Shri Sarswat Educational Society

Shri Sarswat Educational Society This institute was founded mainly to educate children of Kutchy Sarswat Community, so that we built a huge building in 1992 with all modern facilities.

05/03/2023

*આદરણીય સારસ્વત જ્ઞાતિજનોને એક નિવેદન...*
(આ મેસેજ અમારે બીજી વખત પ્રસિદ્ધ કરવાની આવ્યશક્તા ઉભી થઇ છે કારણકે આ સંસ્થાને સારસ્વત બાળકોમા શિક્ષણનો વ્યાપ વધે તે માટે હજુ ઘણું કામ બાકી છે, અને વધુ કાર્યો કરવા માટે નાણાની જરુરિયાત રહેશે. તો સર્વે જ્ઞાતિજનો ને વિનંતી કે આ સંસ્થા દ્વારા ફેલાવેલી ઝોલી છલકાવી દેશે... મેસેજ થોડો લાંબો છે પરંતુ આપણી ભાવી પેઢીને શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવાનો છે તો બની શકે તો ફક્ત એક વાર જરુર વાંચશો એવી નમ્ર અપીલ છે.)
તા. ૦૪-૦૩-૨૦૨૩
*શ્રી સારસ્વત એજ્યુકેશનલ સોસાયટી-માંડવી* દ્વારા સમગ્ર કચ્છના કોઇપણ ગામમાં રહી અભ્યાસ કરતા કચ્છી સારસ્વત જ્ઞાતિના ધોરણ ૧૦ અને તેથી ઉપરના કોઇપણ ધોરણ કે કોઇપણ ફેકલ્ટીના કોલેજના વિદ્યાર્થીઓને છેલા ૭ વર્ષોથી મેરીટના ધોરણે શિષ્યવૃત્તિ સ્વરૂપે રોકડ સહાયથી પુરસ્કૃત કરવામાં આવે છે. આ વર્ષે એટલે કે આઠમાં વર્ષે પણ વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન આ પ્રક્રિયા ચાલુ કરવામાં આવી રહી છે. આ અંગે વિસ્તૃત માહિતી માટે નીચે જણાવેલા હોદ્દેદારોનો સંપર્ક કરવો.
દર વર્ષે લાભાર્થી વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતો રહે છે. સંસ્થા પાસે જે ફંડ ફિક્ષ ડીપોસિટ સ્વરૂપે બેંકમાં જમા છે તેના વ્યાજ માંથી ઉપરોક્ત શિષ્યવૃત્તિની રકમ ફાળવવામાં આવે છે, જે માર્યાદિત છે એટલે પ્રત્યેક વિદ્યાર્થીને શિષ્યવૃત્તિની રકમમાં દરેક વર્ષે ઘટાડો થતો જાય છે. જોકે ગત ૨-૩ વર્ષોથી સારસ્વત સમાજના દિલેર દાતાશ્રીઓ પાસે ટહેલ નાખતાં, અનેક દાતાશ્રીઓ તરફથી શિષ્યવૃત્તિની રકમ અનેક વિદ્યાર્થીઓ માટે સ્પોન્સર થઇ છે. જેની પ્રસિદ્ધિ સમયાંતરે દરેક માધ્યમો દ્વારા થઇ છે.
તેજ રીતે ચાલુ વર્ષ અને આગામી વર્ષો માટે પણ સ્પોન્સરશીપ લેવા માટે દાનની અપીલ કરવામાં આવે છે કે, *કચ્છ જીલ્લામાં શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરતી સારસ્વત જ્ઞાતિની આ એકમાત્ર સંસ્થાને યથાશક્તિ દાન આપી આ ભગીરથ કાર્યમાં હજુપણ વધુ સુંદર કાર્ય થઇ શકે તેમાટે સહયોગી બને.* સંસ્થાનું સ્થાપિત ફંડ વધે તે માટે અમોએ ગત વર્ષો માં *“કાયમી શિષ્યવૃત્તિ ફંડ”* ની રચના કરી છે જે અંતર્ગત કોઈ દાતા એક વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ સ્વરૂપે અપાતી રકમના કાયમી ધોરણે સ્પોન્સર થવા રૂ ૨૫૦૦૦/- નું દાન અર્પણ કરે તો એમના કે એમના કોઈ સદ્દગત વડીલના નામથી કાયમી ધોરણે દરવર્ષે એક વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ વિતરિત થાય. એની યોગ્ય મીડિયા દ્વારા જાહેરાત તો દરવર્ષે થાય જ છે, તદુપરાંત સંસ્થાના મકાનમાં યોગ્ય જગ્યાએ ૨૫ હજાર કે તેથી ઉપર ના દાતાશ્રીઓ ની નામાવલી એક જનરલ તખ્તી સ્વરૂપે રાખવામાં આવશે ઉપરાંત ઓડીટ રીપોર્ટમાં એ નામનો કાયમી ઉલ્લેખ રહે છે. આ ઉપરાંત કોઇ શ્રેષ્ઠી સદ્દગ્રહસ્થને ૧ વર્ષ માટેની શિષ્યવૃત્તિ સ્પોન્સર કરવી હોય તો ચાહે એટલા વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ રુપિયા ૩૦૦૦/- પ્રતિ વિદ્યાર્થી દીઠ રુપિયા ૩૦૦૦/- ના ગુણાંકમાં દાન આપી પોતાનો સહયોગ આપી શકે છે. આ યોજના અંતર્ગત અમોએ સંસ્થાની રૂ. ચાર લાખ જેટલી ફિક્ષ ડીપોજીટ રકમમાં વધારો કર્યો છે, તેમ છતાં હજુપણ મૂળ અંકિત ફંડ વધે તે ખુબજ જરૂરી છે. હાલે સંસ્થા પાસે રુપિયા ૧૫,૦૦,૦૦૦/- ની ફિક્ષ ડીપોઝીટ છે તે વધારીને રુપિયા ૨૫,૦૦,૦૦૦/- ની ફીક્ષ ડીપોઝીટ કરવાનો અમારો લક્ષ્ય છે કે જેથી વિદ્યાર્થીઓને અપાતી શિષ્યવૃત્તિ નો વ્યાપ વધારી શકાય. *તેથી આપ પણ આપનું કે આપના કોઈ સદ્દગત વડીલનું નામ કાયમી ધોરણે અજર-અમર આ શિક્ષણ ક્ષેત્રે રાખવા/રખાવવા ઈચ્છા ધરાવતા હો અથવા યથાશક્તિ એક કે અનેક વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ ૧ વર્ષ માટે સ્પોન્સર કરવા માંગતા હો તો આ લેખના અંતભાગમાં લખેલા હોદ્દેદારોનો સંપર્ક અવશ્ય કરશો.*
કાયમી શિષ્યવૃત્તિ ફંડ શરુ કર્યું ત્યારથી અત્યાર સુધી મળેલું અનુદાન અમે ટુંક સમયમાં દાતાશ્રીઓ ના નામ જોગ પ્રસિદ્ધ કરીશું.
*આ સંસ્થાની વાર્ષિક સામાન્ય સભા અને વખતો-વખતની કારોબારી સમિતિની સભાઓ નિયમિત યોજાય છે જેમાં વાર્ષિક ઓડીટેડ નાણાકીય હિસાબોની રજૂઆત અને ગતિવિધિના અહેવાલોની રજૂઆત નિયમિતપણે થાય છે અને બહાલી મેળવાય છે.*
ગત વર્ષો દરમ્યાન શિષ્યવૃત્તિનું વિતરણ આર્થિક સ્થિતિના ધોરણે કરવામાં આવ્યું નથી પરંતુ જેટલા અરજીપત્રકો આવ્યા તે સર્વે વિદ્યાર્થીઓને મેરીટના ધોરણે કરવામાં આવ્યું છે. જેથી મેરીટના ધોરણે રૂપિયા ૨૦૦૦ થી ૩૦૦૦ સુધીની રકમ શિષ્યવૃત્તિ સ્વરૂપે આપવામાં આવી છે, જે ખુબજ ઓછી રકમ કહેવાય કારણકે, આપણે સૌ જાણીએ છીએ કે, વર્તમાન સમયમાં અભ્યાસ ખર્ચ ખુબજ વધ્યું છે. માટે શિષ્યવૃત્તિની આ રકમમાં વધારો થાય તેવું અમે ઇચ્છીએ છીએ અને તે માટે આ સંસ્થાના સર્વે હોદ્દેદારો અને કારોબારી સભ્યો સતત વિચારશીલ અને પ્રયત્નશીલ છે.
*સારસ્વત જ્ઞાતિજનોને નમ્ર નિવેદન છે કે, આપ સૌ પણ વિચારો અને આ સંસ્થાને આર્થિક રીતે મજબુત કરવા આપનો યથાશક્તિ યોગદાન આપો તો જ આપણે આપણા બાળકને આજના સ્પર્ધાત્મક યુગમાં સમય સાથે કદમ મિલાવવા શક્તિમાન બનાવી શકીશું...........*
લી. અમે છીએ આપના વિશ્વાસુ,
ગીરીશ લાલજી જોશી-પ્રમુખશ્રી (ફોન:-૯૦૯૯૦૩૨૦૪૦)
અમિત કિશોરચંદ્ર માયરા-મહામંત્રીશ્રી (ફોન:-૯૮૨૫૩૮૫૭૬૮)
શ્રી સારસ્વત એજ્યુકેશનલ સોસાયટી-માંડવી.

04/02/2023

આદરણીય સારસ્વત જ્ઞાતિજનોને એક નિવેદન.... તા. ૦૧-૦૨-૨૦૨૩
શ્રી સારસ્વત એજ્યુકેશનલ સોસાયટી-માંડવી દ્વારા સમગ્ર કચ્છના કોઇપણ ગામમાં રહી અભ્યાસ કરતા કચ્છી સારસ્વત જ્ઞાતિના ધોરણ ૧૦ અને તેથી ઉપરના કોઇપણ ધોરણ કે કોઇપણ ફેકલ્ટીના કોલેજના વિદ્યાર્થીઓને છેલા ૭ વર્ષોથી મેરીટના ધોરણે શિષ્યવૃત્તિ સ્વરૂપે રોકડ સહાયથી પુરસ્કૃત કરવામાં આવે છે. આ વર્ષે એટલે કે આઠમાં વર્ષે પણ વર્ષ ૨૦૨૨-૨૩ દરમ્યાન આ પ્રક્રિયા ચાલુ કરવામાં આવી રહી છે. આ અંગે વિસ્તૃત માહિતી માટે નીચે જણાવેલા હોદ્દેદારોનો સંપર્ક કરવો.
દર વર્ષે લાભાર્થી વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતો રહે છે. સંસ્થા પાસે જે ફંડ ફિક્ષ ડીપોસિટ સ્વરૂપે બેંકમાં જમા છે તેના વ્યાજ માંથી ઉપરોક્ત શિષ્યવૃત્તિની રકમ ફાળવવામાં આવે છે, જે માર્યાદિત છે એટલે પ્રત્યેક વિદ્યાર્થીને શિષ્યવૃત્તિની રકમમાં દરેક વર્ષે ઘટાડો થતો જાય છે. જોકે ગત ૨-૩ વર્ષોથી સારસ્વત સમાજના દિલેર દાતાશ્રીઓ પાસે ટહેલ નાખતાં, અનેક દાતાશ્રીઓ તરફથી શિષ્યવૃત્તિની રકમ અનેક વિદ્યાર્થીઓ માટે સ્પોન્સર થઇ છે. જેની પ્રસિદ્ધિ સમયાંતરે દરેક માધ્યમો દ્વારા થઇ છે.
તેજ રીતે ચાલુ વર્ષ અને આગામી વર્ષો માટે પણ સ્પોન્સરશીપ લેવા માટે દાનની અપીલ કરવામાં આવે છે કે, કચ્છ જીલ્લામાં શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરતી સારસ્વત જ્ઞાતિની આ એકમાત્ર સંસ્થાને યથાશક્તિ દાન આપી આ ભગીરથ કાર્યમાં હજુપણ વધુ સુંદર કાર્ય થઇ શકે તેમાટે સહયોગી બને. સંસ્થાનું સ્થાપિત ફંડ વધે તે માટે અમોએ ગત વર્ષો માં “કાયમી શિષ્યવૃત્તિ ફંડ” ની રચના કરી છે જે અંતર્ગત કોઈ દાતા એક વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ સ્વરૂપે અપાતી રકમના કાયમી ધોરણે સ્પોન્સર થવા રૂ ૨૫૦૦૦/- નું દાન અર્પણ કરે તો એમના કે એમના કોઈ સદ્દગત વડીલના નામથી કાયમી ધોરણે દરવર્ષે એક વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ વિતરિત થાય. એની યોગ્ય મીડિયા દ્વારા જાહેરાત તો દરવર્ષે થાય જ છે, તદુપરાંત સંસ્થાના મકાનમાં યોગ્ય જગ્યાએ ૨૫ હજાર કે તેથી ઉપર ના દાતાશ્રીઓ ની નામાવલી એક જનરલ તખ્તી સ્વરૂપે રાખવામાં આવશે ઉપરાંત ઓડીટ રીપોર્ટમાં એ નામનો કાયમી ઉલ્લેખ રહે છે. આ યોજના અંતર્ગત અમોએ સંસ્થાની રૂ. ચાર લાખ જેટલી ફિક્ષ ડીપોજીટ રકમમાં વધારો કર્યો છે, તેમ છતાં હજુપણ મૂળ અંકિત ફંડ વધે તે ખુબજ જરૂરી છે. તેથી આપ પણ આપનું કે આપના કોઈ સદ્દગત વડીલનું નામ કાયમી ધોરણે અજર-અમર આ શિક્ષણ ક્ષેત્રે રાખવા/રખાવવા ઈચ્છા ધરાવતા હો તો આ લેખના અંતભાગમાં લખેલા હોદ્દેદારોનો સંપર્ક અવશ્ય કરશો.
આ જ રીતે કોઈ એકથી વધારે શિષ્યવૃત્તિના સ્પોન્સર બનવા માટે રૂ. ૨૫૦૦૦/- ના ગુણાંકમાં દાન આપી શકે છે.
કાયમી શિષ્યવૃત્તિ ફંડ શરુ કર્યું ત્યારથી અત્યાર સુધી નીચે જણાવેલી નામાવલી પ્રમાણે વિવિધ દાતાશ્રીઓ તરફથી દાન મળ્યું છે.
(૧) રૂ. ૧,૭૦,૦૦૦/- (૬ વિદ્યાર્થીઓ માટે) સ્વ.પુષ્પાબેન પરષોત્તમ છાંગાણીની પુણ્યસ્મૃતિમાં હસ્તે:- સરલાબેન પી. જોશી-ભુજ
(૨) રૂ. ૫૦,૦૦૦/- (૨ વિદ્યાર્થીઓ માટે) સ્વ. નર્મદાબેન કરસનદાસ ચંડીચઠ ની પુણ્યસ્મૃતિમાં હસ્તે:- શ્રી લહેરીભાઇ કે. ચંડીચઠ-ઔરંગાબાદ
(૩) રૂ. ૨૫,૦૦૦/- (૧ વિદ્યાર્થી માટે) શ્રી શીતલા માતાજી મંદિર ટ્રસ્ટ-માંડવી તરફથી હસ્તે:- મેનેજીંગ ટ્રસ્ટી.
(૪) રૂ. ૨૫,૦૦૦/- (૧ વિદ્યાર્થી માટે) સ્વ. શ્રી જગન્નાથ વિશનજી સેથપારની પુણ્યસ્મૃતિમાં હસ્તે:- શ્રી રાહુલભાઈ સેથપાર-મુંબઈ.
(૫) રૂ. ૨૫,૦૦૦/- (૧ વિદ્યાર્થી માટે) સ્વ. શ્રી લક્ષ્મીદાસ સુંદરજી માયરાની પુણ્યસ્મૃતિમાં હસ્તે:- શ્રીમતી વિમળાબેન જે. જોશી-મુળગામ માંડવી હાલે મુંબઈ
(૬) રૂ. ૨૫,૦૦૦/- (૧ વિદ્યાર્થી માટે) સ્વ. ચંદાબેન પુરુષોત્તમ રત્નેશ્વરની પુણ્યસ્મૃતિમાં હસ્તે:- શ્રી દિલીપભાઈ પી. જોશી-મુળગામ નારાયણસરોવર હાલે થાણે(મુંબઈ)
(૭) રૂ. ૨૫,૦૦૦/- (૧ વિદ્યાર્થી માટે) સ્વ. સુશીલાબેન હરીયામાણેક ની પુણ્યસ્મૃતિમાં હસ્તે:- શ્રી મેઘજીભાઈ રામજી જોશી, મુળગામ ગુંદીયારી હાલે મુંબઈ.
(૮) રૂ. ૬૫૦૦૦/- (વાર્ષિક શિષ્યવૃત્તિ માટે) સ્વ. પ્રાગજીભાઈ જેરામ સુડીયા તથા માતૃશ્રી મંજુબેન ની પુણ્ય સ્મૃતિમાં અત્યાર સુધીનું અનુદાન એડવોકેટ શ્રી દિલીપભાઈ પ્રાગજી જોશી-મુન્દ્રવાળા હાલે ગાંધીધામ તરફથી.
આ સંસ્થાની વાર્ષિક સામાન્ય સભા અને વખતો-વખતની કારોબારી સમિતિની સભાઓ નિયમિત યોજાય છે જેમાં વાર્ષિક ઓડીટેડ નાણાકીય હિસાબોની રજૂઆત અને ગતિવિધિના અહેવાલોની રજૂઆત નિયમિતપણે થાય છે અને બહાલી મેળવાય છે.
ગત વર્ષો દરમ્યાન શિષ્યવૃત્તિનું વિતરણ આર્થિક સ્થિતિના ધોરણે કરવામાં આવ્યું નથી પરંતુ જેટલા અરજીપત્રકો આવ્યા તે સર્વે વિદ્યાર્થીઓને મેરીટના ધોરણે કરવામાં આવ્યું છે. જેથી મેરીટના ધોરણે રૂપિયા ૨૦૦૦ થી ૩૦૦૦ સુધીની રકમ શિષ્યવૃત્તિ સ્વરૂપે આપવામાં આવી છે, જે ખુબજ ઓછી રકમ કહેવાય કારણકે, આપણે સૌ જાણીએ છીએ કે, વર્તમાન સમયમાં અભ્યાસ ખર્ચ ખુબજ વધ્યું છે. માટે શિષ્યવૃત્તિની આ રકમમાં વધારો થાય તેવું અમે ઇચ્છીએ છીએ અને તે માટે આ સંસ્થાના સર્વે હોદ્દેદારો અને કારોબારી સભ્યો સતત વિચારશીલ અને પ્રયત્નશીલ છે.
સારસ્વત જ્ઞાતિજનોને નમ્ર નિવેદન છે કે, આપ સૌ પણ વિચારો અને આ સંસ્થાને આર્થિક રીતે મજબુત કરવા આપનો યથાશક્તિ યોગદાન આપો તો જ આપણે આપણા બાળકને આજના સ્પર્ધાત્મક યુગમાં સમય સાથે કદમ મિલાવવા શક્તિમાન બનાવી શકીશું...........
લી. અમે છીએ આપના વિશ્વાસુ,
ગીરીશ લાલજી જોશી-પ્રમુખશ્રી (ફોન:-૯૦૯૯૦૩૨૦૪૦)
અમિત કિશોરચંદ્ર માયરા-મહામંત્રીશ્રી (ફોન:-૯૮૨૫૩૮૫૭૬૮)
શ્રી સારસ્વત એજ્યુકેશનલ સોસાયટી-માંડવી.

10/09/2020

આદરણીય જ્ઞાતિજનોને એક આવેદન.... તા. ૯-૯-૨૦૨૦

શ્રી સારસ્વત એજ્યુકેશનલ સોસાયટી-માંડવી દ્વારા સમગ્ર કચ્છના કોઇપણ ગામમાં રહી અભ્યાસ કરતા કચ્છી સારસ્વત જ્ઞાતિના ધોરણ ૧૦ અને તેથી ઉપરના કોઇપણ ધોરણ કે કોઇપણ ફેકલ્ટીના કોલેજના વિદ્યાર્થીઓને છેલા પાંચ વર્ષોથી મેરીટના ધોરણે શિષ્યવૃત્તિ સ્વરૂપે રોકડ સહાયથી પુરસ્કૃત કરવામાં આવે છે. આ વર્ષે એટલે કે છઠા વર્ષે પણ વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન શિષ્યવૃત્તિ અપાશે પરંતુ આ વર્ષે સમગ્ર દેશમાં કોરોના વાયરસના સંક્રમણથી થયેલા લાંબા નેશનલ લોકડાઉનને કારણે વિદ્યાર્થીઓની પરિક્ષાઓ ઠેલાઈ છે તેવા સંજોગોને કારણે શિષ્યવૃત્તિ વિતરણમાં પણ વિલંબ થાય તે સ્વાભાવિક છે. સ્નાતક, અનુસ્નાતક કે અમુક ખાસ ડીગ્રીઓની તો હજી પરિક્ષા પણ લેવાની બાકી છે. જ્યાં સુધી વિદ્યાર્થીઓના પરિણામ ન આવે ત્યાં સુધી રાહ જોવી પડે. આમ આવા સંજોગોમાં આ સંસ્થા દ્વારા ચાલતા શિષ્યવૃત્તિ પ્રોજેક્ટમાં ચાલુ વર્ષે વિલંબ થાય તેવી સંભાવના છે. શિષ્યવૃત્તિ માટેના અરજી પત્રકો ભરવાની તારીખો સંસ્થા દ્વારા યોગ્ય સમયે જાહેર થશે.
સંસ્થાના આ શિષ્યવૃત્તિ પ્રોજેક્ટના છટ્ઠા વર્ષમાં મંગલ પ્રવેશ સમયે અમને જણાવતા આનંદ થાય છે કે, ચાલુ વર્ષે આ સમગ્ર પ્રોજેક્ટની પ્રક્રિયા ઓનલાઈન થવા જઈ રહી છે. આ ઓનલાઈન અરજીપત્રક ભરવાની સમગ્ર પ્રક્રિયા, સરકારી પોલીટેકનીક કોલેજ-ભુજના વ્યાખ્યાતા અને સારસ્વત શિક્ષણવિદ્દ શ્રી હિતેશભાઈ અંબાશંકર માયરા(માંડવીવાળા) ના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ અમલમાં આવી રહી છે. જે માટે સંસ્થા તેમની ખુબજ આભારી છે. આ પ્રક્રિયામાં કોઈપણ વિદ્યાર્થી કે તેના વાલી પોતાના ઘેર બેઠા શિષ્યવૃત્તિ માટે ઈન્ટરનેટના માધ્યમથી લીંક ઉપર આપેલા અરજીપત્રકને ડાઉનલોડ કરી સંપૂણપણે ભરી એ લીંક પર માંગેલી માહિતી આપી અપલોડ કરી શકશે. આ અંગે વિસ્તૃત માહિતી એ લીંક ઉપર ઉપલબ્ધ હશે.
ગત વર્ષે કુલ્લે ૮૬ સારસ્વત બાળકો-બાલિકાઓ દ્વારા શિષ્યવૃત્તિના અરજી પત્રકો પ્રાપ્ત થયા હતા જેમાંથી ૮૧ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ શિષ્યવૃત્તિના લાભાર્થી રહ્યા હતા. દર વર્ષે લાભાર્થી વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થતો રહે છે. સંસ્થા પાસે જે ફંડ ફિક્ષ ડીપોસિટ સ્વરૂપે બેંકમાં જમા છે તેના વ્યાજ માંથી ઉપરોક્ત શિષ્યવૃત્તિની રકમ ફાળવવામાં આવે છે, જે માર્યાદિત છે એટલે પ્રત્યેક વિદ્યાર્થીને શિષ્યવૃત્તિની રકમમાં દરેક વર્ષે ઘટાડો થતો જાય છે. જોકે ગત ૧-૨ વર્ષોથી સારસ્વત સમાજના દિલેર દાતાશ્રીઓ પાસે ટહેલ નાખતાં, અનેક દાતાશ્રીઓ તરફથી શિષ્યવૃત્તિની રકમ એક વિદ્યાર્થી માટે કે અનેક વિદ્યાર્થીઓ માટે સ્પોન્સર થઇ છે. જેની પ્રસિદ્ધિ સમયાંતરે દરેક માધ્યમો દ્વારા થઇ છે. તેજ રીતે ચાલુ વર્ષ અને આગામી વર્ષો માટે પણ સ્પોન્સરશીપ લેવા માટે દાનની અપીલ કરવામાં આવે છે કે, કચ્છ જીલ્લામાં શિક્ષણ ક્ષેત્રે કાર્ય કરતી સારસ્વત જ્ઞાતિની આ એકમાત્ર સંસ્થાને યથાશક્તિ દાન આપી આ ભગીરથ કાર્યમાં હજુપણ વધુ સુંદર કાર્ય થઇ શકે તેમાટે સહયોગી બને. સંસ્થાનું સ્થાપિત ફંડ વધે તે માટે અમોએ ગત વર્ષે “કાયમી શિષ્યવૃત્તિ ફંડ” ની રચના કરી છે જે અંતર્ગત કોઈ દાતા એક વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ સ્વરૂપે અપાતી રકમના કાયમી ધોરણે સ્પોન્સર થવા રૂ ૨૫૦૦૦/- નું દાન અર્પણ કરે તો એમના કે એમના કોઈ સદ્દગત વડીલના નામથી કાયમી ધોરણે દરવર્ષે એક વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ વિતરિત થાય. એની યોગ્ય મીડિયા દ્વારા જાહેરાત તો દરવર્ષે થાય જ છે, તદુપરાંત સંસ્થાના ઓડીટ રીપોર્ટમાં એ નામનો કાયમી ઉલ્લેખ રહે છે. આમ આપ પણ આપનું કે આપના કોઈ સદ્દગત વડીલનું નામ કાયમી ધોરણે અજર-અમર આ શિક્ષણ ક્ષેત્રે રાખવા/રખાવવા ઈચ્છા ધરાવતા હો તો આ લેખના અંતભાગમાં લખેલા હોદ્દેદારોનો સંપર્ક અવશ્ય કરશો. આ જ રીતે કોઈ એકથી વધારે શિષ્યવૃત્તિના સ્પોન્સર બનવા માટે રૂ. ૨૫૦૦૦/- ના ગુણાંકમાં દાન આપી શકે છે. આ સંસ્થાની વાર્ષિક સામાન્ય સભા અને વખતો-વખતની કારોબારી સમિતિની સભાઓ નિયમિત યોજાય છે જેમાં વાર્ષિક ઓડીટેડ નાણાકીય હિસાબોની રજૂઆત અને ગતિવિધિના અહેવાલોની રજૂઆત નિયમિતપણે થાય છે અને બહાલી મેળવાય છે.
એક બીજો વિચાર આ સંસ્થા તરફથી સમાજ સમક્ષ મુકવાની ઈચ્છા અમે રોકી શકતા નથી તેથી રજુ કરીએ છીએ કે, જેમ થોડા સમય પહેલા દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આર્થિક રીતે નબળા લોકોની તરફેણમાં રાંધણ ગેસની સબસીડી છોડવાની અપીલ કરી અને એ અપીલના પ્રતિસાદ સ્વરૂપે લાખો લોકોએ સબસીડી છોડી તે જ રીતે આ સંસ્થા તરફથી અપાતી શિષ્યવૃત્તિની જરૂરત એવા વિદ્યાર્થી કે તેના વાલીને છે કે, જે આર્થિક રીતે નબળા હોય તે એક કડવું પણ સ્વીકાર્ય સત્ય છે, તેથી આપણે એવા વિદ્યાર્થીઓ કે તેના વાલીઓ માટે, પોતાને (અગર પોતે આર્થિક રીતે સક્ષમ હોય તો) મળનારી શિષ્યવૃત્તિ તેઓની તરફેણમાં જતી ન કરી શકીએ?? જો આમ થાય તો અપાનારી શિષ્યવૃત્તિની રકમમાં મોટો વધારો થઇ શકે કે જેનો નોંધપાત્ર લાભ આર્થિક રીતે નબળા વાલીઓ મેળવી શકે.. વિચારજો અને જો યોગ્ય લાગે તો આ વિચારને અમલમાં જરૂરથી મુકશો....... ગત વર્ષો દરમ્યાન શિષ્યવૃત્તિનું વિતરણ આર્થિક સ્થિતિના ધોરણે કરવામાં આવ્યું નથી પરંતુ જેટલા અરજીપત્રકો આવ્યા તે સર્વે વિદ્યાર્થીઓને મેરીટના ધોરણે કરવામાં આવ્યું છે. જેથી મેરીટના ધોરણે રૂપિયા ૫૦૦ થી ૩૦૦૦ સુધીની રકમ શિષ્યવૃત્તિ સ્વરૂપે આપવામાં આવી છે, જે ખુબજ ઓછી રકમ કહેવાય કારણકે, આપણે સૌ જાણીએ છીએ કે, વર્તમાન સમયમાં અભ્યાસ ખર્ચ ખુબજ વધ્યું છે. માટે શિષ્યવૃત્તિની આ રકમમાં વધારો થાય તેવું અમે ઇચ્છીએ છીએ અને તે માટે આ સંસ્થાના સર્વે હોદ્દેદારો અને કારોબારી સભ્યો સતત વિચારશીલ અને પ્રયત્નશીલ છે. જ્ઞાતિજનો, આપ સૌ પણ વિચારો અને આ સંસ્થાને આર્થિક રીતે મજબુત કરવા આપનો યથાશક્તિ યોગદાન આપો તો જ આપણે આપણા બાળકને આજના સ્પર્ધાત્મક સમય સાથે કદમ મિલાવવા શક્તિમાન બનાવી શકીશું...........
લી. અમે છીએ આપના વિશ્વાસુ,
ગીરીશ લાલજી જોશી-પ્રમુખશ્રી (ફોન:-૯૦૯૯૦૩૨૦૪૦)
અમિત કિશોરચંદ્ર માયરા-મહામંત્રીશ્રી (ફોન:-૯૮૨૫૩૮૫૭૬૮)
શ્રી સારસ્વત એજ્યુકેશનલ સોસાયટી-માંડવી.

13/06/2020
શ્રી સારસ્વત એજ્યુકેશનલ સોસાયટી–માંડવી દ્વારા સારસ્વત વિદ્યાર્થીઓને રૂ. એક લાખની શિષ્યવૃત્તિનું વિતરણ કરવામાં આવ્યું. શ્...
16/11/2019

શ્રી સારસ્વત એજ્યુકેશનલ સોસાયટી–માંડવી દ્વારા સારસ્વત વિદ્યાર્થીઓને રૂ. એક લાખની શિષ્યવૃત્તિનું વિતરણ કરવામાં આવ્યું.
શ્રી સારસ્વત એજ્યુકેશનલ સોસાયટી-માંડવી, સમાજમાં શૈક્ષણિક સ્તર વધે એ માટે છેક ૧૯૫૯ થી માંડવીમાં કાર્યરત છે. અને અનેકવિધ શૈક્ષણિક પ્રવૃતિઓ પણ કરે છે અને સારસ્વત જ્ઞાતિના બાળકોમાં શિક્ષણ પ્રત્યે અભિરુચિ જાગૃત થાય તે અંગે પ્રોત્સાહિત કરે છે.
તાજેતરમાં આ સંસ્થા આયોજીત શિષ્યવૃત્તિ વિતરણ સમારંભ તા. ૩૦-૧૨-૧૮ ના રોજ સંસ્થાના પ્રમુખ શ્રી ગીરીશભાઈ લાલજી જોશી ની અધ્યક્ષતામાં યોજાયો હતો. સમારંભનો મુખ્ય ધ્યેય શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન કચ્છના કોઈ પણ ગામમાં રહીને ધોરણ ૧૦ અને તેથી ઉચત્તર અભ્યાશ કરતા કોઈ પણ ફેકલ્ટીના જ્ઞાતિના વિદ્યાર્થીઓને રોકડ સહાય સ્વરૂપે શિષ્યવૃત્તિ મેરીટના ધોરણે એટલે કે, રૂ. ૩૦૦૦/- સુધીની રકમના રોકડ પુરષ્કાર એનાયત કરવામાં આવ્યા હતા તથા દાતાશ્રીઓના સન્માન કરવામાં આવ્યા હતા. મુખ્ય દાતા શ્રી ભગવતી બાળ મંડળ-ભુજ ના સહયોગથી સ્વ. પુષ્પાબેન (પુ. બાઈ) તથા સ્વ. પુરુષોત્તમ જયંતીલાલ છાંગાણી-માંડવીવાળા ની હયાતીમાં તેઓ બંનેની ઈચ્છા મુજબ આ સંસ્થાને શિષ્યવૃત્તિ ફંડમાં રૂ. ૧,૭૦,૦૦૦/- નું અનુદાન તેઓની સુપુત્રી સરલાબેન પુરુષોત્તમ જોશી તરફથી પ્રાપ્ત થયું છે. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા શ્રી ભગવતી ધામ-ભુજના અધ્યક્ષ આદરણીય પુ. શ્રી રાજુ મહારાજ તથા ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે શિષ્યવૃત્તિના લાભાર્થી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિના ચેકનું વિતરણ કરી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. ગત વર્ષના અને ચાલુ વર્ષના મુખ્ય દાતાશ્રીઓ સર્વ શ્રી દિલીપભાઈ પી. જોશી-થાણાવાળા (રૂ. ૨૫,૦૦૦/-), શ્રીમતી વિમળાબેન જગદીશભાઈ જોશી-મુંબઈ(ગત વર્ષે રૂ. ૧૫,૦૦૦/- અને ચાલુ વર્ષે કાયમી શિષ્યવૃત્તિ ફંડમાં રૂ. ૨૫,૦૦૦/- તેઓના પિતાશ્રી સ્વ. લક્ષ્મીદાસ સુંદરજી માયરા-માંડવીવાળાની સ્મૃતિમાં એમ કુલ્લ મળી રૂ. ૪૦,૦૦૦/-), શ્રી મેઘજીભાઈ રામજી જોશી-મુંબઈ (ગત વર્ષે રૂ..૧૦,૦૦૦/-અને ચાલુ વર્ષે રૂ. ૧૫,૦૦૦- એમ કુલ્લ મળી રૂ. ૨૫,૦૦૦/-) અને શ્રી ચંદ્રકાન્તભાઈ અરજણ પુરખા-મુંબઈ(રૂ. ૭,૫૦૦/-) સર્વેનું ફૂલહારથી, સાલ ઓઢાડી અને એક સુંદર મોમેન્ટો આપી સન્માન્યા હતા. આ સમારંભ દરમ્યાન શ્રી શીતલા માતાજી મંદિર ટ્રસ્ટના સર્વે નામાયી પરિવાર તરફથી કાયમી શિષ્યવૃત્તિ ફંડમાં રૂ. ૨૫૦૦૦/- નું દાન પ્રાપ્ત થયું હતું અને તે બદલ સંસ્થા વતીથી પ્રમુખ શ્રી ગીરીશભાઈ લાલજી જોશીએ સર્વે નામાયી પરિવારોને મોમેન્ટો આપી સન્માન્યા હતા.
સંસ્થાના મહામંત્રી શ્રી અમિતભાઈ કે. માયરાએ વિસ્તૃત સંસ્થાકીય અહેવાલ આપતા જણાવ્યું હતું કે છેલા ચાર વર્ષોથી સંસ્થાએ આ પ્રોજેક્ટ હાથ ધર્યો છે જેમાં અત્યાર સુધી કુલ્લ ૧૭૦ વિદ્યાર્થી છોકરા-છોકરીઓ લાભાર્થી થયા છે. તદ્દઉપરાંત પૂર્વ હોદ્દેદારોને યાદ કરતા જણાવ્યું હતું કે, છેલા ૬૦ વર્ષોથી આ સંસ્થા સારસ્વત જ્ઞાતિમાં શિક્ષણને પ્રોત્સાહિત કરવા કાર્ય કરી રહી છે અને આ પ્રોજેક્ટ શિવાય પણ ગણા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે જેવા કે નિઃશુલ્ક કોમ્પુટર વર્ગો, કરાટે ટ્રેનીંગ કેમ્પ વિગેરેનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સમારંભમાં સમગ્ર કચ્છમાંથી સારસ્વત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મુખ્ય મહેમાનો તરીકે શ્રી માંડવી સારસ્વત મહાસ્થાનના પ્રમુખ શ્રી વિનોદભાઈ કનૈયા, શ્રી શીતલા માતાજી મંદિર ટ્રસ્ટ-માંડવીના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ એસ. સાયલ, માંડવી/મુન્દ્રા વિદ્વત સમિતિના પ્રમુખ શ્રી મધુકાંતભાઈ જોશી, માંડવી સારસ્વત મહિલામંડળના પ્રમુખ શ્રીમતી હાર્દીકાબેન ડી. જોશી, તથા માંડવીના ઉપપ્રમુખ શ્રી મયુરભાઈ એન. જોશી, અને મહામંત્રી શ્રી ધીરજભાઈ એન. જોશી, તથા મહિલા પાંખના મંત્રી શ્રીમતી દક્ષાબેન ડી. જોશી, પી.જી.વી.સી.એલ. ના અધિકારી શ્રી સનતભાઈ જોશી, સંસ્થાના મુખ્ય સલાહકાર અને પૂર્વ પ્રમુખ શ્રી નરેશભાઈ એમ. જોશી, શિક્ષણ જગતના શ્રી જગન્નાથભાઈ જોશી અને કુ. વસંતબેન સાયલ, શ્રી અખિલ કચ્છ સારસ્વત મહાસ્થાનના પ્રમુખ શ્રી લક્ષ્મીશંકરભાઈ વી. શીવ, શ્રી અખિલ કચ્છ સારસ્વત વિદ્વત સમિતિના પ્રમુખ શ્રી ગીરીશભાઈ એસ. બોધી, શ્રી ભુજ સારસ્વત મહાસ્થાનના પ્રમુખ શ્રી જગદીશભાઈ એસ. ધોલી તથા મહામંત્રી શ્રી કિરીટભાઈ જે. ચાબડ, ભુજ સારસ્વત અગ્રણી શ્રી દેવેન્દ્રભાઈ આર. જોશી તથા “કચ્છ મિત્ર” ના વરિષ્ઠ પત્રકાર શ્રી ગીરીશભાઈ શીવ, શ્રી અંજાર સારસ્વત મહાસ્થાનના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ કે. બારોટ, શ્રી સારસ્વત સેવા સંસ્થાનના પ્રમુખ શ્રી લાભશંકરભાઈ એમ. બોડા, જ્ઞાતિના મુખ પત્ર “સારસ્વત સાગર” ના તંત્રી શ્રી ભરતભાઈ એન. જોશી(જય અંબે), શ્રી ગઢશીશા સારસ્વત મહાસ્થાનના કા.પ્રમુખ શ્રી શંભુભાઈ સી. જોશી, શ્રી નલીયા સારસ્વત મહાસ્થાનના શ્રી ગૌતમભાઈ જે. ગાવડીયા તથા શ્રી રમેશભાઈ જોશી, અબડાસા/લખપત સારસ્વત અગ્રણી શ્રી અરવિંદભાઈ ટી. જોશી તથા શ્રી જનકભાઈ રાડીયા, શ્રી મુન્દ્રા સારસ્વત મહાસ્થાનના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ વાય. ખીયેરા, શ્રી ભચાઉ/રાપર સારસ્વત મહાસ્થાનના શ્રી પ્રવીણભાઈ એચ. હરિયામાણેક વિગેરે એ પોતાના પ્રતિભાવ સ્વરૂપે શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું.
આ પ્રસંગે સમારંભના પ્રારંભે જ્ઞાતિની બાળાઓ દ્વારા ભગવાન શ્રી ગણેશ અને શ્રી શંકરની સ્તુતિ અને શિક્ષણને અનુલક્ષી કૃત્તિઓ નૃત્યનાટિકા સ્વરૂપે પ્રસ્તુત કરી હતી, જેનું દિગ્દર્શન માંડવી સારસ્વત મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી હાર્દીકાબેન ડી. જોશીએ કર્યું હતું જેની હાજર સૌ મહેમાનોએ ખુબજ પ્રશંસા કરી હતી અને બાળાઓને રોકડ પુરષ્કાર આપ્યા હતા. અધ્યક્ષસ્થાનેથી સંસ્થાના પ્રમુખ શ્રી ગીરીશભાઈ લાલજી જોશીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ સતત ચાર વર્ષોથી ચાલે છે. જેમાં સંસ્થાની નાણાકીય વ્યવસ્થા મુજબ દર વર્ષે શિષ્યવૃત્તિની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં ચાલુ સાલે જાણે “સોનામાં સુગંધ ભળે” તેમ દાતાશ્રીઓની અમુલ્ય મદદ મળવા પામી છે. સંસ્થાની બીજી કોઈ આવક નથી માત્ર જે ફંડ ફિક્ષડીપોસિટ રૂપે બેંકમાં જમા છે તેના વ્યાજની આવક છે એટલે કે મયાર્દિત આવક છે, વધારામાં બેન્કના વ્યાજ પણ ખુબજ ઓછા થતાં વ્યાજ આવક ઘટી છે. વધુમાં સર્વે દાતાશ્રીઓનો આભાર માન્યો હતો અને અપીલ કરી હતી કે આનાથી પણ વધારે સહયોગ આવતા વર્ષો માટે પણ મળી રહે તો આ શિક્ષણને પ્રોત્સાહિત કરતી મશાલ કાયમ પ્રજ્વલિત રહે કે જેથી સારસ્વત જ્ઞાતિના જરૂરતમંદ વાલીઓ પોતાના બાળકોને પૂર્ણ શિક્ષિત કરી શકે. સારસ્વત જ્ઞાતિના અન્ય દાતાઓને પણ આ ભગીરથ કાર્યમાં નાણાકીય સહયોગ આપવા અને આ પ્રોજેક્ટમાં સંસ્થા સાથે જોડાવા નમ્ર અપીલ કરી હતી.
સમારંભ દરમ્યાન સંસ્થાને નીચે જણાવ્યા મુજબ અન્ય દાતાશ્રીઓ તરફથી દાન મળ્યું હતું,
(૧) રૂ. ૨૫,૦૦૦/- શ્રી લહેરીભાઇ કરસનદાસ જોશી-ઔરંગાબાદ(તેઓના માતૃશ્રી સ્વ. નર્મદાબેન કરસનદાસ ચંડીચઠની પુણ્ય સ્મૃતિમાં કાયમી શિષ્યવૃત્તિ ફંડ ખાતે)
(૨) રૂ. ૨૦,૦૦૦/- શ્રી કપિલભાઈ હરેશભાઈ ટોપરાણી-ઓમાન (જમણવાર ખર્ચ માટે)
(૩) રૂ. ૧૫,૦૦૦/- શ્રી દિલીપભાઈ પી. જોશી-આદિપુર (તેઓના પિતા સ્વ. પ્રાગજીભાઈ જેરામભાઈ સુડીયા-મુન્દ્રાવાળા તથા માતા મંજુબેનની પુણ્ય સ્મૃતિમાં)
(૪) રૂ. ૧૧,૦૦૦/- શ્રી દિનેશભાઈ લીલાધર ટોપરાણી-મુંબઈ (જમણવાર ખર્ચ માટે)
(૫) રૂ. ૫,૧૦૦/- શ્રી અખીલ કચ્છ સારસ્વત વિદ્વત્ત સમિતિ હસ્તે:- શ્રી દિપેશભાઇ એમ. જોશી
(૬) રૂ. ૫,૧૦૦/- શ્રી જગદીશભાઈ સામજી ધોલી-ભુજ
(૭) રૂ. ૫,૧૦૦/- શ્રી દેવેન્દ્રભાઈ રતિલાલ જોશી-ભુજ
(૮) રૂ. ૫,૦૦૦/- શ્રી દિનકરભાઈ છોટાલાલ જોશી-માંડવી
(૯) રૂ. ૫,૦૦૦/- હેમંતીબેન રાજેનભાઈ જોશી-લંડન
(૧૦) રૂ. ૨,૫૦૦/- કમળાબેન હીંમતભાઈ જોશી-લંડન
(૧૧) રૂ. ૨,૫૦૦/- શ્રી માંડવી સારસ્વત મહાસ્થાન
(૧૨) રૂ. ૨,૧૦૦/- શ્રી લક્ષ્મીશંકરભાઈ વી. શીવ-મોથારા
(૧૩) રૂ, ૨,૧૦૦/- શ્રી અબડાસા સારસ્વત મહાસ્થાન-અબડાસા
(૧૪) રૂ, ૧,૧૧૧/- શ્રી શંભુભાઈ સી. જોશી-ભુજ
(૧૫) રૂ. ૧,૧૦૦/- શ્રી ભુજ સારસ્વત મહાસ્થાન-ભુજ
(૧૬) રૂ. ૧,૧૦૦/- શ્રી હિતેશભાઈ કાંતિલાલ જોશી-વીંઝાણ
(૧૭) રૂ. ૧,૧૦૦/- શ્રી વાલજીભાઈ એસ. જોશી-ભુજ
(૧૮) રૂ. ૧,૧૦૦/- વિમળાબેન અંબાશંકર માયરા-ભુજ
(૧૯) રૂ. ૧,૦૦૦/- શ્રી અંજાર સારસ્વત મહાસ્થાન-અંજાર
(૨૦) રૂ. ૧,૦૦૦/- શ્રી ભચાઉ/રાપર સારસ્વત મહાસ્થાન-ભચાઉ
તથા રૂ. ૫૦૦/- ના અનેક દાતાશ્રીઓ નામો અત્રે સ્થળ સંકોચને કારણે જાહેર કરી શકતા નથી.
સમગ્ર સમારંભનું સફળ સંચાલન કારોબારી સભ્ય શ્રી સંજયભાઈ એમ. જોશીએ કર્યું હતું.
સમારંભના સમાપને ખજાનચી શ્રી દિલીપભાઈ એમ. જોશીએ શાબ્દિક આભાર દર્શન કર્યું હતું અને અંતે મહેમાનો તથા જ્ઞાતિજનોના સહ્ભોજન બાદ એક નવી શરૂઆત માટે સમારંભને સંપન્ન થયું જાહેર કરવામાં આવ્યું હતું.
સંસ્થાના અન્ય હોદ્દેદારોમાં ઉપપ્રમુખ શ્રી મધુકાંતભાઇ ડી. જોશી તથા શ્રી સુભાષભાઈ એન. જોશી, સહમંત્રી શ્રી ભરતભાઈ બી. જોશી, સહખજાનચી શ્રી ભૌમીક્ભાઈ એમ. જોશી, તથા કારોબારી સભ્યો સર્વ શ્રી પ્રવીણભાઈ પી. જોશી, શ્રી મનોજભાઈ પી. જોશી, શ્રી આલોકભાઈ એસ. જોશી વિગેરેએ સમારંભને સફળ બનાવવા ખુબજ જહેમત ઉઠાવી હતી.

સારસ્વત સંસ્થાએ શિક્ષણની સાથે પર્યાવરણનું પણ જતન કર્યું. શ્રી સારસ્વત એજ્યુકેશનલ સોસાયટી-માંડવીની સંસ્થા સારસ્વત બાળકોને...
28/06/2019

સારસ્વત સંસ્થાએ શિક્ષણની સાથે પર્યાવરણનું પણ જતન કર્યું.

શ્રી સારસ્વત એજ્યુકેશનલ સોસાયટી-માંડવીની સંસ્થા સારસ્વત બાળકોને શિક્ષણ માટે ૬૦ વર્ષોથી પ્રોત્સાહિત કરે છે. છેલા ૫ વર્ષોથી કચ્છના કોઇપણ ગામમાં રહી, ધો. ૧૦ અને તેથી ઉચત્તર કોઇપણ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ સ્વરૂપે રોકડ સહાય આપે છે તે સંસ્થાની ગત તા. ૧૬-૦૬-૨૦૧૯ ની સામાન્ય સભા સંસ્થાના પ્રમુખ શ્રી ગીરીશભાઈ લાલજી જોશીની અધ્યક્ષતામાં મળી હતી જેમાં સમાજોપયોગી અનેક સારા નિર્ણયો લેવાયા હતા. જેમાં ચાલુ સાલે એટલે કે વર્ષ ૨૦૧૯-૨૦ માટે પણ ઉપર મુજબના વિદ્યાર્થી ભાઈ-બહેનોને શિષ્યવૃત્તિ આપવી એવો મહત્વનો નિર્ણય પણ લેવાયો છે.

સભાની શરૂઆતે મહામંત્રી શ્રી અમિતભાઈ કે. માયરાએ સભાની શરૂઆતે આ સંસ્થાના ત્રણ આજીવન સભ્યો ને ૨ મીનીટનું મૌન પડાવી શ્રદ્ધાંજલિ અર્પી હતી ત્યાબાદ સમગ્ર કાર્યવાહી એજેન્ડા અનુસાર સંભાળી હતી અને સંસ્થાકીય અહેવાલ રજુ કરતા કહ્યું હતું કે, સંસ્થાના સનિષ્ઠ અને ઉત્સાહી કાર્યકરોને કારણે આ સંસ્થાએ છેલા થોડા વર્ષોમાં ખુબજ સારી પ્રગતિ કરી છે અને સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે તે અર્થે કાર્ય કરતી રહી છે. સંસ્થાના ખજાનચી શ્રી દિલીપભાઈ એમ. જોશીએ નાણાકીય હિસાબો અને વિસ્તૃત અહેવાલ રજુ કર્યો હતો.

આ સભા દરમ્યાન વ્રુક્ષારોપણનું પણ આયોજન કરી સમાજને પર્યાવરણ અંગે જાગૃત થવા એક નવો મેસેજ આપી દાખલો બેસાડ્યો હતો કે દરેક સમાજે પોતાના કોઇપણ નાના-મોટા ઉત્સવો કે પ્રસંગો વ્રુક્ષારોપણ કરીને ઉજવવા જોઈએ, આ માટે ભુજથી સભામાં હાજર રહેલા આજીવન સભ્ય શ્રી શંભુભાઈ સી. જોશીએ બીલીપત્રના છોડનું સંસ્થાના હોદ્દેદરો અને પધારેલા મહેમાનોના હસ્તે અને કારોબારી સભ્ય શ્રી સંજય મહારાજના ષ્લોકોથી વ્રુક્ષારોપણ કરાવ્યું હતું અને પર્યાવરણ અંગે ખુબજ સારી સમજણ આપી હતી. સભાના અંતે પ્રમુખ શ્રી ગીરીશભાઈ લાલજી જોશીએ દરેક કાર્યકરોનો અને દાતાઓનો આભાર માનતા જણાવ્યું હતું કે, છેલા દોઢ વર્ષથી આ સંસ્થાને દાતાઓનો ખુબજ સારો સહકાર મળવા પામ્યો છે અને અનેક વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિને સ્પોન્સર કરી છે, પરંતુ હજુ પણ વધુ દાતાઓ આગળ આવે અને આ ભગીરથ કાર્યમાં પોતાનું યોગદાન આપે એવી અપીલ કરી હતી કે જેથી સારસ્વત વિદ્યાર્થીઓને અપાતી આ શિષ્યવૃત્તિનો વ્યાપ વધારી શકાય અને કોઇપણ છાત્ર ફક્ત આર્થિક સમસ્યાને કારણે અભ્યાસ વિહોણો ન રહે એવી ઈચ્છા પ્રગટ કરી હતી. આ અપીલને માન્ય રાખી આદિપુરથી પધારેલા આજીવન સભ્ય એડવોકેટ શ્રી દિલીપભાઈ પી.જોશીએ પાંચ સારસ્વત વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ સ્પોન્સર કરી હતી જયારે માંડવીના શ્રી વિનોદભાઈ સી. કનૈયા, સંસ્થાના ઉપપ્રમુખ શ્રી સુભાષભાઈ એન. બલભદ્ર, અને ભુજથી આવેલા શ્રી નીલભાઈ બી. કનૈયા, દરેકે એક-એક વિદ્યાર્થીને આપવાની થતી શિષ્યવૃત્તિની રકમનું દાન સભા દરમ્યાન જાહેર કર્યું હતું. આમ ચાલુ વર્ષમાં દાનની સરવાણીની શુભ શરૂઆત થઇ હતી.
આ સભામાં શ્રી માંડવી સારસ્વત મહાસ્થાનના પ્રમુખ શ્રી અમિતભાઈ કે. માયરા, મંત્રી શ્રી સંજયભાઈ એમ. જોશી, આદિપુરથી આજીવન સભ્ય શ્રી ઉમેદભાઈ કે. જોશી, અંજારથી શ્રી ભરતભાઈ કે. બારોટ, ભુજથી શ્રી હિતેન્દ્રભાઈ કે. જોશી, શ્રી શીતલા માતાજી મંદિર ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ એસ. સાયલ, સંસ્થાના મુખ્ય સલાહકાર શ્રી નરેશભાઈ એમ. જોશી, ઉપપ્રમુખ શ્રી મધુકાંતભાઈ ડી. જોશી, સહમંત્રી શ્રી ભરતભાઈ બી. જોશી, સહખજાનચી શ્રી ભૌમીક્ભાઈ એમ. જોશી, પૂર્વ મંત્રી શ્રી ધીરજભાઈ જોશી, તથા સર્વે કારોબારી સભ્યો અને અન્ય આજીવન સભ્યોએ સભામાં હાજર રહી ચર્ચામાં ભાગ લઇ સભાને સફળ બનાવી હતી. આયોજનમાં સર્વ શ્રી પ્રવીણભાઈ પી. જોશી, શ્રી ઉમેશભાઈ એન. જોશી, શ્રી આલોકભાઈ એસ. જોશી, શ્રી મનોજભાઈ પી. જોશી વિગેરે જોડાયા હતા.

વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન શિષ્યવૃત્તિ મેળવવા ઈચ્છુક કચ્છ જીલ્લાના કોઇપણ ગામમાં રહી અભ્યાસ કરતા ધો.૧૦ કે તેથી ઉચ્ચતર અભ્યાશક્રમના સારસ્વત જ્ઞાતિના વિદ્યાર્થીઓના વાલીઓને સંસ્થાના હોદ્દેદારોના મોબાઈલ ન. ૯૦૯૯૦૩૨૦૪૦ અથવા ૯૮૨૫૩૮૫૭૬૮ ઉપર સંપર્ક સાધવા જણાવવામાં આવે છે.

શ્રી સારસ્વત એજ્યુકેશનલ સોસાયટી–માંડવી દ્વારા સારસ્વત વિદ્યાર્થીઓને રૂ. એક લાખની શિષ્યવૃત્તિનું વિતરણ કરવામાં આવ્યું. શ્...
12/02/2019

શ્રી સારસ્વત એજ્યુકેશનલ સોસાયટી–માંડવી દ્વારા સારસ્વત વિદ્યાર્થીઓને રૂ. એક લાખની શિષ્યવૃત્તિનું વિતરણ કરવામાં આવ્યું.
શ્રી સારસ્વત એજ્યુકેશનલ સોસાયટી-માંડવી, સમાજમાં શૈક્ષણિક સ્તર વધે એ માટે છેક ૧૯૫૯ થી માંડવીમાં કાર્યરત છે. અને અનેકવિધ શૈક્ષણિક પ્રવૃતિઓ પણ કરે છે અને સારસ્વત જ્ઞાતિના બાળકોમાં શિક્ષણ પ્રત્યે અભિરુચિ જાગૃત થાય તે અંગે પ્રોત્સાહિત કરે છે.
તાજેતરમાં આ સંસ્થા આયોજીત શિષ્યવૃત્તિ વિતરણ સમારંભ તા. ૩૦-૧૨-૧૮ ના રોજ સંસ્થાના પ્રમુખ શ્રી ગીરીશભાઈ લાલજી જોશી ની અધ્યક્ષતામાં યોજાયો હતો. સમારંભનો મુખ્ય ધ્યેય શૈક્ષણિક વર્ષ ૨૦૧૮-૧૯ દરમ્યાન કચ્છના કોઈ પણ ગામમાં રહીને ધોરણ ૧૦ અને તેથી ઉચત્તર અભ્યાશ કરતા કોઈ પણ ફેકલ્ટીના જ્ઞાતિના વિદ્યાર્થીઓને રોકડ સહાય સ્વરૂપે શિષ્યવૃત્તિ મેરીટના ધોરણે એટલે કે, રૂ. ૩૦૦૦/- સુધીની રકમના રોકડ પુરષ્કાર એનાયત કરવામાં આવ્યા હતા તથા દાતાશ્રીઓના સન્માન કરવામાં આવ્યા હતા. મુખ્ય દાતા શ્રી ભગવતી બાળ મંડળ-ભુજ ના સહયોગથી સ્વ. પુષ્પાબેન (પુ. બાઈ) તથા સ્વ. પુરુષોત્તમ જયંતીલાલ છાંગાણી-માંડવીવાળા ની હયાતીમાં તેઓ બંનેની ઈચ્છા મુજબ આ સંસ્થાને શિષ્યવૃત્તિ ફંડમાં રૂ. ૧,૭૦,૦૦૦/- નું અનુદાન તેઓની સુપુત્રી સરલાબેન પુરુષોત્તમ જોશી તરફથી પ્રાપ્ત થયું છે. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા શ્રી ભગવતી ધામ-ભુજના અધ્યક્ષ આદરણીય પુ. શ્રી રાજુ મહારાજ તથા ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે શિષ્યવૃત્તિના લાભાર્થી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિના ચેકનું વિતરણ કરી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. ગત વર્ષના અને ચાલુ વર્ષના મુખ્ય દાતાશ્રીઓ સર્વ શ્રી દિલીપભાઈ પી. જોશી-થાણાવાળા (રૂ. ૨૫,૦૦૦/-), શ્રીમતી વિમળાબેન જગદીશભાઈ જોશી-મુંબઈ(ગત વર્ષે રૂ. ૧૫,૦૦૦/- અને ચાલુ વર્ષે કાયમી શિષ્યવૃત્તિ ફંડમાં રૂ. ૨૫,૦૦૦/- તેઓના પિતાશ્રી સ્વ. લક્ષ્મીદાસ સુંદરજી માયરા-માંડવીવાળાની સ્મૃતિમાં એમ કુલ્લ મળી રૂ. ૪૦,૦૦૦/-), શ્રી મેઘજીભાઈ રામજી જોશી-મુંબઈ (ગત વર્ષે રૂ..૧૦,૦૦૦/-અને ચાલુ વર્ષે રૂ. ૧૫,૦૦૦- એમ કુલ્લ મળી રૂ. ૨૫,૦૦૦/-) અને શ્રી ચંદ્રકાન્તભાઈ અરજણ પુરખા-મુંબઈ(રૂ. ૭,૫૦૦/-) સર્વેનું ફૂલહારથી, સાલ ઓઢાડી અને એક સુંદર મોમેન્ટો આપી સન્માન્યા હતા. આ સમારંભ દરમ્યાન શ્રી શીતલા માતાજી મંદિર ટ્રસ્ટના સર્વે નામાયી પરિવાર તરફથી કાયમી શિષ્યવૃત્તિ ફંડમાં રૂ. ૨૫૦૦૦/- નું દાન પ્રાપ્ત થયું હતું અને તે બદલ સંસ્થા વતીથી પ્રમુખ શ્રી ગીરીશભાઈ લાલજી જોશીએ સર્વે નામાયી પરિવારોને મોમેન્ટો આપી સન્માન્યા હતા.
સંસ્થાના મહામંત્રી શ્રી અમિતભાઈ કે. માયરાએ વિસ્તૃત સંસ્થાકીય અહેવાલ આપતા જણાવ્યું હતું કે છેલા ચાર વર્ષોથી સંસ્થાએ આ પ્રોજેક્ટ હાથ ધર્યો છે જેમાં અત્યાર સુધી કુલ્લ ૧૭૦ વિદ્યાર્થી છોકરા-છોકરીઓ લાભાર્થી થયા છે. તદ્દઉપરાંત પૂર્વ હોદ્દેદારોને યાદ કરતા જણાવ્યું હતું કે, છેલા ૬૦ વર્ષોથી આ સંસ્થા સારસ્વત જ્ઞાતિમાં શિક્ષણને પ્રોત્સાહિત કરવા કાર્ય કરી રહી છે અને આ પ્રોજેક્ટ શિવાય પણ ગણા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે જેવા કે નિઃશુલ્ક કોમ્પુટર વર્ગો, કરાટે ટ્રેનીંગ કેમ્પ વિગેરેનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સમારંભમાં સમગ્ર કચ્છમાંથી સારસ્વત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં મુખ્ય મહેમાનો તરીકે શ્રી માંડવી સારસ્વત મહાસ્થાનના પ્રમુખ શ્રી વિનોદભાઈ કનૈયા, શ્રી શીતલા માતાજી મંદિર ટ્રસ્ટ-માંડવીના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ એસ. સાયલ, માંડવી/મુન્દ્રા વિદ્વત સમિતિના પ્રમુખ શ્રી મધુકાંતભાઈ જોશી, માંડવી સારસ્વત મહિલામંડળના પ્રમુખ શ્રીમતી હાર્દીકાબેન ડી. જોશી, તથા માંડવીના ઉપપ્રમુખ શ્રી મયુરભાઈ એન. જોશી, અને મહામંત્રી શ્રી ધીરજભાઈ એન. જોશી, તથા મહિલા પાંખના મંત્રી શ્રીમતી દક્ષાબેન ડી. જોશી, પી.જી.વી.સી.એલ. ના અધિકારી શ્રી સનતભાઈ જોશી, સંસ્થાના મુખ્ય સલાહકાર અને પૂર્વ પ્રમુખ શ્રી નરેશભાઈ એમ. જોશી, શિક્ષણ જગતના શ્રી જગન્નાથભાઈ જોશી અને કુ. વસંતબેન સાયલ, શ્રી અખિલ કચ્છ સારસ્વત મહાસ્થાનના પ્રમુખ શ્રી લક્ષ્મીશંકરભાઈ વી. શીવ, શ્રી અખિલ કચ્છ સારસ્વત વિદ્વત સમિતિના પ્રમુખ શ્રી ગીરીશભાઈ એસ. બોધી, શ્રી ભુજ સારસ્વત મહાસ્થાનના પ્રમુખ શ્રી જગદીશભાઈ એસ. ધોલી તથા મહામંત્રી શ્રી કિરીટભાઈ જે. ચાબડ, ભુજ સારસ્વત અગ્રણી શ્રી દેવેન્દ્રભાઈ આર. જોશી તથા “કચ્છ મિત્ર” ના વરિષ્ઠ પત્રકાર શ્રી ગીરીશભાઈ શીવ, શ્રી અંજાર સારસ્વત મહાસ્થાનના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી નીતિનભાઈ કે. બારોટ, શ્રી સારસ્વત સેવા સંસ્થાનના પ્રમુખ શ્રી લાભશંકરભાઈ એમ. બોડા, જ્ઞાતિના મુખ પત્ર “સારસ્વત સાગર” ના તંત્રી શ્રી ભરતભાઈ એન. જોશી(જય અંબે), શ્રી ગઢશીશા સારસ્વત મહાસ્થાનના કા.પ્રમુખ શ્રી શંભુભાઈ સી. જોશી, શ્રી નલીયા સારસ્વત મહાસ્થાનના શ્રી ગૌતમભાઈ જે. ગાવડીયા તથા શ્રી રમેશભાઈ જોશી, અબડાસા/લખપત સારસ્વત અગ્રણી શ્રી અરવિંદભાઈ ટી. જોશી તથા શ્રી જનકભાઈ રાડીયા, શ્રી મુન્દ્રા સારસ્વત મહાસ્થાનના પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ વાય. ખીયેરા, શ્રી ભચાઉ/રાપર સારસ્વત મહાસ્થાનના શ્રી પ્રવીણભાઈ એચ. હરિયામાણેક વિગેરે એ પોતાના પ્રતિભાવ સ્વરૂપે શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું.
આ પ્રસંગે સમારંભના પ્રારંભે જ્ઞાતિની બાળાઓ દ્વારા ભગવાન શ્રી ગણેશ અને શ્રી શંકરની સ્તુતિ અને શિક્ષણને અનુલક્ષી કૃત્તિઓ નૃત્યનાટિકા સ્વરૂપે પ્રસ્તુત કરી હતી, જેનું દિગ્દર્શન માંડવી સારસ્વત મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી હાર્દીકાબેન ડી. જોશીએ કર્યું હતું જેની હાજર સૌ મહેમાનોએ ખુબજ પ્રશંસા કરી હતી અને બાળાઓને રોકડ પુરષ્કાર આપ્યા હતા. અધ્યક્ષસ્થાનેથી સંસ્થાના પ્રમુખ શ્રી ગીરીશભાઈ લાલજી જોશીએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ સતત ચાર વર્ષોથી ચાલે છે. જેમાં સંસ્થાની નાણાકીય વ્યવસ્થા મુજબ દર વર્ષે શિષ્યવૃત્તિની રકમમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં ચાલુ સાલે જાણે “સોનામાં સુગંધ ભળે” તેમ દાતાશ્રીઓની અમુલ્ય મદદ મળવા પામી છે. સંસ્થાની બીજી કોઈ આવક નથી માત્ર જે ફંડ ફિક્ષડીપોસિટ રૂપે બેંકમાં જમા છે તેના વ્યાજની આવક છે એટલે કે મયાર્દિત આવક છે, વધારામાં બેન્કના વ્યાજ પણ ખુબજ ઓછા થતાં વ્યાજ આવક ઘટી છે. વધુમાં સર્વે દાતાશ્રીઓનો આભાર માન્યો હતો અને અપીલ કરી હતી કે આનાથી પણ વધારે સહયોગ આવતા વર્ષો માટે પણ મળી રહે તો આ શિક્ષણને પ્રોત્સાહિત કરતી મશાલ કાયમ પ્રજ્વલિત રહે કે જેથી સારસ્વત જ્ઞાતિના જરૂરતમંદ વાલીઓ પોતાના બાળકોને પૂર્ણ શિક્ષિત કરી શકે. સારસ્વત જ્ઞાતિના અન્ય દાતાઓને પણ આ ભગીરથ કાર્યમાં નાણાકીય સહયોગ આપવા અને આ પ્રોજેક્ટમાં સંસ્થા સાથે જોડાવા નમ્ર અપીલ કરી હતી.
સમારંભ દરમ્યાન સંસ્થાને નીચે જણાવ્યા મુજબ અન્ય દાતાશ્રીઓ તરફથી દાન મળ્યું હતું,
(૧) રૂ. ૨૫,૦૦૦/- શ્રી લહેરીભાઇ કરસનદાસ જોશી-ઔરંગાબાદ(તેઓના માતૃશ્રી સ્વ. નર્મદાબેન કરસનદાસ ચંડીચઠની પુણ્ય સ્મૃતિમાં કાયમી શિષ્યવૃત્તિ ફંડ ખાતે)
(૨) રૂ. ૨૦,૦૦૦/- શ્રી કપિલભાઈ હરેશભાઈ ટોપરાણી-ઓમાન (જમણવાર ખર્ચ માટે)
(૩) રૂ. ૧૫,૦૦૦/- શ્રી દિલીપભાઈ પી. જોશી-આદિપુર (તેઓના પિતા સ્વ. પ્રાગજીભાઈ જેરામભાઈ સુડીયા-મુન્દ્રાવાળા તથા માતા મંજુબેનની પુણ્ય સ્મૃતિમાં)
(૪) રૂ. ૧૧,૦૦૦/- શ્રી દિનેશભાઈ લીલાધર ટોપરાણી-મુંબઈ (જમણવાર ખર્ચ માટે)
(૫) રૂ. ૫,૧૦૦/- શ્રી અખીલ કચ્છ સારસ્વત વિદ્વત્ત સમિતિ હસ્તે:- શ્રી દિપેશભાઇ એમ. જોશી
(૬) રૂ. ૫,૧૦૦/- શ્રી જગદીશભાઈ સામજી ધોલી-ભુજ
(૭) રૂ. ૫,૧૦૦/- શ્રી દેવેન્દ્રભાઈ રતિલાલ જોશી-ભુજ
(૮) રૂ. ૫,૦૦૦/- શ્રી દિનકરભાઈ છોટાલાલ જોશી-માંડવી
(૯) રૂ. ૫,૦૦૦/- હેમંતીબેન રાજેનભાઈ જોશી-લંડન
(૧૦) રૂ. ૨,૫૦૦/- કમળાબેન હીંમતભાઈ જોશી-લંડન
(૧૧) રૂ. ૨,૫૦૦/- શ્રી માંડવી સારસ્વત મહાસ્થાન
(૧૨) રૂ. ૨,૧૦૦/- શ્રી લક્ષ્મીશંકરભાઈ વી. શીવ-મોથારા
(૧૩) રૂ, ૨,૧૦૦/- શ્રી અબડાસા સારસ્વત મહાસ્થાન-અબડાસા
(૧૪) રૂ, ૧,૧૧૧/- શ્રી શંભુભાઈ સી. જોશી-ભુજ
(૧૫) રૂ. ૧,૧૦૦/- શ્રી ભુજ સારસ્વત મહાસ્થાન-ભુજ
(૧૬) રૂ. ૧,૧૦૦/- શ્રી હિતેશભાઈ કાંતિલાલ જોશી-વીંઝાણ
(૧૭) રૂ. ૧,૧૦૦/- શ્રી વાલજીભાઈ એસ. જોશી-ભુજ
(૧૮) રૂ. ૧,૧૦૦/- વિમળાબેન અંબાશંકર માયરા-ભુજ
(૧૯) રૂ. ૧,૦૦૦/- શ્રી અંજાર સારસ્વત મહાસ્થાન-અંજાર
(૨૦) રૂ. ૧,૦૦૦/- શ્રી ભચાઉ/રાપર સારસ્વત મહાસ્થાન-ભચાઉ
તથા રૂ. ૫૦૦/- ના અનેક દાતાશ્રીઓ નામો અત્રે સ્થળ સંકોચને કારણે જાહેર કરી શકતા નથી.
સમગ્ર સમારંભનું સફળ સંચાલન કારોબારી સભ્ય શ્રી સંજયભાઈ એમ. જોશીએ કર્યું હતું.
સમારંભના સમાપને ખજાનચી શ્રી દિલીપભાઈ એમ. જોશીએ શાબ્દિક આભાર દર્શન કર્યું હતું અને અંતે મહેમાનો તથા જ્ઞાતિજનોના સહ્ભોજન બાદ એક નવી શરૂઆત માટે સમારંભને સંપન્ન થયું જાહેર કરવામાં આવ્યું હતું.
સંસ્થાના અન્ય હોદ્દેદારોમાં ઉપપ્રમુખ શ્રી મધુકાંતભાઇ ડી. જોશી તથા શ્રી સુભાષભાઈ એન. જોશી, સહમંત્રી શ્રી ભરતભાઈ બી. જોશી, સહખજાનચી શ્રી ભૌમીક્ભાઈ એમ. જોશી, તથા કારોબારી સભ્યો સર્વ શ્રી પ્રવીણભાઈ પી. જોશી, શ્રી મનોજભાઈ પી. જોશી, શ્રી આલોકભાઈ એસ. જોશી વિગેરેએ સમારંભને સફળ બનાવવા ખુબજ જહેમત ઉઠાવી હતી.

Address

Plot No. 47-53, Ghanshyam Nagar-1, Swami Vivekanand Road
Cutch-Mandvi
370465

Telephone

+919099032040

Website

Alerts

Be the first to know and let us send you an email when Shri Sarswat Educational Society posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Shri Sarswat Educational Society:

Shortcuts

Share

Category