Nutan Vidyalaya, Shubhashnagar, Bhavnagar

Nutan  Vidyalaya, Shubhashnagar, Bhavnagar Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Nutan Vidyalaya, Shubhashnagar, Bhavnagar, School, shubhashnagar, Bhavnagar.

તમારા બાળકનું  ભવિષ્ય હવે બનશે વધુ ઉજ્જવળ ......નૂતન વિદ્યાલયની સાથે
20/04/2026

તમારા બાળકનું ભવિષ્ય હવે બનશે વધુ ઉજ્જવળ ......નૂતન વિદ્યાલયની સાથે


18/04/2026
Nutan vidyalay
16/04/2026

Nutan vidyalay


નૂતન વિદ્યાલય, સુભાષનગર, ભાવનગર ખાતે વિદ્યાર્થીઓમાં પરંપરાગત રમતોને પ્રોત્સાહન આપવા માટે દેશી રમતોત્સવનું આયોજન કરવામાં ...
22/12/2025

નૂતન વિદ્યાલય, સુભાષનગર, ભાવનગર ખાતે વિદ્યાર્થીઓમાં પરંપરાગત રમતોને પ્રોત્સાહન આપવા માટે દેશી રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના તથા પ્રાસંગિક ઉદ્બોધનથી કરવામાં આવી.
આ રમતોત્સવ દરમિયાન વિદ્યાર્થીઓને ઉત્સાહભેર વિવિધ દેશી અને રમૂજી રમતોમાં ભાગ લેવાની તક આપવામાં આવી. જેમાં ત્રિપગી દોડ, કોથળા દોડ, લોટ ફૂકણી, દોડ, સંગીત ખુરશી, સ્લો સાયકલ તથા તિરંદાજી જેવી રમતો રમાડવામાં આવી. દરેક રમતમાં વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહ, રમતભાવના અને શિસ્તનું પાલન કર્યું.
શિક્ષકો દ્વારા દરેક રમતોની યોગ્ય માર્ગદર્શન અને દેખરેખ રાખવામાં આવી. વિદ્યાર્થીઓએ પરંપરાગત રમતોની મજા સાથે શારીરિક કસરતનો પણ આનંદ લીધો.

તારીખ: 10 ડિસેમ્બર 2025આયોજક: સારસ ઇકો ક્લબ, નૂતન વિદ્યાલયસ્થળ: વિક્ટોરિયા પાર્કનૂતન વિદ્યાલયની સારસ ઇકો ક્લબ દ્વારા 10 ...
11/12/2025

તારીખ: 10 ડિસેમ્બર 2025
આયોજક: સારસ ઇકો ક્લબ, નૂતન વિદ્યાલય
સ્થળ: વિક્ટોરિયા પાર્ક

નૂતન વિદ્યાલયની સારસ ઇકો ક્લબ દ્વારા 10 ડિસેમ્બર 2025 ના રોજ પર્યાવરણ જાગૃતિ અને કુદરત અભ્યાસના હેતુથી વિક્ટોરિયા પાર્ક ની શૈક્ષણિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇકો ક્લબના કુલ _ વિદ્યાર્થીઓ તથા માર્ગદર્શક શિક્ષકોની ઉપસ્થિતિમાં મુલાકાત સફળતાપૂર્વક પૂર્ણ થઈ.

મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ વૃક્ષો, ઔષધીય છોડ, પંખીઓ, તથા જૈવિક વૈવિધ્ય વિશે મહત્વપૂર્ણ માહિતી મેળવી. પાર્કના કુદરતી પર્યાવરણનો સીધો અનુભવ મેળવવાથી વિદ્યાર્થીઓમાં પર્યાવરણ પ્રત્યે જવાબદારી, વનસ્પતિ–પ્રાણી સંરક્ષણ, તથા સ્વચ્છતા અંગે જાગૃતિ વિકસવા સહાય મળી.

શિક્ષકશ્રીએ વિદ્યાર્થીઓને પર્ણપાતી અને સદાબહાર વૃક્ષો વચ્ચેનો ફરક, વિવિધ છોડોના ઔષધીય ગુણધર્મો, તેમજ પાર્કમાં જોવા મળતા પંખીઓની ઓળખ અંગે માર્ગદર્શન આપ્યું. વિદ્યાર્થીઓએ પાર્કની સ્વચ્છતા જાળવવા પ્રેરણા મેળવી અને કુદરતના સંવર્ધન વિષે ચર્ચા કરી.

અંતમાં, સૌએ મળીને પાર્કમાં સ્વચ્છતા અભિયાન ચલાવ્યું અને પર્યાવરણ રક્ષણનો સંકલ્પ લીધો.

શાળાના વિશિષ્ટ બાળકોના શિક્ષક શ્રી શૈલેષભાઈ ગોસ્વામી દ્વારા બાળકોને સમોસા તથા દાબેલીનો નાસ્તો કરાવવામાં આવ્યો. સૌએ ખૂબ આનંદ માણ્યો.

આ પ્રવાસથી વિદ્યાર્થીઓને પ્રકૃતિ અભ્યાસ, પર્યાવરણ જાગૃતિ અને સમૂહ કાર્ય અંગે મૂલ્યવાન અનુભવ મળ્યો.

વરસાદ શીખવે છે જિંદગીની અદભુત ક્ષણો,
03/10/2025

વરસાદ શીખવે છે જિંદગીની અદભુત ક્ષણો,

ગરબા ..........
03/10/2025

ગરબા ..........

વિજ્ઞાન નગરીની મુલાકાત- અહેવાલ         વિજ્ઞાન એટલે વિશુદ્ધ જ્ઞાન. આ ઉક્તિને સાર્થક કરતા બળવંત પારેખ વિજ્ઞાન નગરીની મુલા...
03/10/2025

વિજ્ઞાન નગરીની મુલાકાત- અહેવાલ
વિજ્ઞાન એટલે વિશુદ્ધ જ્ઞાન. આ ઉક્તિને સાર્થક કરતા બળવંત પારેખ વિજ્ઞાન નગરીની મુલાકાતે ગયા હતા. સાયન્સ સિટી તરફથી જ બસ દ્વારા અમે ત્યાં પહોંચ્યા હતા. અમે ભૌતિક વિજ્ઞાનના વિભાગમાં ગયા હતા. ત્યાં ન્યુટનના નિયમો શીખ્યા અને સાથે સાથે ઘણા પ્રયોગો કર્યા, જેમકે ગતિના નિયમો વિશેના ઉદાહરણો સહિતના પ્રયોગો થયા. આપણે બસમાં બેસીએ તો આપણને કેવી રીતે ધક્કો લાગે છે! પછી અમને બળ વિશે જાણકારી આપી. પછી એક ગ્લાસ, પાઠ્યપુસ્તકનું પૂઠું અને એક ગોળ ચુંબક આપ્યું. અમે ગ્લાસ પર પૂઠું મૂક્યું અને તેની ઉપર ગોળ ચુંબક મૂકી પૂઠાને ધક્કો માર્યો અને તરત જ ચુંબક ગ્લાસમાં પડ્યું. આ પ્રયોગ વિશે એક મેડમ અમને સમજાવતા હતા અને પ્રયોગ કરાવતા હતા. પછી અમે મેથ્સ લેબમાં ગયા, ત્યાં ગણિત શા માટે અઘરું લાગે છે તેની જાણકારી એક્ સરે અમને આપી. પછી ત્યાં વેસ્ટ માંથી બેસ્ટ અંતર્ગત ભંગારની વસ્તુઓ માંથી સરસ મજાના ચાર્ટ તૈયાર કરાયા હતા, તે અમે જોયા. જીવ વિજ્ઞાન વિભાગમાં આપણા શરીરના અંગો જેવા કે મગજ, ફેફસા, કરોડરજ્જુ વગેરે વિશે અમને જાણકારી આપવામાં આવી હતી અને સ્કેલેટન નિહાળવા અમને મળ્યું હતું. પછી અમને એક ગેમ રમાડી હતી. તેમાં અમને તત્વ સંજ્ઞા અને પરમાણુને લગતા વિષયો સમજાવ્યા હતા. આ સાયન્સ સિટીની મુલાકાત અમારા માટે યાદગાર રહી હતી. અમે નવમાં અને દસમાના વિદ્યાર્થીઓ અમારા ધોરણને લગતા પ્રયોગો અહીં શીખ્યા હતા અને અમારી સાથે અમારા ગુરૂજનોએ પણ અમને માર્ગદર્શન આપ્યું હતું. અમે 4-45 વાગે શાળાએ પરત આવ્યા હતા. આજનો દિવસ અમારા માટે ખરેખર ખૂબ યાદગાર રહેશે.

બાલમંદિર થી ધોરણ 9 અને 10 માં એડમીશન માટે મળો.
30/04/2025

બાલમંદિર થી ધોરણ 9 અને 10 માં એડમીશન માટે મળો.

Address

Shubhashnagar
Bhavnagar

Website

Alerts

Be the first to know and let us send you an email when Nutan Vidyalaya, Shubhashnagar, Bhavnagar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category