RADHE International School-Bhabhar

RADHE International School-Bhabhar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from RADHE International School-Bhabhar, Campus Building, Radhe International School, Diyodar.

02/10/2022

Most Memorable Educational tour At Ranki Vav and Regional Science Museum, Patan.

*કલા મહાકુંભમાં રાધે ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ નું ઉત્કૃષ્ટ પ્રદર્શન*    રાજ્ય સરકાર દ્વારા આયોજિત કલા મહાકુંભ 2022...
30/08/2022

*કલા મહાકુંભમાં રાધે ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ નું ઉત્કૃષ્ટ પ્રદર્શન*
રાજ્ય સરકાર દ્વારા આયોજિત કલા મહાકુંભ 2022-23 અંતર્ગત ભાભર તાલુકા કક્ષાની સ્પર્ધા શ્રી સર્વોદય વિદ્યા મંદિર ઉચ્ચતર માધ્યમિક શાળા ભાભર ખાતે યોજાઈ. જેમાં ભાભર તાલુકાની અનેક શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં રાધે ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો, તેમજ વિવિધ સ્પર્ધાઓ માં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો. જેમાં સમૂહ ગીત, સુગમ સંગીત - ચૌધરી સોનલ બેન દાનાભાઈ, ભજન -ચૌધરી વર્ષાબેન ભીમાભાઇ, હાર્મોનિયમ - સુથાર દીપિકાબેન કરસનભાઈ, લોકગીત- ચૌધરી ક્રિષ્નાબેન ભાણજીભાઈ, લગ્ન ગીત- ચૌધરી ભૂમિકાબેન ધનરાજભાઈ, ભરતનાટ્યમ- સોલંકી કુંજ દિનકરભાઇ ઉપર્યુક્ત તમામ વિદ્યાર્થીઓ પ્રથમ નંબરે વિજેતા થયા હતા. તમામ વિજેતા વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકો ને શાળા પરિવાર ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.

તાજેતરમાં માં વાવ ગાયત્રી સ્કુલ ખાતે યોજાયેલ ભાભર,સુઇગામ અને વાવ તાલુકા ના SVS કક્ષાના વિજ્ઞાનમેળામાં રાધે ઇન્ટરનેશનલ સ્...
20/09/2017

તાજેતરમાં માં વાવ ગાયત્રી સ્કુલ ખાતે યોજાયેલ ભાભર,સુઇગામ અને વાવ તાલુકા ના SVS કક્ષાના વિજ્ઞાનમેળામાં રાધે ઇન્ટરનેશનલ સ્કૂલની કૃતિ(સ્વાઈન ફ્લુ વાઇરસ કિલર વેપરાઈઝર) વિભાગ-1 માં પ્રથમ ક્રમે રહી.

બાળ વૈજ્ઞાનિકો(જોષી જયદેવ અને જોશી અશ્વિન) તેમજ માર્ગદર્શક શિક્ષકો(સુથાર પાયલ અને જોશી પાર્થ )ને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન..!!

Radhe international School
04/08/2017

Radhe international School

04/08/2017

Post of the Day
સ્વામી રામદાસ કોઇ એક નગરમાં ભિક્ષા માંગવા માટે નિકળ્યા હતા. એક ઘરના દરવાજા પાસે ઉભા રહીને એણે ભિક્ષા માટે આહલેક લગાવી “ રઘુવિર સમર્થ” . અવાજ સાંભળીને ઘરમાંથી એક સ્ત્રી થોડી ભિક્ષા લઇને આવી. ભિક્ષાપાત્રમાં ભિક્ષા આપીને એ બોલી ,

“ મહારાજ , મને કંઇક ઉપદેશ આપો.” સ્વામી રામદાસે કહ્યુ ,

“ બહેન, કાલે ઉપદેશ આપીશ .”

બીજા દિવસે પેલી સ્ત્રી સ્વામી રામદાસની રાહ જોઇને જ બેઠી હતી. જેવો “ રધુવિર સમર્થ” અવાજ સંભળાયો કે એ દોડતી બહાર આવી. એમણે કહ્યુ ,

“ મહારાજ આજે તો આપના માટે ખુબ સરસ મજાનો દુધપાક બનાવ્યો છે. કેસર અને ઇલાઇચી નાખી છે. બદામ પિસ્તા અને ચારોળીથી સજાવ્યો છે થોડી વાર ઉભા રહો હું લાવું છું .”

જેવી પેલી સ્ત્રી ઘરમાં દુધપાક લેવા ગઇ કે સ્વામી રામદાસે તુરંત જ પોતાના ખાલી કમંડળમાં શેરીમાં પડેલો કચરો અને ધુળ ભરી લીધા રસ્તામાં પડેલા સડેલા શાકભાજી પણ કમંડળમાં નાખ્યા. પેલી સ્ત્રી દુધપાક લઇને આવી એટલે સ્વામીજીએ આ કમંડળ આગળ ઘર્યુ. પેલી સ્ત્રીએ કમંડળમાં નજર કરી એટલે બોલી

“અરે, સાધુ મહારાજ તમારું આ કમંડળ તો સાવ ગંદુ છે. અંદર ધુળ , કચરો અને સડેલા શાકભાજી પડ્યા છે.”

“ભલે ને ગંદુ રહ્યુ બહેન તું આ કમંડળમાં દુધપાક નાખી દે.”

”અરે, મહારાજ મે બહું મહેનત કરીને આ દુધપાક બનાવ્યો છે. કેટલો સરસ બન્યો છે.”

”અરે, બહેન હું પણ એ જ કહું છું ને કે તારો આ સરસ દુધપાક મારા કમંડળમાં નાખી દે કમંડળ ભલેને ગંદુ રહ્યુ દુધપાક તો સારો છે ને!”

”અરે સ્વામીજી તમારું મગજ ચાલે છે કે નહી , દુધપાક ગમે તેટલો સારો હોય પણ કમંડળ ગંદુ હોય તો દુધપાક પણ ગંદો જ થઇ જાય. માટે પહેલા આ કમંડળ બરાબર સાફ કરો પછી જ દુધપાક આપીશ.”

“બસ, બહેન મારે પણ તને એ જ કહેવું છે કે પહેલા મનનું કમંડળ સાફ કર પછી જ મારા ઉપદેશરુપી દુધપાકનો આસ્વાદ માણી શકીશ.”

જીવનમાં ઉપદેશનો આનંદ ન મળે ત્યારે આપણે ઉપદેશનો વાંક કાઢીએ છીએ પણ આપણા ગંદા મનનું શું?

રાધે ઇન્ટરનેશનલ સ્કુલ ભાભર માટે વિવિધ વિભાગોમાં નીચે મુજબની  લાયકાતવાળા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવે છે.અરજી કરવા...
29/03/2017

રાધે ઇન્ટરનેશનલ સ્કુલ ભાભર માટે વિવિધ વિભાગોમાં નીચે મુજબની લાયકાતવાળા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવે છે.

અરજી કરવાની છેલ્લી તારીખ ૧૦ એપ્રિલ ૨૦૧૭.

ટૂંક સમયમાં શાળાના વિવિધ વિભાગો માં આવનાર શિક્ષકોની જાહેરાત માટે ન્યુઝ પેપર તથા શાળા ની વેબસાઈટ www.radhevidyasankulbhab...
22/03/2017

ટૂંક સમયમાં શાળાના વિવિધ વિભાગો માં આવનાર શિક્ષકોની જાહેરાત માટે ન્યુઝ પેપર તથા શાળા ની વેબસાઈટ www.radhevidyasankulbhabhar.org
જોતા રહેવું.

08/03/2017

આદરણીય વાલીશ્રીઓ ,
સવિનયસહ જણાવવાનું કે તારીખ ૧૧/૦૩/૨૦૧૭ અને શનિવાર ના રોજ વાલી મિટીંગનું આયોજન કરેલ છે.
ધોરણ 8,9 અને 11 સાયન્સ માટે વાલી મિટિંગનો સમય બપોરે 1:00 થી 3:00 વાગ્યાનો રાખવામાં આવ્યો છે. અને ધોરણ 1 થી 7 માટે વાલી મિટિંગ નો સમય બપોરે 3:30 થી 5:30 નો રાખવામાં આવ્યો છે. જેની દરેક નોધ લેશો અને વાલી મિટિંગમાં ફરજીયાતપણે હાજર રહેશો.
દરેક વાલીને મિટિંગમાં સમયસર હાજર રહેવા નમ્ર વિનંતિ..!

07/03/2017

*આદરણીય વાલીઓ ,*🙏🏻🙏🏻🙏🏻
*પરીક્ષા શરુ થઇ રહી છે...*
*આટલી મેહરબાની આપના પરીક્ષાર્થી બાળકો પર કરજો.*
*પરીક્ષા એક પર્વ છે,તેને ઘર માં તહેવાર ની માફક ઉજવવાનો પ્રયત્ન કરો.*
*અપના બાળક ની પરીક્ષા ની બીક / હાઉ દુર કરવા આ સમય દરમ્યાન અનહદ પ્રેમ આપો..*
*બાળક ને મુક્ત પણે પરીક્ષા ની તયારી કરવા માટે નું વાતાવરણ આપો.*
*આ સમય દરમ્યાન ઘર માં હકારાત્મક વિચારો જ કરો અને બાળક ની વાતો ને એજ રીતે પ્રોત્સાહિત કરો.*
*આ જીવન ની પરીક્ષા નથી,આ તો માત્ર તમે વર્ષ દરમ્યાન જે ભણ્યા તેનું સાદું મૂલ્યાંકન છે,તેવું કહી બાળક ને વિશ્વાસ આપો.*
*પેપર પૂરું થયા પછી તેમાં કેટલા માર્ક્સ આવશે? કેવું ગયું? કેમ આવું ગયું? કેમ ના આવડ્યું? જો હું કેહતો હતો ને? આવા ફાલતું પ્રશ્નો ટાળજો.*
*બાળક પેપર દેવા જાય ત્યારે માથા પર હાથ મૂકી આશીર્વાદ આપજો અને પૂરું થાય ત્યરે આઈસ્ક્રીમ /ચોક્લેટ અપાવી તેને તમે ખુશ હોવાનો અહેસાસ કરાવો.*
*પરીક્ષા ના દિવસો દરમ્યાન વિદ્યાર્થી ની મનપસંદ વાનગી બનવો જમાડો અને તેને અનુકુળ હોય એમ રેહવા દેજો.*
*પરીક્ષા દરમ્યાન ઘર માં ભારે શોકગ્રસ્ત વાતાવરણ ના ઉભું થાય તેનો ખ્યાલ રાખો..*
*આ પાંચ વાક્યો તમે બાળક ને કહો અને બાળક પણ પોતાની જાત ને કહે.*
*- હું સર્વશ્રેષ્ઠ છું*
*- ઈશ્વર હમેશા મારી સાથેજ છે.*
*- હું આ કરી શકીશ.*
*- હું વિજેતા છું*
*- આજે મારો દિવસ છે.*

રાધે ઇન્ટરનેશનલ સ્કૂલ ભાભર

05/02/2017

🔴Out School, Digital School🔴

ડિજિટલ સ્કૂલ ના પ્રોગ્રામ અંતર્ગત આજે રાધે ઇન્ટરનેશનલ સ્કૂલના કેમ્પસ ને LAN IP દવરા સુસજ્જ કરવામાં આવી.
જેના થાકી સ્કૂલના કોઈ પણ ખૂણા માં WiFi થાકી કે Computer Lab માંથી ઈન્ટરનેટ વગર પણ સ્કૂલ ના કોઈપણ વિદ્યાર્થી ની માહિતી મેળવી શકાશે. તેમ જ કોઈ પણ વર્ગખંડ ના CCTV CAMERA પણ નિહાળી શકાશે.

✅Radhe International School, Digital School✅

Our School , Digital School અંતર્ગત રાધે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વાલી માટે એન્ડ્રોઈડ મોબાઈલ ઍપ્લિકેશન બનાવવા માં આવી છે....
05/01/2017

Our School , Digital School અંતર્ગત રાધે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વાલી માટે એન્ડ્રોઈડ મોબાઈલ ઍપ્લિકેશન બનાવવા માં આવી છે. આ ઍપ્લિકેશન દરેક વ્યક્તિ ને ખુબ જ ઉપયોગી બનશે....
ડાઉનલોડ કરવા માટે નીચેની લિંક પર ક્લિક કરો..

Radhe International School Bhabhar

https://play.google.com/store/apps/details?id=gree.com.radheschool&hl=en

વધુ માહિતી માટે શાળાનો સંપર્ક કરો...

Address

Radhe International School
Diyodar
385320

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm
Saturday 7am - 11:30am

Alerts

Be the first to know and let us send you an email when RADHE International School-Bhabhar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to RADHE International School-Bhabhar:

Shortcuts

Share