Samadhiyala 2 primary school

Samadhiyala 2 primary school Samadhiyala 2 primary school
Where child can get education totally free. Many activity, games, motiv

માતૃપિતૃ પૂજન કાર્યક્રમમાતા-પિતા જીવનના સાચા ભગવાન છે. તેઓ વિના આપણું અસ્તિત્વ જ નથી. માતા એ મમતા ભરેલો દરિયો છે, જે સંત...
13/09/2025

માતૃપિતૃ પૂજન કાર્યક્રમ
માતા-પિતા જીવનના સાચા ભગવાન છે. તેઓ વિના આપણું અસ્તિત્વ જ નથી. માતા એ મમતા ભરેલો દરિયો છે, જે સંતાનની પીડા ઓગાળી દે છે. પિતા એ મજબૂત પહાડ છે, જે સંતાનને દરેક મુશ્કેલીમાંથી રક્ષણ આપે છે.

માતા-પિતા પોતાના આરામ, સુખ-સગવડનો ત્યાગ કરીને સંતાનના ભવિષ્ય માટે મહેનત કરે છે. સંતાનને તાવ આવે તો માતા રાતભર જાગે છે. પિતા દિવસભર કઠિન પરિશ્રમ કરે છે, પરંતુ સંતાનના ચહેરા પર સ્મિત જોઈને પોતાનો બધો થાક ભૂલી જાય છે.

જીવનમાં સાચા આશીર્વાદ એટલે માતા-પિતાનો આશીર્વાદ. તેમનો સન્માન કરવો, સેવા કરવી અને આદર આપવો એ દરેક સંતાનનું કર્તવ્ય છે. દુનિયામાં કોઈ સંપત્તિ કે વૈભવ માતા-પિતાના પ્રેમ સમાન નથી થઈ શકતા.

અંતમાં કહી શકાય કે —
“પરમાત્માને જોવો હોય તો પોતાના માતા-પિતાના ચરણોમાં જોઈ લો.”

12/09/2025

શ્રી મિતુલભાઈ ઓધવજીભાઈ નાવડીયા ના સુપુત્ર ચિ. હરિના જન્મદિવસ નિમિત્તે શાળામાં બાળકોને ફૂલ થાળી ભોજન પીરસવામાં આવ્યું શાળા પરિવાર આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.

સ્વ કાશીબા મનજીભાઈ શેટા ના શ્રાદ્ધ નિમિત્તે બાળકોને ભરપેટ પાઉંભાજી નું ભોજન આપવામાં આવ્યું હસ્તે તેમના સુપુત્રો લાભુભાઈ ...
09/09/2025

સ્વ કાશીબા મનજીભાઈ શેટા ના શ્રાદ્ધ નિમિત્તે બાળકોને ભરપેટ પાઉંભાજી નું ભોજન આપવામાં આવ્યું હસ્તે તેમના સુપુત્રો લાભુભાઈ ,બટુકભાઈ, ઘનશ્યામભાઈ ,ને બાબુભાઈ
શાળા પરિવાર સૌનો આભાર વ્યક્ત કરે છે.

18/07/2025

મહેશભાઈ મનજીભાઈ ગોહિલ ના જન્મદિવસ નિમિતે બાળકો ને ભરપેટ પાઉંભાજી નું ભોજન જમાડવામાં આવ્યું હસ્તે જીતુભાઈ મનજીભાઈ ગોહિલ
જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ

સ્વ દિનેશભાઈ વિઠ્ઠલભાઈ શેટા ના પાણીઢોળ નિમિતે બાળકો ને ફરાળી ભોજન ( પૂરી, શુકીભાજી,સિંગપાક,છાસ)આપવામાં આવ્યું.
12/07/2025

સ્વ દિનેશભાઈ વિઠ્ઠલભાઈ શેટા ના પાણીઢોળ નિમિતે બાળકો ને ફરાળી ભોજન ( પૂરી, શુકીભાજી,સિંગપાક,છાસ)આપવામાં આવ્યું.

વિજ્ઞાન દિવસ ઉજવણી
11/07/2025

વિજ્ઞાન દિવસ ઉજવણી

બાળમેળો   અનેક વિવિધ પ્રવૃતિ દ્વારા બાળકોની  સુષુપ્તશક્તિ જાગ્રત કરવાનો પ્રયત્ન કર્યો.
09/07/2025

બાળમેળો
અનેક વિવિધ પ્રવૃતિ દ્વારા બાળકોની સુષુપ્તશક્તિ જાગ્રત કરવાનો પ્રયત્ન કર્યો.

09/07/2025

આપત્તિ વ્યવસ્થાપન મોકડ્રીલ

26/06/2025

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આજરોજ શાળામાં માનનીય બોટાદ જિલ્લા પ્રમુખશ્રી જેઠીબેન પરમારના હસ્તે બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો સાથોસાથ તાલુકા પંચાયતના ચેરમેન શ્રી ભરતભાઈ ડોડીયા અને ગામના સરપંચ શ્રી ભાવનાબેન શેટા એ બાળકોને પ્રવેશ આપ્યો બહોળી સંખ્યામાં વાલીગણ તથા ગ્રામજનો એ પધારી કાર્યક્રમને સફળ બનાવ્યો.

આજરોજ નાના ભૂલકાંઓને શાળા માં પ્રવેશ અપાવ્યો  ઘર ની ચાર દીવાલ અને માતા ની મમતા મૂકીને બાળક આજે  નવા વાતાવરણ માં આવ્યું જ...
26/06/2025

આજરોજ નાના ભૂલકાંઓને શાળા માં પ્રવેશ અપાવ્યો
ઘર ની ચાર દીવાલ અને માતા ની મમતા મૂકીને બાળક આજે નવા વાતાવરણ માં આવ્યું જ્યાં તેની ઉંમરના બીજા બાળકો સાથે રહેવાનું અહીં તેને શિક્ષકો ના પ્રેમ ,લાગણી અને હુફ મળશે અને સાથોસાથ રમત અને ગમ્મત સાથે જ્ઞાન મળશે.
પોતાનો સ્વભાવ , જીદ તેને અહીં મૂકવી પડશે, સમૂહમાં રહેતા શીખવું પડશે અને પગભર થતા શીખવું પડશે.
શાળા માં આવતા જ બાળક ને લાગશે જાણે હું નવી દુનિયા માં આવી ગયો , કલમ નો ક પણ ન આવડતો હોય પણ જ્યારે ધોરણ ૮ માંથી જશે ત્યારે અંગ્રેજી પણ બોલતા લખતા વાંચતા આવડી જશે
કમ્પ્યુટર આવડી જશે .નવી દિશા અને અને અરમાનો મળશે.
આજે અમને એક કોરી પાટી મળી છે જેને અમારે એક સારો નાગરીક બનાવી ને સમાજ ને સોંપવાનો છે.
તમામ બાળકો નું સ્વાગત કરવામાં આવે છે
જય બાલદેવ

વિશ્વ યોગ દિવસ ઉજવણી
21/06/2025

વિશ્વ યોગ દિવસ ઉજવણી

ધોરણ 8 વિદાય વર્ષ 2024-25
19/06/2025

ધોરણ 8 વિદાય વર્ષ 2024-25

Address

Samadhiyala 2
Botad
364710

Telephone

+916352191195

Website

Alerts

Be the first to know and let us send you an email when Samadhiyala 2 primary school posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Samadhiyala 2 primary school:

Shortcuts

Share