29/07/2026
સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, દેડિયાપાડા ખાતે 'ગુરુ પૂર્ણિમા' ની ભવ્ય ઉજવણી
દેડિયાપાડા, ૨૯ જુલાઈ ૨૦૨૬:
આજે સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, દેડિયાપાડા ખાતે 'ગુરુ પૂર્ણિમા' ના પવિત્ર પર્વની ભક્તિસભર માહોલમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કુ. પ્રીતિકા વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને ગુરુ વંદના સાથે થઈ હતી.
આ પ્રસંગે કોલેજના ગ્રંથપાલ શ્રી સંજય પરમાર તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. રિતેશ પરમારે ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વ સમજાવતા પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યા હતા. ત્યારબાદ કોલેજના પ્રિન્સિપાલ ડૉ. અનિલાબેન પટેલે વિદ્યાર્થીઓને પોતાના આશીર્વચન પાઠવ્યા હતા અને આજનો વિચાર રજૂ કર્યો હતો.
કાર્યક્રમના અંતે ડૉ. રમેશ વસાવા દ્વારા આભાર વિધિ સંપન્ન કરવામાં આવી હતી. અંતમાં સૌએ સાથે મળીને રાષ્ટ્રગીતનું ગાન કર્યું હતું અને તે સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ જાહેર કરવામાં આવી હતી.