03/09/2025
નવા બોયઝ હોસ્ટેલના લોકાર્પણ સમારોહ
🌟 આદર્શ નિવાસી શાળા કુમાર, દાહોદ – નવા બોયઝ હોસ્ટેલ લોકાર્પણ સમારોહ 🌟
📅 બુધવાર, 3 સપ્ટેમ્બર 2025 | 🗓️ ભાદરવા સુદ અગિયારસ
આજેનો કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગભર્યો રહ્યો.
🎉 મુખ્ય મહેમાનોનું સન્માનપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું.
💃 વિદ્યાર્થીઓએ વિવિધ નૃત્ય, વ્યાખ્યાન અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી સમારોહને રંગીન બનાવ્યો.
✨ એમબીબીએસમાં પ્રવેશ મેળવનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું માનનીય સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર સાહેબે સન્માન કર્યું અને પોતાના જીવનના અમૂલ્ય પ્રસંગો વહેંચી બાળકોને ભણતર પર ધ્યાન કેન્દ્રિત કરવા પ્રેરણા આપી.
✨ માનનીય ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી સાહેબે વિદ્યાર્થીઓને મોબાઈલની કુટેવોથી દૂર રહી અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સંદેશ આપ્યો અને આ વિસ્તારના વિદ્યાર્થીઓ UPSC/IPS જેવા પ્રતિષ્ઠિત ક્ષેત્રે આગળ વધે તેવી ચિંતા વ્યક્ત કરી.
✨ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કરણસિંહ ડામોર સાહેબે સરકારની વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કર્યા અને વિદ્યાર્થીઓને પ્રગતિ માટે પ્રોત્સાહન આપ્યું.
✨ પ્રાયોજના વહીવટદાર અધિકારી દાહોદ શ્રી દેવેન્દ્ર પ્રકાશ મીના સાહેબ સતત વિદ્યાર્થીઓ અને શાળાના સર્વાંગી વિકાસ માટે ચિંતિત તથા તત્પર રહે છે. તેમના દૃઢ માર્ગદર્શન અને કાળજીપૂર્વકના સંકલન હેઠળ આજનો કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો.
🙏 ઉપસ્થિત તમામ મહેમાનોના આશીર્વચન, વિદ્યાર્થીઓની રંગીન રજૂઆત અને અધિકારીઓના માર્ગદર્શનથી આજનો સમારોહ અનોખી ભવ્યતા પ્રાપ્ત કરી શક્યો.. 🚩