આશાવલ સિવિલ સર્વિસીસ એકેડેમી, ગાંધીનગર
જરુરી સૂચના-
કોરોના સંક્રમણ ના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ ના કારણે સરકાર શ્રી તરફથી નવા પ્રતિબંધો ફરમાવવામાં આવતાં અગાઉ જાહેર કર્યા અનુસાર તા ૧ ડીસેમ્બર ૨૦૨૦ થી GPSC Class I&II કલાસીસ ચાલુ કરી શકાશે નહિ, જેની આશાવલ એકેડેમીમાં પ્રવેશ માટે અરજી કરેલ હોય તેવા ઉમેદવારોએ નોંધ લેવી.
દરમ્યાન GPSC Class I&II ની પ્રારંભિક કસોટી માટે તારીખ જાહેર થયેલ છે અને સમય ખૂબ ઓછો છે આથી સૌ ઉમેદવારોએ તાત્કાલિક તૈયારી શરુ કરવા સૂચન કરવામાં આવે છે.
તમામ ઉમેદવારોએ નીચે મુજબનું વાંચન તાત્કાલિક શરુ કરી દેવું જોઈએ
૧. ઈતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર માટે ગુજરાત પાઠયપુસ્તક મંડળ (GCERT) દ્વારા પ્રકાશિત ધો. ૯,૧૦,૧૧,૧૨ ના તમામ પુસ્તકો. (અંગ્રેજી માધ્યમ માટે NCERT દ્વારા પ્રકાશિત પુસ્તકો વાંચવા.)
૨.લીબર્ટી પ્રકાશન અથવા બીજું સારું સામાન્ય જ્ઞાનનું પુસ્તક (for English medium Tata McGraw Hill book for GK is good.)
વધુ અભ્યાસ માટે (for mains)
૩. ઈતિહાસ- N. D. Shelat, K. C. Shrivastav for ancient history & B. L. Grover for modern history & NCERT books.
૪. રાજનીતિશાસ્ત્ર અને ભારતીય બંધારણ -M. Lxmikant, Sehzad Kazi, Vikalp Kotwal.
૫. સમાજશાસ્ત્ર-GCERT(NCERT) books, News papers.
૬. અર્થશાસ્ત્ર- STD 9,10, 11, 12 GCERT(NCERT) books & Lal & Lal , Sehzaj Kazi material, Government websites.
૭. ભૂગોળ અને પર્યાવરણ- Sehzad Kazi & Granth Nirman Board books, GCERT(NCERT) books
સરકારશ્રી તરફથી કલાસીસ ચાલુ કરવા અનુમતિ મળ્યે થી કલાસીસ ચાલુ કરવામાં આવશે.
નોંધ- તમામ ઉમેદવારોની જાણ સારું તમામ ગ્રુપોમાં મૂકવા વિનંતિ.
V M Pargi, IPS(Rtd)
Director, ACSA
Ashawal Civil Services Academy
This page is for reaching out to students, both current and prospective, and to keep them informed about relevant information relating to the academy.
Students can also reach out to the admin for queries.
Ashawal Civil Services Academy
GPSC ClassI&II તથા PI/PSI ક્લાસની જાહેરાત
આશાવલ માનવ સંસાધન વિકાસ ટ્રસ્ટ સંચાલિત આશાવલ સિવિલ સર્વિસીસ એકેડેમી, ગાંધીનગરના ઉપક્રમે GPSC Class I&II તથા PI/PSI ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે ટ્યુશન કલાસની જનરલ બેચની જાહેરાત કરતાં આનંદ અનુભવીએ છીએ. તા.૧/૧૨/૨૦૨૦ થી નીચે દર્શાવેલ સ્થળે આ કલાસીસ ચાલુ કરવામાં આવશે. ચોક્કસ બેચ અને સમય પ્રવેશ વખતે જણાવવામાં આવશે. અગાઉ અરજીઓ મંગાવ્યા બાદ કોરોના મહામારીના કારણે કલાસીસ રદ કરવાની ફરજ પડી હતી તે બદલ દિલગીરી વ્યક્ત કરીએ છીએ.
આ કલાસ હાલ બંગલો નં. ૧૩૫૫એ/૨ સેકટર ૭ડી, રંગોલી ઈંટરનેશનલ સ્કૂલ પાસે, ગાંધીનગર ખાતે ચલાવવામાં આવશે. આ કલાસ છ માસ અથવા GPSC(Prelims) સુધી ચલાવવામાં આવશે. એક જનરલ બેચ અઠવાડીયાના પાંચ દિવસ ચલાવવામાં આવશે તેમજ જરુરિયાત જણાશે તો શનિ-રવિવાર (weekend) બેચ ચાલુ કરવામાં આવશે.
આ કલાસમાં હાલ પ્રવેશ ફક્ત એક માસ માટે આપવામાં આવશે. એક માસના અંતે ઉમેદવારની પ્રગતિ અંગે ખાતરી કરીને બાકીના સમય માટે ઉમેદવારને કલાસમાં ચાલુ રાખવા કે કેમ તે અંગે નિર્ણય લેવામાં આવશે. એક માસની ફી રુ. પાંચ હજાર લેવામાં આવશે.
અગાઉ જણાવ્યાનુસાર એકેડેમીના ડાયરેકટર તરીકે શ્રી વી.એમ. પારગી, IPS(rtd) સેવા આપશે અને તેઓની અંગત દેખરેખ તેમજ માર્ગદર્શન હેઠળ આ ક્લાસ ચલાવવામાં આવશે. તેઓની સાથે અમદાવાદ અને ગાંધીનગર ખાતે ઉપલબ્ધ જે તે વિષયના તજજ્ઞો સેવા આપશે.
જે ઉમેદવારના માતા પિતા/ વાલી વર્ગ ચારની સરકારી નોકરી માં હોય કે ખેતી કે અન્ય સારી આવક ન ધરાવતા વ્યવસાયમાં હોય તેવા ઉમેદવારો પાસે થી કોઈ ફી વસૂલ કરવામાં નહિ આવે.
આશાવલ સિવિલ સર્વિસીસ એકેડેમીમાં કોઈપણ જાતિ અને ધર્મના ભેદભાવ વગર પ્રવેશ આપવામાં આવશે. આ ક્લાસમાં પ્રવેશ માટેની લાયકાત GPSC Class I&II તથા PI/PSI માટે જરુરી લાયકાત એટલે કે UGC માન્ય કોઈપણ યુનિવર્સિટી ના સ્નાતક જેટલી જ રહેશે.
આ ક્લાસ માટે અરજી કરનાર ઉમેદવારોએ ગાંધીનગર અથવા તેમને અનુકૂળ અન્ય નજીકના સ્થળે રહેવાની વ્યવસ્થા જાતે કરવાની રહેશે. હાલ એકેડેમી તરફથી રહેણાંક સુવિધા આપી શકાય તેમ નથી.
ઇચ્છુક અને લાયક ઉમેદવારોને નીચેના ફોર્મેટમાં તાત્કાલિક નીચે દર્શાવેલ માધ્યમથી અરજી કરવા સૂચના છે. અગાઉ અરજી કરેલ ઉમેદવારોએ પણ ફરીથી નવેસર થી અરજી મોકલવા સૂચના છે. ઉમેદવારોને સ્પષ્ટ સૂચના આપવામાં આવે છે કે ફોર્મેટમાં દર્શાવ્યાનુસાર સંપૂર્ણ માહિતી સાથે અરજી કરવી. અધૂરી માહિતી ધરાવતી અરજીઓ રદ કરવા પાત્ર છે. અરજી નીચેના email પર મોકલવી. સાદી ટપાલથી કોઈ અરજી મોકલવી નહિ.
Email- [email protected]
અરજીનો નમૂનો.
1. Full Name
2. Date of Birth
3. Permanent Address
4. Mobil number
5. E-mail
6. Educational Qualification
7. Year of Passing Degree Exam
8. Category (ST/SC/OBC/EWS/Gen)
9. Present Occupation
10. Guardians’ Occupation
11. Total Income
12. Do you seek fee exemption ?
13. Have you appeared in GPSC Class I&II Exams held earlier ?
14. If yes then give-
Year of exam- Result-
15. Have you ever appeared in UPSC CSE ?
If yes then give-
Year of exam- Result-
બાંહેધરી- આથી હું આશાવલ સિવિલ સર્વિસીસ એકેડેમી ના શિસ્ત સંબંધી તથા અન્ય તમામ નિયમો પાળવાની બાંહેધરી આપું છું. જો કોઈ નિયમનો હું ભંગ કરું તો મારી વિરુદ્ધ શિસ્તભંગના પગલાં લઈ શકાય તથા વધુ ગંભીર કેશમાં મારો પ્રવેશ રદ થઈ શકે તેની મને જાણ છે.
ઉમેદવારનું નામ
સહી-
નોંધ: આ જાહેરાતને બહોળી પ્રસિદ્ધિ આપવા WhatsApp Grમાં તથા અન્ય Social Media પ્લેટફોર્મમાં forward કરવા વિનંતિ છે.
તમામ ટ્રસ્ટીઓની જાણ તથા બહાલી સારું.
Please refer my earlier post in which I gave a list of English reference books for UPSC/ GPSC aspirants. Here is my list of Gujarati reference books.
ગુજરાતી પસ્તકો:
1. સરસ્વતીચંદ્ર- ગો.મા.ત્રિ. ☑️
2. સિદ્ધાંતસાર- મણિલાલ દ્વિવેદી
3. સુદર્શન ગદ્યાવલિ- મણિલાલ દ્વિવેદી
4. સ્મરણસંહિતા-નરસિંહરાવ
5. આપણો ધર્મ- આનંદશંકર ધ્રુવ
7. ગુજરાતનો નાથ- ક.મા. મુનશી☑️☑️
9. પાટણની પ્રભુતા-ક.મા. મુનશી☑️
11. રાજાધિરાજ-ક.મા.મુનશી ☑️
12. દ્વિરેફની વાતો-રા.વિ.પાઠક☑️☑️
14. રાઈનો પર્વત- રમણભાઈ નીલકંઠ ☑️☑️
16. ભદ્રંભદ્ર- રમણભાઈ નીલકંઠ☑️
17. તણખામંડળ-ધૂમકેતુ (ભૈયાદાદા, ગોવિંદનું ખેર, પોસ્ટ ઓફિસ,આમ્રપાલી, પૃથ્વી અને સ્વર્ગ વાર્તાઓ ખાસ)☑️☑️
18. રખડવાનો આનંદ- કારાસાહેબ કાલેલકર
20. હિમાલયનો પ્રવાસ- કાકા સાહેબ કાલેલકર☑️
21. સૌરાષ્ટ્રની રસધાર- મેઘાણી
23. સોરઠ તારાં વહેતા પાણી- ઝવેરચંદ મેઘાણી☑️
25. દરિયાલાલ-ગુણવંત આચાર્ય ☑️
27. કાવ્યમંગલા, વસુધા- સૂન્દરમ્ ☑️
29. નિશીથ- ઉમાશંકર જોષી(જ્ઞાનપીઠ વિજેતા કૃતિ)☑️☑️
31. વિશ્વશાંતિ, સપ્તપદી- ઉમાશંકર જોષી ☑️
33. ઉમાશંકરની શ્રેષ્ઠ વાર્તાઓ- ઉમાશંકર જોષી☑️
35. ગોષ્ઠિ- ઉમાશંકર જોષી ☑️
37. આગગાડી-ચં ચી. મહેતા
38. જયંતી દલાલના પ્રતિનિધિ એકાંકીઓ- જયંતી દલાલ☑️
39. ઝેર તો પીધાં છે જાણી જાણી- દર્શક
41. માનવીની ભવાઈ-પન્નાલાલ પટેલ ( જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા કૃતિ) ☑️☑️
42. જનમટીપ-ઈશ્વર પેટલીકર ☑️
43. વાની મારી કોયલ, કમાઉ દીકરો- ચુનીલાલ મડિયા
44. પાંખ વિનાનાં પારેવાં- શિવકુમાર જોષી☑️
45. બારી બહાર- પ્રહ્લાદ પારેખ☑️
46. જનાન્તિકે-સુરેશ જોષી☑️☑️
47. અમૃતા-રઘુવીર ચૌધરી(જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા)☑️☑️
48. કોઈ એક ફૂલનું નામ બોલો તો- મધુ રાય ☑️
Note: ☑️☑️- indicate very important
☑️- indicate important
શક્ય હોય તેટલા પુસ્તકો ઘરમાં ખરીદીને વસાવશો. ઘરનું વાતાવરણ વધુ સંસ્કારી અને પવિત્ર બનશે.
આશાવલ સિવિલ સર્વિસીસ એકેડેમીની સ્થાપના પ્રસંગે “शाश्वत आदिवासी: from Cognitive Revolution to Artificial Intelligence” નામે સોવિનિયર પ્રસિદ્ધ કરવાનું પણ ઠરાવેલ છે, જેમાં આદિવાસી સંસ્કૃતિ તથા ઈતિહાસને ઉજાગર કરતી રસપ્રદ માહિતીનો સમાવેશ કરવામાં આવશે. તેમાં નીચે મુજબના ભાવે જાહેરાત લેવામાં આવશે.
૧. પાછળનું કલર પેજ - રુ. ૫૦,૦૦૦/-
૨. પાછળથી બીજું કલર પેજ- રુ.૪૦,૦૦૦/-
૩.આગળથી બીજું પેજ- રુ. ૪૦,૦૦૦/-
૪. અંદર આખું કલર પેજ -રુ. ૩૦,૦૦૦/-
૫. અંદર આખુ સાદું પેજ -રુ. ૨૦,૦૦૦/-
૬. અંદર અડધું પેજ - રુ. ૧૦,૦૦૦/-
૭.અંદર ક્વાર્ટર પેજ - રુ. ૫૦૦૦/-
૮. યાદીમાં નામ - રુ. ૧૦૦૦/- થી ૪૯૯૯/-
એકેડેમીમાં તાલીમ માટે ગરીબ ઉમેદવારને પણ કોઈ બાધ ન આવે તે હેતુસર આર્થિક નબળા યોગ્ય ઉમેદવારોને ફી માફી આપીને તેમને તાલીમની સુવિધા આપવી આપણી ફરજ છે. આ હેતુ માટે તથા એકેડેમીની પોતાની માળખાગત સુવિધા ઊભી કરવા નાંણાકીય સાધનોની જરુરિયાત રહેશે.
નાણાંકીય સાધનો દાતાઓ તરફથી દાન મેળવીને, આ હેતુ માટે કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરીને તથા આ પ્રસંગે પ્રસિદ્ધ કરવામાં આવનાર સુવેનિયરમાં જાહેરાત મારફતે ઉભા કરવાનું નક્કિ કરેલ હોઈ આપની અનુકૂળતા અનુસાર સંસ્થાને સહયોગ કરવા વિનંતિ છે.
સોવિનિયરની બહોળી પ્રસિદ્ધિ કરવામાં આવશે જેથી જાહેરાત આપનારના વ્યાવસાયિક સંસ્થાનની બહોળી પ્રસિદ્ધિ થશે. સોવેનિયરમાં જાહેરાત પ્રસિદ્ધ કરાવવા ઈચ્છતા દાતાઓએ ૧. પ્રસિદ્ધિ માટેનું મટીરીયલ (ઉપર દર્શાવેલ અ.નં ૧ થી ૮ માંથી પેજ પસંદગીની વિગત સાથે) તથા ૨. જાહેરાતની ફી આપેલ બેંક એકાઉન્ટમાં ડિપોઝીટ કર્યાની રીસીપ્ટનો સ્ક્રીન શોટ લઈને [email protected] પર email કરવાનો રહેશે. દાન રોકડેથી, બેંક મારફતે આપી શકાશે જે સર્વેની ટ્રસ્ટ દ્વારા રીસીપ્ટ ઈશ્યુ કરવામાં આવશે.
ટ્રસ્ટનું Income Tax વિભાગમાં રજીસ્ટ્રેશન કરાવી ને PAN મેળવવામાં આવેલ છે. જેનો નંબર AAHTA8486D છે. ટ્રસ્ટનું બેંક એકાઉન્ટ SBI, Thaltej Branch, Ahmedabad ખાતે ખોલવામાં આવેલ છે જેની વિગત નીચે મુજબ છે.
SBI, Thaltej Branch, Ahmedabad
A/C no 39190429180
IFSC: SBIN0011748
MICR: 380002101
Branch code: 11748
આ અંગે આપના અમૂલ્ય સૂચનો પણ આપશો. આ અંગેનો પત્રવ્યવહાર નીચેના email address પર કરવા વિનંતિ છે.
email- [email protected]
આશા રાખું આપ આ કાર્ય માટે શક્ય તે તમામ યોગદાન આપશો.
વી. એમ. પારગી, IPS(Rtd)
Director, ACSA, Gandhinagar
This is my my prescription of Books for the UPSC/CSE and GPSC Class I&II.
1. History of India- Percival Spear ☑️
2. History of India - Romila Thakar☑️
3. The Wonder That was India- AL Basham ☑️☑️
4. The Wonder That was India- SAA Rizvi ☑️
5. The Idea of Justice- Amartya Sen ☑️
6. The Argumentative Indian- Amartya Sen ☑️☑️
7. Hind Swaraj - Mahatma Gandhi (અસલ ગુજરાતી પુસ્તક)☑️
8. How to Win friends and influence people- Dale Carnegie ☑️
9. Power of Positive Thinking- Norman Vincent Peal ( ગુજરાતી અનુવાદ ઉપલબ્ધ)
10. Freedom at Midnight- Dominique Lapierre & Larry Collins (“અર્ધી રાતે આઝાદી” ના નામે ગુજરાતી અનુવાદ ઉપલબ્ધ) ☑️☑️
11. Who Moved my Cheese- Spencer Johnson ☑️
12. You can Heal Your Life- Louise L Hay
13. Discovery of India- Jawaharlal Nehru ( ગુજરાતી અનુવાદ ઉપલબ્ધ) ☑️☑️
14. Autobiography-Jawaharlal Nehru (નેહરુની Autobiography નો અનુવાદ “મારી જીવનકથા”ના નામે મહાદેવ દેસાઈ કૃત ઉપલબ્ધ છે.)☑️
15. The Glimpse of World History- Jawaharlal Nehru ( ગુજરાતી અનુવાદ ઉપલબ્ધ) ☑️
16. The Story of my Experiment with Truth OR સત્યના પ્રયોગો- Mahatma Gandhi ( અસલ ગુજરાતી પુસ્તક) ☑️☑️
17. Siddharth- Hermann Hesse
18. As a Man Thinketh- Allen
19. The Speeches That Changed the World-Bounty Books☑️☑️
20. The Speeches That Changed the World-Quercus☑️
21. Great Speeches of Modern India- Edited by R. Mukherjee☑️
22. 100 Significant Pre-independence Speeches- Edited by HD Sharma
23. The Wanderer- Kahlil Gibran ☑️
24. The Prophet- Kahlil Gibran
25. The Forerunner- Kahlil Gibran
26. Sapience- Yuval Noah Harari☑️☑️
27. The Kingdom of God & other essays- Leo Tolstoy ☑️
28. The Land of the Seven Rivers- Sanjeev Sanyal ☑️☑️
29. The Seven Spiritual Laws of Success- Dr Deepak Chopra
30. The 7 Habits of Highly Effective People- Stephen Covey ☑️
31. The Life of Mahatma Gandhi- Louis Fischer ☑️
32. Gitanjali- Rabindranath Tagore
33. Illusions- Richard Bach
34. Jonathan Livingston Seagull- Richard Bach ☑️
35. 48 Laws of Power- Robert Greene
36. The Art of War-Sun Tzu
37. The Prince-Nicolo Machiavelli
38. Brief Answers to Big Questions- Stephen Hawking ☑️☑️
39. The Brief History of Time- Stephen Hawking ☑️
40. The Monk Who Sold his Ferrari- Robin Sharma ( ગુજરાતી અનુવાદ ઉપલબ્ધ) ☑️
41. Mega living-Robin Sharma
42. The 8th Habit- Stephen Covey ☑️
43. The World is Flat-Thomas Friedman
44. The Clash of Civilisations and the Remaking of World Order- Samual Huntington ☑️
45. Ignited Minds-APJ Abdul Kalam
46. The Da Vincci Code-Dan Brown
47. The Grand Design- Stephen Hawking
48. Buddha- Dr Deepak Chopra
49. 21 Lessions of the 21st Century-Yuval Noah Harari
50. Gandhi & Churchill- Arthur Herman ☑️
51. Relativity- Albert Einstein
52. The Holy Vedas-The Clarion Books
53. The Rise and Growth of Economic Nationalism- Bipan Chandra ☑️
54. Social Background of Indian Nationalism- AR Desai
55. Guns, Germs & Steel- Jared Diamond
56. You Can Win- Shiv Khera (ગુજરાતી અનુવાદ ઉપલબ્ધ) ☑️
57. Ageless Body Timeless Mind- Deepak Chopra☑️
58. The Power of Your Subconscious Mind- Joseph Murphy
59. You’ll See It When You Believe It- Wayne Dyer
60. The Secret- Rhonda Byrne (ગુજરાતી અનુવાદ ઉપલબ્ધ)
61. A. Lincoln- Ronald White Jr. ☑️
62. The Wings of Fire- APJ Abdul Kalam ( ગુજરાતી અનુવાદ ઉપલબ્ધ)
63. Ignited Minds- APJ Abdul Kalam
Note: ☑️indicate important book
☑️☑️indicate very important book
(બહોળી પ્રસિદ્ધિ માટે Social Media ના ઉપલબ્ધ તમામ પ્લેટફોર્મ પર forward કરવાની વિનંતિ સાથે)
આશાવલ સિવિલ સર્વિસીસ એકેડેમી, ગાંધીનગર
GPSC Class I&II 2020 નો શંખનાદ ફૂંકાઈ ચૂક્યો છે, નવેમ્બર ૨૦૨૦ માં GPSC ની પ્રારંભિક પરીક્ષા યોજાવાની જાહેરાત થઈ ચૂકી છે. આ પરીક્ષા સિવાય તેની સમકક્ષ ગણી શકાય તેવી GPSC સંચાલિત અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ ટૂંક સમયમાં લેવામાં આવશે. આ પરીક્ષાઓ માટે તૈયારીમાં પૂરજોશથી લાગી જવાનો સમય આવી ગયો છે.
આ પરીક્ષાઓની તૈયારી માટેની કેટલીક પૂર્વશરતો છે.
૧. વાંચન સામગ્રી (reading material) સૌથી ઉત્તમ પસંદ કરવું તે પ્રથમ જરુરિયાત છે.
૨.બીજી અગત્યની શરત છે સૌથી ઉત્તમ અને અનુભવી ફેકલ્ટી ધરાવતો કોચીંગ કલાસ પસંદ કરવાની !
૩. ત્રીજી એટલી જ મહત્વની પૂર્વશરત છે, પરીક્ષાની ફૂલટાઈમ તૈયારી કરવાની. હવે સમય મળે ત્યારે તૈયારી કરવાનો સમય નથી. બસ જાન લગા દો ! સૂત્ર જ હવે કામયાબી અપાવી શકે તેમ છે.
આશાવલ સિવિલ સર્વિસીસ એકેડેમી, તેના ડાયરેક્ટર અને ફેકલ્ટીના UPSC તેમજ GPSC બંને પરીક્ષાઓના અનુભવને ધ્યાને લેતાં આ ક્ષેત્રમાં સૌથી ઉત્તમ કોચીંગ ઈન્સ્ટીટ્યુટ સાબિત થાય છે. આથી અમે કહીએ છીએ કે:
Join ACSA and learn the art of competition from the master himself !
એક સમય હતો જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાનું સાહિત્ય (reading material) મેળવવાની ગરીબ વિદ્યાર્થીઓને ખૂબ તકલીફ પડતી. આજે સમય બદલાયો છે, ઇન્ટરનેટ પર કોઈપણ વિષય પર ટનબંધ સાહિત્ય મળી જાય ! પરંતુ નેટ પરનું સાહિત્ય authentic હોતું નથી. આથી જો ઉમેદવાર, મળે તે વાંચવાનું શરુ કરે તો તેમાં જ ગૂંચવાઈ જાય અને સમય વેડફાઈ જાય. બજારમાં ઉપલબ્ધ સાહિત્યમાં પણ આ જ સ્થિતિ છે. સ્પર્ધાત્મક પરીક્ષા crack કરવાના કોઈ જ અનુભવ વગરના લેખકો પુસ્તકો લખે તો તેવા પુસ્તકો બિનઉપયોગી જ હોય ! સ્પર્ધાત્મક પરીક્ષામાં સ્પષ્ટતા (clarity) અને સંક્ષિપ્તતા (conciseness) ખુબ જ અગત્યના છે. આથી સ્પર્ધાત્મક પરીક્ષાના અનુભવી શિક્ષકો દ્વારા લખાયેલ સાહિત્ય જ વંચાણે લેવું જરુરી છે.
એકેડેમીના ડાયરેક્ટર તરીકે હું પોતે સેવા આપનાર છું. મારા માર્ગદર્શનમાં અમદાવાદ/ગાંધીનગરમાં ઉપલબ્ધ સૌથી ઉત્તમ ફેકલ્ટીની પસંદગી કરવામાં આવી છે. હું પોતે આપણા દેશની સૌથી મુશ્કેલ ગણાતી અને UPSC દ્વારા લેવાતી Civil Services Exam પાસ કરીને Indian Police Service (IPS), ગુજરાત કેડરમાં ઉજ્જવળ કારકિર્દી પૂરી કરી હાલમાંજ Addl. DGP ના હોદ્દા પરથી નિવૃત થયો છું. નિવૃતિ બાદની પ્રવૃતિ તરીકે અને દેશ અને સમાજનું ઋણ સ્વીકાર કરીને આવતી કાલનું ભારત જેઓ ઘડતર કરવાના છે તેમને વધુ સારી કુશળતા, ક્ષમતા કરવાનો મારો આ પ્રયત્ન છે. ખુશીની વાત એ પણ છે કે કે હાલમાં જ UPSC/GPSC પાસ કરીને નોકરીમાં જોડાયેલા કેટલાક અધિકારીઓએ એકેડેમીમાં માનદ્ સેવા આપવાનું સ્વીકાર્યું છે. આ સિવાયની અન્ય ફેકલ્ટી પણ કાળજીપૂર્વક પસંદ કરવામાં આવેલ છે. આશાવલ સિવિલ સર્વિસીસ એકેડેમીના ડાયરેક્ટર તથા ફેકલ્ટીની સૌથી વધુ વિશેષતા એ છે કે તેઓ પોતે UPSC/GPSC પરીક્ષામાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી ચૂક્યા છે. આવી અનુભવી ફેકલ્ટી ACSA ની વિશેષતા છે.
UPSC અને GPSC સંચાલિત સ્પર્ધાત્મક પરીક્ષાઓ અનેક રીતે કોલેજ/યુનિવર્સિટીની પરીક્ષાથી અલગ પડે છે. આ ફરકને પારખીને ઉમેદવારોને ગુજરાતના ભવિષ્યના ઉચ્ચ અધિકારીઓ તરીકે તૈયાર કરવાનું કામ એ કોલેજની ડિગ્રી મેળવવા જેવું નહિ પણ એથી કઈંક વિશેષ છે. ઉમેદવારોના જ્ઞાનમાં વધારો કરવાની સાથે તેમના વ્યક્તિત્વ વિકાસ કરવાની સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ crack કરવાની ટેકનીક શિખવાડવાની અને ટેકનીકને વધુ refine તથા customised કરવાની કામગીરી ACSA કરશે, જે Unique છે.
UPSC તથા GPSC નો અભ્યાસક્રમ હાલ લગભગ સરખો હોવાના કારણે UPSC સંચાલિત Civil Services Examના તમામ ઉમેદવારો GPSC Class I&II પરીક્ષા અવશ્ય આપે છે. આથી હવે GPSC ના ઉમેદવારોની સ્પર્ધા ફક્ત GPSC ના અન્ય ઉમેદવારો સાથે જ ન રહેતાં UPSC ના ઉમેદવારો સાથે પણ રહેશે અને આથી છેલ્લા બે વર્ષથી GPSCની પરીક્ષા તેટલે અંશે વધુ સ્પર્ધાત્મક બની ગઈ છે. આવા સંજોગોમાં GPSC પરીક્ષાનું માર્ગદર્શન ફક્ત તેવી જ ફેકલ્ટી કરી શકે જેનામાં UPSC નું પણ માર્ગદર્શન કરવાની ક્ષમતા અને કુશળતા હોય.
ઉપરની વિશેષતાઓથી સજ્જ ACSA માં અમદાવાદ/ગાંધીનગર ખાતે ઉપલબ્ધ સ્પર્ધાત્મક પરીક્ષાના શ્રેષ્ઠ માર્ગદર્શનની હું ખાતરી આપું છું. આ તમામ બાબતો જોતાં આશાવલ સિવિલ સર્વિસીસ એકેડેમી GPSC Class I&II પરીક્ષાના ઉમેદવારો માટે ઉત્તમ સ્થળ છે. આપનું આશાવલ સિવિલ સર્વિસીસ એકેડેમી ખાતે ઉજ્જવળ ભવિષ્ય નિર્માણ કરવાના આહ્વાન સાથે સ્વાગત છે.
વી. એમ. પારગી, IPS(Rtd)
Director, ACSA
Gandhinagar
આશાવલ સિવિલ સર્વિસીસ એકેડેમી
GPSC Class I&II તથા PI/PSI ના તાલીમ વર્ગોમાં પ્રવેશ માટે અરજીપત્રકનો નમૂનો :
ઇચ્છુક અને લાયક ઉમેદવારોને નીચેના ફોર્મેટમાં તાત્કાલિક નીચે દર્શાવેલ માધ્યમથી અરજી કરવા સૂચના છે.
Email- [email protected]
અરજીનો નમૂનો.
1.પુરુ નામ-
2.જન્મ તારીખ-
3.કાયમી સરનામું-
મો. નંબર
Email-
4.શૈક્ષણિક યોગ્યતા-
5.ડિગ્રી મેળવ્યાનું વર્ષ-
6.કેટેગરી (ST/SC/OBC/EWS/Gen)
7. ઉમેદવારનો હાલનો વ્યવસાય/નોકરી-
8.માતા- પિતાનો વ્યવસાય-
9.વાલી ની કુલ વાર્ષિક આવક-
10.ફી માફીની જરુરિયાત છે? કારણ-
11.અગાઉ GPSC ClassI&II પરીક્ષા આપેલ છે ? વિગત- વર્ષ, પરિણામ
12.અગાઉ UPSC (Civil Services Exam) આપી છે ? વિગત-વર્ષ, પરિણામ
Click here to claim your Sponsored Listing.
Location
Category
Website
Address
1355A/2 Opp. Rangoli International School Sector 7D
Gandhinagar