળાના છે, એકને છોડીને, હજુ સુધી સમજવાના બાકી છે. દંતકથા છે કે આ જગ્યાએ ત્રિશૂળ સ્થિર થઈ ગયું હતું, જ્યારે ભગવાન શિવે તેને મારવા માટે ભગવાન કામ પર ફેંક્યું હતું. ત્રિશૂળની ધાતુ તત્ત્વોથી ક્ષતિગ્રસ્ત નથી અને આ એક અજાયબી છે. દંતકથા છે કે ત્રિશૂળ શિવનું હતું જેણે તેને મારવા માટે તેને કામદેવ (પ્રેમના દેવ) પર ફેંકી દીધું હતું અને તે આ સ્થળે સ્થિર થઈ ગયું હતું. એવું માનવામાં આવે છે કે જ્યારે જડ બળ આ ત્રિશૂળને ખસેડી શકતું નથી, ત્યારે સાચા ભક્તનો સહેજ સ્પર્શ તેમાં ધ્રુજારી લાવી શકે છે. ત્રિશૂળની ધાતુ સદીમાં તત્ત્વોથી ક્ષીણ થઈ ગઈ હોય તેવું લાગતું નથી.

અનુસૂયા પ્રસાદ ભટ્ટ (ચેરમેન ટેમ્પલ કમિટી ગોપીનાથ મંદિર) એ જણાવ્યું કે ગોપીનાથ મંદિર પૌરાણિક મંદિરોમાંથી એક છે. અહીં વર્ષભર ભક્તો આવે છે. શિવ રૂબરૂમાં દેખાય છે. અહીં ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. પુરાતત્વીય મહત્વના આ મંદિર સંકુલમાં પહાડી શૈલીની નિર્માણ કળા પણ જોઈ શકાય છે.
રુદ્રપ્રયાગમાં પ્રખ્યાત મંદિરઃ કેદારનાથ જતી વખતે કોટેશ્વર મંદિર સ્થિત ગુફામાં ભગવાન શિવે કર્યું ધ્યાન, સાવન માં હજારો ભક્તો દર્શન માટે શ્રવણ માં આવે છે

Will have time tomorrow, That is the great delusion....💥 @લીલી પરિક્રમા( પાંચમી વખત)ની અવિસ્મરણીય પળો.....📚✒️✒️ અતિ દુર્...
20/12/2023

Will have time tomorrow,
That is the great delusion....💥 @લીલી પરિક્રમા( પાંચમી વખત)ની અવિસ્મરણીય પળો.....📚✒️✒️ અતિ દુર્ગમ બોરિયોગાળો અને ગીરની અડાભીડ અટવી.....

ગીરનાર લીલી પરિક્રમા 2023 એક અવિસ્મરણીય યાદો..📚📚✒️📑વીર રામવાળા બાપુ - વાવડી... - બોરિયોગાળો એટલે ગિરનાર ની ગોદમાં આવેલ દ...
30/11/2023

ગીરનાર લીલી પરિક્રમા 2023 એક અવિસ્મરણીય યાદો..📚📚✒️📑

વીર રામવાળા બાપુ - વાવડી...

- બોરિયોગાળો એટલે ગિરનાર ની ગોદમાં આવેલ દુર્ગમ સ્થળ..

ઇ.સ.૧૯૧૪ના મહા મહિનાનો એ દિવસ જુનાગઢની પ્રજા જ્યારે સંભાળશે ત્યારે એની આંખના ખુણા જરૂર ભીના થશે.।।।।।

અમરેલી,ધારી,ખાંભા જેવા ગાયકવાડી ગામોને થરથર કંપાવનારા સોરઠની ધરતીના ઉજળા સપુત રામવાળાનો એ અંતિમ દિવસ હતો.।।।

સોરઠની પ્રજા એના ખમીરવંતા તારલાનો ઇતિહાસ જાણે જ છે.અમરેલી ગાયકવાડી તાબાના વાવડી ગામના કાળા વાળાનો એકનો એક દીકરો રામ વાળો સરકાર ને શાહુકારોના જુલમ સામે બહારવટે ચડીને સોરઠની ધરણીને ઘમરોળી રહ્યો હતો ત્યારે તેણે ખીજડીયા ગામ ભાંગ્યુ ને એક પ્રજાને ફોલી ખાનાર વાણિયાનો પટારો એક પાટું મારતાં વેંત ભાંગી નાખ્યો અને લાકડાંના પટારામાં રહેલ ખીલી તેના ડાબા પગમાં ખૂંપી જાય છે,એ ખીલી લાગવાથી રામવાળાનો પગ પાકે છે.ખીજડીયા ભાંગી તેઓ ગુજરીઆમાં કાળુ ખુમાણ નામના કાઠીને ત્યાં રહે છે.અને એના પગમાં ભયંકર પીડા ઉપડવી શરુ થાય છે,અધુરામાં પુરુ નાગ અને મેરુ રબારી સિવાય તેના બધાં સાગરીતો તેનો સાથ છોડી ચાલ્યાં જાય છે.

ત્યાંથી રામવાળાને ખંભા પર ઉપાડી નાગ અને મેરુ રબારી જુનાગઢ નજીક બીલખાંમાં કાઠી દરબારને ત્યાં આવે છે.અને ત્યાં રામવાળાના પગની પીડા બધા સીમાડા ઓળંગી જાય છે,રીતસરનો લવલવાટ ઉપડે છે,પગમાં હુતાશણી ભડકા કરે છે.રામવાળાને અંત નજીક જણાતા તે ગિરનાર જઇ રહેવાની ઇચ્છા વ્યક્ત કરે છે.અને પછી તેને બળદગાડામાં ગુપ્ત રીતે ગિરનાર પહોંચાડાય છે.

ગિરનારની ગોદમાં "બોરીયા ગાળા" નામની ભયાનક એકાંતી ગુફામાં રામવાળાને રાખવામાં આવે છે.નાગ અને મેરુ તેની સાથે છે.

એમાં એક દિવસ નાગને મેરુ પર શંકા જવાથી કે કોઇ કારણસર તે રામવાળાની પથારી પાસે જઇ ધીમેથી કહે છે કે મેરુનું કાસળ કાઢી નાખીએ,એ નાહકનો આપણને કમોતે મરવશે.રામવાળો પોતાને ખભે ઉપાડીને ફેરવનાર સાથી સાથે આવો વિશ્વાસઘાત કરવાની ચોખ્ખી ના પાડે છે.પણ..હાય રે કમનસીબી ! આ વાત ગુફાની બહાર લપાઇને મેરુ સાંભળી લે છે.એના અંગેઅંગમાં લાય વ્યાપી જાય છે.

બીજે દીવસે એટલે મહા સુદ ત્રીજના દીવસે મેરુ પોતાની ચાલ ખેલે છે.તે નાગને કહે છે કે હવે બોરીયા ગાળા તરફ માલધારીઓની અવર-જવર થવાથી બીજી જગ્યા ગોતવી પડશે.બંને નવા ઠેકાણાની શોધમાં જાય છે.પાછા ફરતાં બપોર થઇ ગયેલ હોઇ બંને એક નેળામાં ઝાડને છાંયે વિસામો લેવા રોકાય છે.નાગને ઊંધ ચડી જાય છે એ વખતે ઊંધવાનો ડોળ કરતો મેરુ હળવેથી નાગની ભરેલી જામગરીવાળી બંધૂક ઊપાડી નાગને વીંધી નાખે છે અને સીધો જૂનાગઢ આવી મહોબ્બતખાનની ફોજ(ગીસ્ત)ને કહે છે કે,રામવાળો બોરીયા ગાળામાં છે,સાથે કોઇ નથી,એની બંધૂકમાં એક ભડાકો થાય એટલી જામગરી છે.પચાસ સૈનિકો ત્વરીત તૈયાર થઇ ચાલી નીકળે છે.

રામવાળો લોટ મસળતો હતો એ વખતે ફોજ ગુફાના મુખ આગળ ઊભીને હાકોટા નાખે છે.રામવાળો મેરુની હરામખોરી સમજી જાય છે.ફોજને પડકાર ફેંકે છે કે - માનું ધાવણ ધાવ્યા હોય તો અંદર હાલ્યાં આવો.હું એક છું અને બંધૂકમાં જામગરી પણ એક છે ! પણ કોઇ ફોજી બચ્ચો ગુફામાં પગ દેવાની હિંમત કરી શકતો નથી.સૈનિક બાવળના વળાં(ઘાટી,સુકાયેલ ડાળો)નો ઢગલો ગુફા આગળ કરી ગુફા બંધ કરે છે.અને પછી આગ ચાંપે છે.આખી ગુફા સદંતર બંધ હોવાથી ધુમાડાથી ને આગના અજગર જેવા ફુંફાડાથી ભરાય છે.અંદર રહેલો "નરેશ્વર" અભિમન્યુ બફાવા લાગે છે.અંતે આ લવકારા સહન ના થતાં તલવારને ટેકે તે બહાર કૂદે છે અને પોતાની બંધૂકની એકમાત્ર ગોળી સામે ઊભેલા સૈનિકની છાતીમાં ઠોકે છે,ત્યાં જ એકસામટી પચાસ બંધૂકો ગરજે છે અને શિયાળવાઓ ભેગા મળી એક લાચાર સિંહનો શિકાર કરે છે.

આમ,ગિરનારનો એ બોરીયો ગાળો સોરઠની ધરતીના નરવાહનનો ભોગ લે છે.હજી પણ એ બોરીયો ગાળો રામવાળાની કંઇ કંઇ યાદો સંઘરી એ નરબંકાના મંદિર સમાન બેઠો છે.

રામવાળાને બે બહેનો હતી - માકબાઇ અને લાખુબાઇ.બંનેને બાબરીયાવાડ પંથકના ગામોમાં પરણાવેલ.માકબાઇને કાતર ગામે અને લાખુબાઇને સોખડ ગામે.બાપ કાળાવાળાના અવસાન બાદ થોડે વરસે માં રાઠોડબાઇ દેવલોક થયાં બંને બહેનોને ત્યારે કારજ કરીને ઘરનો બધો સામાન બંને બહેનો વચ્ચે સાણસી ને તાવેથા સમેત સરખે ભાગે વહેંચી,પોતાની થોડી જમીન હતી તે (બાકીની જમીન ગાયકવાડ વતી વાવડી ગામના મુખી ડોસા પટેલે જપ્ત કરેલી,જેને પાછળથી રામવાળે ઠાર મારેલ)શેલ નદીને કાંઠે બુઢ્ઢેશ્વર મહાદેવની જગ્યામાં અર્પણ કરી,બધું ખાલી કરી રામવાળો બહારવટે ચડ્યો હતો.

લાખુબેન ત્યાર પછી ઘણા વરસ જીવ્યા.અને ગુજરાતનો સુપ્રસીધ્ધ "રામવાળાનો રાસડો" તે ગાતા ત્યારે ભલભલાંને રોવરાવતા.વિચાર તો કરો....જેના ભાઇના રાસડા આખા કાઠીયાવાડમાં ગવાતા હોય એ બેનના કેટલાં મોટા સૌભાગ્ય ! અને એ સાથે ભાઇની વિદાયની વસમી વેદના ! લાખુબેન કાઠીયાણીઓ સાથે એ રાસડો લઇ મેદાનમાં,ફળિયામાં ઘુમતા ત્યારે સાક્ષાત જોગમાયા રમવા ઊતરી હોય એવો આભાસ થતો.(કાગબાપુ,મેઘાણીભાઇ જેવા ઘણા લોકસાહિત્ય પૂજકોને એનો પરચો મળેલ છે.)

પોતાના ભાઇને ધીરો ઠપકો આપતી,એના શૌર્ય પર ઓવારી જતી,એના આત્માની શાંતિ માટે અપાર હેત ઠાલવતી.......એ જગદંબા ગાતી -

એવી સુની રે ડેલી ને સુના ડાયરા..
સુના છે કાંઇ રામવાળાના રાજ રે...
કાળુભાના કુંવર ! આવા રે બા'રવટાં નો"તાં ખેડવા.

પરથમ ભાંગી પોતાની વાવડી,
પછી ભાંગ્યા ગાયકવાડી ગામ રે
કાળુભાના કુંવર........

હાથમાં મીંઢોળ વાળાને શોભતો,
મોતને માંડવ બાંધવા તોરણ જાય રે....
કાળુભાના કુંવર.......

પાટું રે મારી પટારો તોડ્યો,
વાગી છે કાંઇ ડાબા પગે ચુંક રે...
કાળુભાના કુંવર.......

પગ રે પાક્યો ને પીડા ઉપડી,
લાગી છે કાંઇ અંગેઅંગમાં લાય રે
કાળુભાના કુંવર........

બાબી સરકારની ફોજો ઉપડી,
બોરીયે ગાળે ખેલાણાં ઘમસાણ રે
કાળુભાના કુંવર.......

ખુંટલ મેરુએ તને છેતર્યો,
ભાંગી મારા મામેરાંની છાબ રે...
કાળુભાના કુંવર.......

એવી સુની રે ડેલી ને સુનાં ડાયરાં,
સુના છે કાંઇ રામવાળાના રાજ રે.......કાળુભાના કુંવર ! આવા રે બા'રવટાં નો'તાં ખેડવા.

[ આ ગીત ગાતા લાખુબેનને શું થતું હશે એ અનુભવવું હોય તો એકવાર ભીખુદાનભાઇના કંઠેથી આ ગીત સાંભળો.]

એક નરવીરની બેનની વ્યથા વ્યકત કરતો "કાળુભાના કુંવર" નામનો આ રાસડો સદાય અમર રહેશે.

ધારી-અમરેલી ધ્રુજતા,ખાંભા થરથર થાય,
દરવાજા દેવાય,ઇ તો રોંઢે દી' એ રામડા !

વાટકી જેવડી વાવડી,રાવણ જેવો રામ,
ગાયકવાડી ગામ રફલે દબેડે મારો રામ.

Peace of mind should always be your priority, because a peaceful mind is the greatest Wealth.
23/02/2022

Peace of mind should always be your priority, because a peaceful mind is the greatest Wealth.

Being kind towards yourself while you are struggling goes a very long way.
24/10/2021

Being kind towards yourself while you are struggling goes a very long way.

" जो नि:शुल्क है , वही सबसे ज़्यादा कीमती है ... नींद , शांति , हवा , पानी , प्रकाश और सबसे ज्यादा हमारी साँसे ..!! "
25/08/2021

" जो नि:शुल्क है , वही सबसे ज़्यादा कीमती है ...
नींद , शांति , हवा , पानी , प्रकाश और सबसे ज्यादा हमारी साँसे ..!! "

https://youtu.be/iVw_IkRROdw*ધોળાવીરા ને વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે સ્થાન મળ્યું*🇮🇳🙏🏻👍🏻💥
27/07/2021

https://youtu.be/iVw_IkRROdw
*ધોળાવીરા ને વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે સ્થાન મળ્યું*🇮🇳🙏🏻👍🏻💥

Dholavira Harrapan Civilization | Dholavira sabhyata | Thanks - Mahadev Barad Dholavira Home Stay,Amrapar (dho...

Wrong "vision" spoils not only the present but also the future ...
10/07/2021

Wrong "vision" spoils not only the present but also the future ...

https://youtu.be/KiET9cafS4c*ક્ષત્રિય વીર લખાપીર દાદા નો ઇતિહાસ અને સ્થાનક દર્શન ચેનલ શેર અને સબસ્ક્રાઈબ કરો*🚩🙏🏻
09/07/2021

https://youtu.be/KiET9cafS4c
*ક્ષત્રિય વીર લખાપીર દાદા નો ઇતિહાસ અને સ્થાનક દર્શન ચેનલ શેર અને સબસ્ક્રાઈબ કરો*🚩🙏🏻

લખાપીર ધામ ખીમાણાવાસ #જયલખાપીર # િડિયો બાય - ૂઆત - વખત માળીયા હાટીનાલખાપીર સેવાસમિતિસમલીબેટgohilveerક્.....

Will have time tomorrow, That is the great delusion....💥
24/06/2021

Will have time tomorrow,
That is the great delusion....💥

Address

Gopeshwar

Alerts

Be the first to know and let us send you an email when T.V.Gohil posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category