15/08/2026
સ્વતંત્રતાના અમૂલ્ય બલિદાનને યાદ કરી, દેશપ્રેમ, એકતા અને રાષ્ટ્રભક્તિની ભાવનાને ઉજાગર કરતો દિવસ એટલે
સ્વતંત્રતા દિવસ...
15 મી ઓગસ્ટ 2026 ના રોજ
મેંકેબ મેમોરીયલ હાઈસ્કૂલ ગોધરા અને મેથોડીસ્ટ ગર્લ્સ પ્રેક્ટિસિંગ સ્કૂલ ના સંયુક્ત ઉપક્રમે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી સદર સંસ્થામાં
રેવ નગીન ચૌહાણ,
શાળા મેનેજર અને ડિસ્ટ્રિક્ટ સુપ્રિટેન્ડેન્ટ સાથે
શ્રીમતી ડોરીશબેલા ચૌહાણ ડિસ્ટ્રિક્ટ ઈવેન્જલિસ્ટ,
રેવ બેન્જામિન ક્રિશ્ચિયન સાહેબ, ધર્મગુરુ
શ્રી બ્રધર સેમ્યુલ કવિ, લેખક, શુભેચ્છક મિત્રો શ્રી જગદીશભાઈ રાઠોડ શ્રી હીરાલાલભાઈ ચૌહાણ
શ્રી પિયુષભાઈ પરમાર ડિસ્ટ. લે લીડર, શ્રીમતી ફ્લોરેન્સ બેન ક્રિશ્ચયન, વાલીગણ શિક્ષક ગણ તથા વિદ્યાર્થી મિત્રો ની ઉપસ્થિતિમાં 80 માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ખૂબ જ રંગારંગ કાર્યક્રમમાં ઉજવણી કરવામાં આવી.
:*સાંસ્કૃતિક કાર્યક્રમો* :
બાલવાટિકા થી ધોરણ 12 ના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર રાષ્ટ્રભાવના કેળવાય સાથે રાષ્ટ્રનો, દેશભક્તિનો સંદેશો ફેલાય તે થીમ આધારિત જુદા જુદા અભિનય ગીત ડાન્સ,દેશભક્તિ ના ગીતો દ્વારા શિક્ષક મિત્રોની તૈયારી દ્વારા કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા.
શાળા મેનેજર રેવ નગીન ચૌહાણ સાહેબે દ્વારા સુંદર *રાષ્ટ્ર નિર્માણમાં આપણો ફાળો* તે સંદર્ભમાં આઝાદીને લગતું પ્રેરક ઉદ્દબોધન કર્યું. અને શુભેચ્છા પાઠવી.
*પ્રાર્થના*
રેવ બેન્જામિન ક્રિશ્ચિયન દ્વારા દેશ માટે દેશના વહીવટ કરતા વડાપ્રધાન,રાષ્ટ્રપતિ અને કેબિનેટના સભ્યો અને ગુજરાતને માટે વહીવટી શાસન માટે સાથે
વાલીગણ માટે શિક્ષક મિત્રો માટે સંસ્થા માટે વિશેષ પ્રાર્થના કરાવવામાં આવી.
છેલ્લી પ્રાર્થના કવિ શ્રી બ્રધર સેમ્યુલભાઈ દ્વારા કરવામાં આવી.
વિદ્યાર્થીઓ દ્વારા નારાઓ બોલાવવામાં આવ્યા અને દરેકનો દેશ પ્રેમનો જુસ્સો વધારવામાં આવ્યો.
*શાળા મેનેજર*
દ્વારા શિક્ષક મિત્રો વાલીગણ મહેમાનો માટે તેમનીકામગીરીને બિરદાવી અને પ્રોત્સાહન પૂરું પાડ્યું. છેલ્લે આશીર્વાદ ઉચ્ચારવામાં આવ્યા.
1.દરેક વિદ્યાર્થીને ચોકલેટ શ્રીમતી ફ્લોરેન્સ બેન તરફથી આપવામાં આવી.
2.નાસ્તાની વ્યવસ્થા શ્રીમતી હંસાબેન તરફથી આપવામાં આવી
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી સુરેશભાઈ પરમાર એ કર્યું.
અને સાંસ્કૃતિક કાર્યક્રમ ના ઉદઘોષક તરીકે જવાબદારી શ્રીમતી વીરોનિકાબેને સંભાળી.
*સમાપન* :
આવો, શહીદોના બલિદાનને નમન કરી દેશની એકતા, અખંડિતતા અને વિકાસ માટે આપણે સૌ સંકલ્પ લઈએ.
જય હિંદ! 🇮🇳 વંદે માતરમ