21/12/2024
Jyotish sir's JB Academy of Commerce
Jyotish Sir's JB Academy for Commerce - 11th & 12th Standard. State Board/CBSE. English/Gujarati med
21/12/2024
આર્થિક જગત:
નાણાં નીતિ કડક બનાવવાની શરૂઆત પરંતુ repo rate હમણાં નહીં વધારવામાં આવે. વર્તમાનમાં મહામારી ના ડેલ્ટા વરિએન્ટ નો પ્રભાવ દેશમાં ઘટતો જાય છે. અર્થતંત્રની ગાડી પાટા પર ચડવા માંડી છે હવે ધીમે ધીમે પૂર્વવત વાતાવરણ થઇ રહ્યું છે. સરકારને માત્ર બે જ બાબતોની ચિંતા છે એક ફુગાવાનો દર 6.03% બીજુ ઓમીક્રોન કોરોના નો નવો વાયરસ. સરકાર નાણાકીય નીતિ થોડા સમય પહેલા ઓસ્ટ્રેલિયા અને કેનેડા એ નાણાકીય નીતિ કડક બનાવવાની જાહેરાત કરી છે જેથી લાગતું હતું કે હવે બધા દેશો તે તરફ આગળ વધશે આપણે પણ કડક નીતિ બનાવવાની તૈયારીમાં વિચારણા કરી રહ્યા છીએ, પરંતુ અમેરિકાની ફેડરલ બેંકે વ્યાજ વધારો સૂચવ્યો નથી યુરોપીય સંઘ એ પણ વ્યાજ વધારો સૂચવ્યો નથી વર્તમાનમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની એ ચિંતા સતાવે છે કે ફુગાવાને કાબૂમાં રાખવો કે આર્થિક વિકાસની ઝડપ વધારવી? પરંતુ હવે કડક નાણાનીતિ લાવવાનો સમય પાકી ગયો છે વર્ષ 2022 માં વ્યાજદરનો વધારો કરવો જ રહ્યો ફેડરલ રિઝર્વના વડા જેરોમ પોવેલ સ્પષ્ટ જણાવી દીધું છે કે હવે તેઓ બોન્ડ ખરીદીમાં કાપ મૂકશે મધ્ય 2022 સુધીમાં સંપૂર્ણ બંધ કરી દેશે જેથી બેંકોની તરલતા પર બહુ મોટી અસર થશે .હવે સસ્તી લોન તેમજ સબસીડી બંધ કરવાની તૈયારીમાં છે આપણા દેશમાં પણ કડક નાણાં નીતિ અમલમાં મૂકવાની તૈયારી છે હાલમાં ગવર્નિંગ બોર્ડની મીટિંગ મળી જેમાં સ્પષ્ટ સંકેત આપેલો છે કડક નાણાનીતિ આવશે તો
(1) INTREST RATE માં વધારો થશે રેપોરેટ પણ વધશે જેથી ધિરાણ લોન લેવી મોંઘી બનશે
(2) છેલ્લા બે વર્ષના કોરોના કાળના સમયગાળામાં વેપાર ધંધા ઉદ્યોગો નાના એકમો બેઠા કરવા ભરપૂર પ્રયાસ કર્યા હજુ જોઈએ તેટલા ધમધમતા થયા નથી 50% ઉત્પાદન ક્ષમતા સાથે કામ કરે છે
(3) લોકોની ખરીદશક્તિ વધી શકતી નથી જેથી બજારમાં નાણાકીય પ્રવાહ નો અભાવ વર્તાય છે
(4)સામાન્ય જનતામાં હજુ નાણાકીય સધ્ધરતા ઓછી આવી છે છૂટથી ખર્ચ કરવાનું લોકો વિચારતા નથી
(5)નવો કોરોના નો ઓમીકોન OMICRON વાયરસ કેવું સ્વરૂપ લે છે તેના ઉપર આખા વિશ્વની નજર છે આમ છતાં સરકારે નાણાનીતિ કડક બનાવવી જ રહી
(1) હાલમાં 6.03 ટકા ફુગાવો છે જેને કાબૂમાં લેવો ખૂબ જ આવશ્યક છે
(2) નાના અને મધ્યમ એકમો લગભગ 50 ટકા બંધ થઈ ગયા છે 25% બંધ થવાની કગાર પર છે જેને બેન્કોએકાર્યશીલ મૂડી પૂરી પાડવા આગળ આવવું જ પડશે
(3) સરકારે યોજનાકીય ખર્ચ વધારી લોકોના હાથમાં સીધા પૈસાઆવે તે રીતે ખર્ચ કરવો આવશ્યક છે
(4) આપણા દેશમાં 120 કરોડ વ્યક્તિનું રસીકરણ થઈ ગયું છે અને કુલ વસ્તીના ૫૦ ટકા લોકોને બે DOSE પણ આપી દેવામાં આવ્યા છે જે ઘણી જ સારી બાબત કહેવાય હવે માત્ર નવા વાયરસને ફેલાવતા અટકાવવો કેમ તેની રણનીતિ નક્કી કરી સરકારે ખૂબ જ કડક પગલાં લેવા પડશે. હવે નાણાનીતિ STRICT બનાવવાની દિશામાં આપણે આગળ વધવું પડશે.
ફરી મળીશું આવા જ રસપ્રદ આર્થિક જગતના વિશ્લેષણ સાથે નવા વિષય સાથે ફરી મળીશું આવતા અંકે.
આજની આપણી કંપની છે એન સી એલ રિસર્ચ એન્ડ ફાઈનાન્સિયલ સર્વિસ લિમિટેડ
M/S NCL RESEARCH AND FINANCIAL SERVICE LTD. કંપનીની સ્થાપના ફેબ્રુઆરી ૧૯૮૫માં મુંબઈમાં મૂળ ટેક્સટાઇલ ઉદ્યોગના ટ્રેડિંગ માટે સ્થાપના કરવામાં આવેલ હતી પરંતુ છેલ્લા ઘણા સમયથી અર્થતંત્રમાં આવેલ ફેરફારો તેમજ મહામારીને કારણે ઘણી કંપનીઓના કારોબાર બંધ થઈ ગયા અથવા તો બદલાઈ ગયા તે જ રીતે આપણી કંપનીએ પણ કારોબાર બદલીને નોન બેન્કિંગ ફાઇનાન્સ NBFC ના કારોબારમાં કામગીરી શરૂ કરી તેમ જ શેર અને સ્ટોક માં રોકાણ કરવાનું કામ શરૂ કર્યું. આ કંપની ધિરાણ નું કામ તેમજ શેરબજારમાં શેર અને સ્ટોક માં રીસર્ચ કરી નિવેશ કરવાનું કામ કરે છે કંપની ની ભરપાઈ મૂડી રૂપિયા ૨૯ કરોડ છે અને મૂળ કિંમત દરેક શહેરની રૂપિયા એક 1 છે. વર્ષ 2019 માં રૂપિયા 3. 40 કરોડના કારોબાર પણ રૂપિયા ૧૧.૫ લાખનો ચોખ્ખો નફો કરેલ હતો 2020 માં કુણ કારોબાર રૂપિયા2.24 કરોડ કરીને ચોખ્ખો નફો રૂપિયા1.55 લાખનો કરેલ છે વર્તમાન ના પાછલા છ માસના ગાળામાં કુલ વેચાણ90 લાખ કરી અને ૩૨ લાખનો ચોખ્ખો નફો કરેલ છે આવતા વર્ષે એટલે કે વર્ષ 2021 2022 માં કુલ વેચાણ 5 પાંચ કરોડનું કરી નફો રૂપિયા2 કરોડનો થવાનો અંદાજ છે. કંપની હાલમાં જ બોનસ શેર 4 :1 આપેલા છે.
વર્તમાનમાં કંપનીનો શેર માં બજાર ભાવ માત્ર રૂપિયા1.78 છે જે લાંબા ગાળા માટે રોકાણ કરવા માટે ખૂબ જ આકર્ષક છે ભવિષ્યમાં ૨૦થી ૩૦ ગણું વળતર આપી શકે તેમ છે. રોકાણ કરવાની સલાહ છે. શેરબજારમાં રોકાણ વર્તમાન આર્થિક અને સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈને કરવું રોકાણ કરતા પહેલા બધી વિગતો ચકાસી ત્યારબાદ જ રોકાણ કરવું.
આવતા અંકે આવી જ સરસ મજાની નવી કંપનીના વિશ્લેષણ સાથે મળતા રહેજો ફરી મળીશું. ધન્યવાદ.
આર્થિક જગત
'આપણા અર્થતંત્રનું વાસ્તવિક આકલન ખૂબ જરૂરી '.
કોઈ પણ દેશની ભવિષ્યની આર્થિક નીતિ આર્થિક વિષયક નિર્ણયો લેવા માટે ભૂતકાળની અને વર્તમાન ની આર્થિક પરિસ્થિતિનું આકલન કેવી રીતે કરવામાં આવે છે તેટલી જ ભવિષ્યની યોજના સફળતાને વરે છે. આ વર્ષે માટે વિકાસદર ૯.૫ ટકા અને આવતા વર્ષ માટે ૮.૫ ટકા રહેવાનો ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ IMF નો દાવો છે. આ આગાહી દરેક અર્થશાસ્ત્રી ના વરતારા ને અનુરૂપ છે. પરંતુ તેને મધ્યમ ગાળા માટે મુલવવું યોગ્ય નથી. આ વર્ષના વિકાસ દર ને ગયા વર્ષના વિકાસ દર સાથે સરખાવો યોગ્ય નથી તેનું કારણ લોવરબેઇઝ ઇફેક્ટ (LOWER BASE EFFECT)ને આભારી છે. આંકડાઓ જોઈએ તો 2019-20 ની સરખામણીએ રાષ્ટ્રીય આવક સહે જ વધારે થયેલ છે. સતત 8.5 ટકાનો વિકાસદર જાળવી રાખવો હશે આપણે વર્તમાન પરિસ્થિતિનું ઉચિત રીતે આકલન કરવું જ રહ્યું. આ વર્ષના ત્રિમાસિક ગાળાનો ખર્ચ પહેલાં 2017-18 જેટલો થઇ રહ્યો છે અને હવે તે સુધરતો જશે તે નક્કી છે, પરંતુ આમાં મધ્યમ ગાળામાં આ ખર્ચ વધારો આર્થિક વિકાસનું ચાલકબળ બને બહુ સંભવ દેખાતું નથી. ઉચ્ચ આવકવાળા વર્ગોના લોકો માં વપરાશનું પ્રમાણ વધી રહ્યું છે ઓછી આવકવાળા વર્ગમાં એ પ્રમાણ હજુ નીચું જ રહેવાનો સંભવ છે આ વર્ગને LOWER INCOME ક્ષેત્રના વર્ગને મહામારીને લીધે ભયંકર નુકસાન થયું છે. અર્થતંત્રમાં:
(1) મધ્યમ વર્ગમાં આવકમાં ઘસારો પહોંચ્યો છે
(2) હજુ ગ્રાહકોમાં વિશ્વાસનો અભાવ જોવા મળે છે
(3) વપરાશી ખર્ચ અને તેના પ્રભાવની અસર ઔદ્યોગિક એકમો ઉપર હજુ દેખાઈ રહી છે
(4) મૃદુલ સાગર સભ્યશ્રી નાણાકીય નીતિના જણાવે છે કે ૬૦ ટકા ઉદ્યોગિક એકમો હજુ 50% ક્ષમતા એ જ કાર્ય કરે છે
(5) બજેટની ખાધ અને કરજ નું ઉંચુ પ્રમાણ હજુ ચાલુ જ રહેશે
(6) સરકારી ખર્ચ MEDIUM TERMગાળામાં વધે તેવું જણાતું નથી
(7) સાર્વત્રિક મોંઘવારી પણ લોકોને છૂટથી ખર્ચ કરતાં અવરોધે છે આ બધી બાબતો માટે ખરેખર જો વિકાસને માટે ગાડી પુરપાટ દોડાવી હોય તો અર્થતંત્રનું વાસ્તવિક આકલન જરૂરી છે તે માટે
(1) સરકારે મધ્યમ ગાળામાં વિકાસ ખર્ચ ખૂબ જ ઝડપથી વધારવો જ રહ્યો
(2) ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ IMF ભવિષ્ય માટે ખુબ ઉત્સાહિત છે પરંતુ વર્તમાનમાં આપણો વિકાસ દર 6 ટકા છે તે ભૂલવું ન જોઈએ
(3) આપણા દેશમાં રસીકરણનો વેગ પ્રથમ ડોઝ નો ઝડપી રહ્યો લગભગ ૧૦૫ કરોડ લોકોને રસી નો પ્રથમ ડોઝ અપાઇ ગયો છે જે ત્રીજી લહેરને આવતા રોકી શકશે
(4) બેન્કોએ નિયમિત રીતે આર્થિક નીતિનું આકલન કરી સસ્તા વ્યાજે ધિરાણ નાના અને મધ્યમ કદના ઉધોગોને પૂરું પાડવું જ રહ્યું
(5) વાસ્તવિક આકલન કરવાથી સરકારને સમયસર આર્થિક નીતિ નક્કી કરી પગલા લેવા માર્ગદર્શક બની રહેશે
(6) સરકાર દ્વારા જાહેર ખર્ચ વધારે લોકોને મોંઘવારી સામે આવકો વધે ખરીદશક્તિ વધે તેવા પગલાં લેવા જરૂરી છે અને આ બધા માટે વાસ્તવિક આર્થિક આકલન ખૂબ જરૂરી બનશે.
ફરીમળીશું આવતા અંકે આવા જ રસપ્રદ આર્થિક વિશ્લેષણ સાથે.
આપણી કંપની છે :
M/S SYSCHEM INDIA LIMITED.
સીસકેમ ઇન્ડિયા લિમિટેડ
હરિયાણામાં 1998માં bulk drugs સ્પેશિયાલિટી કેમિકલ અને દરેક દવાઓમાં વપરાતો કાચો માલ જે એન્ટીબાયોટિક તરીકે એલર્જી રોકવા, musal મસલ ના દુખાવા દૂર કરવા, nutrition મેળવવા, સ્ટીરોઈડ, શરદી ઉધરસ તા રક્ષણ માટે જિનેરિક દવાઓ માટેનો કાચો માલ તૈયાર કરે છે ઘણી મોટી જાયન્ટ કંપનીઓ માટે પણ કાચો માલ તૈયાર કરી વેચાણ કરે છે કંપનીની કુલ શેરમૂડી રૂપિયા ૨૧. ૪૫ કરોડ ની છે જે દરેક રૂપિયા10 ની મૂળ કિંમત માં વહેંચાયેલી છે વર્ષ 2019 માં કુલ વેચાણ રૂપિયા 88 કરોડ પર ચોખ્ખી ખોટ રૂપિયા ૭ કરોડ થઈ હતી વર્ષ 2020-21 માં કુલ વેચાણ રૂપિયા 74 કરોડ પર ચોખ્ખી ખોટ રૂપિયા 5.57 કરોડ હતી પાછલા નવ માસમાં કુલ વેચાણ રૂપિયા 65 કરોડ કરીને ચોખ્ખી ખોટ ઘટીને માત્ર રૂપિયા 1.5 કરોડ જેટલી રહી છે આવતું વર્ષ હવે ટર્ન એરાઉન્ડ વર્ષ હશે પ્રોમોટર્સ દ્વારા 17.50 લાખ ઈક્વિટી શેર નો વધારો કરવામાં આવ્યો છે ૩૧ લાખ શેર વોરંટ પોતે લઈ કંપનીના ભવિષ્યમાં નફાકારક તા વધે તે માટે રોકાણ કરેલ છે વર્ષ 2022 23 સુધીમાં કંપની સંપૂર્ણ ખોટ ભૂંસીને નફામાં આવશે વર્તમાનમાં આ શેર નો બજાર ભાવ માત્ર રૂ ૧૦ છે જેમાં લાંબા ગાળા માટે રોકાણ કરવાની સલાહ છે.
ભવિષ્યમાં આ રોકાણ આઠથી દસ ગણું વળતર આપશે. શેરબજારમાં રોકાણ વર્તમાન સામાજિક અને આર્થિક બાબતોને આધારિત છે. કંપનીમાં રોકાણ કરતા પહેલા તેની સંપૂર્ણ વિગતો ચકાસી ત્યારબાદ જ રોકાણ કરવા સલાહ છે.
ફરી મળીશું આવતા અંકે આવી જ એક રસપ્રદ કંપનીના વિશ્લેષણ સાથે. ધન્યવાદ.
આર્થિક જગત:
જી સેપ (G SAP) બંધ કરવાનો સરકાર અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનો નિર્ણય-આ તબક્કે કેટલો વ્યાજબી છે?
ગત સપ્તાહે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મોનેટરીપોલીસી જાહેર કરી તેમાં પ્રથમ એલાન કરેલ છે જી સેપ એટલે કે ગવર્નમેન્ટ સિક્યુરિટી એકવીઝીશન પ્રોગ્રામ G SAP તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે છે. જી સેપ એટલે રિઝર્વબેન્ક ઓફ ઇન્ડિયા સરકારી બેન્કો પાસેથી સરકારી બોન્ડ ખરીદી અર્થતંત્રમાં મહામારી ના સમયમાં નાણાંનો પ્રવાહ અવિરત રહે તે માટે તેની સામે ધિરાણ આપતી હતી હવે માત્ર મેરીટ આધારે જ નાણાની પ્રવાહિતા ઉપલબ્ધ કરાવશે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા વર્તમાનમાં વ્યાજ દરમાં કોઈપણ જાતના છેલ્લા આઠ ત્રિમાસિક ગાળામાં કોઈ ફેરફાર કર્યો નથી. રિવર્સ રેપો રેટ એટલે કે બેન્કોએ નાણા પ્રવાહિતા જાળવવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ને ધિરાણ કરે તેને રિવર્સ રેપો રેટ કહેવાય રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ને ધિરાણ સ્વરૂપે આપવામાંઆવે છે અત્યારે આ વ્યાજનો દર 3.35 ટકા જેટલો છે. વ્યાજનો દર યથાવત્ રાખી સરકારી સિક્યુરિટી સામેનું ધિરાણ હાલ પૂરતું બંધ કરવામાં આવ્યું છે. અર્થતંત્રમાં હજુ જોઈએ એટલો સુધારો આવ્યો નથી જથ્થાબંધ ફુગાવો અને રિટેલ ફુગાવો ઘટવાનું નામ લેતો નથી જે થોડું ચિંતાજનક કહેવાય. સરકાર અને રિઝર્વ બેંક એવું માને છે કે તેઓદ્વારા MONETARY પ્રવાહિતા આપવામાં આવેલ છે ખરેખર આ પ્રવાહિતા બેંકો પાસે જ રહે છે બેન્કો તેનો ઉપયોગ સરકારી બોન્ડમાંરોકાણ કરે છે અને બોન્ડ યીલ્ડ ઊભો કરે છે. તેને કારણે ઉદ્યોગોને નાણાં પહોંચતા જ નથી.હાલની પરિસ્થિતિમાં
(1) વર્તમાનમાં ઉદ્યોગ-ધંધા બજારમાં ખૂબ ઓછી માંગની સમસ્યાનો સામનો કરી રહ્યા છે
(2) બેંકો પાસેથી ધિરાણ લેવાનું તેમની પાસે કોઈ કારણ નથી
(3) કંઈ ઉદ્યોગ ધંધાની જે ઉત્પાદન ક્ષમતા છે તેનો પણ પૂરો ઉપયોગ થતો નથી ત્યારે નવા ધિરાણ લેવા હાલ બિન ઉપયોગી છે
(4) ઉદ્યોગ ધંધા ને હાલ ધિરાણ ની જરૂર નથી સરકાર દ્વારા મોંઘવારી ઘટાડી અને.કૂદકે ને ભૂસકે વધતા ભાવોને કંટ્રોલમાં રાખી સામાન્ય લોકોની ખરીદશક્તિ વધે તેવું કરવું જણાય છે
(5) રિઝર્વ બેંક જણાવે છે કે પ્રથમ છ માસમાં રૂપિયા 2.37 લાખ કરોડ ની પ્રવાહિતા અર્થતંત્રમાં આપવામાં આવેલ છે જે LAST YEAR આખા વર્ષમાં રૂપિયા 3.31 લાખ કરોડ આપવામાં આવેલ પરંતુ તે પર્યાપ્ત નથી. હજુ ફુગાવાનો દર જોઈએ તેટલો ઘટ્યો નથી.
અર્થતંત્ર હજુ દબાણ હેઠળ છે તેને બહાર લાવવા માટે
(1) સરકારી સિક્યુરિટી ની યોજના જી સેપ હજુ થોડો સમય ચાલુ રાખવાની જરૂર છે
(2) સરકાર દ્વારા કરવામાં આવતો જાહેર ખર્ચ સામાન્ય વર્ગ સુધી કેટલો પહોચ્યો તે પણ જાણવાની જરૂર છે
(3) રિઝર્વ બેન્ક પોતાની નાણાકીય પોલિસીમાં સસ્તા વ્યાજની લોન ઉદ્યોગ-ધંધાને સરળ શરતોએ પૂરી પાડવી જોઈએ
(4) જી સેપ બંધ કરી છે કે હવે મહામારીની ત્રીજી લહેરનો THREATનથી?આપણા દેશમાં 100 કરોડ લોકોનું પ્રથમ ડોઝ આપી રસીકરણ પૂર્ણ થઇ ગયું છે જે ખરેખર ખૂબ પ્રોત્સાહન જનક છે અર્થતંત્રને પાટા પર લાવવા માટે આ ખૂબ જ કારગત નિવડશે
(5) સરકારે હજૂ વધારે યોજનાકીય જાહેર ખર્ચ લોકોના હાથમાં સીધા આવે કરવાની જરૂર છે લોકોની ખરીદશક્તિવધશે તો માંગ વધશે ઉદ્યોગધંધા ફરી પાછા ઉત્પાદન કરી વેચાણ ના મૂળ ક્ષમતા ઉપર પહોંચશે ત્યારે જ અર્થતંત્રમાં જીવ આવશે.
ફરી મળીશું આવતા અંકે આવાજ રસપ્રદ આર્થિક જગતના વિષયના વિશ્લેષણ સાથે.
આપણી કંપની છે યાર્ન સિન્ડિકેટ લિમિટેડ
M/S YARN SYNDICATE LIMITED કલકત્તામાં 1946 માં પાટોડીયા ગ્રુપ દ્વારા કોટન યાર્ન , polyester, જ્યૂટ, viscose, ફ્લેક્સ, bamboo, ઓર્ગેનિકયાર્નનું 75 વર્ષથી નિકાસ કરવાના મોટા કાર્યમાં જોડાયેલી છે છેલ્લા ત્રણ પેઢીથી આજ ઉદ્યોગમાં સક્રિય છે. ભારતમાં ભારત બહાર નિકાસ કરવાના કાર્યમાં જોડાયેલ છે EXPORTERS નીકાસકારો તરીકે આ કંપનીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ૧૪ જેટલા એવોર્ડ મળી ચૂક્યા છે. વિદેશમાં આ કંપનીની ક્રેડિટ ઘણી ઊંચી છે કંપની ની ભરપાઈ મૂડી રૂપિયા 3.75 કરોડ જેટલી છે જે ની મૂળ કિંમત રૂપિયા 10 છે. વર્ષ 2020માં ચોખ્ખી ખોટ રૂપિયા 1.34 કરોડોની કરેલ છે વર્ષ ૨૦૨૧ માં આ ખોટ ઘટીને માત્ર રૂપિયા ૩૪ લાખ જેટલી રહેલ છે. મહામારી બાદ ધંધાકીય PRODUCTION પૂરજોશમાં શરૂ થઈ ગયું છે. અને હાલ કંપની સો ટકા કેપેસિટી થી કાર્ય કરી રહી છે જૂન 2021 ના છ માસિક ગાળામાં માત્ર ચોખ્ખી ખોટ 7લાખ રૂપિયા જ બાકી રહી છે. વર્ષ 2022 માં સંપૂર્ણ ખોટ ભૂંસી ને નફા તરફ આગળ વધશે વર્ષ 2022 માં ચોખ્ખો નફો રૂપિયા 1.40 કરોડ થવાની ધારણા છે જે ખૂબ જ કંપની માટે આવકારદાયક છે.
વર્તમાન માં આ કંપનીનો શેરનો બજારભાવ માત્ર રૂપિયા ૬ છે. જેમાં વર્તમાનમાં રોકાણ કરવા માટે ખૂબ જ આકર્ષક છે લાંબા ગાળા માટે રોકાણ કરવાથી ૮થી દસ ગણો ફાયદો થઈ શકે તેમ છે શેરબજારમાં રોકાણ વર્તમાન આર્થિક અને સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ કરવા માટે સલાહ છે. શેરબજારમાં રોકાણ કરતાં પહેલા કંપની અંગેની માહિતી સંપૂર્ણ રીતે ચકાસી ત્યારબાદ રોકાણ કરવું સલાહ ભરેલું છે.
ફરી મળીશું આવતા અંકે ધન્યવાદ.
આર્થિક જગત:
સરકાર અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ને અત્યારે ફુગાવા કરતા આર્થિકવિકાસની વધારે ચિંતા છે?
આપણે સવારે વર્તમાન પત્ર ખોલીયે whatsapp, સોશિયલ મીડિયા, વિડિયો ખોલી યે તો સૌપ્રથમ સમાચાર હોય છે કે આજે પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસ, સીએનજી, પીએનજી, ખાદ્ય સામગ્રી, ખાદ્યતેલ વગેરેમાં આટલો ભાવ વધારો થયો વળી પાછો નિસાસો નાખી અને બીજા ભાવ વધારા ની રાહ જોઈએ છીએ, શું સરકાર આ પરિસ્થિતિથી વાકેફ નથી? રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા શું વાકેફ નથી?
બન્ને બરાબર વાકેફ છે પરંતુ સરકાર અને રિઝર્વ બેન્કને અત્યારે ફુગાવાકરતાં આર્થિક વિકાસની ગાડી પાટે ચડી પૂરપાટ દોડે અને નાણાંનો પ્રવાહ બજારમાં ચાલુ રહે તેની ચિંતા વધારે છે આમ તો સરકારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ને બહુ ચોખા CLEAR અને કડક શબ્દોમાં કહી દીધું છે કે ફુગાવો ચાર ટકાની અંદર જ રહેવો જોઈએ. પરંતુ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા નાણાકીય પ્રવાહ ને વધારે મહત્વ આપે છે-
(1) મહામારી ને કારણે હજી ઘણા સેક્ટરોમાં જોઈએ તેટલો સુધારો થયો નથી જેમકે textile, automobile, food products જેને તાત્કાલિક બેઠા કરવા જેવા છે
(2) દરેક દેશની મધ્યસ્થ બેંક હાલ નાણાકીય અસ્થિરતા માંથી પસાર થઇ રહી છે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે જ ફુગાવા ને બદલે આર્થિક વિકાસ પર વધારે ધ્યાનઆપી કોમર્શિયલ અને અન્ય બેંકોને વધારે ધિરાણ કરવા માટે દબાણ કરે છે
(3) હાલમાં રિઝર્વ બેન્કના ગવર્નરશ્રી એ બહુ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે મહામારી ના સમયમાં અમારુ લક્ષ્ય માત્ર નાણાકીય પ્રવાહિતા અને આર્થિક વિકાસ તરફ જ છે.
(4) વર્તમાન પરિસ્થિતિમાં હજુ સામાન્ય લોકોની ખરીદશક્તિમાં જોઈએ એટલો વધારો થયો નથી
(5) નાના અને મધ્યમ કદના ઉદ્યોગો ૫૦ ટકા કરતા વધારે બંધ થવાની કગાર પર છે
(6) નાના અને મધ્યમ કદના ઉદ્યોગો હવે વધુ લોન લઈ વ્યાજ સાથે ચૂકવવાની પરિસ્થિતિમાં નથી.
સરકાર અને રિઝર્વ બેંક માત્ર નાણાંકીય પ્રવાહ વધારી આર્થિક વિકાસ ઝડપી બનાવી શકે નહીં તે માટે નક્કર પગલા લેવા જ પડશે-
(1) સરકારે યોજનાકીય ખર્ચ વધારી લોકોના હાથમાં નાણા સીધા પહોંચે તે ખૂબ જરૂરી છે
(2) હાલ દેશમાં રસીકરણ ની પ્રક્રિયા ખૂબ ઝડપી બની છે અને ૯૦ ટકા વસ્તી ને પ્રથમ ડોઝ અપાઇ ગયો છે જે ત્રીજી લહેરને રોકવા માટે ખુબજ કારગત નિવડશે
(3) રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ફુગાવાને કંટ્રોલમાં માં રાખવા માટે સરકાર દ્વારા છાશવારે થતો ભાવ વધારો અટકાવવા માટે ચોક્કસ નાણાકીય નીતિ ની ભલામણ કરવી જ રહી
(4) નાના અને મધ્યમ કદના ઉદ્યોગો બંધ પડી ન જાય તે માટે ચોક્કસ કાર્યવાહી કરવી જ રહી
(5) સરકાર માત્ર ખાનગી ઉદ્યોગ જ ઉપર નિર્ભર રહી વિકાસની જવાબદારી તેમના પર નાખી શકાય નહીં આપણા સરકારી જાહેર સાહસો પણ વર્તમાનમાં ખૂબ સારી આર્થિક પ્રગતિ કરી રહ્યા છે તેને વેગવંતી બનાવી દેશના આર્થિક વિકાસમાં ઝડપથી જોડવામાં આવવા જોઈએ
(6) આવો ફુગાવો ગમે તેમ કરીને ચાર ટકાની નીચે લાવવો જ રહ્યો તો જ સામાન્ય જનતાને આર્થિક વિકાસના ફળ ચાખવા મળશે.
ફરી પાછા આવાજ આર્થિક જગત ના રસપદ વિષય સાથે મળીશું ફરી મળીશું.
આજની આપણીકંપની છે જે ડી ઓર્ગોકેમ
M/S J D ORGOCHEM LTD.
આ કંપનીની સ્થાપના જય સિંથ ડાયકેમ પ્રાઇવેટ લિમિટેડ તરીકે મુંબઈમાં વર્ષ ૧૯૭૩ માં, ત્યારબાદ વર્ષ 2003માં પબ્લિક લિમિટેડ કંપની બની આ કંપની જય સિંથ ગ્રુપ કંપની માની એક છે જય synth ડાઇ સ્ટફ JAY SYNTH DYESTUFF LTD. MARKET PRICE RS 80. તેમજ જય synth ઇમ્પેક્ટ લિમિટેડ કંપની પણ આ ગ્રુપની જ છે કંપનીઓ DYES કેમિકલ્સ ડિજિટલ INK ઇન્ટરમિડીયેટ કેમિકલ DYES બનાવે છે તેનો ઉપયોગ કલર પ્રિન્ટ PAINTS કેમિકલ ઈન્ડસ્ટ્રીમાં વપરાતા કેમિકલ્સ નું ઉત્પાદન કરે છે, માર્કેટ લીડર M/S STOVEC INDUSTRIES આબધી જ કંપનીઓ subsidiary કંપની છે. દેશમાં વિદેશમાં મોટા પ્રમાણમાં કાચા માલની નિકાસ કરે છે, સ્ક્રીન પ્રિન્ટિંગ માં હાઈ કોલેટી કેમિકલ્સ બનાવી 38 દેશોમાં નિકાસ કરે છે કંપનીનું વેચાણ 2019-20 મા રૂપિયા 1.50 કરોડ હતું જેની સામે ચોખ્ખી ખોટ રૂપિયા 1.07 કરોડની હતી જ્યારે 2020-21 માં કુલ વેચાણ રૂપિયા 1.23 કરોડનું કરીને ચોખ્ખી ખોટ રૂપિયા 85 લાખની થઈ હતી જૂન 2021 ના ત્રિમાસિક ગાળામાં કુલ વેચાણ રૂપિયા એક કરોડનું કરી ચોખ્ખી ખોટ રૂપિયા 30 લાખ કરેલ હવે આ કંપની TURNAROUND ટર્ન એ રાઉન્ડ થઈ રહી છે કંપનીએ પાતાળ ગંગા પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ કરી દીધું છે અને આવતા વર્ષે ફોર્સ 2022 માં કુલ વેચાણ રૂપિયા 2.50 કરોડ કરીને નફામાં આવી જશે.
આ કંપનીની મજાની વાત એ છે કે તેની ભરપાઈ મૂડી માત્ર રૂપિયા 1.31 કરોડની જ છે જેના દરેક ઈક્વિટી શેર કિંમત રૂપિયા 1 એક છે. અને તેની વર્તમાનમાં બજાર કિંમત માત્ર રૂપિયા 5 છે જે સાવ નગણ્ય કહેવાય રોકાણ કરવા માટે ઉત્તમ તક છે ભવિષ્યમાં કંપની blue chip બની શકે તેમ છે.
શેરબજારમાં રોકાણ વર્તમાન આર્થિક અને સામાજિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કરવાની સલાહ છે રોકાણ કરતા પહેલા બધી વિગતો ચકાસી લેવી હિતાવહ છે ફરી મળીશું આવી જ એક રસપ્રદ કંપનીના વિશ્લેષણ સાથે આવતા અંકે ફરી મળીશું. ધન્યવાદ.
આર્થિક જગત
હવે દેશ ની વિકાસ ની જવાબદારી કોની?
સરકારની? કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની?
2021ના ત્રિમાસિક ગાળાના જીડીપીના દરમાં માં વધારો 20.1 %થયો છે જે ઘણી જ સારી બાબત કહેવાય પરંતુ તેમાં હરખાવા જેવું નથી. કારણકે lockdown ના કારણે ગયા વર્ષે આજ ત્રિમાસિક ગાળામાં-24.4%નો ઘટાડો નોંધાયો હતો, પરંતુ જાન્યુઆરીથી માર્ચ 2021 ના ત્રિમાસિકગાળામાં માત્ર1.6 %જેટલો જ વધારો થયો છે. 2019 20 ની સરખામણીમાં વર્તમાનમાં જીડીપી નો દર હજુ નીચો અને નેગેટિવ ઝોનમાં જ છે. જી.ડી.પી વૃદ્ધિ તો થાય છે પરંતુ હજુ સામાન્ય લેવલે પહોંચ્યા નથી. જી.ડી.પી મુખ્યત્વે ચાર વિભાગો આપણને આગળ અને બહુ જ ઝડપથી પ્રગતિ કરાવી શકે પરંતુ આવો ખર્ચ થઈ શકે તે વિશે શંકા છે
(1) પ્રાઇવેટ ફાઇનલ consumption ખર્ચ
(2) ગવર્મેન્ટ final consumption ખર્ચ
(3) Gross ફિક્સ કેપિટલ ફોર્મેશન
(4) નિકાસ-એક્સ્પોર્ટ આ ચાર સ્તંભો માંથી માત્ર એક જ સ્તંભમાં સામાન્ય વિકાસ જોવા મળ્યો છે.
નિકાસમાં આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ જે છે તે જોતાં તો કેટલો વધારો ચાલુ રહી શકશે એ કહેવું ઘણું મુશ્કેલ છે. નિકાસનો હિસ્સો gdp મા નગણ્ય છે. લોકોમાં સરકારે ખર્ચ વધારી અને અર્થતંત્રને જોમ પૂરું પાડવું જોઈએ. કમનસીબે મહામારી ના સમયમાં સરકાર નો ખર્ચ ખાસ કઈ વધ્યો જ નથી.
સરકારની આવક પ્રથમ ત્રિમાસિક ગાળામાં 3.14 લાખ કરોડ જેટલી થઈ સામે ખર્ચ માત્ર રૂપિયા 5700 કરોડનો જ મામૂલી વધારો થયો છે. સરકાર રાજકોષીય ખાધ વધે નહિ તે માટે ચિંતિત છે. સરકાર એવું ઈચ્છે છે કે ખાનગી ક્ષેત્ર વધારે જવાબદારી લે વિકાસને પંથે લઈ જાય. તાજેતરમાં નાણામંત્રી એ જણાવેલ કે વિકાસ દરમાં વધારો થયો હોવા છતાં હજુ માંગ ઘણી જ ઓછી છે આ માંગમાં વધારો કરવા બેન્કોએ ખુલીને ધિરાણઆપવું જ પડશે. પરંતુ ધિરાણ લેવા માટે MSME, નાના-મધ્યમ વેપારી ખચકાય છે લોન પરત કરવાની તેઓની શક્તિ લગભગ પૂર્ણતાને આરે છે. ઉપરાંત બેંકોની નોન પરફોર્મિંગ એસેટ એટલે કે એન પી એ NPA માં હજુ વધારો થશે અને પરિસ્થિતિ નાણાકીય દેશની વધારે બગડશે રિઝર્વ બેંક ઓફઇન્ડિયા એવું ઇચ્છે છે સરકાર પોતાનો જાહેર ખર્ચ વધારી નાણા નો પ્રવાહ બજારમાં લાવી માંગ ઊભી કરી વિકાસના માર્ગો ખોલે. સરકાર રિઝર્વ બેંકપર દબાણ કરી બેંકો મારફત વધારે લોન આપી અર્થતંત્રને ગતિશીલ બનાવે એવું ઇચ્છે છે. સરકાર અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એકબીજા પર વિકાસની જવાબદારી નાખે છે.
ખરેખર જો ઝડપથી વિકાસ કરવો હોય તો
(1) સરકારે યોજનાકીય ખર્ચ કરવું જ રહ્યું જાહેર ખર્ચ વધારવું જ રહ્યું
(2) રાજકોષીય ખાધની ચિંતા કર્યા વિના ઝડપથી યોજનાઓ પૂર્ણ કરવી આવશ્યક છે
(3) કોરોના ની ત્રીજી લહર પહેલા રસીકરણ ખૂબ ઝડપથી પૂરું કરવાનું છે હાલ રસીકરણ ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે જે ઘણી જ સારી બાબત છે
(4) BANK કોઈ ધિરાણ માટે સામે ચાલીને જઇ ધિરાણ ઉપલબ્ધ કરાવવું જ પડશે આમ સરકાર રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા બંને સાથે મળીને દેશની વિકાસની જવાબદારી LEVI પડશે. આવતા અંકે મળીશું ફરી મળીશું આવાજ સરસ મજાના આર્થિક જગતના રસપ્રદ વિષય સાથે. આજની આપણી કંપની છે, M/S SYNTHIKO FOILS LTD સીનથિકો ફોઇલ્સ લિમિટેડ કંપનીની સ્થાપના વર્ષ 1994 માં બોરીવલી મુંબઈ માં મૂળ એલ્યુમિનિયમ ફોઇલ્સ પેકેજીંગ દવાઓ confectionery ઇન્ડસ્ટ્રી માટે શરૂ કરવામાં આવી ત્યારબાદ કંપનીનું વિસ્તરણ એટલું બધું થયું અને એક્સપોર્ટ કરતી કંપની બની ગઈ વર્તમાનમાં કંપની લેમીનેટ, પ્રિન્ટિંગ, કોટિંગ, SLLITING દુનિયાના ઘણા બધા દેશોમાં નિકાસ કરે છે ફિલીપાઇન્સ, શ્રીલંકા, મલેશિયા, આફ્રિકાના દેશો યુરોપના દેશો અમેરિકા મોટાભાગની નિકાસ કરે છે. કંપનીએ છેલ્લા ૫ વર્ષમાં ટેકનિકલ ક્ષેત્રમાં સતત RESEARCH નવા નવા પેકેજીંગ માટેના મશીનો ઉત્પાદન કરી દેશ અને વિદેશમાં વેચાણ કરે છે એગ્રીકલ્ચર ઓર્ગેનિક દવા મા વપરાતા જમ્બો બેગ બનાવવાના મશીનો પણ તૈયાર કરે છે કંપની દરેક પ્રકારના પેકેજીંગ માટેની મશીનરીનું ઉત્પાદન કરે છે અને તેઓ દેશની તથા વિદેશની માંગ વધતી જ જાય છે અને તે માંગને પૂરી કરવા વેચાણ પણ વધતું જાય છે વર્ષ 2019 20 માં કુલ વેચાણ રૂપિયા 31.6 કરોડ કરીચોખ્ખો નફો રૂપિયા ૪૬ લાખ કરેલ છે. વર્ષ 2020-21 માં વેચાણ કુલ રૂપિયા 26.6 કરોડ કરીને ચોખ્ખો નફો રૂપિયા ૩૫ લાખનો કરેલ છેલ્લા છ માસમાં જ કુલ વેચાણ રૂપિયા ૧૫ કરોડ કરી ચોખ્ખો નફો 48 લાખનો કરેલ છે આવતા વર્ષે એટલે કેવર્ષ 2022માં કુલ વેચાણ રૂપિયા 45 કરોડ કરી ચોખ્ખો નફો રૂપિયા 1.80 કરોડ નો થવાનો છે. બહુ મજાની વાત તો એ છે કે કંપની ની ભરપાઈ મૂડી માત્ર રૂપિયા 87 LAKH સત્યાસી લાખ છે જે દરેક રૂપિયા પાંચ ની મૂળ કિંમત નો છે કંપનીના શેરનો બજાર ભાવ માત્ર રૂપિયા 32 છે જે લાંબા ગાળા માટે રોકાણ કરવા માટે ખૂબ જ આકર્ષક કહેવાય આવતા બે વર્ષમાં આ શેરમાં પાંચથી દસ ગણું વળતર મળી શકે શેર બજારમાં રોકાણ વર્તમાન આર્થિક અને સામાજિક પરિસ્થિતિને આધારિત છે કંપનીમાં રોકાણ કરતાં પહેલા બધી વિગતો ચકાસી લેવી જરૂરી છે.
ફરી મળીશું આવી જ સરસ નવી નકોર કંપનીના વિશ્લેષણ સાથે ફરી મળીશુ મળતા રહીશું ધન્યવાદ.
આર્થિક જગત :-
"આર્થિક સુધારાને કોઈ સરકાર અટકાવી શકે નહીં."
"માર્ગ કઠિન છે તો પણ મંઝિલ સુધી અવશ્ય પહોંચાશે. "વર્તમાનમાં મહામારીની બે લહેર પૂરી કરી અર્થતંત્રમાં સુધારો જોવા મળી રહ્યો છે. ધીમે ધીમે અર્થતંત્ર પાટાપર આવી રહ્યું છે. વર્ષ 1991ના વર્ષથી દેશમાં આર્થિક સુધારાઓ દાખલ કરવામાં આવ્યા.
આ સુધારાનો અર્થતંત્રને અને સામાન્ય લોકો ને જબરજસ્ત ફાયદો મળ્યો. અર્થતંત્રનું કદ વધીને RS ૩ લાખ કરોડનું થયું છે અને આવતા વર્ષમાં RS 5 લાખ કરોડનું થવા જઈ રહ્યું છે 1991 ના વર્ષમાં આપણા દેશ સમક્ષ જે આર્થિક પડકારો હતા તે અભૂતપૂર્વ હતા . આર્થિક સુધારાની સૌથી પહેલી શરૂઆત લાઈસન્સ રાજ (LICENSING AND QUOTA) અને કોટા રાજ માંથી છુટકારો મળ્યો.
આપણા દેશના આ ઉદારીકરણને વિશ્વના દેશોએ હાથોહાથઉપાડી લઈ અને વિદેશી રોકાણો નો ધોધ વહેવાનો ચાલુ થયો 800 કરોડ ડોલર વિદેશી હૂંડિયામણ અનામત સૌપ્રથમ નવી ટોચે પહોંચી હતી. હાલની પરિસ્થિતિમાં થોડો ફેર એ છે કે મહામારીની ઉપાધિ ને કારણે જાન માલનું મોટું નુકસાન થયું બેરોજગારી ફુગાવો માંગમાં ઘટાડો વગેરે જેવા અનિચ્છનીય પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો.આર્થિક ક્ષેત્રમાં વર્તમાનમાંભલે આપણે ઘણી પ્રગતિ કરી રહ્યા છીએ પરંતુ સમાજમાં સમગ્ર લોકોને સીધી અસર જેની થાય છે તે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે આપણે બહુ પાછળ રહી ગયા છીએ. આર્થિક સુધારા એ નિરંતર ચાલુ રહેનારી પ્રક્રિયા છે તેને કોઈ અટકાવી શકે નહીં માર્ગ કઠિન છે પણ મંઝિલ સુધી અવશ્ય પહોંચાશે આર્થિક સુધારા માટે મહત્વની આર્થિક નાણાકીય નીતિ છે વર્તમાનમાં GDP નો દર છેલ્લા આઠ કવાટર થી ઘટતો જ રહ્યો છે તે ચિંતા ઉપજાવે છે.
ફુગાવો ૬.o૩ ટકા છૂટક અને જથ્થાબંધ ફુગાવો 12.04 % જે ધારણા કરતાં વધારે છે .રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા પણ હાલ વ્યાજ દર વધારવાના મુડ મા નથી. સરકારે પણ ઋણ ચૂકવવા અવાર-નવાર રિઝર્વ બેન્ક પાસે જવું પડે છે જે સારી પરિસ્થિતિ નથી આર્થિક સુધારાને ઝડપથી ગતિ મેળવવી હોય તો
(1) વર્તમાન સરકારના આર્થિક સુધારા બજારઆધારિત હોવાને બદલે ઉદ્યોગો અને ઉદ્યોગપતિઓ આધારિત છે લીધે સર્વાંગી વિકાસ શક્ય બનતો નથી ઘણા બધા સેક્ટર આર્થિક સુધારાના લાભથી વંચિત રહી જાય છે
(2) આપણે ઘણા બધા ક્ષેત્રોમાં સુધારા કરી પ્રગતિ કરી પરંતુ હજુ સમાજના મોટાભાગનાના મૂળ વર્ગ માટે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં આપણે ઘણા પાછળ રહી ગયા છીએ
(3) સરકાર દ્વારા આર્થિક પેકેજ ના આંકડા જાહેર થાય છે મહજ આંકડા બની રહે છે તેનો વાસ્તવિક લાભ નાના વેપારી, રિટેલર, MSME (એમ.એસ.એમ.ઈ)ના ક્ષેત્રોને જેટલો લાભમળવો જોઈએ તેટલો મળતો નથી
(4) મહામારી ને લીધે અર્થતંત્રમાં ધીમા સુધારાને લીધે ૨૩ કરોડ લોકો પાછા ગરીબીની રેખા નીચે જતા રહ્યા જેને દર મહિને પાંચ કિલો રાશન આપવું પડે છે આ પરિસ્થિતિ ઝડપથી નિવારવી જરૂરી છે
(5) સરકારે યોજનાકીય ખર્ચ જાહેર દેવું શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં સૌથી વધારે વધારી ઝડપથી તેને બેઠું કરી દોડતું કરવા જેવું છે
(6) હવે પછીના આર્થિક સુધારા ઉદારી કરણ લોકોને સીધી રાહત મળે તેવા દેખીતા પગલા લેવા પડશે. આર્થિક સુધારા ને સરકાર અટકાવી શકે નહીં માર્ગ કઠિન છે તોય મંજિલે તો પહોંચવું જ પડશે.. ફરી આવતા અંકે આવાજ રસપ્રદ આર્થિક ગતિવિધિ ના વિશ્લેષણની ચર્ચા કરીશું ફરી મળીશું આજની આપણી કંપની બહુ વિશિષ્ટ પ્રકારની છે આપ સૌ જાણો છો હવેનો જમાનો ઈ-કોમર્સ નો છે.
આજની આપણી કંપની M/S MITSHI INDIA LTD મીતસી ઇન્ડિયા લિમિટેડ છે આ કંપનીની સ્થાપના મહારાષ્ટ્રમાં ૧૯૭૬માં દીપજ્યોતિ પેઇન્ટ એન્ડ કેમિકલ્સ કોર્પોરેશન ના નામેં ઓટો મોબાઈલ માં વપરાતા વાહનોને PAINTS (કલર કામ) કરવા માટે નું ઉત્પાદન કરી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ગુજરાત નર્મદા ,ઇન્ટરનેશનલ ટ્રેક્ટર્સ, પ્રીમીયર ઓટો, કેસ્ટ્રોલ જેવી કંપનીઓને PAINTS કલર પુરો પાડતા હતા પરંતુ ૧૯૯૮માં એક ભયંકર આગ લાગવા ની ફેક્ટરીમાં ઘટના બની સમગ્ર ફેક્ટરી આગમાં ભસ્મીભૂત થઈ ગઈ. ખૂબ મોટા પાયે નુકસાન થયું આ નુકસાનને ચૂકવવા માટે 2015 મા કંપનીએ1.48 કરોડ ઈક્વિટી શેર જે ની મૂળ કિંમત રૂપિયા 10 હતી તે રૂપિયા 5 પાંચના પ્રીમિયમ થી બહાર પાડી સંપૂર્ણ દેવું ચૂકતે કર્યું . હવે આ કંપની દ્વારા જુનુ. પેઇન્ટ અને કેમિકલ નું કામ થઈ શકે તેમ નહોતું. જેથી કંપનીએ 2016માં ઇ-કોમર્સ કંપની તરીકે મહારાષ્ટ્રમાં "TAAZA KITCHEN" (તાજા કિચન) બ્રાન્ડ નેઇમ થી 2018 થી તાજા ફળો અને શાકભાજી online એપ દ્વારા લોકોને ઘરે બેઠા પહોંચાડવાની ધંધાની શરૂઆત કરી જે બહુ જ લોકપ્રિય બની કંપનીએ MITSHI SOFTWARE મિતશી સોફ્ટવેર ડેવલપ કર્યું અને અત્યારે સમગ્ર મહારાષ્ટ્રના સુપર મેગા મોલ, રિલાયન્સ મોલ, ડી માર્ટ, વિશાલ મેઘા માર્ટ, બિગબાસ્કેટ, big bazaar, વી માર્ટ મા બધા તાજા શાકભાજી અને તાજા ફળ ફ્રુટ સપ્લાય કરવાનો નોજંગી કારોબારો કરી રહી છે. કંપનીની મૂળ ઈક્વિટી શેર મૂડી રૂપિયા 8.80 કરોડ છે દરેક ઈક્વિટી શેર રૂપિયા 10 મા વહેંચાયેલી છે વર્ષ 2018-19 મા કુલવેચાણ રૂપિયા 5 કરોડ પર રૂપિયા 88 લાખનો ચોખ્ખો નફો કરેલ વર્ષ.
2019-20 કુલ વેચાણ રૂપિયા 7.90 કરોડ નું કરી રૂપિયા 58 લાખનો ચોખ્ખો નફો કર્યો છે. 2020-21 મા કુલ વેચાણ રૂપિયા 6.72 કરોડનું કરીને ચોખ્ખો નફો 23 લાખનો કરેલ છે.
વર્ષ 2021 ના પ્રથમ ક્વાર્ટરમાં કુલ વેચાણ RS 3.42 કરોડ નું કરીને માત્ર ત્રણ માસમાં રૂપિયા 47 લાખનો ચોખ્ખો નફો કરેલ છે.
વર્ષ 2021-22 મા કુલ વેચાણ રૂપિયા16 કરોડ કરીને રૂપિયા2.50 કરોડ નો ચોખ્ખો નફો કરશે વર્તમાનમાં બજારમાંભાવ માત્ર રૂપિયા ૧૬ છે કંપની એ પોતેજ રૂપિયા 15માં શેર લીધેલા છે હાલનો બજાર ભાવ ઘણોજ રોકાણ કરવા માટે આકર્ષક છે વર્તમાનમાં ઇ-કોમર્સ કંપની ની બોલબાલા છે. આ કંપની માં પણ ભવિષ્યમાં નફાકારકતા વધતી જોવાશે લાંબા ગાળા માટે રોકાણ કરવા માટેનો આ ઉત્તમ શેર કહી શકાય બે કે ત્રણ વર્ષ માટે રોકાણ કરવાની સલાહ છે. શેરબજારમાં રોકાણ વર્તમાન સામાજિક આર્થિક બાબતોને ધ્યાને લઇને કરવું જોઈએ શેરબજારમાં રોકાણ કરતાં પહેલા બધી વિગતો ચકાસી લેવી જોઈએ.
ફરી મળીશું આવતા અંકે આવી જ એક રસપ્રદ કંપની નું વિશ્લેષણ કરીશું મળતા રહીશું.
ધન્યવાદ.
આર્થિક જગત :
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ફુગાવાની ઉપેક્ષા ક્યાં સુધી કરશે? ભારત સરકાર અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા માટે આર્થિક સધ્ધરતા નો યક્ષ પ્રશ્ન હોય તો તેઅર્થતંત્રનો ફુગાવો છે. જૂન માસમાં પણ ફુગાવાનો દર 6.03% છૂટક ભાવ માટે અમે જથ્થાબંધ ફુગાવાનો દર 12.04% જે રિઝર્વ બેંકની4% ની ધારણા કરતા ઘણો વધારે છે. અમેરિકાની મધ્યસ્થ બેંક ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરમ પોવેલે તેમના સાંસદોને કહી દીધું છે કે ફુગાવો5.4% ટકા છે જે ધાર્યા કરતા વધુ ઊંચો અને હઠીલો નીકળ્યો છે .ભાવ વધારો અને ફુગાવો થોડા સમયના અંતરે કંટ્રોલમાં આવી શકે તેમ છે. ફેડરલ રિઝર્વ વ્યાજદર નક્કી કરતી સમિતિએ ભવિષ્યના સંદર્ભમાં વધારો નક્કી કરી જ દીધો છે. આ ઉપરાંત રશીયા, બ્રાઝિલ, તુર્કી સહિતના વિશ્વના ઘણા દેશોએ વ્યાજ દર માં વધારો કરી જ દીધો છે. આ સંદર્ભમાં આપણે એમ ન કહી શકીએ કે આપણી રિઝર્વ બેન્કે પણ વ્યાજદર વધારવા જોઈએ જ. પરંતુ એતો સ્પષ્ટ કરવું જ પડશે કે ક્યાં સુધીનો ફુગાવો આપણે ચલાવી લઈશું? આપણે ત્યાં ક્યાં સુધી વધતા ફુગાવાના દર ની ઉપેક્ષા કર્યા કરશું? વિશ્વના વિકસિત દેશોની મધ્યસ્થ બેન્કોએ આ મહામારી માંથી મંદીની અસરને ખાળવા માટે અતિ ઉદાર નાણાકીય નીતિ અપનાવી લીધી છે જેના પરિણામો પણ તેઓને મળવા માંડ્યા છે એટલે જ હવે વિકસિત દેશો ઉદાર નાણાં નીતિ નો ટેકો પાછો ખેંચવાની ભૂલ નહિ કરે નહીંતર આ ટેકો પાછો ખેચશે તો નવી નવી સુધારા યોજનાઓને ફટકો પડશે મોનેટરી સુધારણાની સીધી અસર ત્યાં ના ભાવ સપાટી પર સાનુકૂળ પડેલ છે .આપણે ત્યાં ફુગાવાની સમસ્યા વધારે પેચીદી છે. આપણે ત્યાં આર્થિક સુધારણાની ગતિ ધાર્યા કરતાં વધારે ધીમી છે અને ફુગાવો નિશ્ચિત મર્યાદા બહાર નીકળી ગયો છે તેમજ આવતા થોડા મહિના ઘટવાની શક્યતા બહુ નથી ચોમાસું સારું હોવા છતાં પાકનું વાવેતર ધીમું રહ્યું છે તેની અસર પુરવઠા અને ભાવ ઉપર પડી રહી છે ખેતીમાં કઠોળનું વાવેતર ગયા વર્ષ કરતાં ૨૦ ટકા જેટલું ઓછું થયું છે તે ઉપરાંત જીવન જરૃરિયાતની ચીજવસ્તુના ભાવો વધારા તરફ હોઈ ફુગાવામાં થોડા વખત સુધી રાહત મળવાની આશા રાખવા જેવી નથી. હવે રિઝર્વ બેંકે ચોખવટ કરવી પડશે કે કેટલી હદ સુધી ફુગાવો ચલાવી લેશે? લાંબા સમય માટે ઉપેક્ષા કરી શકાય નહી?એકધારા ભાવ વધારાથી રિઝર્વ બેંકની શ્રધૈયતા ને ઘસારો પહોંચે છે તો પરિસ્થિતિ હજુ હિંમત હારવાના જેવી નથી ફુગાવાની અસરને ખાળવા માટે
(1) વર્તમાનમાં રિઝર્વ બેન્કના ગવર્નર શ્રી એ સરકારને પેટ્રોલ-ડીઝલના ભાવ પર અંકુશ રાખવા વિનંતી કરી હતી સરકાર કેટલું ધ્યાને લેશે તે પણ એક પ્રશ્ન છે
(2) જીડીપી નો દર -7.3 ટકા જેટલો છે મહામારીની અસરમાંથી બહાર આવ્યા બાદ સરકારના રાહત પેકેજો તેમજ ગ્રામીણ ક્ષેત્રમાં માંગમાં ૧૦થી ૧૨ ટકાનો વધારો જોવાતા અર્થતંત્ર ધીમે ધીમે પૂર્વવત બનાવવું જોઈએ
(3) સરકારના રાહત પેકેજનો લાભ મહત્તમ નાના , રિટેલ , વેપાર ઉદ્યોગને ઝડપથી આપવા જેવા છે કારણ કે મોટાભાગની રોજગારી ૬૫ ટકા આ ક્ષેત્રમાંથી જ આવે છે
(4) બેન્કો દ્વારા ધિરાણ ની ઝડપ વધારી MSME એમ એસ એમ ઈ જ નહીં પરંતુ બધા જ ક્ષેત્રને આવરી લઇ નાણાકીય રાહત ઝડપથી આપવી જોઈએ
(5) અસંગઠિત ક્ષેત્રના સાવ નાના વેપારીઓની સંખ્યા આપણા દેશમાં પાંચ કરોડથી વધારે છે મહામારીમાં તેઓની હાલત વધારે કફોડી બની છે જેને ઝડપથી ઓછા વ્યાજની લોન સહાય ઉપલબ્ધ કરાવવી ખૂબ જ આવશ્યક છે
(6) સરકાર દ્વારા યોજનાકીય ખર્ચ જાહેર દેવું વધે તેની ચિંતા કર્યા સિવાય અર્થતંત્રને સ્થિર કરવા સહારો આપવો જોઈએ આમ હવે ફુગાવાની વધુ વખત ઉપેક્ષા કરી શકાશે નહીં. પાછા આવા જ રસપ્રદ આર્થિક જગતના વિશ્લેષણ ને સમજી શું ફરી મળીશું આવતા અંકે.
આપણી કંપની છે -
M/S L.G.B FORGE LTD (એલજી બી ફોર્જ લિમિટેડ)
ભારતમાં એલ જી બી ગ્રુપ1937 ના વર્ષ થી ટ્રાન્સપોર્ટ કંપની તરીકે સ્થાપના કરવામાં આવી ત્યારબાદ મેન્યુફેક્ચરિંગરીંગ કંપની તરીકે 2000 ની સાલમાં ઓટોમોબાઇલ સેક્ટરમાં વપરાતી auto transmission line બ્લેન્ડેડ મશીન અને ફોર્જિંગના સ્પેરપાર્ટ બનાવતી થઈ ગઈ 2008 મૂળ ગ્રુપ માંથી છૂટી પડી માત્ર ફોર્જિંગ મેન્યુફેક્ચરિંગ ડિવિઝન મૈસુર અને કોઈમ્બતુરમાં કાર્યરત છે હાલ કંપની ઓટો ઇલેક્ટ્રિક મિશન સ્પેરપાર્ટ ખૂબ જાણીતી ઓટોમોબાઇલ કંપની ઓ ને માલ પૂરો પાડે છે વિદેશમાં30 ટકા જેટલું ઉત્પાદન નું નિકાસ કરે છે વર્તમાનમાં ઓટોમોબાઇલ ક્ષેત્રે ઉપરાંત અન્ય ક્ષેત્રમાં પણ ઉદ્યોગોમાં વપરાતા વાલ્વનું તેમજ infrastructure મશીનરી સાધનો નું ઉત્પાદન શરૂ કરેલ છે કંપનીની ઈક્વિટી શેરમૂડી રૂપિયા 23.82 કરોડ ની છે જેની મૂળ કિંમત રૂપિયા 1 મા વેચાયેલી છે અર્થતંત્ર મહામારી માંથી બહાર આવી ગયું છે automobile ક્ષેત્રમાં 12 થી 115 ટકા ગ્રોથ જોવાયો છે તે ઉપરાંત કંપનીને મેક ઇન ઇન્ડિયા ની યોજનાનો પણ પુષ્કળ લાભ મળ્યો છે ના ચાઇના, જર્મની, જાપાન થી IMPORT આવતાં automobile ના સ્પેરપાર્ટ માં ઘણો ઘટાડો નોંધાયો છે જેનો લાભ આપણી કંપનીને સીધેસીધો મળેલો છે. 2018 કુલ વેચાણ133.08 કરોડનું કરી રૂપિયા 2.04 કરોડ નો ચોખ્ખો નફો થયો છે વર્ષ 2019 કુલ વેચાણ 102 કરોડ કરેલું અને ૬૪ લાખની ચોખ્ખીખોટ કરેલ 31- 3- 2021 ના અંતે કુલ વેચાણ રૂપિયા ૯૨ કરોડ કરી અને ચોખ્ખો નફો રૂપિયા3.42 કરોડનો કરેલ છે આમ કંપની નફાકારકતા વધારી રહેલ છે 2022 ના અંત સુધીમાં કુલ વેચાણ 140 કરોડનું કરી ચોખ્ખો નફો રૂપિયા 6.70 CR કરવા જઈ રહી છે કંપની ની વિશિષ્ટતા એ છે PROMOTERS પ્રમોટર 75 ટકા જેટલું શેરહોલ્ડિંગ ધરાવે છે લોકો પાસે માત્ર 25 ટકા જેટલા જ શેર છે આ શેરની હાલમાં બજાર કિંમત માત્ર રૂપિયા7.90 છે જે ON THE BASIS OF PROFITABILITY ઓછી કહેવાય જ. લાંબા ગાળા ના રોકાણ કરવા માટે આ એક ઉત્તમ શેર છે ભવિષ્યમાં આઠથી દસ ગણું વળતર આપી શકે તેમ છે આટલા મોટા ગ્રુપમાં વર્તમાનમાં રોકાણ કરવું સલાહ ભર્યું છે. શેર બજારમાં રોકાણ કરતાં પહેલા સામાજિક અને આર્થિક બાબતોને ધ્યાને લઇ રોકાણ કરવું હિતાવહ છે.
રોકાણ કરતા પહેલા બધી વિગતો ચકાસી લેવી જરૂરી છે.
ફરી પાછા સરસ મજાની કંપનીના વિશ્લેષણ સાથે આવતા WEEK મળીશું ફરી મળીશું ધન્યવાદ!
આર્થિક જગત:
"શું વર્તમાન પ્રાઈમરી શેર માર્કેટના ઢગલાબંધ પબ્લિક ઇસ્યુ શેરબજારની અને દેશની દિશા અને દશા બદલી શકશે ?"
વિશ્વના દેશોમાં મહામારીની અસર ઓછી થતાં આર્થિક ગતિવિધિ વધવા માંડી છે આપણા દેશમાં પણ અનલોક થતા આર્થિક ગતિવિધિ હવે ધીમે ધીમે પાટે ચઢી રહી છે . વર્તમાન પ્રાઈમરી માર્કેટમાં IPO આઇ.પી.ઓ ની ભરતી ભરપૂર પ્રમાણમાં આવી છે. વર્તમાન આઇપીઓ જૂની ઘરેડ ના વ્યાપાર ધંધા અને કંપનીઓને સિગ્નલ બતાવવા જેવું છે. આપણા દેશનું આર્થિક કલ્ચર આ આઇપીઓ જોતા બદલાતું નજરે પડે છે. વર્ષો પહેલા મૂળભૂત ઉદ્યોગો પ્રોડક્ટ લોખંડ પોલાદ, automobiles તેના સાધનો પેટ્રોલિયમ પ્રોડક્ટ, માઇનિંગ જેવા ક્ષેત્રના પબ્લિક ઇસ્યુ આવતા હતા આજે શેરબજારની અને દેશની દશા અને દિશા બંને બદલાવા જઈ રહ્યા છે. સ્ટાર્ટ અપ થી આગળ આવેલી કંપનીઓ જોમેટો ZOMATO, PAYTM, FLIPKART, MOBIKWIK આવી ડિજિટલ ટેકનોલોજી વાળી કંપનીના આઇપીઓ લાઇન બંધ આવી રહ્યા છે. અમેરિકાની મલ્ટીનેશનલ ઈ કોમર્સ કંપની FLIPKART તેનો ઇસ્યુ લાવે તે પહેલા વિદેશી રોકાણકારો પાસેથી 36 અબજ ડોલર મેળવી તેની તાકાતનું માપ કાઢયું છે બે વર્ષ પહેલા વોલમાર્ટ તેમાં ૧૬ અબજ ડોલર ચૂકવીને તેનો 77 ટકા શેર હિસ્સો ખરીદ્યો હતો આ બધા પાછળ મહત્વનું અને સૌથી મોટું કારણ આપણા દેશમાં વધતું રિટેઈલિંગ ક્ષેત્રના કદ અને બદલાતા સ્વરૂપ નું પરિણામ છે. મહામારી ના પાછલા તબક્કાઓમાંથી પ્રાઈમરી માર્કેટ સૌથી પહેલું વહેલું બહાર આવી ગયું છે. MOBIKWIK રૂપિયા1500 કરોડ ZOMATO રૂપીયા 6500 કરોડ PAYTM રૂપિયા 16500 કરોડ ,આવી 50 કંપનીઓ લગભગ એક લાખ કરોડના પબ્લિક ઇશ્યૂ લાવશે જૂની ઘરેડ ના ઉદ્યોગો અને કંપનીઓ ને રોકાણકારો બીજી પ્રાથમિકતા આપવા લાગ્યા છે .વર્તમાનમાં જે કંપનીઓ પ્રમાણમાં નવી છે જે ના નામ પણ જાણતા ન હતા જેવા કે બાર્બેક્યુ નેશન, સ્પેશિયાલિટી રેસ્ટોરન્ટ, જુબિલીયન્ટ ફૂડ, માર્કેટ કેપિટલાઈઝેશન પરંપરાગત ઉદ્યોગ ધંધા લોખંડ પોલાદ automobile હોટેલ ટુરીઝમ નામાંકિત કંપનીઓ કરતાં પણ વધારે છે આપણા દેશમાં પરંપરાગત ઉદ્યોગો નું મહત્વ ક્યારેય પણ ઓછું થવાનું નથી. પરંતુ પરંપરાગત ક્ષેત્રના વહેણને બદલાવી શકે તેવી ક્ષમતા ધરાવતી કંપનીઓને શિક્ષણ, પ્રસાર અને ટેકનોલોજી, આરોગ્ય, સૌર ઉર્જા, રિન્યુએબલ એનર્જી જેવી નવા યુગની પ્રચલિત કંપનીઓમાં રોકાણકારો ઉમળકાભેર વધાવી લે છે. વિશ્વમાં હાલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ,આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્ટ, ઇલેક્ટ્રિક વ્હીકલ, બ્લોક ચેન આવા ક્ષેત્રમાં ખૂબ મોટા પ્રમાણમાં વિદેશી રોકાણ આપણા દેશને મળી રહ્યા છે. યુવાપેઢીના રોકાણકારો ઉદ્યોગ કારો ને ટેકનોલોજી ના આ બદલાતા પ્રવાહ ની સારી સૂઝ ધરાવે છે. વર્તમાન સ્ટાર્ટઅપ ઉદ્યોગો શેરબજારની અને ભારતીય અર્થતંત્રની દશા અને દિશા બદલવા ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા છે પરંતુ હજુ આપણા દેશમાં વિકસિત અર્થતંત્ર ના પરિણામો મેળવવા થોડી રાહ જોવી પડશે
(1) અર્થતંત્રમાં સુધારો હજુ ઘણો ધીમો થઇ રહ્યો છે ફુગાવાનો જથ્થાબંધ પર 12.07 ટકા અને છૂટક ફુગાવાનો દર છ 6.03 ટકા હજુ ચિંતા ઉપજાવે તેવો છે
(2) આપણા અર્થતંત્રનો મૂળ આધાર ગ્રામીણ ક્ષેત્રની માંગમાં વધારો જે હજુ માંડ 10ટકાથી 20 ટકા જ વધેલી છે જેપણ ચિંતા ઉપજાવે છે
(3) આપણા દેશમાં ચોમાસાની ગતિ છેલ્લા૨૦ દિવસથી ઘણી ધીમી પડી ગઈ છે જેને લીધે ૩૪ લાખ હેક્ટરમાં હજુ વાવણી શરૂ થઇ શકી નથી
(4) લઘુ બચત યોજનાના વ્યાજ દરો પર ઘટાડાનો ભય તોળાઈ રહ્યો છે જેને કારણે લોકોની બચત અને ફાજલ નાણા બજારમાં ફરતા થતા નથી, પરંતુ હજુ પરિસ્થિતિ હિંમત હારવા જેવી નથી.
આપણા દેશમાં
(1) રસીકરણની સ્પીડ જોવા મળે છે દરરોજ લગભગ 30 લાખ ડોઝ આપવામાં આવી રહ્યા છે જેમાં હજુ ઝડપ લાવવાની જરૂર છે
(2) રોજગારીનું સર્જન થાય તેવા ઉદ્યોગોને બેન્કો દ્વારા નાણાકીય સહાય ઝડપથી આપવી જોઈએ
(3) રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા તરફથી મોનેટરી પોલિસી અનુસાર તરલતા અને ઉપલબ્ધતા ઝડપથી આપવી જોઈએ
(4) સામાન્ય લોકોને પજવતી મોંઘવારી સામે કડક પગલા ભરી તાત્કાલિક તેનેકાબુમાં કરવા માટેના પગલા ભરવા ખૂબ આવશ્યક થઈ ગયા છે. નવા આવતા પબ્લિક ઇસ્યુ શેર બજાર અને દેશની દશા અને દિશા ખરેખર ઝડપથી બદલશે. ફરી પાછા અવાજ આર્થિક જગત ના નવા રસપ્રદ વિષય સાથે આવતા અંકે ફરી મળીશું.
આજની આપણી કંપની M/S B C C FUBA INDIA LTD. બી સી સી.ફ્યુબા ઇન્ડિયા લિમિટેડ છે.
કંપનીની સ્થાપના ૧૯૯૦માં ઇલેક્ટ્રોનિક ઉપકરણ માં જે હૃદય નું સ્થાન ઘરાવે છે તે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ PCB ઇલેક્ટ્રોનિક ગેજેટની લાઈફ પી સી બીપર આધારિત હોય છે આપણી કંપનીને ટેકનિકલ સહયોગ વિશ્વ વિખ્યાત જર્મનીની ફ્યુબા હંસ કોલબે દ્વારા સાંપડેલ છે તે નો સંપૂર્ણ પ્લાન્ટ અને મશીનરી યુરોપ અનેઅમેરિકાના દેશોમાંથી સંપૂર્ણ ઈમ્પોર્ટ કરી solan હિમાચલ પ્રદેશમાં સ્થાપના કરવામાં આવેલ છે. આ કંપનીને underwriters લેબોરેટરી અમેરિકાનું માન્યતા પ્રમાણ પત્ર મળેલ છે તેમજ ભારત સરકારના CACT C-DOT સીએ સીટી સી ડોટ દ્વારા સંપૂર્ણપણે પ્રમાણિત કરવામાં આવેલ છે.
કંપની પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ 26% ટ્રાન્સફોર્મર્સ, 60% કોપર વાયર ટ્રેડિંગ, 14% ઉત્પાદન માં ભાગ ભજવે છે. કંપનીની ઈક્વિટી શેર મૂડી રૂપિયા15.11 કરોડની છે જે ની મૂળ કિંમત રૂપિયા 10 છે. કંપનીએ વર્ષ 2019 માં કુલ વેચાણ રૂપિયા 41.37 કરોડ કરી ચોખ્ખો નફો91.52 લાખનો કરેલો હતો વર્ષ 2020માં કુલ વેચાણ47.37 નું કરીને ચોખ્ખી ખોટ રૂપિયા 94.59 લાખની કરી હતી વર્ષ ૨૦૨૧ માં કુલ વેચાણ44.55 કરોડનું વેચાણ કરી ચોખ્ખો નફો59 લાખનો કરેલ છે વર્ષ 2022માં કુલ વેચાણ રૂપિયા 62 કરોડનું કરી ચોખ્ખો નફો રૂપિયા2.10 કરોડનો કરશે આ કંપની માટે બહુ મહત્વની બાબત ભારત સરકારે ( MAKE IN INDIA) મેક ઇન ઇન્ડિયા નો જે પ્રોજેક્ટ રજૂ કર્યો તેનો લાભ આ કંપનીને મોટા પ્રમાણમાં મળી રહ્યો છે પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ જે ચાઇના, જાપાન જેવા દેશોમાંથી આયાત કરવા માટે કંપનીઓ આધારિત હતા જે હવે બધા જ ઓર્ડર આ કંપનીને મળવા માંડ્યા છે જેને કારણે કંપની TURNAROUND ટર્નઆરાઉન્ડ થઈ ગઈ છે. સ્થાનિક કંપનીઓમાંથી આ કંપનીને મોટા પ્રમાણમાં ઓર્ડર્સ મળવા માંડ્યા છે. વર્તમાનમાં આ કંપનીના શેરનો બજાર ભાવ માત્ર રૂપિયા 17 છે જે નગણ્ય કહેવાય લાંબા ગાળા માટે રોકાણની સલાહ છે. અવતા બે થી ત્રણવર્ષમાં ચારથી પાંચ ગણા ભાવ મળી શકે. શેરબજારમાં રોકાણ કરતા પહેલા વિગતો ચકાસીને શેરબજારમાં રોકાણ કરવું હિતાવહ છે, શેરબજારમાં રોકાણ વર્તમાન રાજકીય અને સામાજિક બાબતો ને આધીન હોય છે.
ફરી પાછા આવતાં અંકે મળીશું આવી જ એક રસપ્રદ કંપનીના વિશ્લેષણ સાથે ફરી મળીશું ધન્યવાદ.
Click here to claim your Sponsored Listing.
Location
Category
Contact the school
Telephone
Website
Address
304, Pramuukh Cyprus, Kudasan
Gandhinagar
382421
Opening Hours
| Monday | 9am - 6pm |
| Tuesday | 9am - 6pm |
| Wednesday | 9am - 6pm |
| Thursday | 9am - 6pm |
| Friday | 9am - 6pm |
| Saturday | 9am - 6pm |