Naren Solanki

Naren Solanki i am teacher,writing is my hobby and teaching is my passion.

19/07/2023

Celebrating my 3rd year on Facebook. Thank you for your continuing support. I could never have made it without you. 🙏🤗🎉

22/04/2023

ગર્લ ફ્રેન્ડ ને ગુજરાતીમાં શું કહેવાય...? અને ના હોય તો ક્યાંથી મળે..?

કલેક્ટર મેડમ મેક અપ કેમ કરતા નથી ...?મલાપુરમ જિલ્લાના કલેક્ટર શ્રીમતી રાની સોયામોઇનો વિદ્યાર્થીઓ સાથેનો વાર્તાલાપ (લેખ છ...
28/01/2022

કલેક્ટર મેડમ મેક અપ કેમ કરતા નથી ...?
મલાપુરમ જિલ્લાના કલેક્ટર શ્રીમતી રાની સોયામોઇનો વિદ્યાર્થીઓ સાથેનો વાર્તાલાપ
(લેખ છેક સુધી વાંચજો -હૃદય દ્રવી ઉઠશે)
............................................
તેઓ કાંડે માત્ર ઘડિયાળ પહેરે છે, બીજું કોઈ ઘરેણું તેઓ પહેરતા નથી. તેઓએ જે કહ્યું તેથી વિદ્યાર્થીઓને અચરજ થઈ - તેઓ ચહેરા ઉપર પાવડર પણ લગાવતા નથી

વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઉત્તર કલેકટરના જ શબ્દોમાં:

પ્ર: આપનું નામ?

"મારુ નામ રાની. સોયામોઇ મારા કુટુંબનું નામ છે. મારુ મૂળ વતન ઝારખંડ છે. "

પ્ર: મેડમ, કેમ તમે ચહેરા ઉપર નથી પાવડર લગાવતા કે કોઈ મેકઅપ નથી કરતા ?

કલેક્ટર મેડમનો ચહેરો પીળો પડી જાય છે. તેઓને પરસેવો થાય છે. ચહેરાનું સ્મિત અલોપ થઈ જાય છે. શ્રોતાઓમા સન્નાટો વ્યાપી વળે છે.

તેઓ પાણીની બોટલ ખોલીને પાણી પીવે છે. પ્રશ્ન કરનાર બાળકને એની જગ્યાએ બેસવા ઈશારો કરે છે. અને ધીમેથી વાતની શરૂઆત કરે છે.

" બાળકે ગૂંચવી નાખતો પ્રશ્નાર્થ કર્યો છે. એક શબ્દમાં ઉત્તર શક્ય નથી, ઉત્તર રૂપે મારે મારી ખૂબ જ અંગત વાત કરવી પડશે. તમે મને દસ મિનિટ આપો તો હું મારી વાત કહું.

તૈયાર...

ઝારખંડ વિસ્તારના આદિવાસી લોકમાં મારો જન્મ થયો હતો".

કલેક્ટર મેડમ થોડું થોભીને શ્રોતાઓ તરફ જોવા લાગ્યા.

" અબરખની ખાણોથી ભરપૂર એવા કોડેરમા જિલ્લાના આદિવાસી વિસ્તારમાં, એક ઝૂંપડીમાં મારો જન્મ થયો હતો.

મારા માતા-પિતા ખાણમાં મજૂરી કરતાં. કુટુંબમાં મારાથી બે મોટા ભાઈઓ અને એક નાની બેન હતાં. અમે એક ઝૂંપડીમાં રહેતાં, વરસાદમાં આખી આખી ઝૂંપડીમાં પાણી ફરી વળતું.

મારા માતા પિતાને કોઈ વ્યવસાય તો હતો નહિ આથી તેઓ ખાણમાં મજૂરી કરતાં. આ કાર્ય કઠિન હતું.

હું જ્યારે ચાર વર્ષની હતી ત્યારે મારા માતા પિતા, બે ભાઈઓ વિવિધ બીમારીને લીધે પથારીવશ બન્યાં.

અબરખની રજકણોના લીધે તેઓ ભયંકર બીમારીના ભોગ બન્યા હતા એની પણ કદાચ તેઓને ખબર નહોતી.

હું પાંચ વર્ષની હતી ત્યારે મારો ભાઈ બીમારીમાં મૃત્યુ પામ્યો."

થોડો નિસાસો નાખીને મેડમ અટક્યા. તેઓની આંખોમાં આંસુ હતા. પછી આગળ બોલવાનું ચાલુ રાખ્યું.

"મોટા ભાગના દિવસોમાં પાણી અને એકાદ રોટલાથી અમારે ચલાવી લેવું પડતું. ભૂખમરો અને ગંભીર બીમારીના લીધે મેં બન્ને ભાઈઓ ગુમાવ્યા. મારા ગામમાંથી કોઈ શાળા અને દવાખાનામાં ગયું ન હતું. તમે દવાખાનું, શાળા અને ટોયલેટ વગરના ગામની કલ્પના કરી શકો ખરા? અરે, વીજળી પણ નોહતી.

એક દિવસે હું ખૂબ જ ભૂખી હતી. એક હાડપિંજર એવી મને ઘસડીને તેઓ એક મોટી ખાણમાં લઈ ગયા. આ ખાણ લોખંડના વડીયાવાળા પતરાથી ઢાંકેલી હતી.

આ ખાણ સમય જતાં અબરખની ખાણ તરીકે કુખ્યાત બની હતી.

આ ખૂબ પ્રાચીન ખાણ હતી અને પાતાળ સુધી ખોદવામાં આવી રહી હતી. મારુ કામ ખાણની અંદર વળી વળીને ગુફામાંથી છેક તળિયે જઈને અબરખના પથ્થર ભેગા કરવાનું હતું. આ રીતે જવું માત્ર દસ વર્ષથી નાના બાળકો માટે જ શક્ય હતું.

જીવનમાં મને પહેલી વખતે પેટ ભરીને રોટલા ખાવા મળ્યા, પણ મને સખત ઊલટીઓ પણ થઈ.

હું જ્યારે પહેલા ધોરણના દાખલ થઈ ત્યારે હું અંધારી ઓરડીમાં અબરખની છીંકો ખાતી થઈ ગઈ હતી. એ ઝેરી રજકણો વચ્ચે તો આખો સમય અંધારામાં અમારે રહેવું પડતું.

ખાણ ભૂસ્ખલનમાં બાળકો - અભાગી બાળકો મૃત્યુ પામતા એ અમારે માટે સર્વસામાન્ય ઘટના હતી. અને બીમારીમાં મૃત્યુ પામતાં બાળકોથી અમે ટેવાઈ ગયા હતા.

જો તમે આઠ કલાક કામ કરો તો એકાદ રોટલો તમને ખાવાનો મળે. ભૂખ અને ભૂખમરાને કારણે હું સાવ સુકલકડી હતી, શરીરમાં પૂરતું પાણી પણ નહતું.

એક વર્ષ પછી મારી નાની બહેન પણ ખાણમાં કામે લાગી ગઈ. જ્યારે હું સાજી થઈ પછી મારી બહેન અને માં બાપ સાથે કામે લાગી ગઈ. હવે અમારે ભૂખમરાથી મરવું તો નહીં પડે!

પરંતુ વિધિના (ધનવાનો) ખેલ કોણ જાણી શક્યું છે? સખત તાવને કારણે હું કામે જઈ રહી ન હતી. એ જ દિવસે ખાણ નીચેથી તૂટી પડી અને હજારો લોકો એની નીચે દટાઈ ગયા. એમાં મારા માબાપ અને નાની બહેન પણ હતા".

કલેકટર મેડમની આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યા. એમને સાંભળતો શ્રોતાગણનો પણ જાણે કે શ્વાસ થંભી ગયો હતો. કેટલાકની આંખોમાં આંસુ હતા.

"એ સમયે હું માંડ છ વર્ષની હતી એ કેમ ભૂલી શકું?

કાળક્રમે હું સરકારી શાળામાં પહોંચી ગઈ. ત્યાં મેં અભ્યાસ કર્યો. મારા ગામમાંથી કક્કો બારખડી શીખનાર હું પ્રથમ હતી. અને આજે કલેકટર ના રૂપમાં તમારી સમક્ષ હું ઉભી છું.

તમને નવાઈ લાગશે કે હું મેકઅપ કરતી નથી તેને મારી આ અંગત વાત સાથે શુ સંબંધ હોઈ શકે?"

કલેકટરે લોકો તરફ દ્રષ્ટિ ફેરવતાં આ રહસ્યને ખોલતાં આગળ ધપાવ્યું.

"એ દિવસોમાં વાંકા વળીને ખાણની અંધારી ગુફામાં જઈને હું જે અબરખના પથ્થર ભેગા કરતી તેનો ઉપયોગ મેકઅપમાં વપરાતી વસ્તુઓ બનાવવામાં થતો.

મેકઅપ માટે અબરખ એ પ્રથમ કક્ષાની ધાતુ ગણાતી.

કોસ્મેટિક કમ્પનીઓ દ્વારા ઉત્પાદિત મેકઅપ માટેની વસ્તુઓ માટે અબરખનો ઉપયોગ થાય છે. અબરખ તમારી ત્વચાને તેજસ્વી અને ચળકતી બનાવે છે. પણ એની કિંમતમાં લગભગ 20000 બાળકોનું જીવન જોખમમાં મુકવામાં આવે છે. (20000 નાના બાળકો હાલમાં ખાણોમાં કામ કરે છે)

તમારા ચહેરાને ગુલાબી બનાવવામાં કેટલાયે બાળકોના સ્વપ્નો નંદવાય છે, કેટલાક ગંભીર બીમારીનો ભોગ બનીને મૃત્યુ પામે છે, તેઓના હાડ માંસ એ ખાણોની શિલાઓ સાથે ભટકાય છે.

આપણી સુંદરતા વધારવા અને નિખારવા, લાખો ડોલર અને કરોડો રૂપિયાની અબરખ ધાતુને ભેગી કરવાનું કામ બાળકોના કુમળા હાથ કરે છે.

હવે તમે મને કહો:

હું મારા ચહેરા ઉપર મેકઅપ કેવી રીતે કરું? ભૂખમરાથી મરી ગયેલાની યાદમાં હું ઠાંસી ઠાંસીને કેવી રીતે ખાઈ શકું? હંમેશા ફાટલી તૂટલી સાડી પહેરતી મારી માતાની યાદમાં હું કિંમતી મખમલી સિલ્કની સાડી પહેરી શકું ખરી? "

ખંડમાં બેઠેલ આખો શ્રોતાગણ ચૂપ હતો. જેવા કલેકટર મેડમ મુખ ઉપર સ્મિત સાથે, માથું ટટ્ટાર રાખીને બહાર જવા લાગ્યા કે બધા પોતાની જગ્યાએ ઉભા થઇ ગયા. આંખોમાંથી નીતરતા ગરમ આંસુઓથી તેઓના ચહેરા પરના ઓગળતા મેકઅપમાં તેઓના ચહેરાઓ પણ જાણે કે ભીંજાઈ રહ્યા હતા.
.............................................
જ્યારે તેઓ (મેકઅપના લપેડા કરીને ફરતી), લિપસ્ટિક, પાવડર, ક્રીમ લગાવેલ ચહેરાઓ જોઈને મોં મચકોડે ત્યારે પ્લીઝ તેઓનો દોષ ના કાઢશો .

( સૌથી ઊંચી ગુણવત્તા વાળી અબરખની ધાતુને ઝારખંડની ખાણોમાંથી કાઢવામાં આવે છે. શાળાએ જવાને બદલે લગભગ 20000 બાળકો આ ખાણોમાં મજૂરી કરે છે. કેટલાક જીવલેણ બીમારીનો ભોગ બને છે તો કેટલાક ખાણો નીચે જ દબાઈ મરે છે.)

મૂળ મલયાલમમાંથી અંગ્રેજી અનુવાદ.

- ગુજરાતીમાં અનિલ સેવરીનનો ભાવાનુવાદ

*મોબાઈલમા જ ઈંગ્લીશ LIVE  શીખો**આજ તારીખ ૪-૫-૨૧ ક્લાસ join કરવા આ લીંક ક્લીક કરો**https://namah518.blogspot.com/2021/05/...
04/05/2021

*મોબાઈલમા જ ઈંગ્લીશ LIVE શીખો*

*આજ તારીખ ૪-૫-૨૧ ક્લાસ join કરવા આ લીંક ક્લીક કરો*

*https://namah518.blogspot.com/2021/05/scope.html*

*અત્યારે ઘરે રહીને સમયનો સદુપયોગ કરી કંઈક શીખવાની જિજ્ઞાસા ધરાવનાર દરેક મિત્રો આનો અવશ્ય લાભ લેશો...*

*વેકેશન માં સમય નો સદુપયોગ કરો, ઘરે રહો પરિવાર ને સાચવો તેવી વિનંતી સહ*

SCOPE - Society for Creation of Opportunities through Proficiency in English SCOPE established in 2007 by the education department, Government of Gujarat and SCOPE has enrolled 6,00,000+ candidates across Gujarat. It is great achievement of SCOPE. SCOPE has been functioning since 13 years in associa...

*મોબાઈલમા જ ઈંગ્લીશ LIVE  શીખો**આજનો ક્લાસ join કરવા આ લીંક ક્લીક કરો**https://namah518.blogspot.com/2021/05/scope.html*...
03/05/2021

*મોબાઈલમા જ ઈંગ્લીશ LIVE શીખો*

*આજનો ક્લાસ join કરવા આ લીંક ક્લીક કરો*

*https://namah518.blogspot.com/2021/05/scope.html*

*અત્યારે ઘરે રહીને સમયનો સદુપયોગ કરી કંઈક શીખવાની જિજ્ઞાસા ધરાવનાર દરેક મિત્રો આનો અવશ્ય લાભ લેશો...*

*વેકેશન માં સમય નો સદુપયોગ કરો, ઘરે રહો પરિવાર ને સાચવો તેવી વિનંતી સહ*

કહેવાય છે કે શિક્ષક કભી સાધારણ નહી હોતા પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદ મે પલતે હે ,આવા જ એક શિક્ષક નાનકડી એવી શાળાના આચાર...

26/04/2021

*શાળા બંધ છે ત્યારે ઓનલાઈન ઘરે બેઠા શિક્ષણ તમામ વિદ્યાર્થી સુધી પહોંચાડો*

*✍️🔰📚તા:26/04/2021 નું હોમ લર્નિંગ ડાયરેક યુટ્યુબ ના માધ્યમથી.👇🏽*

*✍️🔰📚વિદ્યાર્થી મિત્ર તમારા ધોરણની નીચે આપેલી લિંક ખોલીને આજનું ઓનલાઈન શિક્ષણ મેળવો યુટ્યુબ ના માધ્યમ થી*

*https://namah518.blogspot.com/2021/04/26-4-21.html*

*અન્ય માહિતી માટે મુલાકાત કરો*

*https://namah518.blogspot.com/?m=0*

*📚📚🙏🙏🙏🙏📚📚*

04/04/2021

વાત મારી જેને સમજાતી નથી,
એ ભલે ગમે તે હોય પણ ગુજરાતી નથી..
✒️ ખલીલ ધનતેજવી..

કવિશ્રી ખલિલ ધનતેજવી સાહેબને શ્રદ્ધાંજલિ!!
😔😔😔😔😔😔😔😔😔😔😔😔😔

24/03/2021

શિક્ષક ની કમાણી.....
- વર્ષો પછી પણ હજારોની ભીડ માં પોતાના શિક્ષકને ઓળખી લે ...
-વષો પછી પણ ફેમિલી ફંકશનમાં ફરજીયાત આવવું જ પડશે એવું હક થી કહે...
- દસ-બાર વર્ષ પહેલા ભણાવેલા વિદ્યાર્થી પોતાના લગ્ન ની કંકોત્રી આપવા શિક્ષકને શોધતા શોધતા આવે
- સમય,સંજોગ ,સ્થળ કે માહોલની પરવા કર્યા વિના પોતાના શિક્ષકને ચરણસ્પર્શ કરે
- લગ્નનું આમંત્રણ આપતી વખતે ભારપૂર્વક કેતો જાય કે લગ્નમાં નહીં આવો તો આપડો સબંધ પૂરો.
-જયારે પણ કોલ કરે ‘તમારા હાથનો માર ખાવાની બહુ મજા આવતી’ એવું હસતા હસતા કહે .
-અજાણ્યા નંબર માંથી કોલ કરે ને શિક્ષક પૂછે ‘કોણ બોલો’ તો તરત જ કે ‘બસ ભૂલી ગયાને અમને’
-પોતાની ગમેતેવી સમસ્યાઓ ને સર સોલ્વ કરી જ આપશે એવા દ્રઢ વિશ્વાસ સાથે અડધી રાતે કોલ કરે

આભાર ઈશ્વરનો કે મને આવા વિદ્યાર્થીઓના શિક્ષક બનવાનું સદ્દભાગ્ય મળ્યું ....

કોને કોને આ ખાધા છે? હુતો કોથળી ભરીને લાવતોને ખાતો.
14/03/2021

કોને કોને આ ખાધા છે? હુતો કોથળી ભરીને લાવતોને ખાતો.

Grannus organization for safety and emergencyનેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો ના રિપોર્ટ અનુસાર જાહેર સ્થળોએ, જાહેર વાહનવ્યવહ...
08/02/2021

Grannus organization for safety and emergency
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો ના રિપોર્ટ અનુસાર જાહેર સ્થળોએ, જાહેર વાહનવ્યવહારમાં, કે અંગત વ્યવસાય ના સ્થળે યુવતીઓ નું જાતીય શોષણ રાત્રે વધુ થાય છેં.

અને આવા ડર દરેક ઘર મા છે. આજે એ ડર ખતમ કરવાનો અમારો એક આ પ્રયાસ છે જેનું નામ છે ગ્રેનસ, જે આપની મદદ વિના અધૂરો છે ....

Grannus ઓર્ગેનાઇઝેશન ફોર વુમન સેફ્ટી, અમદાવાદ.

હાં...આજે લગભગ દરેક યુવક યુવતી સ્માર્ટ ફોન રાખે જ છેં ...તો આપના મોબાઇલ મા પ્લે સ્ટોર પર થી Grannus એપ ડાઉનલોડ કરી દો અને ગ્રેનસ વુમન સેફ્ટી ગ્રુપમાં સભ્ય બની જાવ.

કોઈ પણ યુવતી ગમે ત્યા એકલી જતી હોય અને જો કોઈ મુશ્કેલ પરિસ્થિતી અથવા અસુરક્ષા જેવું લાગે તો તરત ગ્રેનસ એપમાં એકજ ક્લિક કરવાથી એ યુવતી ની 500 મીટર નજીક મા જે પણ Grannus ના સભ્યો હશે એના ફોન મા એલાર્મ વાગશે ...અને યુવતી નું ચોક્કસ સ્થાન એના મેપ મા દેખાશે ..યુવતી કદાચ ભાગતી હોય અથવા તો રીક્ષા/ કાર/બસ માં હોય તો પણ દરેક મુવમેન્ટ Grannus ના સભ્ય ના ફોન મા લાઈવ દેખાશે કે તે કયા માર્ગેથી ક્યાં જઈ રહી છે.

આવું એલાર્મ ફકત Grannus સભ્ય ના ફોન મા જ નઈ ..પણ એની સાથે સાથે યુવતી ના પરિવાર ના સભ્યો ને પણ આ પરિસ્થિતિ ની જાણ થઈ જશે.

સાથે સાથે મહિલા હેલ્પલાઇન 181 પર ફોન પણ લાગી જશે.

*એ યુવતી જ્યાં સુધી SAFE બટન ક્લિક ના કરે ત્યાં સુધી તેની આસપાસ ના તમામ પ્રકારના વોઇસ રેકોર્ડિંગ સ્ટાર્ટ થઈ જશે કે જે પુરાવા તરીકે કામ લાગશે.*

તો આવો મિત્રો ..... જોડાવો આ એક નવી પહેલમાં ..... અને ડિઝિટલ મહિલા સુરક્ષા અભિયાનમાં મા સપોર્ટ કરો.

*મહિલા સુરક્ષા માટે માનસિક રીતે મજબૂત એવા 10 લાખ લોકો (મહિલાઓ અને પુરુષોને) ગ્રેનસ એપમાં સભ્ય બનવા વિનંતી કરીએ છે. જો આપણે બધા ગ્રેનસ ટેકનોલોજી થી મેપ ઉપર જોડાયેલ રહીશું તો મહિલાઓ માટે સુરક્ષિત ગુજરાતનું નિર્માણ કરી શકીશું. આપણું લક્ષ્ય એક જ છે કે 181 કે 100 આવે તે પહેલાં કોઈ છોકરી સાથે કઈ ખોટું થતું અટકાવવું.*

*ગુજરાતના પ્રથમ મહિલા IPS ઓફિસર અને ગુજરાત રાજ્યના મુખ્ય પોલીસ વડા (DGP) રહી ચૂકેલા ખ્યાતનામ શ્રીમતી ગીથા જોહરી, ગ્રેનસ વુમન સેફ્ટી ગ્રુપના પ્રેસિડન્ટ છે.*

રાજ્યના માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ દ્વારા પણ ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન ને સફળતા માટે શુભેચ્છા મળેલ છે.

વધુ માહિતી માટે વોહટ્સએપ

7208505877
8733864104
9662871810
9377730837
9825018367
9898688981
For organization/media inquiry 8488904906

આભાર
જય હિંદ
ગ્રેનસ ઓર્ગેનાઇઝેશન

ગ્રેનસ સાથે જોડાવવા માટે ગૂગલ પ્લેય સ્ટોર પરથી GRANNUS લખી એપ ડાઉનલોડ કરો અને રજીસ્ટર થવા વિનંતી.

લિંક https://play.google.com/store/apps/details?id=com.grannusfirstaid

ફાઉન્ડર કોન્ટેક્ટ. Email: mygrannus @ gmail.com

ભારત દેશ ની પ્રથમ  મહિલાશિક્ષિકા ક્રાંતિજ્યોતિ માતૃશ્રી સાવિત્રીબાઈ ફૂલે ની (3,જાન્યુઆરી) જન્મજયંતિ નિમિત્તે તેઓ ને કોટી...
03/01/2021

ભારત દેશ ની પ્રથમ મહિલાશિક્ષિકા ક્રાંતિજ્યોતિ માતૃશ્રી સાવિત્રીબાઈ ફૂલે ની (3,જાન્યુઆરી) જન્મજયંતિ નિમિત્તે તેઓ ને કોટી કોટી વંદન.

અતિશય રૂઢિવાદી અને કપરી પરિસ્થિતિ માં તેઓ એ પોતાની જાત ઘસી ને દલિતો,આદિવાસીઓ,પછાતો,મહિલાઓ ને સીમિત સાધન સંસાધનો નો બુદ્ધિપૂર્વક ઉપયોગ કરી ને ભારત દેશ માં સૌ પ્રથમ શિક્ષણ આપવા ની શરૂઆત કરી.

પતિ ના કદમ સાથે કદમ મિલાવીને તેમણે અતિશય અપમાનો, કષ્ટો વેઠી ને પણ શિક્ષણ ની જ્યોત જલાવી રાખી,તેમનાં આ કાર્ય ને જેટલી વાર પણ નમન કરીએ તે ઓછું છે.

અરે દોસ્ત, કાલે સાંજે સંગીતાભાભીને જવેલરીની  દુકાન ની અંદર જતા મેં જોયા....આવી વિકટ પરિસ્થિતિ માં પણ તું સોનુ ખરીદે છે.....
31/12/2020

અરે દોસ્ત, કાલે સાંજે સંગીતાભાભીને જવેલરીની દુકાન ની અંદર જતા મેં જોયા....
આવી વિકટ પરિસ્થિતિ માં પણ તું સોનુ ખરીદે છે....?

અરે દોસ્ત, તારી જોવામાં કંઇક ભૂલ થતી હશે....

ના દોસ્ત...99% સંગિતા ભાભી જ હતા...

મેં ત્યારે વાત ને ઉડાવી દીધી..પણ વાત ની ગંભીરતા સમજી તેના મૂળ સુધી જવાનો મેં ઘરે પહોંચી પ્રયત્ન કર્યો....

સંગિતા... રોજ ના નિયમ મુજબ હું ઓફિસે થી આવ્યો એટલે પાણી આપ્યું.. આજે રોજ કરતા તે પણ થોડી ઓફિસે થી વહેલી હતી...

મારો પુત્ર શ્યામ તેની પ્રવૃત્તિ માં હતો....સંગિતા પણ રૂટિન વાતો કરી કિચન માં રાત્રિ ના જમવા ની તૈયારી કરવા લાગી

ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેઠા ત્યારે પણ હું બહાર થી હસવા નો વ્યર્થ પ્રયતન કરતો હતો...હું રાહ જોઈ રહ્યો હતો સંગિતા મને મારા મિત્ર એ કરેલ વાત ના સંદર્ભમાં કોઈ વાત કરે છે કે નહીં..
પણ સંગિતા પણ મારાથી વધારે હોશિયાર હતી..તે પણ બહાર થી ખોટું હાસ્ય બતાવી મને અને શ્યામ ને ખુશ કરવા પ્રયતન કરી રહી હતી....

મેં તેને ખબર ન પડે તેમ તેના હાથ ગળા અને કાન અને તેની હાથની આંગળી તરફ નજર કરી. આશ્રય ગળા
માં ફક્ત મંગળ સૂત્ર.હાથ ની સોનાની બંગડી અને કાન ની બુટી અને આંગળી ની વીંટી ગાયબ....એ જગ્યાએ મોતીની કડી અને હાથ માં કાચ ની બંગડી પહેરેલ જોઈ...
હું વાત ના મૂળ સુધી પહોંચી ગયો. પણ મેં અત્યારે જમવા ના ટેબલ ઉપર શ્યામ દેખતા આ બાબતે ચર્ચા કરવી યોગ્ય ન સમજી...

અમુક કુટુંબીક કે વ્યક્તિગત ચર્ચા બાળકો સામે ન કરીયે તેમાં બન્ને નું હીત સચવાયેલ છે...કારણ કે બાળકો વિચારશીલ હોય છે..અને ભોળપણ માં કોઈ વખત જાહેરમાં પણ આવી બધી વાતો તેઓ બોલી .દેતા હોય છે ત્યારે નીચું જોવાનું અથવા કૌંટુંબીક વિખવાદ નું કારણ બને છે , ઘણી વખત તો બાળકો ના વાણી વર્તન વ્યવહાર ઘરે આવનાર વ્યક્તિ સાથે આ કારણ થી બગડી જાય છે

એટલે મેં થોડો સંયમ જાળવી બેડરૂમ માં શ્યામ ઊંઘી ગયો ત્યારે મેં સંગીતા ને પૂછ્યું..

સંગીતા એક સવાલ કરું છું
તારા ઉપર શંકા કરવી એટલે ભગવાન ઉપર શંકા કરવી બરાબર છે..પણ શંકા નું સમાધાન ન થાય ત્યાં સુધી ઈશ્વર ઉપર પણ આપણી શ્રદ્ધા ડગી જાય છે..
તારી હાથ ની બંગડી ,કાન ની બુટ્ટી અને આંગળી ની વીંટી ક્યાં છે ?

એતો મેં લોકર માં.મૂકી દીધી..સંગિતા બોલી

મેં તેનો હાથ પકડી કીધું...સંગિતા.. આ શ્યામ ના માથે હાથ મૂકી જે હોય તે સત્ય કહે...

સંગિતા એ હાથ છોડાવી કીધું....
સંદીપ....
સત્ય તારે જાણવું જ છે તો સંભાળ...
મેં મારા ઘરેણાં એક વર્ષ માટે ગીરવે મુક્યા છે....
અમારી કંપની માં 50% પગાર કાપ આવ્યો છે. તું પણ કહેતો હતો. તારી કંપની માં પણ 50 % પગાર કાપ આવ્યો છે..આગળ નું નોકરી નું ભવિષ્ય ખબર નથી...આ બધી ઉપાધિ કેટલી લાંબી ચાલશે એ તું કે હું જાણતા નથી

તું પણ જાણે છે બેન્ક ના હપ્તા ઘર માટે ની લૉન પેટે ત્રણ મહિના થી ચઢી ગયા છે..હવે સ્કૂલ ખુલશે એટલે શ્યામ ની ફી...30જૂને મેડિકલેમ નો હપ્તો આવે છે ..આ બધા વિચારો થી મારી રાત અને તબિયત બગડતી હોય તેવું મને લાગ્યું...

બેન્ક માંથી પણ હપ્તા માટે વારમવાર મારા ઉપર ફોન આવવા લાગ્યા છે...આવી પરિસ્થતિ માં મને તને ડિસ્ટર્બ કરવો યોગ્ય ન લાગ્યું....
આટલું બોલી સંગિતા લોખંડ ના કબાટ તરફ ગઈ કબાટ ખોલી મારા હાથ માં રૂપિયા 95000 મુક્યા...
સંદીપ આમાંથી 10000 રૂપિયા પ્રમાણે ત્રણ મહિના ના બેન્ક ના હપ્તા...શ્યામની છ મહિનાની સ્કૂલ ફી તથા મેડિકલેમ નીકળી જશે..બીજા વધે એટલા આકસ્મિક ખર્ચ માટે રાખશું...

હું સંગિતા ની સામે જૉઈ રહ્યો ..કંઈ બોલવા જેવું હતું જ નહીં..એક આદર્શ પત્ની તરીકે ની ફરજ તે ભજવી રહી હતી.
એ મારી સામે જોઈ બોલી 1 વર્ષ માં બધું રેગ્યુલર થઈ જશે એટલે આપણે ઘરેણાં છોડાવી નાખીશું...

સંગિતા આટલો મોટો નિર્ણય લેતા પહેલા તારે મને જાણ કરવી જોઈએ.

સંદીપ તારા હાર્ટ નું ઓપરેશન ત્રણ વર્ષ પહેલાં કરાવેલ છે.આ બધું ટેન્શન હું તને આપવા માંગતી ન હતી....

જાન હે તો જહાંન હે
આટલું બોલી સંગિતા જાણે કંઈ બન્યું ન હોય તેમ મારા હાથ માં તાળી મારી હસવા લાગી.

મેં સંગિતાનો હાથ પકડી કીધું સંગિતા સંસાર લગ્ન સબંધ ને સોના થી જોખે છે....
વ્યવહાર કરતી વખતે સમાજ હમેશા પૂછે છે દીકરી...કેટલુ સોનુ લઈ આવી ?
પણ કોઈ એવું પૂછતું નથી કેટલા સંસ્કાર લઈ ને આવી..

ભગવાન એક તુલસી પાન ના વજન થી જોખાઇ ગયા તેમ હું તારા અમૂલ્ય પ્રેમ સામે નતમસ્તક બની ઝૂકી ગયો છું.

તારો સંદીપ તને વચન આપે છે...મારા જીવન ના છેલ્લા શ્વાસ સુધી હું તારા આ પ્રયત્ન અને ઉપકાર ને ભૂલીશ નહીં...તેં સાબિત કરી બતાવ્યું..કે FB ઉપર બે ચાર રૂપકડા શબ્દો લખી પ્રેમ બતાવવાનો સમય નથી...
લગ્ન એતો ત્યાગ , સમર્પણ, વિશ્વાસ અને એક બીજા ના આત્મસન્માન સાથે જોડાયેલ કડીઓ છે..ફક્ત ચાર ફેરા ફરવાથી લગ્ન નથી થતા...

હું સંગિતા ને ભેટી પડ્યો...એક ચિંતા વગર ની સવાર ફરીથી ઊગી...ફરી અમે કામે લાગી ગયા....

આવતી કાલે રવિવાર પણ હતો..અને અમારી લગ્ન ની તારીખ પણ હતી.....પણ આર્થિક સંકડામણ અને લોકડાઉન ને કારણે કોઈ ખાસ તૈયારી કરી ન હતી

રવિવારે સવારે સંગિતા એ મને વિશ કરી કીધું ડીયર હેપી મેરેજ ડે.... મેં પણ તેના હાથ ઉપર કિસ કરતા કીધું. હેપી મેરેજ ડે ..
એક વાત કહું..સંગિતા..આ તારા કાન, હાથ અને આંગળી ઘરેણાં વગર સારા નથી લાગતા...

ફરી થી એજ વાત... ભૂલી જા સંદીપ મુસીબત ના સમયે ઘરેણાં લોકર કે શરીર ની શોભા બની રહે તે કેટલું યોગ્ય છે ? આપણા ઘરે આવી બેન્ક ના લોકો ઊંચા અવાજે હપ્તા ની ઉઘરાણી કરે એ યોગ્ય તો નથી..

અરે ગાંડી.. તારા ઘરેણાં તારા શરીર ની શોભા છે...હું એવા વચન પણ નથી આપતો જે પુરા કરવા માટે હું અસમર્થ હોઉં .હું તને ખોટા વચન આપી તારી નજર માં ઉતરવા પણ નથી માંગતો

એક સ્ત્રી ને શોભે તેટલા પાર્વતી અલંકાર ની તો તું હક્કદાર છે એ પણ તું ઘર ખર્ચ માટે ગીરવે મૂકે એ મને માન્ય ન હતું...

લે આ તારા ઘરેણાં...જે તેં ગીરવે મુક્યા હતા...મેં માથે હાથ ફેરવી.કીધું હેપી મેરેજ ડે... સંગિતા....લાવ તારી આંગળી હું તને વીંટી પહેરાવું

તમે આ ઘરેણાં...
હા સંગિતા .જયારે જયારે મારુ ઇન્ક્રિમેન્ટ થયું હતું..ત્યારે ત્યારે એ રકમ નું મેં રીકરીંગ એકાઉન્ટ કરાવ્યું હતું....મુસીબત સમય ની સાંકળ સમજી મેં તને કીધું ન હતું...આજે આ સાંકળ ખેંચવા નો સમય આવી ગયો એવું સમજી મેં એ રકમ ઉપાડી તારા ઘરેણાં જવેલરી ને ત્યાંથી છોડાવી દીધા.....

તમે તો મારા કરતાં છુપા રુસ્તમ નીકળ્યા...
ના સંગિતા....આપણે જે કરીયે છીયે એ પરિવાર કે ઘર માટે કરીયે છીયે..અંગત કોઈ તારો કે મારો સ્વાર્થ નથી...

મિત્રો
મધ્યમવર્ગ ની જીંદગી "એક સાંધતા તેર તૂટે" જેવી છે...
ઘર ના હપ્તા અને બાળકો ને ભણવવા અને આકસ્મિક ખર્ચ ના સરવાળા બાદબાકી કરતા કરતા ઘડપણ ક્યારે ઉંબરે આવી ઉભુ રહી જાય છે એ ખબર જ નથી પડતી...
છતાં પણ જીવન સાથી જો સમજુ હોય તો...ઉજ્જડ ઉપવન માં પણ તે બગીચો બનાવી દે છે..

झिलमिल सितारों का आँगन होगा
रिमझिम बरसता सावन होगा
ऐसा सुंदर सपना अपना जीवन होगा
झिलमिल सितारों का आँगन होगा ...

प्रेम की गली में एक छोटा सा घर बनाएंगे
कलियाँ ना मिले ना सही काँटों से सजाएंगे
बगियाँ से सुंदर वो बन होगा.....

Copy paste

Address

Chotila
363520

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm
Sunday 9am - 5pm

Telephone

+919429154880

Website

Alerts

Be the first to know and let us send you an email when Naren Solanki posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Naren Solanki:

Shortcuts

Share

Category