પ્રાથમિક વિદ્યામંદિર ઘેકટી

  • Home
  • India
  • Bilimora
  • પ્રાથમિક વિદ્યામંદિર ઘેકટી

પ્રાથમિક વિદ્યામંદિર ઘેકટી A School with Green Environment and With hardworking Staff.

તા.16-02-2026 વન ભોજન : આજ રોજ ગામના નિવૃત્ત શિક્ષક અને SMC ઘેકટીના શિક્ષણ વિદ  અરવિંદભાઇ રવજીભાઈ પટેલ તરફથી શાળાના તમામ...
16/02/2026

તા.16-02-2026
વન ભોજન :
આજ રોજ ગામના નિવૃત્ત શિક્ષક અને SMC ઘેકટીના શિક્ષણ વિદ અરવિંદભાઇ રવજીભાઈ પટેલ તરફથી શાળાના તમામ બાળકો માટે વંકાલ વજીફા ફળિયા બ્રહ્મદેવ બાપાના મંદિરના પટાંગણમાં વન ભોજન નું આયોજન કરવામાં આવ્યું. પ્રકૃતિના સાંનિધ્યમાં બ્રહ્મદેવ બાપાના મંદિરના પટાંગણમાં સરપંચશ્રી ઘેકટી , સરપંચશ્રી વંકાલ, પંચાયતના સભ્યશ્રીઓ , SMC ઘેકટીના સભ્યો, CRC સમરોલી, ગામના અગ્રણીઓ, નિવૃત્ત શિક્ષકો, અરવિંદભાઇના સ્વજનો અને શાળા પરિવાર ઉપસ્થિત રહી વનભોજનનો આનંદ ઉઠાવવામાં આવ્યો. માજી CRC કરસનકાકા દ્વારા સરસ મજાની બાળકોને ગમે આવી વાર્તા, તથા વિવિધ પક્ષીઓના અવાજની ઝાંખી કરવામાં આવી. બાળકોએ ભોજન બાદ પ્રકૃતિના ખોળે વિવિધ રમતો રમી આ વનભોજન ને યાદગાર બનાવ્યું. શાળા પરિવાર અને SMC ઘેકટી આ તબક્કે વનભોજન ના દાતાશ્રી અરવિંદભાઇનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે, અને સૌ પધારેલા મહેમનોનો આભાર વ્યક્ત કરે છે.

તા. 27/01/2026 એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ : 2025-26 સ્થળો: ધરમપુર બરૂમાળ, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, સાયન્સ સીટી, ફલધરા , રાબ...
16/02/2026

તા. 27/01/2026
એક દિવસીય શૈક્ષણિક પ્રવાસ : 2025-26
સ્થળો: ધરમપુર બરૂમાળ, શ્રીમદ રાજચંદ્ર આશ્રમ, સાયન્સ સીટી, ફલધરા , રાબડા, પારનેરા, તિથલ સ્વામિનારાયણ મંદિર
બાળકોએ ખૂબ ઉત્સાહભેર પ્રવાસનો આનંદ માણ્યો . પ્રવાસ ની કેટલીક યાદગાર પળો કેમેરા ની નજરે:

તા.  26/01/2026 આજ રોજ શાળામાં 77 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. મહેમાનોનું સ્વાગત, સાંસ્કૃતિક કાર્યક્રમ, ગામન...
16/02/2026

તા. 26/01/2026
આજ રોજ શાળામાં 77 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. મહેમાનોનું સ્વાગત, સાંસ્કૃતિક કાર્યક્રમ, ગામની ભણેલી દીકરીનું સન્માન, આ વર્ષે જન્મેલ દીકરી અને તેમની માતાઓનું સન્માન તથા ઈનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. NRI તથા અન્ય દાતાશ્રીઓ તરફથી શાળાને દાન પ્રાપ્ત થયું. શાળા પરિવાર અને SMC ઘેકટી ધ્વજ પ્રમુખ , સરપંચશ્રી, સૌ મહેમાનો તથા દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરે છે. સમગ્ર કાર્યક્રમ ની કેટલીક યાદગાર પળો :

નિપુણ ભારત અંતર્ગત બાળવાર્તા કથન ( બાલવાટિકા, ધો.1, ધો.2 વયજૂથ ) સ્પર્ધામાં આપણી શાળાની દીકરી કુમારી આયશા અકબરભાઈ ખલીફા ...
03/01/2026

નિપુણ ભારત અંતર્ગત બાળવાર્તા કથન ( બાલવાટિકા, ધો.1, ધો.2 વયજૂથ ) સ્પર્ધામાં આપણી શાળાની દીકરી કુમારી આયશા અકબરભાઈ ખલીફા એ તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવ્યો છે. અને હવે જિલ્લા કક્ષાએ ચીખલી તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે. એમણે મેળવેલ સિધ્ધી બદલ શાળા પરિવાર , અને SMC ઘેકટી ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. તથા જિલ્લા કક્ષાએ પણ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળા , ગામ અને તાલુકાનું નામ રોશન કરે એવી શુભેચ્છા પાઠવે છે.

શાળા સ્થાપના દિન ઉજવણી : શાળાની સ્થાપના 07/10/1921 માં થઈ હતી . આજે 104 વર્ષ પૂર્ણ થાય તે નિમિત્તે  SMC  ઘેકટી , શાળા વિ...
08/10/2025

શાળા સ્થાપના દિન ઉજવણી :
શાળાની સ્થાપના 07/10/1921 માં થઈ હતી . આજે 104 વર્ષ પૂર્ણ થાય તે નિમિત્તે SMC ઘેકટી , શાળા વિકાસ સમિતિ ઘેકટી ના સભ્યો દ્વારા વૃક્ષારોપણ કરી શાળા સ્થાપના દિન ઉજવણી કરવામાં આવી. શાળા પરિવાર દ્વારા પંખીના માળાનું વિતરણ કરવામાં આવ્યું.

આજ રોજ પ્રાથમિક વિદ્યામંદિર ઘેકટી  શાળામાં ગામના નિવૃત શિક્ષક શ્રી ભગુભાઈ મોહનભાઇ પટેલ દ્વારા એમના માતૃશ્રી સ્વ. મણીબેન ...
19/09/2025

આજ રોજ પ્રાથમિક વિદ્યામંદિર ઘેકટી શાળામાં ગામના નિવૃત શિક્ષક શ્રી ભગુભાઈ મોહનભાઇ પટેલ દ્વારા એમના માતૃશ્રી સ્વ. મણીબેન એમ. પટેલ ના સ્મરણાર્થે શાળાના તમામ બાળકોને તિથી ભોજન આપવામાં આવ્યું. શાળા પરિવાર અને SMC ઘેકટી એમનો આભાર વ્યક્ત કરે છે.

સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે ધ્વજ પ્રમુખ - ગામના સરપંચ શ્રીમતિ દિવ્યાબેન પ્રજ્ઞેશભાઈ પટેલ ના વરદહસ્તે ધ્વજવંદન કરવામ...
15/08/2025

સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે ધ્વજ પ્રમુખ - ગામના સરપંચ શ્રીમતિ દિવ્યાબેન પ્રજ્ઞેશભાઈ પટેલ ના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું.

બાળ મેળા અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ, લાઈફ સ્કીલ પ્રવૃતિઓ- નિદર્શન- પ્રદર્શન
16/07/2025

બાળ મેળા અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ, લાઈફ સ્કીલ પ્રવૃતિઓ- નિદર્શન- પ્રદર્શન

શાળા પ્રવેશોત્સવ - વર્ષ:2025-26બાલવાટિકા ના 9 બાળકો , ધોરણ -1 ના 9  બાળકો, ધોરણ 2 થી 8 માં નવીન પ્રવેશ મેળવેલ 4 બાળકો ને...
28/06/2025

શાળા પ્રવેશોત્સવ - વર્ષ:2025-26
બાલવાટિકા ના 9 બાળકો , ધોરણ -1 ના 9 બાળકો, ધોરણ 2 થી 8 માં નવીન પ્રવેશ મેળવેલ 4 બાળકો ને જિલ્લા કક્ષાના માનનીય સાહેબ શ્રી એસ. એન. પટેલ, કાર્યપાલક ઇજનેર, GETCO ના હસ્તે પ્રવેશ આપવામાં આવ્યો. આ સાથે દાતાશ્રી ઓનું સન્માન, શાળા ના વિશેષ સિદ્ધિ મેળવનાર બાળકો નું સન્માન કરવામાં આવ્યું.

વિશ્વ યોગ દિવસ -2025
21/06/2025

વિશ્વ યોગ દિવસ -2025

Address

Bilimora
396325

Opening Hours

Monday 10:30am - 5:05pm
Tuesday 10:30am - 5:05pm
Wednesday 10:30am - 5:05pm
Thursday 10:30am - 5:05pm
Friday 10:30am - 5:05pm
Saturday 8am - 11:45am

Alerts

Be the first to know and let us send you an email when પ્રાથમિક વિદ્યામંદિર ઘેકટી posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share