*યક્ષ મંદિર માધાપર ખાતે કોલી સમાજના તેજસ્વી તારલાઓનો અભિવાદન સમારોહ તથા કોલી સમાજના યુવાઓ દ્વારા 51 યુનિટ રક્તદાન કેમ્પ*
*અખિલ કચ્છ કોલી સમાજ એજ્યુકેશન એન્ડ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે યક્ષ મંદિર માધપર ખાતે રક્તદાતા કેમ્પ તથા વિધાર્થી સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું.*
*તા.14 સવારે 8 થી 12 દરમિયાન યક્ષ મંદિર માધાપર ખાતે કોલી સમાજના યુવાઓ તથા બહેનો દ્વારા કુલ 51 યુનિટ રક્ત સ્વૈચ્છિક રીતે દાન કરવામાં આવ્યું હતું. આ રકતદાન કેમ્પ માટે તબીબી માર્ગદર્શન તથા સહયોગ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કચ્છ દ્વારા આપવામાં આવ્યું હતું. તેની સાથે વિધાર્થી સન્માન કાર્યક્રમમાં ધોરણ 10,12, સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ સારા પરિણામ મેળવનાર વિધાર્થીઓનું સન્માન પત્ર આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય સુરેશભાઈ મકવાણા, , કોલી સેના ઉપપ્રમુખ વિશ્રામભાઈ હરપારિયા, ઉમેદભાઈ મકવાણા, પ્રતાપભાઈ પરમાર, ગંગારામ ભંગેરીયા તથા સમાજના અન્ય અગ્રણીઓએ પણ હાજર રહ્યા હતાં.*
*જિલ્લા પંચાયત સભ્ય સુરેશભાઈ મકવાણા તથા ઉમેદભાઈ મકવાણા દ્વારા સમાજ શૈક્ષણિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે આગળ આવે તે માટે શિક્ષણ અને સંગઠન બાબતે ધ્યાન આપવા તાકીદ કરી હતી. આ કાર્યક્રમનું સંચાલન ટ્રસ્ટના સભ્ય એડવોકેટ બ્રિજેશભાઈ સમ્રાટ તથા સમસ્ત આયોજન અખિલ કચ્છ કોલી સમાજ એજ્યુકેશન એન્ડ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું.*
Paschim Kutch koli samaj education and charitable trust
education gourment job Koli samaj
free education
22/06/2026
18/05/2026
Celebrating my 1st year on Facebook. Thank you for your continuing support. I could never have made it without you. 🙏🤗🎉
Want your school to be the top-listed School/college in Bhuj?
Click here to claim your Sponsored Listing.
Click here to claim your Sponsored Listing.
Location
Category
Website
Address
Bhuj