12/08/2026
પ્રિય CSC VLE મિત્રો 🇮🇳
આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે “હર ઘર તિરંગા” અભિયાનને સફળ બનાવવા માટે આપણે સૌ સાથે મળીને દેશભક્તિનો સંદેશ દરેક ઘર સુધી પહોંચાડીએ.
🇮🇳 CSC VLE તરીકે આપણે શું કરી શકીએ.
🚩 15 થી 20 તિરંગાનું વિતરણ કરી ગ્રાહકો અને નાગરિકોને તિરંગો અર્પણ કરીએ.
🚶 તિરંગા રેલીનું આયોજન કરી ગામ/શહેરમાં દેશભક્તિનો સંદેશ ફેલાવીએ.
🏪 આપણા CSC સેન્ટરને તિરંગાથી શણગારીએ અને સુંદર દેશભક્તિમય વાતાવરણ બનાવીએ.
👨👩👧👦 CSC પર આવતા દરેક ગ્રાહકને તિરંગો આપી “હર ઘર તિરંગા” અભિયાનમાં જોડીએ.
📸 આપણા દ્વારા કરવામાં આવેલી પ્રવૃત્તિઓના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીએ અને અન્ય VLE મિત્રોને પણ પ્રેરણા આપીએ.
🤝 ગામના યુવાનો, બાળકો, મહિલા મંડળો અને સ્થાનિક નાગરિકોને સાથે જોડીને સામૂહિક રીતે ઉજવણી કરીએ.