23/06/2026
પીએમ શ્રી બ્રાન્ચ શાળા, ચકલાસી તથા સર્વોદય વિનય મંદિર (હાઈસ્કૂલ), ચકલાસીના સંયુક્ત ઉપક્રમે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અન્વયે પ્રગતિનો પ્રવેશોત્સવ-26 યોજાયો. આપત્તિ વ્યવસ્થાપન મંત્રીશ્રી સંજયસિંહ મહિડા સાહેબના હસ્તે ધોરણ-9ના ફ્રેશ અને ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી. સાથે નગર પાલિકા પ્રમુખશ્રી પી.એલ. વાઘેલા, ડેપ્યુટી કલેક્ટર સાહેબશ્રી ઝાલા સાહેબ, ચીફ ઓફિસર સાહેબશ્રી ઝવેરી સાહેબ, વિવિધ સમિતિ ચેરમેનશ્રીઓ, નગરપાલિકા કાઉન્સિલરશ્રીઓ, દાતાશ્રીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો. આભાર.