20/11/2017
એક નાનકડી પિકનીક મારી આ વર્ષના ડાબર્સ ટયુશનકલાસ સાથે ખૂબ મઝા આવી. ખૂબ મસ્તીઆ કરી. ૩-૪ જગ્યાહએ ફર્યા. પાટાડુંગરી ગયા, મૂવી જોવા ગયા, કાળીડેમ ગયા અને છેલ્લે હેલીપેડ પર ગયા ત્યાંવ ફોટોગ્રાફી કરી. અને ઠંડી હવાનો આનંદ માણ્યોત. એમાય એવું થયું કે અમારા સીવાય આખા થીએટરમાં બીજુ કોઇ જ નહી. મારા સીવાય બધાની પહેલી મૂવી.
વિચાર કરો ૧૭-૧૮ વર્ષની ઉમરે પણ ના તો એ કયારેય ગામથી ૧૦ કિ.મી દૂર પાટાડુંગરી ગયા, ના તો એ ૨૦ કિ.મી. દૂર પિકનીક સ્પોગટ કાળીડેમ ગયા, ના એ સીનેમાઘરમાં મૂવી જોવા ગયા કે ના તો એમણે કયારેય ફોટોગ્રાફીની મઝા માણી હતી. કયારેય આમ પરિવાર વિના શાળામાંથી પણ પ્રવાસ નો‘તા ગયા. એટલે જ કદાચ હું નિમિત હોઇશ એમની આ બધુ પ્રથમવાર માણવાની ખુશીનો. ખૂબ ખુશ છુ તેમને આ ખુશી આપીને.
હા પણ આમા એમના પરિવારનો દોષ નથી, આ સમાજનો દોષ છે જયાં છોકરીને એકલા મોકલતા એ માં-બાપનો જીવ જ ના ચાલે. મને એમ થાય કે આ ઉંમરે કેટલા સપના જોતા થઇ જાય આ લોકો, તરુણાવસ્થાશનો આ તબક્કો તેમના જીવન માટે કેટલો ઉપયોગી થઇ શકે. અહીયાંથી તો તેમના જીવનને એક દિશા મળતી હોય છે.
જીવન મઝા માણવા માટે છે એ વાત ખરી પણ છોકરીઓ માટે એ વ્યનવસ્થાે સમાજમાં છે ખરી ? ૧૫-૨૦ ટકા છોકરીઓ થોડી ખુલીને બહાર આવી છે એનો મતલબ એવો નથી કે બધુ સુધરી ગયું છે. છોકરીઓને ભણાવી ગણાવીને હોશીયાર બનાવવી એ દરેક સમાજની નૈતિક જવાબદારી હોવી જોઇએ. સમાજ જયારે એ જવાબદારી માંથી ચૂકી જાય છે ત્યાદરે ચોર બદમાશ બળાત્કાારીઓ વધી જાય છે. કારણ કે છોકરીઓનો ઉછેર જ એ રીતે નથી થતો જે રીતે થવો જોઇએ. તો એમનામાં ખોટાને રોકવાની તાકાત આવે કયાંથી ? અને પછી માં તરીકે યોગ્યએ રહી શકતી નથી અને તેથી એના બાળકોમાં યોગ્ય તા લાવી શકતી નથી.
ગઇકાલની જ વાત છે મારા મોટાભાઇની છોકરી બધા બાળકો સાથે ઘર-ઘર રમી રહી હતી. તો એ હમેશા ઘરે રહેવાનું, જમવાનું બનાવાનું, ઘરનું કામ કરનારું જ પાત્ર બનતી મે એમની રમતને ઘર માંથી ઓફિસમાં મુકી દીધી. એ જયારે ઘરનું પાત્ર ભજવતી ત્યાફરે કશું નો‘તી બોલતી. પણ ઓફિસની રમતમાં એને બોસ બનાવી તો એણે આખી રમતનું હેન્ડ્લીંગ કરી નાખ્યુંા. છોકરો છે કે છોકરી કોઇ ફર્ક નથી પડતો, પણ તેમને કેવું વાતાવરણ આપવામાં આવે છે તેના પર ડીપેન્ડછ કરે છે કે આગળ જઇને શું બનશે. ડરપોક કે તાકાતવર. છોકરીઓને પ્રોટેકશન સાથે થોડી આઝાદી આપો કે જેથી તેઓ આઝાદ બનીને આ આકાશમાં ઊડી શકે અને પોતાની જીંદગીને માણી શકે. જેના માટે તેમનો જન્મ થયો છે. ખુશ રહેવું અને યોગ્યીતાથી જીવવું એ દરેક વ્યતક્તિનો જન્મઅસિદ્ધ અધિકાર છે.
તમારી છોકરીને રોકટોક કરો કેમ કે જમાનો ખરાબ છે પણ તમારા છોકરાને બે ઘડી બેસીને સમજવો કે જમાનો કેમ ખરાબ છે. – Prit Leela Dabar