03/05/2026
Nandanvan Anudanit Nivasi Primary School
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Nandanvan Anudanit Nivasi Primary School, School, sec-13, Gandhinagar.
03/05/2026
04/04/2026
આજ રોજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના ઉપ સચિવ સાહેબશ્રી પ્રશાંત ખખ્ખર સાહેબ દ્વારા શાળાની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી।
મુલાકાત દરમિયાન સાહેબશ્રીએ શાળા પરિસર તેમજ વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ ભૌતિક સુવિધાઓનું સુક્ષ્મ નિરીક્ષણ કર્યું હતું। જેમાં રહેઠાણની વ્યવસ્થા, સંડાસ અને બાથરૂમની સુવિધા, ભોજનાલય, કોઠાર રૂમ વગેરેની ખાસ નોંધ લેવામાં આવી હતી। ઉપરાંત વિદ્યાર્થીઓને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા પણ તપાસવામાં આવી હતી।
સાહેબશ્રીએ શૈક્ષણિક સુવિધાઓની પણ સમીક્ષા કરી હતી, જેમાં ક્લાસરૂમ, સ્માર્ટ બોર્ડ તથા તેના ઉપયોગ અંગે માહિતી મેળવી હતી। શિક્ષકો સાથે વર્ગ શિક્ષક, વિષય શિક્ષક વગેરે સાથે ચર્ચા કરી અને શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે માર્ગદર્શન આપ્યું હતું।
તેમજ સાહેબશ્રીએ વિદ્યાર્થીઓ સાથે સીધી વાતચીત કરી હતી, જેમાં શાળાની દૈનિક દિનચર્યા, ઉપલબ્ધ સુવિધાઓ તથા ભોજન અંગે માહિતી મેળવી હતી। વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષકોને પ્રેરણા આપી હતી।
મુલાકાતના અંતે શાળાના આચાર્ય શ્રી યોગેશભાઈ દરજી દ્વારા સાહેબશ્રીને સ્ટાફ તરફથી પુસ્તક ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સાહેબશ્રીએ દર મહિને આવી આકસ્મિક મુલાકાત લઈશું એમ જણાવ્યું 🙏
28/02/2026
28/02/2026
ગાંધીનગરની નંદનવન શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન... વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક પ્રયોગો અને મોડેલ રજૂ...
28/02/2026
આજ રોજ નંદનવન અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા, સે. 13, ગાંધીનગર ખાતે હોળી–ધુળેટીનો પાવન તહેવાર આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મળીને રંગોત્સવની ઉજવણી કરી અને એકતા, સૌહાર્દ અને પ્રેમનો સંદેશ આપ્યો.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ શિક્ષકશ્રીઓએ હોળી તહેવારનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓને પ્રાકૃતિક અને સુરક્ષિત રંગોથી તહેવાર ઉજવવા માટે પ્રેરણા આપી. વિદ્યાર્થીઓએ એકબીજાને શુભેચ્છા પાઠવી, ગીતો ગાયા અને ઉત્સાહભેર રંગોત્સવની મજા માણી.
આ પ્રસંગે શાળા પરિસરમાં ખુશી અને ઉમંગનો માહોલ સર્જાયો હતો. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને સુમેળભેર પૂર્ણ થયો. અંતે શાળા પ્રાચાર્યશ્રીએ સૌને શુભેચ્છા પાઠવી અને તહેવારો દ્વારા પરસ્પર પ્રેમ અને એકતાની ભાવના મજબૂત બને તેવી આશા વ્યક્ત કરી.
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the school
Telephone
Website
Address
Sec-13
Gandhinagar
382016