Children's Research University

Directions Website Contact the school

Children's Research University This is an official FB account of Children’s Research University, Gandhinagar. This is the official FB account of Children’s Research University, Gandhinagar.
(1)

The core work of this maverick institution is to map the journey of Indian childhood through academic modalities. Do follow the page to trace all the updates regarding our innovative programs and academic ventures. https://www.cugujarat.ac.in
https://www.youtube.com/
https://mobile.twitter.com/crugandhinagar
https://www.instagram.com/crugandhinagar/?hl=en

State-Level Consultation on Student Mental Health Begins at RajpiplaA two-day State-Level Consultation on Student Mental...
24/09/2026

State-Level Consultation on Student Mental Health Begins at Rajpipla

A two-day State-Level Consultation on Student Mental Health under the Manodarpan initiative, launched by the Ministry of Education under the Atmanirbhar Bharat Abhiyan, commenced today at Rajpipla, with the collaboration of Children’s Research University, Gandhinagar.

The inaugural session was graced by Prof. Madhukarbhai S. Padvi, Hon’ble Vice-Chancellor, Birsa Munda Tribal University; Dr. Darshanaben Deshmukh, MLA, Nandod; Dr. T. S. Joshi, Hon’ble Vice-Chancellor, Children’s Research University; Prof. Vinod K. Shanval, In-charge, Manodarpan Cell, NCERT, New Delhi; Dr. Bijay Kumar Malik, Professor, NCERT, New Delhi; Prof. Jignesh Patel, Director–IQAC, Children’s Research University; and Dr. Chirag Darji, Associate Professor, Children’s Research University.

More than 200 teachers and child counsellors from across Gujarat are participating in the consultation. The programme provides a platform for meaningful dialogue and exchange of experiences on student mental health, emotional well-being, stress management, counselling and the overall development of children and adolescents.

The consultation will bring together educators, counsellors and experts to deliberate on students’ emotional and psychological needs, timely guidance and support, and the creation of a safe, sensitive and supportive environment in educational institutions.

📍 Venue: Hotel VR Inn, Vavdi, Rajpipla, Narmada
📅 Dates: 24–25 September 2026

ChildrenResearchUniversity CRU Gujarat Rajpipla TeacherCounsellors

🧩🔬 Toy Houseમાં વિદ્યાર્થીઓ માટે અનુભવાત્મક શિક્ષણનો અનોખો અનુભવ! 🚀આરાધના સ્કૂલના ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓએ ચિલ્ડ્રન્સ ...
22/09/2026

🧩🔬 Toy Houseમાં વિદ્યાર્થીઓ માટે અનુભવાત્મક શિક્ષણનો અનોખો અનુભવ! 🚀

આરાધના સ્કૂલના ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓએ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, સેક્ટર-20 કેમ્પસ ખાતે આવેલ Toy Houseની મુલાકાત લીધી હતી.

વિદ્યાર્થીઓએ નવનિર્મિત Puzzle Lab અને STEM Labની મુલાકાત લઈ વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓનો રસપ્રદ અનુભવ મેળવ્યો. 🧩💡

🔬 ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓ માટે વિશેષ STEM Workshopનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ STEM આધારિત પ્રયોગ અને હેન્ડ્સ-ઓન પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને કરતાં-કરતાં શીખવાનો અનુભવ મળ્યો.

આ સમગ્ર કાર્યક્રમ Centre of Toy Scienceના ડિરેક્ટર પ્રો. નિમિષ વસોયાના માર્ગદર્શન હેઠળ તથા શ્રી રાજેશ વાંસદડિયાના સંકલન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો.

✨ Explore • Experiment • Learn • Create ✨

🌸 ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં દસમો સામૂહિક સીમંતોન્નયન સંસ્કાર 🌸માતૃત્વની પવિત્ર યાત્રાને સંસ્કાર, સ્નેહ અને સકારાત...
22/09/2026

🌸 ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં દસમો સામૂહિક સીમંતોન્નયન સંસ્કાર 🌸

માતૃત્વની પવિત્ર યાત્રાને સંસ્કાર, સ્નેહ અને સકારાત્મકતાથી સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશ સાથે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, સેક્ટર-૨૯, ગાંધીનગર ખાતે પ્રિનેટલ કેર એન્ડ ટોડલર એજ્યુકેશન વિભાગ દ્વારા દસમો સામૂહિક સીમંતોન્નયન સંસ્કાર કાર્યક્રમ યોજાયો. 🙏🌿

✨ ૩૧ દંપતીઓએ લીધો ભાગ
✨ વૈદિક મંત્રોચ્ચાર અને વિધિવિધાન સાથે સંસ્કાર સંપન્ન
✨ માતા અને ગર્ભસ્થ શિશુના સુખાકારી માટે આહાર, ધ્યાન અને સંસ્કાર અંગે માર્ગદર્શન
✨ તમામ સગર્ભા બહેનોને પ્રમાણપત્ર અર્પણ

માનનીય કુલપતિશ્રી ડૉ. ટી. એસ. જોશીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં શ્રી જયદેવ ધાંધિયા દ્વારા સીમંતોન્નયન સંસ્કારની વિધિ પૂર્ણ કરાવવામાં આવી હતી.

કાર્યક્રમનું આયોજન અને સંકલન ડો. વૃંદન જયસ્વાલ (સંયોજક) દ્વારા અને વિભાગના અધ્યક્ષ ડો. રૂપમ ઉપાધ્યાયનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું.

🌺 સંસ્કારસભર માતૃત્વ... સ્વસ્થ અને સુખી બાળપણ તરફનું એક સ્નેહભર્યું પગલું. 🌺

ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમનું ભાવસભર આયોજનચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર ખા...
18/09/2026

ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમનું ભાવસભર આયોજન

ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે તા. ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમનું ભાવસભર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ૩૦૦થી વધુ સહભાગીઓ જોડાયા હતા.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શ્રી ગિરીશભાઈ શર્મા, પૂર્વ લોકપાલ – મહેસાણા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથેના સંસ્મરણો રજૂ કરી ઉપસ્થિત સૌને ભાવવિભોર કર્યા હતા.
કાર્યક્રમની શરૂઆત ડૉ. અંજનાબેન ચૌહાણ દ્વારા સ્વાગત પ્રવચન તથા કાર્યક્રમની રૂપરેખા રજૂ કરીને કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન બાદ જાણીતા કલાકાર અને આકાશવાણીના કલાકાર શ્રી શૈલેશભાઈ બાવા દ્વારા સુંદર ભજન પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ત્યારબાદ દીવડા પ્રગટાવી ભાવસભર આરતી કરવામાં આવી હતી. 🪔🙏

તપોવન કેન્દ્ર ખાતે આવતી સગર્ભાઓ, યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, મહર્ષિ અત્રી તપોવન શાળાના વિદ્યાર્થીઓ, સેન્ટ્રલ યુનિવર્સિટીના આંબેડકર ઉત્કૃષ્ટતા કેન્દ્રના વિદ્યાર્થીઓ તેમજ યુનિવર્સિટીના અધ્યાપકો અને વહીવટી કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક સહભાગિતા નોંધાવી હતી.

કુલગુરુ ડૉ. ટી. એસ. જોશી અને કુલસચિવ પ્રો. સંજયભાઈ ગુપ્તાના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમનું સંકલન ડૉ. નરેન્દ્રકુમાર ડી. વસાવા અને ડૉ. નીતાબેન ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું.

*🌸ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા ૧૦મા સીમંતોન્નયન સંસ્કારનું આયોજન 🌸*માતૃત્વની આ પવિત્ર યાત્રાને સંસ્કાર...
10/09/2026

*🌸ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગર દ્વારા ૧૦મા સીમંતોન્નયન સંસ્કારનું આયોજન 🌸*

માતૃત્વની આ પવિત્ર યાત્રાને સંસ્કારમય અને આનંદમય બનાવવા માટે ૧૦મા સીમંતોન્નયન સંસ્કારનું આયોજન. 🙏

🌿 હવન, મંત્રોચ્ચાર અને સંસ્કારમય વાતાવરણ સાથે ગર્ભવતી માતાના માનસિક, ભાવનાત્મક અને આધ્યાત્મિક સુખાકારીને પ્રોત્સાહન આપવાનો આ સુંદર પ્રયાસ છે.

📅 તારીખ: ૨૨/૦૯/૨૦૨૬
⏰ સમય: સવારે ૮:૩૦ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી
📍 સ્થળ: શિશુમંડપમ, ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, સેક્ટર ૨૯, ગાંધીનગર

📝 નોંધણી માટેની લિંક: [https://forms.gle/uH5dFEGPwvndAQJp6]

📞 સંપર્ક: ૮૪૬૦૭૮૧૫૨૦

✨ ચાલો, સંસ્કારોથી સમૃદ્ધ અને સુખદ માતૃત્વની યાત્રાની સુંદર શરૂઆત કરીએ! ✨

🌸📚 વિદ્યાવાટિકામાં શિક્ષક દિવસની અનોખી ઉજવણી! 👩‍🏫✨ગુરુ-શિષ્ય પરંપરાની ભાવનાને જીવંત કરતી ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી સ...
10/09/2026

🌸📚 વિદ્યાવાટિકામાં શિક્ષક દિવસની અનોખી ઉજવણી! 👩‍🏫✨
ગુરુ-શિષ્ય પરંપરાની ભાવનાને જીવંત કરતી ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી સંચાલિત વિદ્યાવાટિકા શાળામાં શિક્ષક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. 🙏
આ પ્રસંગે વિદ્યાર્થીઓની માતાઓએ શિક્ષક બનીને વર્ગખંડોમાં શૈક્ષણિક કાર્ય સંભાળ્યું અને શિક્ષકના જીવનમાં રહેલી મહત્વપૂર્ણ ભૂમિકાનો અનોખો અનુભવ કર્યો. 👩‍🏫📖
સ્કૂલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના અધ્યક્ષ પ્રો. રણજીતસિંહ પવાર દ્વારા શિક્ષક બનેલા માતાઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
✨ શિક્ષક એ માત્ર પાઠ ભણાવનાર નહીં, પરંતુ ભવિષ્ય ઘડનાર છે.
GuruShishya Teacher Learning SchoolLife

09 અને 10 સપ્ટેમ્બર, 2026 દરમિયાન અવંતિકા યુનિવર્સિટી, ઉજ્જૈન ખાતે “આત્મનિર્ભર ભારતથી વિકસિત ભારત તરફ” વિષયક બે દિવસીય ર...
10/09/2026

09 અને 10 સપ્ટેમ્બર, 2026 દરમિયાન અવંતિકા યુનિવર્સિટી, ઉજ્જૈન ખાતે “આત્મનિર્ભર ભારતથી વિકસિત ભારત તરફ” વિષયક બે દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળા અને પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના Centre of Toy Science દ્વારા વિશેષ સ્ટોલ રાખવામાં આવ્યો હતો, જેમાં નવનિર્મિત પઝલ્સ અને શૈક્ષણિક રમકડાંનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સ્ટોલની મુલાકાત 800થી વધુ વિદ્યાર્થીઓ, વિવિધ યુનિવર્સિટીના કુલપતિશ્રીઓ તથા શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોએ લીધી હતી.

મુલાકાતીઓએ પઝલ્સ અને શૈક્ષણિક રમકડાં અંગે માહિતી મેળવી તેમજ Children's Research Universityના નવીન અને અનુભવાત્મક શૈક્ષણિક અભિગમની પ્રશંસા કરી હતી. આ પ્રદર્શન દ્વારા વિદ્યાર્થીઓમાં જિજ્ઞાસા, સર્જનાત્મકતા, તાર્કિક વિચારશક્તિ અને સમસ્યા ઉકેલવાની ક્ષમતા વિકસાવવા માટે પઝલ આધારિત શિક્ષણની ઉપયોગિતા રજૂ કરવામાં આવી હતી.

આ સમગ્ર કાર્યક્રમ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડૉ. ટી.એસ. જોષીના માર્ગદર્શન હેઠળ તથા Centre of Toy Scienceના નિયામક પ્રો. નિમિષ વસોયાના નેતૃત્વમાં સફળતાપૂર્વક સંપન્ન કરવામાં આવ્યો હતો.

ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં ‘બાળકથા’નું ભાવસભર સમાપનચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગરના ડિપાર્ટમેન્ટ ઓફ પ્રિન...
10/09/2026

ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીમાં ‘બાળકથા’નું ભાવસભર સમાપન
ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી, ગાંધીનગરના ડિપાર્ટમેન્ટ ઓફ પ્રિનેટલ કેર એન્ડ ટોડલર એજ્યુકેશન દ્વારા આયોજિત *ગોસ્વામી તુલસીદાસ રચિત રામચરિતમાનસના બાલકાંડ આધારિત ‘બાળકથા’*નો ભાવસભર સમાપન સમારોહ યોજાયો.
ગર્ભશિક્ષણ, બાળઉછેર, સંસ્કાર અને પરિવારજીવનને આધ્યાત્મિક દૃષ્ટિકોણ સાથે જોડતી આ ‘બાળકથા’ દરમિયાન રામચરિતમાનસના બાલકાંડમાંથી જીવનમૂલ્યો અને સંસ્કારો અંગે સુંદર માર્ગદર્શન પ્રાપ્ત થયું.
આ સમાપન પ્રસંગે પૂજ્ય રમેશભાઈ ઓઝા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ પૂર્વ શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગુજરાત વિદ્યાપીઠના કુલપતિશ્રી ડૉ. હર્ષદ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિએ કાર્યક્રમની ગૌરવપૂર્ણતા વધારી.
કુલપતિશ્રી ડૉ. ટી.એસ. જોશીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ પહેલે આધ્યાત્મિક જ્ઞાન, ભારતીય સંસ્કૃતિ અને વૈજ્ઞાનિક બાળઉછેરના વિચારોને એક મંચ પર લાવવાનું કાર્ય કર્યું.
ત્રણેય દિવસ દરમિયાન મુખ્ય કથાકાર શ્રી જયદેવભાઈ ધાંધિયા દ્વારા રામચરિતમાનસના બાલકાંડ આધારિત બાળકથાની સુંદર અને રસપ્રદ રજૂઆત કરવામાં આવી હતી.
બાળકથાના સંગીતમય વાતાવરણને વધુ જીવંત બનાવવા માટે શ્રી જયદેવભાઈ ધાંધિયાના સંગીતવૃંદના સહયોગી શ્રી હાર્દિક ભટ્ટ, ડૉ. હયાતીબેન વૈદ્ય, તબલાવાદક સુરાણી મોહિતભાઈ તથા ઓક્ટોપેડ વાદક જયેશસિંહ ચૌહાણ દ્વારા સંગીત સહયોગ આપવામાં આવ્યો હતો.
સમગ્ર ‘બાળકથા’નું આયોજન પ્રિનેટલ કેર એન્ડ ટોડલર્સ એજ્યુકેશન વિભાગના અધ્યક્ષ ડૉ. રૂપમબેન ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન ડૉ. સુનિલકુમાર જાદવ અને ડૉ. સંજય પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્રણેય દિવસ કથાના અંતે આરતી અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
🎶 કથાવાચન સાથે સંગીતમય પ્રસ્તુતિઓએ સમગ્ર વાતાવરણને ભક્તિ અને ભાવનાથી તરબોળ કરી દીધું.
‘બાળકથા’ — કથા માત્ર રામની નહીં, સંસ્કારસભર બાળપણ અને સુખી પરિવારજીવનની પણ. 🌱

07/09/2026
🌸📖 ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે ‘બાળકથા’નો પ્રારંભ 📖🌸રામચરિતમાનસના બાલકાંડ આધારિત ગર્ભશિક્ષણ અને બાળઉછેર અંગે આધ્ય...
07/09/2026

🌸📖 ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે ‘બાળકથા’નો પ્રારંભ 📖🌸

રામચરિતમાનસના બાલકાંડ આધારિત ગર્ભશિક્ષણ અને બાળઉછેર અંગે આધ્યાત્મિક માર્ગદર્શન 🙏

ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના પ્રિનેટલ કેર એન્ડ ટોડલર્સ એજ્યુકેશન વિભાગ દ્વારા ગોસ્વામી તુલસીદાસ રચિત *રામચરિતમાનસ*ના બાલકાંડ આધારિત વિશિષ્ટ આધ્યાત્મિક કાર્યક્રમ ‘બાળકથા’નો શુભ પ્રારંભ કરવામાં આવ્યો.

મા. કુલગુરુશ્રી ડૉ. ટી. એસ. જોષીની અધ્યક્ષતા અને મુખ્ય અતિથિ હેમાબેન ભટ્ટ, ચેરપર્સન, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર મહાનગરપાલિકાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં તપોવન ગર્ભસંસ્કાર કેન્દ્રની સગર્ભા બહેનો, શિશુપરામર્શન કેન્દ્રની માતાઓ-બાળકો તથા મોટી સંખ્યામાં શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા.

✨ કાર્યક્રમની વિશેષ ઝલક ✨

📖 વિદ્યાવાટિકાના બાળકો દ્વારા પોથીયાત્રા
🌿 સગર્ભા બહેનો દ્વારા કળશયાત્રા
🪔 દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના
🙏 આધ્યાત્મિક અને મૂલ્યસભર માર્ગદર્શન
📚 મુખ્ય કથાકાર શ્રી જયદેવભાઈ ધાંધિયા દ્વારા ‘બાળકથા’
🎶 રામચરિતમાનસની ચોપાઈઓ સાથે શ્રીરામ, લક્ષ્મણ, ધ્રુવ અને પ્રહલાદના સંસ્કારસભર પ્રસંગોની રજૂઆત
🌱 ડૉ. વૃંદન જયસ્વાલ દ્વારા આયુર્વેદ વિષયક માર્ગદર્શન

🎵 સંગીત સહયોગ:
🥁 શ્રી હાર્દિકભાઈ ભટ્ટ, સુરાણી મોહિતભાઈ
🎼 ડૉ. હયાતીબેન વૈદ્ય, જયેશસિંહ ચૌહાણ

સમગ્ર કાર્યક્રમનું આયોજન વિભાગના અધ્યક્ષ ડૉ. રૂપમબેન ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું અને સંચાલન ડૉ. સુનિલ જાદવ દ્વારા કરવામાં આવ્યું હતું.

Address

Children’s Research University, Near Jalaram Temple, Opp. Public Garden, Sector-29 Gandhinagar-Gujarat. Pincode
Gandhinagar
382030

Alerts

Be the first to know and let us send you an email when Children's Research University posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Children's Research University:

Shortcuts

Share