06/01/2026
કચ્છ જિલ્લો માત્ર બદલી નો જિલ્લો બની ગયો છે નોકરી મેળવો થોડો ટાઈમ નોકરી કરો અને પછી કચ્છ જિલ્લામાંથી બદલી કરાવીને પોતાનો વતન જિલ્લામાં ચાલયા જાય છે શિક્ષણ આરોગ્ય તેમજ મહેસુલ તેમજ અન્ય વિભાગોમાં પણ આવી રીતે જ ચાલે છે તેમાં તો ખરેખર શિક્ષણ અને આરોગ્ય માં કેવી રીતે ચાલે શિક્ષણ છે એ આવનારું ભવિષ્ય છે જ્યારે આરોગ્ય છે એ પોતાના સ્વાસ્થ્ય માટે જરૂરી છે તો આના માટે કચ્છના લોકો કચ્છના રાજકીય લોકો તેમજ શિક્ષણ માટે જીવનારા લોકોએ જાગવું પડશે અને કચ્છમાં આવા જ પ્રશ્નો છે એનો યોગ્ય ઉકેલ એ છે કે કચ્છની અંદર સ્થાનિક લોકોની ભરતી કરવામાં આવે તો જ આવનારા દિવસોમાં કચ્છના બાળકોનું ભવિષ્ય ઉજવળ બનશે તો તેના માટે સરપંચથી લઈ ધારાસભ્ય સાંસદ શ્રી તાલુકા પંચાયત સદસ્ય જિલ્લા પંચાયત સદસ્યા તેમજ સંસ્થાઓએ કચ્છના ભવિષ્ય માટે જાગવું પડશે