24/07/2026
પ્રેસનોટ
SCHOOL
24/07/2026
પ્રેસનોટ
22/07/2026
શાળાકીય રમતોત્સવ - ૨૦૨૬ અંતર્ગત યોજાયેલ સ્વિમિંગ સ્પર્ધામાં શ્રી સાર્વજનિક હાઇસ્કૂલ, બ્રાહ્મણવાડા તા. ચાણસ્માના તેજસ્વી વિદ્યાર્થી રોહન રણજીતજી ઠાકોરે ૨૦૦ મીટર ફ્રી સ્ટાઈલ સ્વિમિંગ સ્પર્ધા માત્ર ૬.૩૧ મિનિટમાં પૂર્ણ કરી સમગ્ર પાટણ જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળા તથા સમગ્ર ચાણસ્મા તાલુકાનું નામ રોશન કર્યું છે.
શાળા પરિવાર તરફથી રોહનને આ ઉત્કૃષ્ટ સિદ્ધિ બદલ હૃદયપૂર્વક અભિનંદન .
17/07/2026
આજે અમારી શાળામાં બાળકોના સ્વાસ્થ્ય અને પોષણને પ્રાધાન્ય આપતા એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના આદરણીય શિક્ષક શ્રી શિતલપુરી ગૌસ્વામી તરફથી તમામ વિદ્યાર્થીઓને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ નાસ્તામાં ખારેકનુ વિતરણ કરવામાં આવ્યું હતું. શિક્ષણની સાથે-સાથે બાળકોના આરોગ્યની ચિંતા કરી આ સરાહનીય પહેલ કરવા બદલ શ્રી શિતલપુરી ગૌસ્વામી સાહેબનો ખૂબ-ખૂબ આભાર.🙏
13/07/2026
ગામના વડીલ સ્વ. કાનજીભાઈ રામજીભાઈ ચૌધરી (બ્રાહ્મણવાડા) ના પુણ્યસ્મરણાર્થે તેમના સુપુત્ર શ્રી દિક્ષિતભાઈ કાનજીભાઈ ચૌધરી તથા તેમના પરિવાર તરફથી શાળાના બાળકો માટે 'તિથિ ભોજન' નું આયોજન કરવામાં આવ્યું હતું.
દિવંગત આત્માના શ્રેયાર્થે અને સ્મરણાર્થે બાળકોને તિથિ ભોજન કરાવીને પરિવારે જે ઉમદા અને પ્રેરણાદાયી કાર્ય કર્યું છે, તે બદલ સમગ્ર શાળા પરિવાર વતી અમે તમના પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.
ઈશ્વર પરમ કૃપાળુ પરમાત્મા સ્વ. કાનજીભાઈના દિવ્ય આત્માને ચિર શાંતિ અર્પે અને પરિવારને આ સેવાકાર્ય કરવાની શક્તિ સદાય આપતો રહે તેવી પ્રાર્થના.
30/06/2026
ગં.સ્વ. જીવતબેન હરિસિંગભાઈ ચૌધરીના વૈકુંઠવાસ નિમિત્તે, તેમના આત્માની શાંતિ અર્થે તેમના પરિવાર દ્વારા શાળાના વ્હાલસોયા બાળકોને 'તિથિ ભોજન' કરાવીને એક સરાહનીય અને પવિત્ર કાર્ય કરવામાં આવ્યું છે.
શાળાના માસૂમ બાળકોના ચહેરા પરનું સ્મિત અને તેમના આશીર્વાદ ચોક્કસપણે સ્વર્ગસ્થ આત્માને પરમ શાંતિ આપશે. કપરા સમયમાં પણ સમાજ અને બાળકો પ્રત્યેની પોતાની ફરજ સમજીને આ પુણ્યશાળી કાર્ય કરવા બદલ તેમના સમગ્ર પરિવાર નરેન્દ્રભાઈ, પ્રકાશભાઈ, ધીરજલાલ તથા સમગ્ર સ્નેહીજનો નો શાળા પરિવાર વતી હૃદયપૂર્વક ખૂબ-ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ.
ઈશ્વર પરમ કૃપાળુ પરમાત્મા સ્વર્ગસ્થના પવિત્ર આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના. 🙏
26/06/2026
25/06/2026
શ્રી સાર્વજનિક હાઈસ્કૂલ, બ્રાહ્મણવાડા ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૬ ના પ્રારંભે ‘પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ’ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્ય માર્ગદર્શક તરીકે ઉપસ્થિત પાટણના નાયબ નિયામક સાહેબશ્રી (અ.જા.), સી.આર.સી કો.ઓ. ડો. નિલેશભાઈ વ્યાસ, ડેલિકેટ શ્રી દિનેશભાઈ ઠાકોર, સરપંચ શ્રીમતી અંકિતાબેન ચૌધરી, જીતુભાઈ પટેલ કિસાન મોરચો ભાજપ, મેડિકલ ઓફિસર બેનશ્રી, ગ્રામ સુધારણા મંડળના પ્રમુખ,મંત્રીશ્રી દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
શાળાના આંગણે આંગણવાડી, બાલવાટિકા, ધોરણ-૧ તેમજ ધોરણ-૯ અને ૧૧ ના નવપ્રવેશિત વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને ગોળ-ધાણાથી ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રીએ પ્રવચનમાં શાળાની શૈક્ષણિક અને રમતગમત ક્ષેત્રની ઉચ્ચ સિદ્ધિઓ વર્ણવી કન્યા કેળવણી પર વિશેષ ભાર મૂક્યો હતો. કાર્યક્રમના અંતમાં મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ મહોત્સવ પ્રસંગે ઉદારદિલ ભોજન દાતા સ્વ. લાલજીભાઈ વેલજીભાઈ ચૌધરી (હસ્તે: અંકિતભાઈ અને પ્રદીપભાઈ) તરફથી વિદ્યાર્થીઓ માટે સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જે બદલ શ્રી ગ્રામ સુધારણા મંડળ અને શાળા પરિવારે દાતાશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં ગ્રામ સુધારણા મંડળના કારોબારી સભ્યો,SMC ના સભ્યો, વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
21/06/2026
શાળાના વિદ્યાર્થી સચિનનું જોરદાર ચિત્રકામ