Haresh Gelot

Haresh Gelot देश के बच्चो के अंदर शिक्षा के उत्थान के लिए कुछ छोटा सा प्रया।

આપણી શાળા ગણિત વિજ્ઞાનમાં જિલ્લા કક્ષાએ પસંદ.....અમારા ક્લસ્ટરના સી.આર.સી શ્રી ભગવાનભાઈ પટેલ સાહેબ તથા પે.સેન્ટરના આચાર્...
09/10/2024

આપણી શાળા ગણિત વિજ્ઞાનમાં જિલ્લા કક્ષાએ પસંદ.....

અમારા ક્લસ્ટરના સી.આર.સી શ્રી ભગવાનભાઈ પટેલ સાહેબ તથા પે.સેન્ટરના આચાર્ય શ્રી શિવરામભાઈ ખટાણા સાહેબ તથા અમારી શાળાના આચાર્યશ્રી ભાવેશભાઈ એમ.પરમાર સાહેબ તથા તમામ શાળાના સ્ટાફ મિત્રોના પ્રેરણાથી અમારી શાળા શ્રી મોટી પાવડ પ્રાથમિક શાળા જિલ્લા કક્ષાએ પસંદ તમામ બાળ વૈજ્ઞાનિકોને ખૂબ ખૂબ અભિનંદન.

વિભાગ-3 પ્રાકૃતિક ખેતી
તાલુકા કક્ષાએ પ્રથમ નંબર
બાળ વૈજ્ઞાનિક
રાઠોડ ક્રિષ્નાબેન પથુભાઈ
સોલંકી મીનાબેન હીરાભાઈ

વિભાગ:-4 ગાણિતિક નમુના દ્વારા ખૂણાની રચના.
તાલુકા કક્ષાએ દ્વિતીય નંબર
બાળ વૈજ્ઞાનિક
રાઠોડ ઇલાબેન અશોકભાઈ
રાઠોડ પાયલબેન રાજાભાઈ

કોઈપણ સફળતા પાછળ ઘણા લોકોની પ્રેરણા અને માર્ગદર્શન તથા મહેનત હોય છે. ત્યારે જ સફળતાના શિખર ઉપર ચડી શકાય છે. પોતાની મહેનત કરતા બીજાની પ્રેરણને માર્ગદર્શન ખૂબ જ આવશ્યક છે.

01/10/2024

બહુકોણની સમજ ધોરણ:-6 ગણિત

આલેખ ધોરણ:-7 ગણિત
01/10/2024

આલેખ ધોરણ:-7 ગણિત

28/09/2024

ગણિત ધોરણ:-6 શ્રી મોટીપાવડ પ્રા.શાળા થરાદ

રેખાખંડ ટોપીક બાદ વિદ્યાર્થીઓ માટે HOT પ્રશ્ન ધોરણ:-6 આપેલી આકૃતિ પરથી બિંદુની સંખ્યા અને બિંદુના નામ, રેખાખંડની સંખ્યા ...
27/09/2024

રેખાખંડ ટોપીક બાદ વિદ્યાર્થીઓ માટે HOT પ્રશ્ન ધોરણ:-6

આપેલી આકૃતિ પરથી બિંદુની સંખ્યા અને બિંદુના નામ, રેખાખંડની સંખ્યા અને નામ, અંત્યબિંદુની સંખ્યા અને નામ, દરેક રેખાખંડમાં હોય એવું અંત્યબિંદુ અને રેખાખંડ ને લખવાની રીત લખો.

ગણિત તાલીમ થરાદ.............. કઠિન અધ્યયન નિષ્પતિ નું સરળિકરણ. મોડલ અને જૂથ ચર્ચા દ્વારા તાલીમને રસપ્રદ બનાવી. આ તાલીમ બ...
26/09/2024

ગણિત તાલીમ થરાદ.............. કઠિન અધ્યયન નિષ્પતિ નું સરળિકરણ. મોડલ અને જૂથ ચર્ચા દ્વારા તાલીમને રસપ્રદ બનાવી. આ તાલીમ બાળકોના સર્વાંગીણ વિકાસ માટે ઉપયોગી. પુસ્તકના જ્ઞાનને બાહ્ય જ્ઞાન સાથે જોડવાનો એક પ્રયાસ.

ધોરણ:-7 પ્રકરણ:-2 મનુષ્યમાં પાચન
02/08/2024

ધોરણ:-7 પ્રકરણ:-2 મનુષ્યમાં પાચન

ધોરણ:-8 પ્રકરણ:-2 સૂક્ષ્મજીવો
02/08/2024

ધોરણ:-8 પ્રકરણ:-2 સૂક્ષ્મજીવો

*આવતી કાલ પરીક્ષા માટે શુભેચ્છાઓ**પેપરમાં 30 માર્કસ વધુ મેળવવા કયા સૂત્રો પહેલેથી લખી રાખવા**ઓછા સમયમાં વધુ પ્રશ્નો કઈ ર...
06/04/2024

*આવતી કાલ પરીક્ષા માટે શુભેચ્છાઓ*

*પેપરમાં 30 માર્કસ વધુ મેળવવા કયા સૂત્રો પહેલેથી લખી રાખવા*

*ઓછા સમયમાં વધુ પ્રશ્નો કઈ રીતે લખવા*

PSE EXAM |STD :- 6|GELOT HARESH|: https://www.youtube.com/playlist?list=PLOqk6M1dICk26gU6QlZUwLnfR8v1dgGP0NMMS EXAM વિભાગ:-2 (SAT) શાળાકીય અભિયોગ્યતા કસોટી: ...

*મિશન NMMS**શ્રેણીનું ખોટું પદ શોધવું માત્ર 20 દિવસ બાકી**ભાગ:-2*https://youtu.be/l38NV-tMQ84?feature=shared*ભાગ:-1*http...
13/03/2024

*મિશન NMMS*
*શ્રેણીનું ખોટું પદ શોધવું માત્ર 20 દિવસ બાકી*
*ભાગ:-2*
https://youtu.be/l38NV-tMQ84?feature=shared
*ભાગ:-1*
https://youtu.be/cPLqPQ10HCQ?feature=shared
*NMMS ના સંપૂર્ણ પેપર સોલ્યુશન*
https://youtube.com/playlist?list=PLOqk6M1dICk3HdqTNCDiBnJvytG9OAZhc&feature=shared
*જોડાઓ અમારા ગ્રુપની સાથે*
https://shorturl.at/pqUW7
*ગુજરાતની સૌથી સફળ ચેનલ નવા વિડિયો મેળવવા ચેનલ ને સબસ્ક્રાઈબ કરો*

#સંખ્યાઓની_શ્રેણી પ્રકરણ:-1https://bit.ly/3ABFCuy #શબ્દોનું_સંકેતીકરણ પ્રકરણ:-2https://bit.ly/3oZ3nuk #શબ્દ_વર્ગવારી પ...

સી. વી. રામને (C V Raman) પ્રકાશના ક્ષેત્રે કરેલી પાયાની શોધ ‘રામન ઇફેક્ટ’ સમયની સાથે વધુ પ્રાસંગિક અને પ્રભાવક બનતી જાય...
01/03/2024

સી. વી. રામને (C V Raman) પ્રકાશના ક્ષેત્રે કરેલી પાયાની શોધ ‘રામન ઇફેક્ટ’ સમયની સાથે વધુ પ્રાસંગિક અને પ્રભાવક બનતી જાય છે
C. V. Raman
રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ- નેશનલ સાયન્સ ડે- ૨૮ ફેબ્રુઆરી
૧૯૩૦માં નોબેલ પ્રાઈઝ મેળવનાર વૈજ્ઞાનિક સી. વી. રામનની (C V Raman) સ્મૃતિમાં
સી. વી. રામને (C V Raman) શોધ્યું હતું દરિયાનો રંગ ‘બ્લુ’ હોવાનું સાચું કારણ
કોરોના વાયરસને પારખવામાં ‘રામન સ્પેક્ટ્રોસ્કોપી’ ઉપયોગી – IISc બેંગ્લોરના વૈજ્ઞાનિકો ટેસ્ટિંગ ઉપકરણ બનાવવાના માર્ગે
બ્લડ પ્લાઝમામાં કોરોના વાયરસની અસર નોંધી ‘રામન સ્પેક્ટ્રોમીટર’ ચોક્કસ વર્ણપટ (સ્પેક્ટ્રમ) આકૃત કરી આપે છે

૯૦ વર્ષ પહેલા સી.વી.રામને (C V Raman) કરેલી પ્રકાશના પરાવર્તન અને પ્રસરણ સંલગ્ન શોધ કોરોના વાયરસને સમજવામાં અને પારખવામાં કામે લાગી રહી છે. ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ બેંગ્લોરના વૈજ્ઞાનિકોની ટીમે પોર્ટેબલ રામન સ્પેક્ટ્રોમીટર વિકસાવી રહ્યા છે જે કોરોના દર્દીના બ્લડ પ્લાઝમામાં ઉત્પન્ન બાયોમાર્કર્સની ભાળ મેળવી કાઢશે. બ્લડ પ્લાઝમાની સ્પેક્ટ્રોસ્કોપી કરાતા ચોક્કસ વર્ણપટ મેળવી શકાય છે જે કોવિડ અને નોન-કોવિડ વ્યક્તિના બ્લડ પ્લાઝમા વચ્ચેનો ભેદ ઓળખવામાં મદદ કરે છે.

હાલ આ ઉપકરણ ટ્રાયલ ફેઝમાં છે જે ભોપાલ એઈમ્સના સહયોગથી IISc દ્વારા તૈયાર થયું છે. સાયન્ટીફીક એજ્યુકેશન રીસર્ચ બોર્ડ (SERB) દ્વારા નાણા ભંડોળ મળવાથી પૂરતા પરિક્ષણો અને એથિકલ કમિટીની મંજૂરી બાદ આ ઉપકરણ જાહેર આરોગ્ય ક્ષેત્રે ઉપયોગ માટે લાવવામાં આવશે
ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ બેંગ્લોરના ડૉ. તરુ વર્માના જણાવ્યા અનુસાર જ્યારે કોઈ વાઈરસ માનવ શરીરમાં પ્રવેશે ત્યારે તેના પ્રતિકાર માટે રક્તમાં એન્ટીબોડીઝ જન્મે છે. બ્લડ પ્લાઝમાંના સેમ્પલની રામન સ્પેક્ટ્રોસ્કોપી કરાતા તે સંક્રમણની પુષ્ટિ કરી આપે છે. બ્લડ (પ્લાઝમા) સેમ્પલની એક મોલીક્યુલર ફિંગરપ્રિન્ટ(આણ્વિક છબી) તૈયાર થાય છે જેને (C V Raman) રામન સ્પેક્ટ્રા પણ કહે છે. સેકડો સેમ્પલનો ડેટાબેઝ સ્ટોર થયા બાદ રામન સ્પેક્ટ્રોમીટર આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ અને મશીન લર્નિંગની મદદથી સેમ્પલ ચકાસવામાં ઝડપી અને અસરકારક બને છે.


C V Raman Spectrum blood plasma
સી. વી. રામને (C V Raman) પ્રકાશના ક્ષેત્રે કરેલી પાયાની શોધ ‘રામન ઇફેક્ટ’ સમયની સાથે વધુ પ્રાસંગિક અને પ્રભાવક બનતી જાય છે. વિજ્ઞાનની કોઈ એવી પેટાશાખા નથી જ્યાં ‘રામન ઈફેક્ટ’નો ઉપયોગ ન હોય. ઉર્જા, કોસ્મેટીક્સ, ફાર્મા, ફોરેન્સિક, નેનો ટેકનોલોજી, બાયોલોજી, જીઓલોજી અને સેમિકંડક્ટર જેવા માનવ જીવનના ૨૦થી વધુ ક્ષેત્રોમા ‘રામન ઇફેક્ટ’ ખુબ જ ઉપયોગી છે. ભારતના ચંદ્રયાને ચંદ્ર પર પાણી શોધ્યું તેની પાછળ પણ રામન સ્પેક્ટ્રોસ્કોપી જવાબદાર છે. ત્યારે એશિયાના સૌપ્રથમ નોબલ પ્રાઈઝ વિજેતા વૈજ્ઞાનિક એવા સી.વી. રામનના જીવનની રસપ્રદ વાતો જાણવી જોઈએ.

રામનના સમયમાં દુનિયાભરના લોકો અને વૈજ્ઞાનિકો વાદળી આકાશમાંથી પરાવર્તિત પ્રકાશના કારણે દરિયો બ્લુ દેખાતો હોવાનું માનતા હતા. સી. વી. રામનને (C V Raman) લંડનથી પાછા ફરતી વખતે ભૂમધ્ય સાગરને જોઈ મનમાં પ્રશ્નો થયા. ભારત આવી તેઓએ સાદા અને જુનવાણી યંત્રોની મદદથી દરિયાના પાણીનો રંગ બ્લુ હોવાનું સાચું કારણ શોધી આપ્યું. રામને સમજાવ્યું કે, દરિયા નું પાણી બ્લુ દેખાવા પાછળ આકાશ નહીં પરંતુ દરિયાનું પાણી પોતે જ જવાબદાર છે. સી. વી.રામન તામિલ બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા હતા. તેમને ઘરમાં જ સુશિક્ષણનું વાતાવરણ મળ્યું હતું. કલકત્તાની કોલેજમાં પ્રોફેસર બનવા માટે તેઓએ તત્કાલીન બ્રિટિશ ભારતની સરકારી નોકરીનો ઉચ્ચ પદ પર હોવા છતાં ત્યાગ કર્યો હતો.

C V Raman
• સી. વી. રામનની નોબેલ પ્રાઈઝ વિનિંગ શોધ:
‘’પ્રકાશ જ્યારે કોઈ પારદર્શક પદાર્થમાંથી આરપાર નીકળે અથવા અપારદર્શક પદાર્થ થકી પરાવર્તન (રીફલેકશન) પામે ત્યારે પ્રકાશપૂંજના અમુક કિરણો તેના મૂળ માર્ગ અને દિશાથી અમુક અંશે ફંટાય છે, જેને પ્રકાશનું વિસ્તરણ (સ્કેટરીંગ) કહે છે. ફંટાયેલા આ પ્રકાશ કિરણોની તરંગલંબાઈ અને આવૃત્તિ બદલાય છે જે તે પદાર્થ પર આધાર રાખે છે. બીજા શબ્દોમાં કહીએ તો ફંટાયેલા પ્રકાશનો વર્ણપટ(સ્પેક્ટ્રમ) મેળવી જે તે પદાર્થના ગુણધર્મો વિશે જાણી શકાય છે.’’ આ વાત સી. વી. રામને ૭ વર્ષ લાંબા સંશોધનકાર્ય બાદ સિદ્ધ કરી બતાવી. પદાર્થ દ્વારા પરાવર્તિત કે વિખેરાયેલા પ્રકાશના અભ્યાસને સ્પેક્ટ્રોસ્કોપી કહે છે.


આઝાદ ભારતનું પ્રથમ ભારત રત્ન પદક મેળવનાર સી.વી.રામન ભારતીય પરંપરાગત વાદ્યો વિશે પણ ઊંડી વૈજ્ઞાનિક સમજ ધરાવતા હતા. તેઓએ થોડા વર્ષો સુધી તબલા મૃદંગ જેવા વાદ્યોના ધ્વનિ, તેના કંપન અને સિદ્ધાંતો વિષે શોધ કાર્ય કરેલું.
એટ લાસ્ટ: સરકારી સંસ્થા ઈસરો બાદ અપર સ્ટેજ રોકેટ એન્જીન બનાવનારી ભારતની પ્રથમ ખાનગી કંપની સ્કાયરુટે એન્જીનનું નામ ‘રામન એન્જીન’ રાખ્યું છે.

શ્રી મોટીપાવડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ થરાદ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી. પી.આઇ. સાહેબ શ્રી ચિરાગભાઈ ચૌધરી  દ્વારા બા...
20/02/2024

શ્રી મોટીપાવડ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ થરાદ પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી. પી.આઇ. સાહેબ શ્રી ચિરાગભાઈ ચૌધરી દ્વારા બાળકોને અલગ અલગ રાયફલ ગન, કાયદો, કાનુન વ્યવસ્થા, સામાજિક પરિવર્તનમાં પોલીસની ભૂમિકા વગેરે વિશે ઊંડાણપૂર્વક સમજ આપી.

Address

Gujrat
Diyodar
1989

Alerts

Be the first to know and let us send you an email when Haresh Gelot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Haresh Gelot:

Shortcuts

Share

Category