Dhrasanvel vadi school

Dhrasanvel vadi school આ ધ્રાસણવેલ વાડી પ્રાથમિક શાળાની આધિકારિક ફેસબુક પ્રોફાઈલ છે.

26/02/2026
21/01/2026

બાગુરુમ્બા એ આસામ રાજ્યની બોડો (Bodo) જાતિનો પરંપરાગત લોકનૃત્ય છે.
બાગુરુમ્બા વિશે માહિતી:
🌸 અર્થ: બાગુરુમ્બાને “ફૂલ નૃત્ય” (Flower Dance) પણ કહેવામાં આવે છે
🌸 સંબંધ: વસંતઋતુ અને પ્રકૃતિના સૌંદર્ય સાથે જોડાયેલ
🌸 અવસર: ખાસ કરીને બોહાગ બિહુ (નવું વર્ષ) દરમિયાન કરવામાં આવે છે
🌸 નૃત્યકારો: મુખ્યત્વે યુવતીઓ
🌸 વિશેષતા: નૃત્યમાં હાથ અને શરીરના નરમ, લયબદ્ધ હલનચલન દ્વારા ફૂલો ખીલતા હોય તેવો ભાવ દર્શાવવામાં આવે છે
🌸 સંગીત વાદ્યો: સેરજા (Serja), ખમ (Kham), સિફુંગ (Sifung – બાંસળી)

15/01/2026

વાર્તા સ્પર્ધા

નકશાપૂર્તિ પ્રવૃત્તિ
10/09/2025

નકશાપૂર્તિ પ્રવૃત્તિ

04/03/2025
Sankalp NGO DWARKA તરફથી સ્વેટર👍👍
04/01/2025

Sankalp NGO DWARKA તરફથી સ્વેટર👍👍

21/12/2024

ધોરણ -5 નકશો

❤️❤️
21/12/2024

❤️❤️

રાણીનો ચેકલાખો, રાણી અને ગરવો આ ત્રણ જીવંત પાત્રો છેલ્લા દોઢ મહિનાથી મારા મન મસ્તિષ્કમાં રમ્યા કરે છે.શાળાની દીવાલે ઓથો ...
08/12/2024

રાણીનો ચેક
લાખો, રાણી અને ગરવો આ ત્રણ જીવંત પાત્રો છેલ્લા દોઢ મહિનાથી મારા મન મસ્તિષ્કમાં રમ્યા કરે છે.
શાળાની દીવાલે ઓથો લઈને રહેતા આ દંપતીની મૂડી તેના પચીસેક ઘેટાં-બકરાં અને માતાજીનો દીધેલ દીકરો ગરવો.
રાણી, લાખો, ગરવો અને ઘેટાં-બકરાં; આ જ તેમની દુનિયા.
સવારે શિરામણ કરી લાખો ઘેટાં-બકરાં ચરવા જતો રહે ; રાણી તેના મહેલમાં રહી બનતું કામ કર્યાં કરે અને ગરવો નિશાળમાં...

શાળાની દીવાલને ઓથે રહેતા આ પરિવાર સાથે મને પણ નેડો લાગી ગયો.
ના પૈસા, ના કમાવું, ના કોઈ ભૌતિક સુખસુવિધા , બસ પોતાનું પેટિયું રળી લે તેટલું કમાઈ લેવું.
ગત 30 ઓગસ્ટે વિસ્તારમાં આવેલ ભયાનક વરસાદથી લાખાની જે મૂડી હતી તેમાંથી પંદરેક પશુ શાળાની દીવાલ પડવાથી પ્રભુ પ્યારા થઈ ગયાં.
શાળાની દીવાલ હોવાથી શિક્ષક તરીકે મે આ બાબતે ઉપરની કક્ષાએ રજૂઆત કરી; સદનસીબે ભગવાન દ્વારકાધીશ લાખાની હારે હતો.

"કલ્પેશભાઈ , એ બેઉને દ્વારકા લઈ આવો આપણે એમને ચેક આપી દઈએ"

લાખો અને રાણી એટલા ભોળા અને ગભરુ કે શહેરમાં લઈ આવવા જાણે દેડકાઓને ત્રાજવે તોળવા; છતાં બહાદુરની મદદથી સાંજે પાંચ વાગ્યા પછી દ્વારકા સાહેબ જોડે લઈ ગયા.( શાળા કાર્ય, લાખાનો બચેલો માલ ભૂખ્યો ન રહે અને સાહેબને ઓફિસ કાર્યમાં વચ્ચે વિક્ષેપના પડે તે માટે સાંજનો સમય વધુ અનુકૂળ હતો)

ભારતના બિહાર, ઝારખંડના અંતરિયાળ વિસ્તારમાંથી કોઈ વ્યક્તિને આંખે પાટા બાંધી અને મુંબઈની તાજ હોટલ સામે ઊભા કરી નાખો એવી સ્થિતિ આ બંને યુગલની હતી.

એક મા પોતાના બાળકને સાચવીને જેમ રસ્તો પસાર કરાવે તેમ લાખો રાણીના હાથ પકડી પસાર કરાવતો હતો.

ઓફિસે જઈ બેઠા; સાહેબે પાણી મંગાવ્યું, આજે લાખો અને રાણી એ પાકી ચાર દિવાલમા રાજા-રાણીની જેમ મખમલી સોફામાં બેઠાં હતાં.
" સાહેબ, આજે ચેક તો તૈયાર છે પણ..."

સાહેબે કહ્યું," પણ શું"?
"વાત જાણે એમ છે કે રાણીનું જે અગાઉનું પોસ્ટ ખાતું છે તે દસ વર્ષ જૂનું છે અને તેને ફરી ચાલુ કરાવવા આધાર જોઈએ"- ઓફિસમાં કામ કરતા એક કર્મચારીના આ શબ્દો સાંભળી હું અને બહાદુર એક બીજા સામે જોવા લાગ્યા.

"કલ્પેશભાઈ ખાતા વગર પૈસા નાખવા ક્યાં"?

"જી, સાહેબ હું આની કૈક વ્યવસ્થા કરું છું".

(લાખા, રાણી અને ગરવા પાસે કોઈપણ પ્રકારના આધાર પુરાવા હતા નહિ; રેશનકાર્ડ એ પણ સોફ્ટ કોપી સ્વરૂપે)

અમે ઉદાસ ચહેરે પાછા આવ્યા, એમને ભાડું આપી પાછા ગામડે મોકલી દીધા; સાંજે મોડા સુધી આ જ વિચારો આવ્યા કરે.

બીજે દિવસે સીધો પોસ્ટ ઓફિસમાં ગયો અને બ્રાન્ચ મેનેજર સાથે વાત કરી. સાહેબે બધું તપાસ્યા પછી કહ્યું ,"સોરી સાહેબ kyc માટે આધારકાર્ડ જરૂરી છે."
હું ફરી નિરાશ મને શાળાએ ગયો.

એક દિવસ શનિવારે ગરવા ને લઈને હું બેંકમાં ગયો પણ બેંક હોલી ડે હોવાથી આખો દિવસ ગરવાને મારે ઘેર રાખવો પડ્યો , સાંજે તો રાણીએ મારી ધૂળ કાઢી નાખી, એને તો એમ કે મારા છોકરાનું શું? એને તો મન એનો ગરવો. એક મા ને એના દીકરા કરતાં બીજું શું વા'લુ હોય?

રસ્તામાં વાઘ(ઘેટાં) ચારતો લાખો મળ્યો અને કહ્યું, "સાહેબ પૈસાનું શું થયું?"
"મે કીધુ આવી જશે ચિંતા નહિ; હું બેઠો છું ને લાવી આપીશ."
( એ બિચારાને કોણ સમજાવે કે સરકારી પ્રણાલી કામ કેવી રીતે કરે!)
"લાખાને સરકારી સહાય પાસ થઈ છે અને સાહેબ તેને અપાવવાના છે."
આ વાત વાયુ વેગે વિસ્તારના લોકોમાં ફેલાઈ ગઈ
જે પણ મળે એટલે ગાડી ઊભી રખાવીને લાખાના પૈસાની જ વાત કરે.
" સાહેબ, તમે જ પૈસા લાવી શકો; બિચારા લાખાને કાંઈ ગતાગમ ના પડે." "ગરીબનું ભલું કરશો તો આશીર્વાદ મળશે"

એક તરફ કોઈપણ આધાર પુરાવા વગર પૈસા કેવી રીતે લાવવા અને બીજી તરફ ગામ લોકોની અપેક્ષા વધી ગઈ હતી.

બે-ત્રણ દિવસ જવા દઈ ફરી તપાસ ચાલુ કરી, શહેરની તમામ બેંકમાં જઈ જાત તપાસ કરી, કોઈપણ બેંક આધારકાર્ડ, પાનકાર્ડ અને રેશનકાર્ડ વગર ખાતું ખોલવા તૈયાર નહતી.
એક દિવસ શહેરની ' લંચ ટાઈમ બાદ આના ' બેંકમાં ગયો અને મેનેજરશ્રીને બધી હકીકત સંભળાવી દીધી.

ઘણીવખત એર કન્ડીશન ચાર દીવાલમાં બેઠેલ અધિકારીઓ સામાન્ય પ્રજાનું સંભાળતા નથી એવો ખ્યાલ આપણામાં છે પણ લાખાના કેસમાં આ તદ્દન ઊલટું થયું;
સાહેબે ચુંટણી કાર્ડનો ઓપ્શન આપ્યો. હું રાજી મને પાછો શાળાએ ગયો અને સાંજે છૂટયા પછી ફરી એ ધંધે લાગી ગયો.
સ્થાનિક બી.એલ.ઓની મદદથી ચુંટણી પાવતીના આધારે
ઓનલાઇન ચૂંટણીકાર્ડ કાઢ્યું અને બીજા દિવસે બંને યુગલને લઈને બેંકમાં.

શાળા સમય હોવાથી આ વખતે મારો સાથ મારી અર્ધાંગનાએ આપ્યો;ભગવાન આપણને સારું કરશે એવી લાલચ આપીને.
બપોરે ફોન આવ્યો, " એ રાણીના ખાતાના કાગળિયા આપી આવી છું"
( આ વખતે સાથે ગરવો પણ હતો એનું પણ ખાતું ખોલવાનું હતું. બેંક મેનેજરે ગરવા ને 500 રૂપિયા આપ્યા અને શર્ટ અને ચપ્પલ લેવા કહ્યું)

આ સાંભળી મને હાશકારો થયો.

" સાહેબ , જેમ બને તેમ એનું ખાતું ઝડપથી ખોલી દેજો;
તેને સહાયમાં મોડું ન થઈ જાય"
થોડા દિવસ પછી પાછો ફોન આવ્યો, "સાહેબ ખાતું ખુલી ગયું છે પૈસા ભરી ચોપડી લેતા જજો"

એક દિવસ તાલીમ દરમિયાન વિશ્રાંતિના સમયે બંને ને બેંકમાં બોલાવી, પૈસા ભરી ચોપડી લઇ ઓફિસે જમાં કરાવી.
બે દિવસ અગાઉ અચાનક બેઠો હતો અને પૈસા જમાં થયા.

એક વખત માનનીય વડાપ્રધાન મોદી સાહેબે કહ્યું હતું કે કામ કરવાથી જે સંતોષ મળે છે તે ખૂબ આનંદ આપે છે.

અને આજે 'જંગ જીત્યો મારો કાણીયો' એવી અનુભૂતિ
થઈ.
ગરવાનું ખાતું આજે ખુલી ગયું અને પાંચ વર્ષમાં પ્રથમ વાર શિષ્યવૃત્તિ ફોર્મ પણ ભરાઈ ગયું.

આજની 21 મી સદીમાં ગુજરાત જેવા વિકસિત રાજ્યમાં જો પ્રજાને આવા સામાન્ય કામ માટે આટલી હાલાકી ભોગવવી પડે તો વિચારો કે ભારતના અન્ય
પછાત રાજ્યોની શું હાલત થતી હશે?
જાગૃતતા અને શિક્ષણના અભાવે કેટલીય રાણીઓના ચેક આમ જ જતા રહ્યા હશે?
કોણ પોતાનું સમજી એમના માટે દોડ્યું હશે?
કોણે આટલા ધક્કા ખાધા હશે? કદાચ જેને ખાધા હશે તેને દિલથી કવિ આભાર માને છે.

ખાસ આભાર:
૧. આ બાબતે સતત સંપર્કમાં રહેતા દ્વારકા તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ.જે.મકવાણા સાહેબ તેમજ તાલુકા પંચાયતના કર્મચારીઓ.
૨." લંચ ટાઈમ કે બાદ આના" સંવેદનશીલ બેંક મેનેજરશ્રી અને સ્ટાફ( નવી શાખા)
૩. સમયસર દ્વારકા પહોંચાડવાની વ્યવસ્થા કરનાર મિત્ર બહાદુર
૪. શાળાનો સમય સાચવી ઘરનું કામ પતાવી સાથે જતા મારા ધર્મપત્ની.@કવિ

Address

Dhrasanvel Vadi
Dwarka
361335

Opening Hours

Monday 10:30am - 5pm
Tuesday 10:30am - 5pm
Wednesday 10:30am - 5pm
Thursday 10:30am - 5pm
Friday 10am - 5pm
Saturday 7:30am - 5pm

Telephone

+919737724205

Website

Alerts

Be the first to know and let us send you an email when Dhrasanvel vadi school posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Dhrasanvel vadi school:

Shortcuts

Share