Prakashkumar T.Patel

Prakashkumar T.Patel Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Prakashkumar T.Patel, Tutor/Teacher, Disa.

ધધગતી ગરમીમાં લોકશાહીના મહાપર્વમાં ફરજ પર ઉપડ્યા તમે પણ આવતીકાલે ઘર બહાર નીકળી તમારા  મતથી આ લોકશાહીના પર્વમાં સહભાગી બન...
06/05/2024

ધધગતી ગરમીમાં લોકશાહીના મહાપર્વમાં ફરજ પર ઉપડ્યા
તમે પણ આવતીકાલે ઘર બહાર નીકળી તમારા મતથી આ લોકશાહીના પર્વમાં સહભાગી બનજો
જય હિન્દ ભારત માતા કી જય

આજે ધો.૧૦નું પરિણામ જાહેર થયું છે ત્યારે આપ સૌ સમક્ષ એક પ્રેરક સત્ય ઘટના રજુ કરું છું જે નબળા પરિણામ વાળા વિદ્યાર્થીઓ અન...
07/06/2022

આજે ધો.૧૦નું પરિણામ જાહેર થયું છે ત્યારે આપ સૌ સમક્ષ એક પ્રેરક સત્ય ઘટના રજુ કરું છું જે નબળા પરિણામ વાળા વિદ્યાર્થીઓ અને એમના વાલીઓની હતાશા દૂર કરીને હિંમત આપશે.

રાજકોટની ચૌધરી હાઇસ્કુલ (સરકારી શાળા)માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ ધો.10ની બોર્ડની પરીક્ષા આપી. પરીક્ષાનું પરિણામ આવ્યું ત્યારે ઉચ્ચ ગુણાંક સાથે અનેક વિદ્યાર્થીઓ પાસ થયા પણ આ વિદ્યાર્થી માંડ માંડ પાસ થયો. અંગ્રેજીમાં ૩૫ માર્કસ, ગણિતમાં ૩૬ માર્કસ અને વિજ્ઞાનમાં ૩૮ માર્કસ.(માર્કશીટનો ફોટો મૂકેલો છે) પોતાના પરિણામથી હતાશ થવાના બદલે આ વિદ્યાર્થીએ આગળનો અભ્યાસ ચાલુ રાખ્યો. 11-12 આર્ટ્સ પૂરું કરીને એ કોલેજમાં દાખલ થયો. આ વિદ્યાર્થીનું અંગ્રેજી કેટલું કાચું હતું કે કોલેજમાં આવ્યો તો પણ પોતાના નામનો સ્પેલિંગ લખવામાં એ ભૂલ કરતો. નામમાં આવતા બધા અક્ષર નાના કરે અને નામનો છેલ્લો અક્ષર કેપિટલ કરે. એની આ ભૂલ જોઈને શિક્ષક ખીજાયા પણ ખરા આમ છતાં આ વિદ્યાર્થી નિરાશ કે હતાશ થયા વગર પોતાની ભૂલ સુધારીને આગળ વધવાના દ્રઢ સંકલ્પ સાથે ભણતો રહ્યો.

કોલેજનો અભ્યાસ અને બીએડ પણ પૂરું કરી લીધું પછી ચોટીલાની એક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી મળી. મહિનાનો પગાર માત્ર 2500 રૂપિયા. આ નોકરી દરમ્યાન જ આ છોકરાને કલેક્ટર બનવાનો વિચાર આવ્યો અને એના માટેની પરીક્ષાની તૈયારી કરવાનું નક્કી કર્યું. કલેક્ટર બનવા યુપીએસસીની અધરી પરીક્ષા આપવી પડે. આ છોકરાએ એમના પિતાજીને આ બાબતે વાત કરી.

પિતાજીએ આ દીકરાને ઉતારી પાડવાને બદલે પ્રોત્સાહન આપ્યું અને સારી રીતે તૈયારી કરી શકે એટલે નોકરી પણ મૂકી દેવાની મંજૂરી આપી. 2007માં પ્રાથમિક શિક્ષક તરીકેની નોકરી મૂકીને એ છોકરો કલેકટર બનવાની તૈયારીમાં લાગી ગયો. દસમા ધોરણમાં માંડ માંડ પાસ થનાર અને કોલેજ સુધી પોતાના નામનો સ્પેલિંગ પણ બરોબર ન લખી શકનાર કલેક્ટર બનવાનું સપનું જુવે એટલે લોકો મશ્કરી કરે એ સ્વાભાવિક છે પરંતુ એ છોકરો કોઈની વાત કાને ધર્યા વગર પરીક્ષાની તૈયારીમાં લાગી ગયો.

એમણે નક્કી કરેલું કે હું ભલે ગુજરાતી માધ્યમમાં ભણ્યો હોય પણ મારે પરીક્ષા તો અંગ્રેજી માધ્યમમાં જ આપવી છે. પ્રથમ વખત પરીક્ષા આપી ત્યારે અનુભવ થયો કે અંગ્રેજી લખવાની સ્પીડ બહુ જ ધીમી છે. સ્પીડ વધારવા કરસ્યું રાઈટીગનો ઉપયોગ કરવો પડે. એમણે આ ઉંમરે પણ કરસ્યું રાઈટીગ શીખીને ખૂબ પ્રેકટીસ કરી સ્પીડ વધારી.વર્ષ ઉપર વર્ષ પસાર થાય પણ પરીક્ષામાં સફળતા ન મળે. નિરાશ થયા વગર પોતાનાથી થતી ભૂલો સુધારીને આગળ વધે. આ સંઘર્ષયાત્રા દરમિયાન પરિવારનો પણ પૂરતો સપોર્ટ મળતો રહ્યો.

2012ના વર્ષમાં આ એમણે ભારત દેશની સૌથી અઘરી ગણાતી યુપીએસસીની પરીક્ષા પાસ કરી લીધી અને આઈએએસ બની ગયા. આ વિદ્યાર્થીનું નામ છે, તુષાર સુમેરા અને અત્યારે તેઓ ભરૂચમાં કલેકટર તરીકે સેવાઓ આપે છે. થોડા દિવસ પહેલા જ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સુમેરા સાહેબે ભરૂચ જિલ્લામાં ઉત્કર્ષ પહેલ અભિયાન અંતર્ગત કરેલા કામની નોંધ લઇને ટ્વીટર પર પણ તેનો ઉલ્લેખ કર્યો હતો. ૧૦માં ધોરણમાં સાવ સામાન્ય પરિણામ લાવનાર વિદ્યાર્થી ધારે તો એવું કામ પણ કરી શકે જેની વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશના વધપ્રધાને નોંધ લેવી પડે.

મિત્રો, નબળા પરિણામથી કારકિર્દીના બધા જ દરવાજાઓ બંધ નથી જતા માટે કોઈપણ જાતની ચિંતા કે ડર વગર જે પરિણામ આવ્યું છે એનો સ્વીકાર કરીને આગળ વધજો ભવિષ્યમાં તમને પણ સફળતાનો સ્વાદ ચાખવા મળશે. વાલીઓ પણ આ વાત સમજે કે ટકાવારી જરૂરી છે પણ ટકાવારી જ સર્વસ્વ નથી.

ધો.10 પરિણામ...

- સારા પરિણામ થી વધુ ઉત્સાહમાં ન આવવું
- ખરાબ પરિણામ થી નિરાશ ન થવું
- ગણિત ના ડર થી B ગ્રુપ લેવું નહિ
- બાપા પાસે પૂરતા પૈસા હોઈ તો જ ડોક્ટર થવાના કે પરદેશ જવાના સપના જોવા
- બી.ટેક થવા માટે 11-12 કરવા જરૂરી નથી D2D નો લાભ લો. ડિપ્લોમા ઇજનેરી માં પ્રવેશ લેવામાં શરમ ન અનુભવો
- સામાન્ય પ્રવાહ ની લાઈનો કોમર્સ,આર્ટ્સ વગેરે કારકિર્દી માટે જરાય ઉતરતી કક્ષા ની નથી.
- GPSC, UPSC માટે ડોક્ટર,ઈજનેર થવું જરૂરી નથી.
- પોતાની આવડત, મહેનત કરવાની તાકાત અને આર્થિક પરિસ્થિતિ જોઈને જ આગળ ની રણનીતિ નક્કી કરવી
- ટ્યૂશન/ક્લાસીસ ની દુનિયા માંથી બહાર આવો. એક મુક્ત અને સશક્ત ભારત તમારી રાહ જોઈ રહયું છે.

Congratulations to all students..
Student Future Matters

સગા અને વહાલાં માં સો ફેર સગાની સાથે સાથે ખુબજ વહાલ હતાં એવા મારે ઘણાંજ સબંધ લાગતાં સગા થાય ૧.કાંદળી પરીવાર ના નાતે કુટુ...
01/05/2021

સગા અને વહાલાં માં સો ફેર સગાની સાથે સાથે ખુબજ વહાલ હતાં એવા મારે ઘણાંજ સબંધ લાગતાં સગા થાય ૧.કાંદળી પરીવાર ના નાતે કુટુંબી,૨.મારા મમ્મીનાં માસીનાં દિકરા ભાઈનાં ઘરથી એટલે મારે મામી, ૩.મારા ધર્મપત્નીના માસી એટલે મારે માસીસાસું,૪.અમારા ફઈની દીકરીબેન નાં સાસુ જેમનાં ઘરે આટલા સબંધ તેમજ વહાલા લાગતા મારા મામી અવલબેનનો હસમુખો ચહેરો અને હકારાત્મક વિચારધારા ધરાવતા લાખણી ના ચૌધરી સમાજ નું ગૌરવ એવા દાતાર ચૌધરી (કાંદળી) અવલબેન ઉમેદભાઈ ના દેહાવસાન ના સમાચાર સાંભળીને દુઃખ થયું. સદગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે તેમજ પરિવારના સભ્યોને ભગવાન દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના.
સમાજમાં જ્યારે પણ ખુમાર વતી નારીને યાદ કરવામાં આવે ત્યારે એ યાદીમાં અવલબેનનું નામ અવશ્ય હોય જ. સ્વભાવે સરળ અને ઉદાર! પૈસાનું અભિમાન કે ગુમાન નહીં! વાત કરો થોડી અને કામ કરો દોડી એ અવલબેન ના જીવનનું એક સુત્ર હતું.સમાજમાં ભેદભાવ વગર સામાન્યમાં સામાન્ય માણસ ને પણ ઉપયોગી થવાની તેમની ભાવના હતી.નાગરિકો સાથે અને આમ જનતા સાથે તેમનો વ્યવહાર અને વર્તન સૌજન્યપૂર્ણ જોવા મળ્યો છે. આવલબેન પોતાની વાણી, વર્તન અને વ્યવહારથી કોઈને પણ દુઃખી કર્યા નથી. તેમના પ્રભાવશાળી ચહેરા ઉપર હંમેશા હાસ્ય જોવા મળ્યું છે. નિરાશા, થાક કે કંટાળાને તેમણે પોતાના જીવનથી હંમેશા દૂર રાખ્યા છે.
નમ્ર, વિવેકી, દાતારી, સરળતા વગેરે માનવીય ગુણો થી શોભાયમાન અવલબેન ના આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. આવી વીરતા ભરી દાતારીના સ્વર્ગમાં પણ સામૈયા થશે! ઓમ શાંતિ શાંતિ શાંતિ ...

મારા મિત્ર મુકેશભાઈ ને નવિન સાહસ કરવા બદલ અભિનંદન
09/12/2020

મારા મિત્ર મુકેશભાઈ ને નવિન સાહસ કરવા બદલ અભિનંદન

અમારા કાકા અને ઓઢા ગામનું વિરલ અને ઉમદા વ્યક્તિત્વ  ગામનું ગૌરવ જગમાલભાઈ એસ ચૌધરી (પૃર્વ પ્રમુખ તાલુકા પંચાયત દિયોદર)  હ...
24/11/2020

અમારા કાકા અને ઓઢા ગામનું વિરલ અને ઉમદા વ્યક્તિત્વ ગામનું ગૌરવ
જગમાલભાઈ એસ ચૌધરી (પૃર્વ પ્રમુખ તાલુકા પંચાયત દિયોદર) હવે આપણી વચ્ચે નથી રહ્યા....દિયોદર પંથકનો તેજસ્વી તારલો ખરી પડ્યો.....પરમકૃપાળુ પરમાત્મા સદગત આત્માને શાંતિ આપે અને પરિવાર ઉપર આવી પડેલ દુઃખની ઘડીએ સહનશક્તિ અર્પે એજ... ૐ શાંતિ શાંતિ...

ખૂબ ખૂબ અભિનંદન બેનશ્રી તમને કે આવી સેવા આપી રહ્યા છો
23/11/2020

ખૂબ ખૂબ અભિનંદન બેનશ્રી તમને કે આવી સેવા આપી રહ્યા છો

19/11/2020
સારા કાર્યો કરતાં માણસોને આગળ લાવવા તેમજ તેમનું સન્માન થાય તેવા હું પ્રયત્નો કરીશ
30/10/2020

સારા કાર્યો કરતાં માણસોને આગળ લાવવા તેમજ તેમનું સન્માન થાય તેવા હું પ્રયત્નો કરીશ

અમારી શાળા ના CRC J.K.Padhar Sir આજે શૈક્ષણિક સંગઠન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ આપ્યું ખુબ ખુબ  અભિનંદન
27/10/2020

અમારી શાળા ના CRC J.K.Padhar Sir આજે શૈક્ષણિક સંગઠન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ આપ્યું ખુબ ખુબ અભિનંદન

Address

Disa
385535

Telephone

+919429614844

Website

Alerts

Be the first to know and let us send you an email when Prakashkumar T.Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category