R R Lalan College, Bhuj

R R Lalan College, Bhuj

Share

Official Page of R R Lalan Government College, Bhuj. This college is the oldest institute for higher studies in kachchh since 1953.

We offer Graduate courses for Arts and Science, as well as many career oriented courses.

21/04/2026

IAPT (Indian Association of Physics Teachers) દ્વારા B.Sc. UG વિદ્યાર્થીઓ માટે લેવાયેલ પરીક્ષામાં આર આર લાલન કોલેજના ભૌતિકશાસ્ત્ર વિભાગની Bsc Sem 4 માં અભ્યાસ કરતી *લીંબાણી હેન્સી* ગુજરાત રાજ્યમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થઈ લાલન કોલેજ અને કચ્છ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

08/04/2026
Photos from R R Lalan College, Bhuj's post 16/03/2026

16/03/2026 :
આર. આર. લાલન કૉલેજ, ભુજના 30 વિદ્યાર્થીઓની ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ
આજરોજ તારીખ 16/03/2026 ને સોમવારના રોજ લાલન કૉલેજમાં ચાલતી ફિનિશિંગ સ્કૂલની ટ્રેનિંગ પૂર્ણ થઈ. વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ ઘડતર અને તેમને રોજગાર મેળવવામાં સક્ષમ બનાવવા માટે કૉલેજના આચાર્યશ્રી ડૉ. સી. એસ. ઝાલા સાહેબના માર્ગદર્શનથી તારીખ 25 ફેબ્રુઆરી 2026 થી ગુજરાત સરકાર સંચાલિત KCG ના બેનર હેઠળ ચાલુ શૈક્ષણિક વર્ષની બીજી બેચની આ તાલીમ યોજાઈ. 20 દિવસની આ ટ્રેનિંગ અંતર્ગત કૉલેજમાં જુદાં જુદાં વિષયો સાથે સેમેસ્ટર 6 માં અભ્યાસ કરતા કુલ 30 વિદ્યાર્થીઓને English Skill અને Life Skill ની તાલીમ આપવામાં આવી.
કૉલેજમાં આજે યોજાયેલ આ તાલીમના સમાપન સમારોહમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પોતાના પ્રતિભાવો આપ્યા અને તજજ્ઞ ટ્રેનર તરીકે પધારેલ ઉત્પલાબેન વૈદ્ય અને અશ્વિનભાઈ જોશી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી. ત્યારબાદ અશ્વિનભાઈ જોશીએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભાવિની શુભેચ્છાઓ પાઠવી હતી. ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગ પ્રકલ્પના સંયોજક ડૉ. રાજેન્દ્રકુમાર બાંભણિયાએ કૉલેજવતી ટ્રેનરશ્રી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો તથા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા. આ ઉપરાંત કૉલેજના સંસ્કૃત વિભાગના પ્રા. ડૉ. અત્રિ રાજગોર અને અંગ્રેજી વિભાગના પ્રા. ડૉ. કૌસ્તુભ મિશ્રાસાહેબે વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. અંતે આ સમાપન સમારોહના અધ્યક્ષ એવા કૉલેજના આચાર્યશ્રી ડૉ. સી. એસ. ઝલાસાહેબે આ ટ્રેનિંગ વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર અને જીવનઘડતરમાં ખૂબ જ ઉપયોગી નીવડશે એવો આશાવાદ વ્યક્ત કર્યો તથા કૉલેજના વિદ્યાર્થીઓ આ પ્રકારના કાર્યક્રમોમાં ઉત્સાહભેર સહભાગી થઈ પોતાનું અધિત અને કાબેલિયત વધારે એ માટે આહ્વાહન આપ્યું. જણાવતાં આનંદ થાય છે કે ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગના સમાપન સમારોહનું સમગ્ર આયોજન અને સંકલન ફિનિશિંગ સ્કૂલના વિદ્યાર્થીઓએ જ કર્યું હતું.

06/03/2026

અંગ્રેજી વિભાગના સંશોધક *શ્રી કિશન અતુલભાઇ પંડ્યાની* ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી-દિલ્હી ખાતે રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે પસંદગી થઈ છે. કચ્છ યુનિવર્સિટી ખાતે શેક્સપિયરના અનુવાદના ભાષાકીય અને સામાજિક પરિમાણ પર લાલન કોલેજના અંગ્રેજી વિભાગના અધ્યક્ષ ડો. મનોજ છાયાનાં માર્ગદર્શનમાં પીએચ.ડી. નો અભ્યાસ કરતા શ્રી પંડ્યા ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજી દિલ્હી ખાતે કમ્પ્યુટેશનલ લિંગવિસ્ટિક્સ અને બહુભાષિય નેચરલ લેન્ગવેજ પ્રોસેસિંગ ક્ષેત્રમાં પોતાનું પ્રદાન આપશે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ શ્રી પંડ્યા ભારત સરકારના ઉપક્રમ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન લેન્ગવેજીસ, મૈસુર ખાતે નેશનલ ટ્રાન્સલેશન મિશન ની કાર્યશાળા તેમજ ફેલોશિપ માટે પણ પસંદગી પામ્યા હતા. તદુપરાંત ગુજરાત હાઈકોર્ટ માટે અનુવાદક તરીકે તેમની ઉમેદવારીનો પસંદગી પ્રક્રિયાની યાદીમાં સમાવેશ કરાયો હતો.

Photos from R R Lalan College, Bhuj's post 05/03/2026

05/03/2026 :
The Department of Mathematics at Lalan College, Bhuj organized a Career Guidance Seminar for UG Mathematics students on 05-03-2026 motivated by the Principal Dr. C. S. Jhala, inspiring them to explore future opportunities and make informed career choices.

We were honored to have Mrs. Ritu Pujara Madaiyar as the expert speaker. The session became highly engaging as she conducted interactive hands-on activities, allowing students to actively participate, reflect on their strengths, and better understand possible career paths.

Photos from R R Lalan College, Bhuj's post 05/03/2026

05/03/2026 :
The Botany Department of Shri R. R. Lalan College, Bhuj, under the UDISHA Initiative, organized an Expert Talk on 5th March 2026
The program began with the introduction of the guest speaker, Mr. Vivek Chauhan, who is working as a Junior Research Fellow (J.R.F.) in the Terrestrial Ecology Division at the Gujarat Institute of Desert Ecology, Bhuj. The guest was warmly welcomed by Dr. Ekta Joshi, Head of the Botany Department, She emphasized the importance of such expert lectures in expanding students’ academic perspectives and encouraging them to pursue research and careers in botanical sciences.
Mr. Vivek Chauhan then delivered an insightful lecture on the topic “The Mango in India: History, Heritage and Career Opportunities.” During the lecture, he presented an overview of the biological, historical, and cultural importance of mango in India. He explained the taxonomy and diversity of the genus Mangifera and discussed different mango species and cultivars found in India. The lecture also highlighted the linguistic and cultural significance of mango across various regions of the country.
He further explained fossil evidence and scientific studies that trace the ancient origin and evolution of mango in the Indo-Malayan region. The speaker also shared interesting historical stories behind famous mango varieties, including their connections with rulers, traditions, and specific geographical locations. Through references from literature, travel accounts, and horticultural developments, he illustrated how mango spread from India to other parts of the world.
In addition, he briefly discussed career opportunities
The session concluded with an interactive question–answer discussion, where students actively participated and clarified their queries. A total of 46 students, 3 research scholars, 1 visiting faculty member, and 2 faculty members attended the program.
The lecture proved to be highly informative and enriching, contributing to the academic knowledge and overall development of the students.
The program concluded with a vote of thanks delivered by Ms. Renu Yadav, who expressed sincere gratitude to the guest speaker for sharing his valuable time and knowledge with the students and for making the session engaging and informative.

Want your school to be the top-listed School/college in Bhuj?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


Shree R R Laln College, Mandvi Road
Bhuj
370001

Opening Hours

Monday 8am - 5pm
Tuesday 8am - 5pm
Wednesday 8am - 5pm
Thursday 8am - 5pm
Friday 8am - 5pm
Saturday 8am - 5pm