STTI Gandhinagar

STTI Gandhinagar

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from STTI Gandhinagar, Education Website, GCERT Campus, Nr. Umiya Mata Temple, Sector-12, Gandhinagar.

Photos from STTI Gandhinagar's post 01/10/2024

જી.સી.ઈ.આર.ટી. ના માર્ગદર્શન હેઠળ આગામી સમયમાં એસ.ટી.ટી.આઇ. સંસ્થા ખાતે HMAT આચાર્યશ્રીઓની તાલીમનું આયોજન કરવાનું થાય છે. સદર તાલીમના ભાગ રુપે તારીખ:- 30/10/2024 ના રોજ HMAT આચાર્યશ્રીઓની તાલીમના મોડ્યુલ નિર્માણ અર્થે એક બેઠકનું આયોજન કરવામાં આવેલ હતુ. સદર બેઠકમાં જી.સી.ઈ.આર.ટી.નાં નિયામકશ્રી, શ્રી પ્રકાશ ત્રિવેદી સાહેબ તથા એસ.ટી.ટી.આઇ.ના કો-ઓર્ડીનેટર, ડૉ. દેવદત્ત પંડ્યા દ્વારા તમામ તજજ્ઞશ્રીઓને આવકારી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું.

Photos from STTI Gandhinagar's post 11/03/2024

જી.સી.ઈ.આર.ટી. ના માર્ગદર્શન હેઠળ એસ.ટી.ટી.આઇ. સંસ્થા ખાતે તારીખ:- ૨૬/૦૨/૨૦૨૪ થી તારીખ :- ૨૮/૦૨/૨૦૨૪ દરમિયાન સુરત જિલ્લાના ગણિત (માધ્યમિક) વિષયની ત્રિ-દિવસિય તાલીમનું આયોજન કરેલ છે. જેમાં કુલ 34 શિક્ષકો હાજર રહેલ છે. સદર તાલીમ કાર્યક્રમમાં તજજ્ઞો દ્વારા શિક્ષકોને વિષયના કઠીનબિંદુ આધારિત તાલીમ, પેડાગોજી આધારિત તાલીમ, મૂલ્ય શિક્ષણ આધારિત તાલીમ, NEP-2020 અંતર્ગત કરેલ વિષય સંલગ્ન ભલામણો તેમજ અધ્યયન નિષ્પત્તિનાં મૂળભૂત આધારો, વર્તમાન શિક્ષણની ગુણવત્તામાં અભિવૃધ્ધિ, શિક્ષકોના જ્ઞાનનાં નવિનીકરણ માટે વિષયવસ્તુનાં અધ્યાપન કાર્ય વગેરે જેવા વિષયો પર માર્ગદર્શન પુરું પડવામાં આવ્યુ.

Photos from STTI Gandhinagar's post 06/02/2024

જી.સી.ઈ.આર.ટી. ના માર્ગદર્શન હેઠળ એસ.ટી.ટી.આઇ. સંસ્થા ખાતે તારીખ:- ૦૫/૦૨/૨૦૨૪ થી તારીખ :- ૦૭/૦૨/૨૦૨૪ દરમિયાન સુરત અને નવસારી જિલ્લાના ગુજરાતી (ઉચ્ચતર માધ્યમિક) વિષયનાં નવ નિયુક્ત શિક્ષકોની ત્રિ-દિવસિય તાલીમના બીજા દિવસે તજજ્ઞ તરીકે શ્રી ઉમાકાંત રાજ્યગુરુ દ્વારા ગદ્ય, પદ્ય, લેખન, વ્યાકરણ તથા માણ ઉપર માણભટ્ટનાં પરિવેશમાં “કુંવરબાઈનું મામેરું આખ્યાન” નો રસાસ્વાદ પીરસવામાં આવ્યો. તાલીમાર્થીઓ દ્વારા ખુબ પ્રશંસા કરવામાં આવી.

Photos from STTI Gandhinagar's post 05/02/2024

જી.સી.ઈ.આર.ટી. ના માર્ગદર્શન હેઠળ એસ.ટી.ટી.આઇ. સંસ્થા ખાતે તારીખ:- ૦૫/૦૨/૨૦૨૪ થી તારીખ :- ૦૭/૦૨/૨૦૨૪ દરમિયાન સુરત અને નવસારી જિલ્લાના ગુજરાતી (ઉચ્ચતર માધ્યમિક) વિષયની ત્રિ-દિવસિય તાલીમનું આયોજન કરેલ છે. જેમાં કુલ ૨૮ શિક્ષકો હાજર રહેલ છે. સદર તાલીમના પ્રથમ દિવસે જી.સી.ઇ.આર.ટી.નાં સચિવ, શ્રી એસ.જે. ડુમરાળિયા તથા એસ.ટી.ટી.આઇ.ના કો-ઓર્ડીનેટર, ડૉ. દેવદત્ત પંડ્યા દ્વારા તમામ શિક્ષકોને આવકારી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું. પ્રથમ સેશનમાં તજજ્ઞ તરીકે ડૉ. અંજનાબેન મોદી દ્વારા “માતૃભાષાનું મહત્વ” અને તેમાં રહેલા “શૈક્ષણિક મૂલ્યો” વિશે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.

Photos from STTI Gandhinagar's post 02/02/2024

જી.સી.ઈ.આર.ટી. ના માર્ગદર્શન હેઠળ એસ.ટી.ટી.આઇ. સંસ્થા ખાતે તારીખ:- ૦૧/૦૨/૨૦૨૪ થી તારીખ :- ૦૩/૦૨/૨૦૨૪ દરમિયાન પંચમહાલ જિલ્લાના સંસ્કૃત વિષયની ત્રિ-દિવસિય તાલીમનું આયોજન કરેલ છે. જેમાં કુલ 34 શિક્ષકો હાજર રહેલ છે.

06/01/2024

આપણા સ્ટેટ ટીચર્સ ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ, ગાંધીનગરના ફેસબુક પેજ પર આપનું સ્વાગત છે!

સ્ટેટ ટીચર્સ ટ્રેનીંગ ઇન્સ્ટીટ્યુટ (એસ.ટી.ટી.આઇ.), ગાંધીનગર એ શિક્ષણ વિભાગ, ગુજરાત સરકારનાં તાબા હેઠળની કચેરી ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર (જી.સી.ઇ.આર.ટી.) હસ્તકની તાલીમી સંસ્થા છે. એસ.ટી.ટી.આઇ., ગાંધીનગર દ્વારા સમગ્ર વર્ષ દરમ્યાન માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની સરકારી અને અનુદાનિત શાળાઓના શિક્ષકો માટે નિવાસી તાલીમનું આયોજન કરવામાં આવે છે. સદર તાલીમ કાર્યક્રમ અંતર્ગત શિક્ષકોને વિવિધ વિષયના કઠીનબિંદુ આધારિત તાલીમ, પેડાગોજી આધારિત તાલીમ, મૂલ્ય શિક્ષણ આધારિત તાલીમ, NEP-2020 અંતર્ગત કરેલ વિષય સંલગ્ન ભલામણો તેમજ અધ્યયન નિષ્પત્તિ (માધ્યમિક અને ઉચ્ચતર)નાં મૂળભૂત આધારોથી માહિતગાર થાય, વર્તમાન શિક્ષણની ગુણવત્તામાં અભિવૃધ્ધિ થાય, શિક્ષકોના જ્ઞાનનાં નવિનીકરણ માટે વિષયવસ્તુનાં અધ્યાપન કાર્યમાં પ્રાવિણ્ય આવે તે હેતુથી જી.સી.ઈ.આર.ટી. ના માર્ગદર્શન હેઠળ એસ.ટી.ટી.આઇ. સંસ્થા ખાતે તાલીમનું આયોજન કરવામાં આવે છે.

Want your school to be the top-listed School/college in Gandhinagar?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


GCERT Campus, Nr. Umiya Mata Temple, Sector-12
Gandhinagar