Pm Shri Roziya Primary School

Call Directions Contact the school

Pm Shri Roziya Primary School masti ki pathshala
its all about primary school's child activity

ખેલ મહાકુંભ ૨૦૨૬ તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં પી એમશ્રી રોઝિયા પ્રાથમિક શાળાનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન….
03/10/2026

ખેલ મહાકુંભ ૨૦૨૬ તાલુકા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધામાં પી એમશ્રી રોઝિયા પ્રાથમિક શાળાનું ઉત્કૃષ્ઠ પ્રદર્શન….

આજરોજ શ્રી એમ ડી મહેતા હાઈ સ્કૂલ ધ્રોલ સંચાલિત વિજ્ઞાનકેન્દ્ર દ્વારા આયોજીત બાલ ઉર્જા રક્ષક દળ અંતર્ગત બાળકો ઊર્જા ના મહ...
01/10/2026

આજરોજ શ્રી એમ ડી મહેતા હાઈ સ્કૂલ ધ્રોલ સંચાલિત વિજ્ઞાનકેન્દ્ર દ્વારા આયોજીત બાલ ઉર્જા રક્ષક દળ અંતર્ગત બાળકો ઊર્જા ના મહત્વ વિશે જાણે તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.આ કાર્યક્રમ માટે શાળા પરિવાર વતી ડાંગર પંકજભાઈ નો ખૂબ ખૂબ આભાર….

ખૂબ ખૂબ અભિનંદન! 🎉પી એમ શ્રી રોઝિયા પ્રાથમિક શાળાના ૪૨ બાળકોએ વર્ષ ૨૦૨૫-૨૬ માં ગુજરાત રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી વ...
12/09/2026

ખૂબ ખૂબ અભિનંદન! 🎉
પી એમ શ્રી રોઝિયા પ્રાથમિક શાળાના ૪૨ બાળકોએ વર્ષ ૨૦૨૫-૨૬ માં ગુજરાત રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી વિવિધ પરીક્ષાઓ જેવી કે (CET, NMMS , PSE , જ્ઞાનસાધના)માં ઉત્તીર્ણ થઈને સમગ્ર જામનગર જિલ્લામાં શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરી શાળા અને ગામનું નામ રોશન કર્યું છે તે બદલ તમામ તેજસ્વી વિદ્યાર્થીઓ, માર્ગદર્શક શિક્ષકો અને વાલીઓને હૃદયપૂર્વકના અભિનંદન!
*જે અંતર્ગત આપણા ગુજરાત રાજયના શિક્ષણ મંત્રી શ્રી રીવાબા આર.જાડેજાના જન્મ દિવસની ઉજવણીના કાર્યક્રમ દરમિયાન જામનગર જિલ્લાના મેયર શ્રીમતિ મોનિકાબેન એચ. વ્યાસના હસ્તે શિલ્ડ આપીને સન્માનિત કરી શાળાની આ સિદ્ધિ ને બિરદાવવામાં આવેલ છે.*
બાળકોની આ મહેનત અને શિક્ષકોના યોગ્ય માર્ગદર્શનનું જ પરિણામ છે. તમામ બાળકો ભવિષ્યમાં પણ આમ જ સફળતાના નવા શિખરો સર કરે તેવી હાર્દિક શુભકામનાઓ! 💐👏

"ઓ ઈશ્વર! તું મને એ ન આપ જે મને ગમે છે, પણ તું મને એ આપ જે મારા માટે યોગ્ય છે."પ્રાર્થના મનને શાંતિ આપે છે અને મુશ્કેલ સ...
21/08/2026

"ઓ ઈશ્વર! તું મને એ ન આપ જે મને ગમે છે, પણ તું મને એ આપ જે મારા માટે યોગ્ય છે."

પ્રાર્થના મનને શાંતિ આપે છે અને મુશ્કેલ સમયમાં ધૈર્ય રાખવાની શક્તિ પૂરી પાડે છે.

દેશની આન, બાન અને શાન એવા તિરંગાને ૮૦ માં સ્વાતંત્ર્ય દિને શત શત વંદન……
15/08/2026

દેશની આન, બાન અને શાન એવા તિરંગાને ૮૦ માં સ્વાતંત્ર્ય દિને શત શત વંદન……

ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુઃ, ગુરુ દેવો મહેશ્વરઃ |ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ |આજ રોજ અમારી શાળામાં ગુરુ પ...
29/07/2026

ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુઃ, ગુરુ દેવો મહેશ્વરઃ |
ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ |

આજ રોજ અમારી શાળામાં ગુરુ પૂર્ણિમા ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળામાં ભણતાં વિદ્યાર્થીઓ એ ગુરુ ના મહિમા વિશે વકતવ્ય આપ્યું તેમજ ગુરુ શિષ્ય વચ્ચેના સબંધોની વાર્તા દ્વારા ગુરુ મહિમા વિશે પોતાના વિચારો રજૂ કર્યા……..

આજરોજ શ્રી પીએમ શ્રી રોઝિયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ તથા પ્રગતિનો પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત ધ્રોલ તાલુક...
23/06/2026

આજરોજ શ્રી પીએમ શ્રી રોઝિયા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ તથા પ્રગતિનો પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત ધ્રોલ તાલુકા પંચાયત પ્રમુખ પ્રવીણભાઈ લીંબાસીયા ,માર્કેટિંગ યાર્ડ ડાયરેક્ટર મહેશ ચીખલિયા, લેન્ડ રેકોર્ડ ઇન્સ્પેક્ટર સુમિતભાઈ પરમાર સાહેબ ધ્રોલ, સરપંચ શ્રી ભગીરથસિંહ જી .જાડેજા ,એસએમસી શિક્ષણ વિદ ભગીરથસિંહ એલ. જાડેજા ,એસએમસી સભ્યો, આંગણવાડી સંચાલક, કાર્યકર વાલીગણ તેમજ સમગ્ર શાળા પરિવાર ની ઉપસ્થિતિ માં કાર્યક્રમ પુર્ણ કરવામાં આવ્યો.

આ કાર્યક્રમ અંતર્ગત સ્વ. વક્તુભા તખુભા જાડેજા તરફથી (રૂપિયા 5100/-) બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર તમામ બાળકોને સ્કૂલ બેગ તેમજ ધોરણ 3 થી 8 માં પ્રથમ ત્રણ નંબર મેળવેલ બાળકોને તેમજ CET, જ્ઞાન સાધના પરીક્ષામાં મેરીટમાં પસંદ થયેલ તમામ બાળકોને મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. ખૂબ ખૂબ આભાર દાતાશ્રી નો........

24/04/2026

"ક્ષિતિજની પેલે પાર પણ એક નવું જગત તમારી રાહ જુએ છે,
ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ માટે મંડી પડો, આ આભ તમારી રાહ જુએ છે."

"હસતાં-રમતાં વીત્યા વર્ષો, આજે વિદાયની વેળા આવી,આંખમાં થોડી ભીનાશ અને હૈયે અનેક આશા લાવી.પાપા પગલી અહીં ભરી 'તી, હવે ઊંચ...
24/04/2026

"હસતાં-રમતાં વીત્યા વર્ષો, આજે વિદાયની વેળા આવી,
આંખમાં થોડી ભીનાશ અને હૈયે અનેક આશા લાવી.
પાપા પગલી અહીં ભરી 'તી, હવે ઊંચી ઉડાન ભરજો,
આભને આંબવા નીકળ્યા છો, તો જવલંત સફળતા વરજો."

પી એમ શ્રી રોઝિયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ધોરણ 8 ના બાળકોનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું જે અંતર્ગત બાળકોએ શાળા પ્રત્યેના પોતાના સ્મરણો રજુ કર્યા તેમજ આચાર્યશ્રી તથા શિક્ષકોએ બાળકોને ઉજવળ ભવિષ્ય માટેની શુભેચ્છઓ પાઠવી અને અંતમાં બાળકોએ શાળાને મોમેન્ટ અર્પણ કરી ત્યારબાદ બાળકોને શિક્ષકો તરફથી ભોજન કરાવવામાં આવ્યું

Address

Roziya
Dhrol
361210

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm
Saturday 8am - 11:30pm

Telephone

+919737678978

Website

Alerts

Be the first to know and let us send you an email when Pm Shri Roziya Primary School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Pm Shri Roziya Primary School:

Shortcuts

Share

Category