Dahod Jilla Vignan.mandal

Dahod Jilla Vignan.mandal Science teacher organization

દાહોદ જિલ્લા વિજ્ઞાન મંડળ બીજી કારોબારી સભા યોજાઈ.... દાહોદ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વિજ્ઞાન મંડળ ની બીજ...
28/09/2023

દાહોદ જિલ્લા વિજ્ઞાન મંડળ બીજી કારોબારી સભા યોજાઈ.... દાહોદ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વિજ્ઞાન મંડળ ની બીજી કારોબારી સભા કંજેટા માધ્યમિક શાળા કંજેટા તાલુકો ધાનપુર ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સુરેશભાઈ મેડા સાહેબના અધ્યક્ષ સ્થાને તેમજ શિક્ષણ નિરીક્ષક શ્રીમતી મેધાવીનીબેન શાસ્ત્રી અને સલાહકાર શ્રી કમલેશ લીમ્બાચીયા ની પ્રેરક ઉપસ્થિતિમાં રાખવામાં આવી હતી જેમાં પ્રાર્થના અને સ્વાગત નૃત્ય શાળાની બાલિકાઓ દ્વારા કરવામાં આવ્યું સ્વાગત પ્રવચન મંત્રી રાજેશ જાદવ દ્વારા કરવામાં આવ્યું ખજાનચી તરીકે શ્રીમતી હેતલબેન કિશોરી અને સહમંત્રી શ્રી સુનિલભાઈ પંચાલ અને મહિલા કન્વીનર શ્રીમતી રેણુકાબેન બામણ નિયુક્તિ કરવામાં આવી. વિજ્ઞાન મંડળના કારોબારી સભ્યો આચાર્ય તરીકે નિયુક્ત થયા તેમનું સાલ અને બુકે દ્વારા સન્માન કરવામાં આવ્યું વિજ્ઞાન મંડળની ₹300 ફી ઉઘરાવા બાબત ધોરણ 10 અને 12 ના પરિણામ અંગેની પણ ચર્ચા કરવામાં આવી 40% થી ઓછી પરિણામ ધરાવતી શાળાઓના શિક્ષકોનો વર્કશોપ બાબત પણ ચર્ચા કરવામાં આવી શિક્ષણ નિરીક્ષક શ્રીમતી મેઘાણીબેન શાસ્ત્રી દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ અધ્યક્ષ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સુરેશ મેડા દ્વારા પણ વિવિધ પ્રવૃત્તિ અંગે અને પરિણામ સુધારણા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમ સંચાલન માનસી જોશી દ્વારા કરવામાં આવ્યું જેમાં હોદ્દેદારશ્રીઓ સંકુલ સંયોજક શ્રી અને 25 જિલ્લા કારોબારી સભ્ય ઉપસ્થિત રહ્યા હતા

આજે તા 25/7/23 ના રોજ દાહોદ જિલ્લા વિજ્ઞાન મંડળ ની નવી કારોબારી ના હોદ્દેદારો એ શ્રી સુરેશભાઈ મેડા . દાહોદ જિલ્લા શિક્ષણ...
25/07/2023

આજે તા 25/7/23 ના રોજ દાહોદ જિલ્લા વિજ્ઞાન મંડળ ની નવી કારોબારી ના હોદ્દેદારો એ શ્રી સુરેશભાઈ મેડા . દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી સાહેબ શ્રીની શુભેચ્છા મુલાકાત લીધી. જેમાં વિજ્ઞાન મંડળ ના સલાહકાર શ્રી કે ડી લીમ્બાચીયા, મહામંત્રી શ્રી રાજેશભાઈ જાદવ, ઉપપ્રમુખ શ્રી સી બી પટેલ અને સહમંત્રી શ્રી રીપલભાઈ અગ્રવાલ એ સાહેબશ્રી સાથે પરામર્શ કરીને જિલ્લાનું ધોરણ 10 અને 12 નું પરિણામ સુધારણા માટેનું આયોજન કરવા માટેની વિચારણા કરવામાં આવી .

દાહોદ જિલ્લા વિજ્ઞાન મંડળ ની ખાનગી એપ આવી ગઈ છે.દરેક સભ્યો નીચે આપેલ લીંક પર ક્લિક કરીને તરત જ ગ્રુપ સાથે જોડાઓ અને પોતા...
22/07/2023

દાહોદ જિલ્લા વિજ્ઞાન મંડળ ની ખાનગી એપ આવી ગઈ છે.

દરેક સભ્યો નીચે આપેલ લીંક પર ક્લિક કરીને તરત જ ગ્રુપ સાથે જોડાઓ અને પોતાનું ઓળખપત્ર મેળવો. - Powered by Kutumb App

દાહોદ જિલ્લા વિજ્ઞાન મંડળ

"નવી દિશા નવું ફલક "કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે જિલ્લાકક્ષાનો કારકિર્દી માર્ગદર્...
02/06/2022

"નવી દિશા નવું ફલક "કાર્યક્રમ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે જિલ્લાકક્ષાનો કારકિર્દી માર્ગદર્શન સેમીનાર એન ઈ જીરૂવાલા હોલ ખાતે યોજવામાં આવે

દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી અને દાહોદ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વિજ્ઞાન મંડળ તથા જીલ્લા લોક વિ...
08/02/2022

દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી અને દાહોદ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વિજ્ઞાન મંડળ તથા જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દાહોદ ના સંયુક્ત ઉપક્રમે ૪૦ ટકાથી ઓછો પરિણામ ધરાવતી શાળાઓના શિક્ષકોનો બે દિવસીય વર્કશોપ જીલ્લા શિક્ષણાધિકારી શ્રીમતી કાજલબેન દવે ના માર્ગદર્શન હેઠળ નવજીવન ગલ્સહાઈસ્કૂલ દાહોદ ખાતે
શિક્ષણ નિરીક્ષક શ્રીમતી મેઘાવિનીબેન શાસ્ત્રી ના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.જેમાં સ્વાગત પ્રવચન શાળાના આચાર્યા રાગિણીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું. વર્કશોપ અંગેની ભૂમિકા વિજ્ઞાન મંડળ મંત્રી કમલેશ લીમ્બાચીયા દ્વારા બાંધવામાં આવી .વિજ્ઞાન મંડળના ઉપપ્રમુખ બી એન દુબે દ્વારા પણ શિક્ષકોને માર્ગદર્શન આપવામાં આવ્યું અધ્યક્ષે પણ પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર્યું હતું મદદનીશ શિક્ષણ નિરીક્ષક સબુરભાઇ કિશોરી અને એન આર વસૈયા હાજર રહ્યા હતા તા 7/2/22 ગણિત -વિજ્ઞાન તજજ્ઞો દ્વારા ગણિત વિજ્ઞાન વિષય શિક્ષક મિત્રોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તા 8/2/22 અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાનના તજજ્ઞ મિત્રો દ્વારા અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાનના શિક્ષક મિત્રોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ વર્કશોપ ની મુલાકાત જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીમતી કાજલબેન દવે લઇ અને જિલ્લાનુ પરિણામ કેવી રીતે વઘુ આવે તે અંગે શિક્ષકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રકાશ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું આ વર્કશોપ માં ગણિત - વિજ્ઞાનના 104 શિક્ષકો, અંગ્રેજી વિષય ના 89 શિક્ષકો તેમજ સામાજિક વિજ્ઞાનના 72 શિક્ષકો આમ બે દિવસીય વર્કશોપ માં કુલ 265 શિક્ષક મિત્રો હાજર રહ્યા હતા

National science day ni ujavani antargat Community science center Dahod district Dahod jilla vignan mandal ne Lokdown de...
26/02/2021

National science day ni ujavani antargat Community science center Dahod district Dahod jilla vignan mandal ne Lokdown dermiyan pan sakriya rahi ne Std 10 mate Redio FM per "shikshan strot Radio Paroksha ", New Education policy per teachers mate Webinar, "Std 12 science students mate mental health during Covid 19 " Std 10ane 12 science na subject mate question paper with answer taiyar karvano work shop rakhvana avyo hato ava program nu ayogan badal Award apvama aviyo hato jene svikarta vignan mandal na members jillashikshan adhikari Smt kajalben Dave madam pan vignan mandal ne abhinandan pathavya hata

ઘોરણ ૧૦ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની શાળામાં પરિણામ સુધારણા અંતર્ગત  વર્ક શોપ...     ......        દાહોદજિલ્લાશિક્ષણાધિક...
18/02/2021

ઘોરણ ૧૦ અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહની શાળામાં પરિણામ સુધારણા અંતર્ગત વર્ક શોપ... ...... દાહોદજિલ્લાશિક્ષણાધિકારીશ્રીની કચેરી,દાહોદ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વિજ્ઞાન મંડળ અને લોક વિજ્ઞાન કેન્દ્ર દાહોદ ના સંયુક્ત ઉપક્રમે પરિણામ સુધારણા અંતર્ગત ધોરણ ૧૦ અને ૧૨ સાયન્સના ગણિત અને વિજ્ઞાન વિષયના પેપર જવાબ સહિત તૈયાર કરવાનો વર્કશોપ લિટલ ફ્લાવર સ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી કાજલબેન દવે ના અધ્યક્ષ સ્થાને તેમજ શિક્ષણ નિરીક્ષક શ્રી સુરેશભાઈ મેડા અને મદદનીશ શિક્ષણ નિરીક્ષક શ્રી રાકેશ ભોકણની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો સ્વાગત પ્રવચન લોકવિજ્ઞાન કેન્દ્ર સંયોજક શ્રી કૃતાથભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યો હતુ વર્કશોપ ને લગતી સમગ્ર ભૂમિકા વિજ્ઞાન મંડળ ના મંત્રી શ્રી કમલેશ લીમ્બાચીયા દ્વારા આપવામાં આવી હતી આ પ્રસંગે ઉપ-પ્રમુખ બી એન દુબે અને આર એસ દુબે તેમજ જિલ્લા ગણિત વિજ્ઞાન નાતજજ્ઞ શિક્ષક મિત્રો હાજર રહ્યા હતા આ પેપર જવાબ સહિત છપાવી દાહોદ જિલ્લામાં આવેલ તમામ શાળાઓમાં લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા આપવામાં આવશે.જિલ્લા ના પરિણામ સુધારણા અંતર્ગત લોક વિજ્ઞાન કેન્દ્ર દાહોદ ના ઉત્તમ પ્રયાસ ને જિલ્લા શિક્ષણાધિકારી તેમજ દાહોદ જિલ્લા વિજ્ઞાન મંડળ દ્વારા આકારવામાં આવ્યુ હતું

દાહોદ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વિજ્ઞાન મંડળ અને ઈન્ટરનેશનલ એસોસીએશન આપે લાયન્સ કલબ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨ એફ ૧...
05/12/2020

દાહોદ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વિજ્ઞાન મંડળ અને ઈન્ટરનેશનલ એસોસીએશન આપે લાયન્સ કલબ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨ એફ ૧ રિજિયન ૭ અને ઝોન ૨ દ્વારા આયોજિત વેબિનાર " સ્ટુડન્ટ મેન્ટલ હેલ્થ ડયુરીગ covid-19 " તારીખ 5 12 2019 ને શનિવારના રોજ 5:00 રાખવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના મિતાલી એન્ડ પાર્ટી દ્વારા કરવામાં આવી. રાષ્ટ્રધ્વજ વંદના લા સેફીભાઈ પિટોલવાલા દ્વારા કરવામાં આવી. પ્રિસાઇડિંગ ઓફિસર લા કમલેશ લીમ્બાચીયા ઝોન ચેરમેન દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું આવ્યુ. ઉદઘાટક લા જે પી ત્રિવેદી ડિસ્ટ્રિક્ટ ગવર્નર દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરક ઉદબોદન કરવામાં આવ્યું મુખ્ય મહેમાન જિલ્લાના શિક્ષણાધિકારી શ્રીમતિ કાજલબેન દવે દ્વારા પણ બાળકોને પ્રોત્સાહિત થાય તેવું ઉદબોદન કર્યું હતું વેબિનાર ના મુખ્ય વક્તા ડો રમેશ આર પરમાર એમડી( મનોચિકિત્સક) દ્વારા સાયન્સના વિદ્યાર્થીઓને માનસિક સ્વાસ્થ્ય, કોરોના વિશેની કઈ તકેદારી રાખવામાં આવે, કેવી રીતે વાંચવું,ઓનલાઈન અભ્યાસ, જેવા અગત્યના મુદ્દા ઉપર પોતાના સચોટ માર્ગદર્શન આપ્યું હતું. પ્રશ્નોત્તરી દરમિયાન વિદ્યાર્થીઓના પ્રશ્નોનુ નિરાકરણ કર્યું હતું સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મહેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આભારવિધિ લા યુસુફી કાપડિયા દ્વારા કરવામાં આવી હતી.આ વેબિનારમાં 200થી વધુ વિદ્યાર્થીઓ જોડાઈ અને સફળ બનાવ્યો હતો.

Special for Std 12 Science Students...........  દાહોદ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વિજ્ઞાન મંડળ અને ઘી એસોસિ...
03/12/2020

Special for Std 12 Science Students........... દાહોદ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વિજ્ઞાન મંડળ અને ઘી એસોસિયેશન ઓફ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨ F 1 Reg 7 Zone 2 સંયુક્ત ઉપક્રમે ધોરણ 12 સાયન્સ ના ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ "Students mental health during Covid 19 "માટે મેન્ટલ હેલ્થ કેવી રીતે જાળવી રાખી તૈયારી કરવી તેવા શુભ આશયથી વેબિનાર નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ડો રમેશ આર પરમાર (એમ ડી) મનોચિકિત્સક માર્ગદર્શન આપશે તો જિલ્લાના સાયન્સ પ્રવાહમાં અભ્યાસ કરતાં ધોરણ 12 ના વિદ્યાર્થીઓ વેબિનાર નો લાભ લે.વિજ્ઞાન પ્રવાહના શિક્ષક મિત્રો આપેલ લીંક અને માહિતી દરેક વિદ્યાર્થી સુધી પહોંચે અને વિદ્યાર્થીઓ વઘુ મા વઘુ જોડાય તેવા પ્રયત્ન કરી સહકાર આપવા નમ્ર વિનંતી છે https://us02web.zoom.us/j/9376217657

12/11/2020

આજથી શરૂ થતાં દિવાળીનાં દરેક પર્વ માટે આપને અને આપના પરીવાર ને હાર્દિક શુભેચ્છા..
ઈશ્વર આપને અને આપનાં પરિવારને સુખ,શાંતિ,સમૃધ્ધિ,ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એ જ શુભકામના ..

કમલેશ લિમ્બાચીયા( મહા મંત્રી)
દાહોદ જિલ્લા માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા વિજ્ઞાન મંડળ તા અને જિ દાહોદ
દાહોદ

Mitro diabetes check mate follow link and check your risk for diabetes
04/11/2020

Mitro diabetes check mate follow link and check your risk for diabetes

1 in 11 Person in the world has diabetes. 1 in 2 Persons who have diabetes dont know they have diabetes. 90 Millions People worldwide are having risk of getting diabetes by 2030. Do you know your risk?

Address

R And L Pandya High School
Dahod
389151

Telephone

9898033471

Website

Alerts

Be the first to know and let us send you an email when Dahod Jilla Vignan.mandal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category