KHAVDA KUMAR SHALA

KHAVDA KUMAR SHALA

Share

This page gives info about Khavda kumar shala's activities

21/06/2023

9 માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે આજે શ્રી ખાવડા કુમાર શાળા માં વિદ્યાર્થીઓ ને યોગ કરાવવામાં આવ્યા હતા અને યોગ કરવાથી થતા ફાયદા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા..

07/06/2023

બાલવાટીકા અને ધોરણ 1 માં પ્રવેશપાત્ર બાળકો ના સર્વે..

DATE:07/06/2023

28/04/2023

તારીખ 21/04/2023 થી 27/04/2023 સુધી સ્ટુડન્ટ પોલીસ કેડેટ ના વિદ્યાર્થીઓ માટે સાત દીવસ ના સમર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ એ ઉત્સાહભેર ભાગ લીધો હતો..
વિદ્યાર્થીઓ ને રોજ સવારે સૂર્યોદય દર્શન કરાવવામાં આવતા અને પછી D.I.મિત્રો દ્વારા વિદ્યાર્થીઓ ને પરેડ કરાવવામાં આવતી હતી.સમર કેમ્પ ના સમયપત્રક મુજબ વિધાર્થીઓ ને રોજ અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી અને બાળકો તેમાં એક અલગ જ ઉત્સાહ થી ભાગ લેતા હતા.
વિદ્યાર્થીઓ ને અલગ અલગ જગ્યાની વિઝીટ પણ કરાવવામાં આવી હતી.બદ્રીકાશ્રમ(સ્વામિનારાયણ દ્વિ શતાબ્દી મહોત્સવ),માધાપર યક્ષ મંદિર,માધાપર ગ્રામ પંચાયત ના સરપંચ જોડે સંવાદ,એરફોર્સ સ્ટેશન ભુજ એમ અલગ અલગ મુલાકાત કરાવવામાં આવી હતી.

વિદ્યાર્થીઓ ને કેમ્પ માં શસ્ત્ર પ્રદર્શન પણ રાખવામાં આવ્યુ હતું અને દરેક શસ્ત્ર વિશે સમજૂતી આપવામાં આવી હતી.ફાયર ફાઇટર્સ દ્વારા પણ વિદ્યાર્થીઓ ને સમજૂતી આપવામાં આવી હતી.તેમજ વિદ્યાર્થીઓ ને ડોકટર દ્વારા CPR કેવી રીતે આપવા જોઈએ તેની પણ સમજ આપવામાં આવી હતી.વિધાર્થીઓ ને ઓપન એર થિયેટર માં હીંચકી,દંગલ મૂવી પણ બતાવવામાં આવ્યા હતા..

Photos from KHAVDA KUMAR SHALA's post 06/04/2023

આજ રોજ ખાવડા ગ્રુપ ના HTAT આચાર્ય શ્રી શ્યામભાઈ મહેતા અને CRC Co શ્રી પ્રતિકભાઈ પટેલ નો વિદાય તેમજ સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો.શ્યામભાઈ મહેતા તરફ થી ખાવડા કુમાર શાળા ના દરેક કલાસરૂમ માટે દીવાલ ઘડિયાળ ભેટમાં આપવામાં આવી તેમજ શાળા ના બાળકો અને શિક્ષકો ને પણ સાહેબ દ્વારા સ્મૃતિ ભેટ આપવામાં આવી.ત્યાર બાદ સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો અને શિક્ષકો દ્વારા પોતાના અભિપ્રાયો આપવામાં આવ્યા હતા.
છેલ્લે બંને મહાનુભાવો દ્વારા પોતાના અનુભવો રજુ કર્યા હતા..

આપશ્રી અમારા શ્રેષ્ઠ વિવેચક, પ્રામાણિક મિત્ર, વિશ્વસનીય સાથી અને વિશ્વાસપાત્ર સાથીદાર હતા અને રહેશો...

26/03/2023

આજ રોજ SPC(સ્ટુડન્ટ પોલીસ કેડેટ) યોજના અંતર્ગત ખાવડા કુમાર અને ખાવડા કન્યા શાળા ના વિદ્યાર્થીઓ ને એક દિવસ ની વિઝીટ કરાવવામાં આવી.PSI શ્રી વાઘેલા સાહેબ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.સૌ પ્રથમ વિદ્યાર્થીઓ ને ઇન્ડિયા બ્રિજ ના ઇતિહાસ વિશે સમજાવ્યું હતું અને પાકિસ્તાન સાથે થયેલા 3 યુદ્ધો વિશેની માહિતી આપવામાં આવી હતી.ત્યાર બાદ વિદ્યાર્થીઓ ને હનુમાન મંદિર લઈ જવામાં આવ્યા અને ત્યાં વિદ્યાર્થીઓ દ્વારા હનુમાન ચાલીસા ના પાઠ કરવામાં આવ્યા.એના પછી બી.એસ.એફ ના જવાન દ્વારા વિદ્યાર્થીઓ ને હનુમાન મંદિર ના ઇતિહાસની માહિતી આપવામાં આવી.ત્યાર બાદ વિદ્યાર્થીઓ ને ઇન્ડો પાક બોર્ડર પર ના ઝીરો પોઈન્ટ ઉપર લઈ જવામાં આવ્યા અને તેના વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.ત્યાર બાદ હનુમાન મંદિર માં PSI શ્રી વાઘેલા સાહેબ દ્વારા તમામ બાળકો અને સ્ટાફ ને જમવાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓ ને અલગ અલગ પ્રકાર ની રમતો રમાડવામાં આવી હતી અને વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

22/03/2023

ખાવડા ગ્રુપ ના આચાર્ય સાહેબ શ્રી શ્યામકુમાર મહેતા સાહેબ નો વિદાય કાર્યક્રમ તેમજ ધોરણ 8 ના વિદ્યાર્થીઓના વિદાય નો કાર્યક્રમ તારીખ 21/03/2023 ના રોજ યોજવામાં આવ્યો હતો.

11/03/2023
FEB 2023 ખાવડા કુમાર શાળામાં ફેબ્રુઆરી ૨૦૨૩ દરમ્યાન થયેલી વિવિધ પ્રવૃતિઓની ઝલક 02/03/2023

https://youtu.be/ktAaD1ntjrs
ફેબ્રુઆરી 2023 ની પ્રવૃતિઓ ખાવડા કુમાર શાળા

FEB 2023 ખાવડા કુમાર શાળામાં ફેબ્રુઆરી ૨૦૨૩ દરમ્યાન થયેલી વિવિધ પ્રવૃતિઓની ઝલક FEB 2023 ખાવડા કુમાર શાળામાં ફેબ્રુઆરી ૨૦૨૩ દરમ્યાન થયેલી વિવિધ પ્રવૃતિઓની ઝલક

Want your school to be the top-listed School/college in Bhuj?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Address


Bhuj
370510

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm
Saturday 7:30am - 11:30am