10/07/2018
આજે તા.૧૦/૦૭/૨૦૧૮, મંગળવારે અમારી કચ્છ યુવક સંઘ સંચાલિત શ્રી બી.બી.એમ. હાઇસ્કૂલ, બિદડામાં ધોરણ-૧૦ ના ચાર વર્ગના વાલીઓની મીટીંગ રાખી હતી. ધોરણ -૧૦ ના કુલ ૨૨૭ વિદ્યાર્થીઓમાંથી ૨૦૦ (એટ્લે કે ૮૮%) વિદ્યાર્થીઓના વાલીઓ આ મીટીંગમાં ઉપસ્થિત રહ્યા હતા. વાલીઓને બોર્ડની પરીક્ષા પદ્ધતિ, માર્કિંગ પદ્ધતિ, વિદ્યાર્થીઓની હાજરી, વાંચન, સમય પત્રક, યુનિટ ટેસ્ટ, શિક્ષકોની અપેક્ષા, એક્સ્ટ્રા પીરીયડ્સ, હકારાત્મક્તા, પ્રેરણા, પ્રોત્સાહન, ઓડિયો-વિઝ્યુઅલ શૈક્ષણિક સાધનોનો ઉપયોગ, TV - મોબાઇલના વપરાશ ઉપર નિયંત્રણ વગેરે બાબતો ઉપર સંવાદ કરવામાં આવ્યો હતો. શ્રીમતી રક્ષાબેન પટેલે શાબ્દિક સ્વાગત અને કાર્યક્રમનું સંચાલન સંભાળ્યું હતુ. શ્રીમતી રેખબેન ગુંસાઇએ પરીક્ષા પદ્ધતિ વિશે માર્ગદર્શન આપ્યું હતુ. શ્રીમતી જયશ્રીબા સોઢાએ વિદ્યાર્થીઓની હાજરી, સમય પત્રક, યુનિટ ટેસ્ટ બાબતે વાલીઓ અને માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ ધોરણ ૧૦ ના ચારેય વર્ગોના વિદ્યાર્થીઓ-વાલીઓ વર્ગ વાઇઝ તેમના વર્ગ શિક્ષકો સાથે અલગ-અલગ બેસીને વ્યક્તિગત સંવાદ સાધ્યો હતો. જેમાં પોતના વિદ્યાર્થીઓ વિશે વાલીઓએ જાણ્કારી અને સુચનો મેળવ્યા હતા. વાલીઓએ પણ પોતાના દિકરા-દિકરીઓ માટે શિક્ષકશ્રીઓને ભલામણ કરી હતી. ધોરણ-૧૦ના અન્ય વિષય શિક્ષકો શ્રીમતી જયશ્રીબા જાડેજા, શ્રી જયેશભાઇ પટેલ, શ્રી ભાર્ગવભાઇ પટેલ, શ્રી મયુરભાઇ પોકાર વગેરેએ વાલી રજીસ્ટ્ર્રેશન, લીંબુ શરબત જેવી બીજી વ્યવસ્થાઓ સંભાળી હતી.
વાલી મીટીંગની Grand Success માટે આચાર્ય શ્રી રાજેશભાઇ સોરઠીઆ, વ્યવ્સ્થાપક શ્રી દિલીપભાઇ દેશમુખ તથા શિક્ષણ પ્રભારી શ્રી પંકજભાઇ શાહે અભિનંદન પાઠવ્યા હતા.