Vir Savarkar Primary School No.8

Vir Savarkar Primary School No.8 This School is Running By Municipal School Board Bhavnagar.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી વીર સાવરકર પ્રાથમિક શાળા નં.૮ મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉત્સ...
29/06/2025

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી વીર સાવરકર પ્રાથમિક શાળા નં.૮ મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામા આવી.

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના રાજ્યવ્યાપી શુભારંભ અવસરે ભાવનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-સંચાલિત શ્રી વીર સાવરકર પ્રાથમિક શાળા નં.૮ મા આંગણવાડી અને બાલવાટિકાના બાળકોને શાળા પ્રવેશ કરાવી શાળા પ્રવેશોત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી.
કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત ડેપ્યુટી કમિશનર શ્રી જયકુમાર રાવલ , શિક્ષણ સમિતિના સદસ્ય અને શાળાના પ્રભારી શ્રી સંજયભાઈ બારૈયા, કોર્પોરેટર શ્રી ભરતભાઈ ચુડાસમા ,સી.આર.સી શ્રી નિકુંજભાઈ પંડ્યા, ચેતનાબેન જાની, શાળાના આચાર્ય ભરતભાઈ ભટ્ટ એસ.એમ.સી ના અધ્યક્ષ શબાનાબેન બેલીમ તેમજ આંગણવાડીના અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી કરવામા આવી.શાળાના આચાર્યશ્રી ભરતભાઈ ભટ્ટે ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને શાળાની બાલિકાઓએ પુસ્તક આપી સ્વાગત કર્યું હતું.ત્યારબાદ સૌ પ્રથમ આંગણવાડીના બાળકોને રમકડા કીટ ,ચિત્રકલા સેટ મહેમાનશ્રીઓ હસ્તે આપી પ્રવેશ કરાવવામાં આવ્યો.ત્યારબાદ બાલવાટિકાના બાળકોને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ કરાવવામા આવ્યો.શાળાના ધોરણ ત્રણ થી આઠ માં પ્રથમ ક્રમાંક મેળવનાર તેજસ્વી તારલાઓને શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા. શાળામાંથી ખેલ મહાકુંભ ,કલા મહાકુંભ ,ગીતાશ્લોક ગાન જેવી સ્પર્ધાઓમાં ભાગ લઈ ઝોન કક્ષાએ તેમજ શહેર કક્ષાએ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. જ્ઞાનસેતુ, જ્ઞાનસાધના,NMMS ,PSE ની પરીક્ષાઓ પાસ કરીને મેરીટમાં આવનાર તેમજ શ્રેષ્ઠ દેખાવ કરનાર કૌશલ્યવાન બાળકોને સન્માનિત કર્યા. શાળામાં બાળકોને મધ્યાહન ભોજન જમવા માટે ત્રણ ખાનાની બસો ડીશ વિપુલભાઈ સુરતી (સેવક ગ્રુપ - કણબીવાડ) તરફથી આપવામાં આવી હતી તેમને અને શાળાના SMC ના અધ્યક્ષ શબાનાબેને પંખા માટે રોકડ રકમ આપી તેવા દાતાશ્રીઓની ભાવનાને બિરદાવી સન્માનિત કર્યા હતા.આ વર્ષના પ્રવેશોત્સવની થીમ છે – “આવો, બનાવીએ.. શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ”. સમાજને આ રીતે શિક્ષણના યજ્ઞ માટે આગળ આવતો જોઈને શાળા પ્રવેશોત્સવ સાચે જ સમાજોત્સવ બન્યો હોવાની સંતોષની લાગણી થાય છે.
શાળાની વિદ્યાર્થીનીઓ ધોરણ -7 ની શેખ જેનબે સ્વાસ્થ્ય અને પર્યાવરણ તેમજ ધોરણ-6 ની વિદ્યાર્થીની બાવનકા ખુશ્બુએ બેટી બચાવો ઉપર પોતાના વિચારો રજૂ કર્યા હતા.જેમને શાળાના શિક્ષક શોભનાબેને માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતુ.
શિક્ષણ સમિતિના સદસ્ય અને શાળાના પ્રભારી શ્રી સંજયભાઈ બારૈયાએ શાળામાં મળતી સુવિધાઓ તેમજ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા શાળાઓને મળતી ભૌતિક સુવિધાઓ અને વિવિધ યોજનાઓ વિશે વાત કરી હતી.વાલીઓને બાળકોના અભ્યાસ માટે સતત જાગૃત રહેવા પ્રેરણા આપી હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન ડેપ્યુટી કમિશનર શ્રી જયકુમાર રાવલે વાલીઓને શાળા અને શિક્ષકોના સતત સંપર્કમા રહી બાળકોના અભ્યાસ માટે જાગૃત રહેવા તેમજ તેમના મનપસંદ ક્ષેત્રમાં આગળ વધવા માટે સહકાર આપવા માટે વાત કરી હતી સાથે મહાનગરપાલિકા અને શિક્ષણ સમિતિ દ્વારા બાળકોના વિકાસ માટે કરવામાં આવેલ વિવિધ કામોની વાત કરી હતી.આપણી સંસ્કૃતિમાં 'વિદ્યારંભ' ખૂબ મહત્ત્વનો સંસ્કાર છે. શૈક્ષણિક જીવનના પ્રથમ પગથિયાં પર ડગ માંડતા ભૂલકાઓ માટે આજનો દિવસ ખૂબ અગત્યનો છે. મહેમાનશ્રીઓએ આજે શાળા પ્રવેશ મેળવનાર સૌ બાળકોને ઉજ્જવળ ભવિષ્યના આશીર્વાદ અને શુભકામના પાઠવી હતી.
શાળાની એસ.એસી ની મીટીંગ કરવામાં આવી જેમા શાળાની જરૂરિયાત તેમજ બાળકોના અભ્યાસ બાબત સંવાદ કરાવામા આવ્યો.અને ત્યારબાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ.
શાળા પ્રવેશોત્સવના આ કાર્યક્રમમાં મહેમાનશ્રીઓ તેમજ વિશાળ સંખ્યામાં વાલીઓ, આંગણવાડીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન અલ્પાબેન કટુડિયાના માર્ગદર્શન હેઠળ શાળાના વિદ્યાર્થીઓ પઠાણ રાબીયા તેમજ પઠાણ તનવીર દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમની આભારવિધિ રામજીભાઈ ભાલીયા એ કરી હતી.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.


નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી વીર સાવરકર પ્રાથમિક શાળા નં.૮ મા વાર્ષિકોત્સવ ,ઈનામ વિતરણ અને ધોરણ-૮ ના વિદ્યાર્થ...
21/06/2025

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી વીર સાવરકર પ્રાથમિક શાળા નં.૮ મા વાર્ષિકોત્સવ ,ઈનામ વિતરણ અને ધોરણ-૮ ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા કાર્યક્રમ યોજાયો.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી વીર સાવરકર પ્રાથમિક શાળા નં.૮ માં વાર્ષિકોત્સવ ,ધોરણ આઠના વિધાર્થીઓનો વિદાય શુભેચ્છા કાર્યક્રમ અને ઇનામ વિતરણ એમ ત્રિવિધ કાર્યક્રમ યોજાયો.આ કાર્યક્રમમાં સી.આર.સી. યુવરાજભાઈ દિહોરા,એસ.એમ.સી.ના અધ્યક્ષ કુસુમબેન અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.ન.પ્રા.શિ.સમિતિના ચેરમેન નિકુંજભાઈ મહેતા,પ્રભારી સભ્ય સંજયભાઈ બારૈયા અને શાસનાધિકારી શ્રી મુંજાલ સાહેબ એ અન્ય કાર્યક્રમમા વ્યસ્ત હોય શાળાના કાર્યક્રમને અને બાળકોને ટેલિફોનિક શુભેચ્છાઓ પાઠવી હતી.
શાળાના આચાર્ય ભરતભાઈ ભટ્ટ એ ઉપસ્થિત મહેમાનશ્રીઓનુ શાબ્દિક સ્વાગત કર્યુ હતુ.મહેમાનશ્રીઓ અને બાલિકાઓના હસ્તે દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામા આવી હતી.
શાળાના બાળકોએ વિવિધતાસભર સુંદર મજાની સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. શોભનાબેન નરેલા,અલ્પાબેન કટુડિયા અને અલ્પાબેન ત્રિવેદી એ સાંસ્કૃતિક કૃતિઓ તૈયાર કરાવી હતી. શાળાના દરેક વર્ગના શ્રેષ્ઠ વિધાર્થીઓ તેમજ ધો.3 થી ૫ મા પરમાર રાજવી ભરતભાઈ અને ધો.૬ થી ૮ મા ચુડાસમા ઉમંગ કવલભાઈ ને સ્ટુડન્ટ ઑફ ધ યર નો એવોર્ડ આપવામા આવેલ. શાળાને વિવિધ રીતે ઉપયોગી થયા હોય તેવા શાળા મિત્રોને પણ ઈનામ આપી પ્રોત્સાહિત કરવામા આવ્યા હતા.ખેલ મહાકુંભ,રમતોત્સવ જેવી વિવિધ સ્પર્ધાઓમાં ક્લસ્ટર કક્ષાએ ,ઝોન કક્ષાએ સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓને અને CET મા મેરીટમા આવનાર વિધાર્થીઓને તેમજ ચિત્ર સ્પર્ધાના વિધાર્થીઓને મહેમાનોના હસ્તે ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ધોરણ -૮ ના વિદ્યાર્થીઓએ શિક્ષકો અને શાળા પ્રત્યેના પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.ધોરણ-૮ ના વર્ગ શિક્ષક શોભનાબેન નરેલાએ શુભેચ્છાઓ આપી તમામ બાળકોને રાઇટીંગ પેડ ભેટમાં આપ્યા હતા. ધોરણ-૮ ના વિદ્યાર્થીઓએ પણ શાળાને સ્મૃતિ ભેટ આપી હતી.ધો.૫ ના વિદ્યાર્થીઓને પણ તેમના વર્ગ શિક્ષક અલ્પાબેન ત્રિવેદી તરફથી કોફી મગ ભેટમા આપવામા આવેલ. શાળાના શિક્ષક લતાબેન રાઠોડ તરફથી શાળાના તમામ બાળકોને લંચ બોક્સ ભેટ આપવામા આવેલ .
શાળાના વાલી સીદાતર ઈનાયતભાઈ એ શાળા પ્રવેશ માટે સરસ પ્રયાસ કરેલ જે માટે શાલ ઓઢાડી સન્માન કરવામા આવ્યુ.
શાળાના શિક્ષક હિતેનભાઈ અને મૌલિકભાઈ તરફથી આ દિવસે શાળાના તમામ બાળકોને તિથિ ભોજન કરાવવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિધાર્થીઓ ચુડાસમા ઉમંગ અને પઠાણ રાબીયાએ કર્યું હતું.શાળાના આચાર્ય ભરતભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.

શ્રી વીર સાવરકર પ્રાથમિક શાળા નં.૮ મા જાતે વિજ્ઞાન ના વિવિધ પ્રયોગો કરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામા આવી.      ...
02/03/2025

શ્રી વીર સાવરકર પ્રાથમિક શાળા નં.૮ મા જાતે વિજ્ઞાન ના વિવિધ પ્રયોગો કરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામા આવી.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી વીર સાવરકર પ્રાથમિક શાળા નં.૮ મા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામા આવી rehegua. ભારતના નોબલ પુરસ્કાર વિજેતા ડો.સી.વી.રામન કે જેમણે ૨૮ મી ફેબ્રુઆરી એ રામન ઈફેક્ટ ની શોધ કરી તેની યાદમા આ દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામા આવે છે.
શાળાની પ્રાર્થનાસભામા શાળાના વિદ્યાર્થીઓ ચુડાસમા ઉમંગ અને પઠાણ રાબીયાએ તેમજ વિજ્ઞાન શિક્ષક મૌલિકભાઈએ ડો.સી.વી.રામન ના જીવનકવન વિશે વાત કરી હતી. જૂનિયર સાયન્ટિસ્ટ સંસ્થાને આ દિવસે વિધાર્થીઓને પ્રયોગ કરાવવા માટે આમંત્રણ આપેલ જે અંતર્ગત જૂનિયર સાયન્ટિસ્ટ ના ઉપેન્દ્રભાઈ જાની અને મલ્કેશભાઈ શાળામા પધારેલ. શાળાના આચાર્ય ભરતભાઈ ભટ્ટે તેઓનુ શાબ્દિક અને પુસ્તક આપી સ્વાગત કર્યુ હતુ. ધો.5 થી 8 ના વિદ્યાર્થીઓને ચાર ચાર ના ગ્રુપમા ગોઠવી ચુંબકના અને અન્ય વિવિધ પ્રયોગો કરાવ્યા હતા. સમાજમા વ્યાપ્ત અંધશ્રધ્ધા હાથમાથી કંકુ કાઢી હાથ લાલ રંગના કરવા જેને વૈજ્ઞાનિક રીતે એ કેવી રીતે થાય તે પ્રયોગ દ્વારા સમજાવી દરેક બાળકોએ જાતે હાથ લાલ કેવી રીતે થાય તે કરવાની તક આપી.આકાશમા રોકેટ દ્વારા સેટેલાઇટ કેવી રીતે મોકલવામા આવે છે તેનો લાઈવ ડેમો બતાવ્યો.બાળકોને પ્રયોગો કરવાની ખૂબ મજા આવી.આમ ખરા અર્થમા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામા આવી.






શ્રી વીર સાવરકર પ્રાથમિક શાળા નં.-૮ માં માતૃ-પિતૃ પૂજન દિવસ તેમજ બ્લેક ડે ઉજવવામાં આવ્યો.       આજરોજ તા.૧૪-૨-૨૪ ના નગર ...
14/02/2025

શ્રી વીર સાવરકર પ્રાથમિક શાળા નં.-૮ માં માતૃ-પિતૃ પૂજન દિવસ તેમજ બ્લેક ડે ઉજવવામાં આવ્યો.

આજરોજ તા.૧૪-૨-૨૪ ના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી વીર સાવરકર પ્રાથમિક શાળા નં.-૮ માં બાળકો માતા પિતાના મહત્વને અને માતા પિતાનું સ્થાન પોતાના જીવનમાં ઈશ્વર તુલ્ય છે આ વાત સમજે એ હેતુથી ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ માતા પિતા વંદના અને પુજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં પ્રતિક સ્વરૂપે ચાલીસ જેટલા વાલીઓ માતા અથવા પિતા કે માતા-પિતા બંને ઉપસ્થિત રહ્યા હતા.શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ ભટ્ટે ઉપસ્થિત તમામ માતા પિતા નુ શાળા પરિવાર વતી સ્વાગત કરી આ કાર્યક્રમના મહત્વ વિશે તેમજ પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોની વાત કરી હતી.શાળાના ઉપસ્થિત વાલીઓ,બાળકોએ તેમજ શાળા પરિવારે દિપ પ્રાગટય કર્યું અને શહિદોને પુષ્પાંજલિ અર્પી હતી.શાળાના બાળકોએ માતૃપિતૃ વંદન અને શહીદ વંદનની સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરી હતી.આ કૃતિઓ શિક્ષક શોભનાબેન નરેલાએ તૈયાર કરાવી હતી. શાળાના બાળકોએ માતાપિતાનું મહત્વ વિશે તેમજ પુલવામા એટેક વિશે પોતાના વિચારો રજૂ કર્યા હતા.ત્યારબાદ શાળાના શિક્ષક અલ્પાબેન ત્રિવેદી અને અલ્પાબેન કટુડિયાએ માતૃપિતૃ પુજન ખૂબ સુંદર રીતે કરાવ્યું.કાર્યક્રમમાં જ્યારે બાળકોએ પોતાના માતા પિતાની આરતી કરી અને પ્રદક્ષિણા કરી ત્યારે વાતાવરણ એટલું ભાવુક હતું કે ઘણા વાલીઓ અને બાળકોની આંખોમાં આંસુ આવી ગયા.આ કાર્યક્રમનું સંચાલન અલ્પાબેને કર્યું હતું.સમગ્ર કાર્યક્રમને સંચાલન અલ્પાબેન કટુડિયાએ કર્યુ હતુ. રામજીભાઈ ભાલિયાએ સમગ્ર કાર્યક્રમની આભારવિધિ કરી હતી.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ ભટ્ટના માર્ગદર્શન નીચે મૌલિકભાઈ, કૌટિલ્યભાઈ સહિત શાળા પરિવારે બનાવવા જહેમત ઉઠાવી હતી.

26/01/2025
શ્રી વીર સાવરકર પ્રાથમિક શાળા નં.૮ મા  76 મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી.     નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ...
26/01/2025

શ્રી વીર સાવરકર પ્રાથમિક શાળા નં.૮ મા 76 મા પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી વીર સાવરકર પ્રાથમિક શાળા નં.૮ મા ૭૬ મા પ્રજાસત્તાક પર્વ ની શાનદાર ઉજવણી કરવામા આવી.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના યુવાન અને ઉત્સાહી માનનીય ચેરમેન શ્રી નિકુંજભાઈ મહેતાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સક્રિય સભ્ય તેમજ શાળાના પ્રભારી શ્રી સંજયભાઈ બારૈયા પણ ઉપસ્થિત રહ્યા હતા. માનનીય મહેમાનશ્રીઓ તેમજ શાળાની બાલિકાઓ અને શાળા પરિવાર દ્વારા સૌ પ્રથમ ભારતમાતાનું પૂજન કરવામાં આવ્યું હતું તેમજ ભારત માતાની આરતી કરવામાં આવી હતી. સરકારશ્રી દ્વારા દીકરીઓને વિશેષ પ્રોત્સાહન રૂપે 'દીકરીને નામ દેશને સલામ' કાર્યક્રમ હેઠળ શાળાની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીનું ચેરમેનશ્રીના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. જેમના ઘરે તાજેતરમાં દીકરીનો જન્મ થયો હોય તેવા માતા વાલીને પણ ચેરમેન શ્રીના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
પ્રાર્થના ગ્રુપના શ્રી બીપીનભાઈ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. માનનીય ચેરમેન શ્રી નિકુંજભાઈ મહેતા અને સંજયભાઈ ની ઉપસ્થિતિમાં તેમના દ્વારા શાળાના તમામ બાળકોને આદેશ્વર ભગવાનની પ્રસાદી ડ્રાયફ્રુટ પેકેટનુ વિતરણનું કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અન્ય શાળાઓમાં પણ તેમના દ્વારા બાળકોને ફ્રુટ,મીઠાઈ અને ડ્રાયફ્રુટ નું વિતરણ કરવામાં આવશે.
શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. આ સુંદર મજાની કૃતિઓ તૈયાર કરવામાં શાળાના શિક્ષિકા બહેનો અલ્પાબેન ત્રિવેદી ,શોભનાબેન નરેલા તેમજ લતાબેન રાઠોડે જહેમત ઉઠાવી હતી. આ સાંસ્કૃતિક કૃતિઓને શાળાના વાલીઓ અને શાળા પરિવાર તરફથી ₹5,000 ની રકમનુ પ્રોત્સાહન મળ્યુ હતુ.આ કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી મૌલિકભાઈ જોષીએ કર્યું હતું તેમજ ધ્વજરક્ષક તરીકે શાળાના સિનિયર શિક્ષક શ્રી રામજીભાઈ ભાલીયા એ ફરજ બજાવી હતી.
શાળાના શિક્ષકો રમેશભાઈ, કૌટિલ્યભાઈ તેમજ શાળા પરિવારે શાળાના આચાર્યશ્રી ભરતભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.




"શ્રી વીર  પ્રાથમિક શાળા નં.૮ મા વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી "          નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી વીર ...
27/12/2024

"શ્રી વીર પ્રાથમિક શાળા નં.૮ મા વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી "
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી વીર પ્રાથમિક શાળા નંબર : ૮ માં તા.૨૬/૧૨/૨૦૨૪ ને ગુરુવારનાં રોજ વીર બાલ દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ 2022 મા 26 ડિસેમ્બર ને વીર બાલ દિવસ જાહેર કરવામા આવ્યો. ત્યારબાદ દર વર્ષે 26 ડિસેમ્બર વીર બાલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તે શીખ ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસે શીખોના દસમા ગુરુ, ગુરુ ગોવિંદસિંહજી ના બે નાના સાહિબજાદા બાબા જોરાવર સિંહ અને બાબા ફતેહ સિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે. જેમણે તેમની નાની ઉંમરે ધર્મ અને સિદ્ધાંતોની સુરક્ષા માટે તેમના જીવનનું બલિદાન આપ્યું હતું.
આ દિવસને યાદગાર બનાવવા શાળાના તમામ બાળકોને 'ચાર સાહેબ જાદે' ફિલ્મ બતાવવામાં આવ્યું. પ્રાર્થના સભામાં બાળકો દ્વારા તેમના વિશે વક્તવ્ય રજુ કરવામાં આવ્યું. શાળાના સામાજિક વિજ્ઞાનના શિક્ષક શોભનાબેન નરેલા એ પણ આ દિવસ વિશે વિશેષ વાત કરી. શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ ભટ્ટે પણ આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે તેના ઇતિહાસની વાત કરી તેમ જ આ જ દિવસે ભારતના વીર ક્રાંતિકારી સરદાર ઉધમસિંહ નો જન્મદિવસ હોય તેમના વિશે પણ બાળકોને વાત કરી. વીર બાલ દિવસને અનુરૂપ શાળામાં નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના પ્રભારી અને શિક્ષણ સમિતિના સદસ્ય શ્રી સંજયભાઈ બારૈયાએ કાર્યક્રમ માટે શુભેચ્છાઓ આપી હતી તેમજ વિશેષ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ વીર બાળ દિવસની ઉજવણીના કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય શ્રી ભરતભાઈ ભટ્ટના માર્ગદર્શન નીચે શાળા પરિવાર એ જહેમત ઉઠાવી હતી.

23/12/2024

શ્રી વીર સાવરકર પ્રાથમિક શાળા નંબર 8 માં આરોગ્યપ્રદ આહાર નું મહત્વ સમજાય તે હેતુસર કઠોળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દરેક બાળક કઠોળ લઈને આવ્યા હતા સાથે સાથે શિક્ષકો એ પણ હોશે હોશે બાળકોની સાથે જોડાય હતા.



हमारी पाठशाला में क्लस्टर कक्षा का साइंस फेयर आयोजित किया गया।
02/10/2024

हमारी पाठशाला में क्लस्टर कक्षा का साइंस फेयर आयोजित किया गया।

हमारी पाठशाला में 14 सितंबर को पूरे उत्साह के साथ हमारी राष्ट्रभाषा हिंदी को जानने,समझने और पहचानने के लिए हिंदी दिन मना...
02/10/2024

हमारी पाठशाला में 14 सितंबर को पूरे उत्साह के साथ हमारी राष्ट्रभाषा हिंदी को जानने,समझने और पहचानने के लिए हिंदी दिन मनाया गया।

भारतीय संस्कृति के युगपुरुष स्वामी विवेकानंद जी ने 11 सितंबर 1893 को शिकागो में धर्म परिषद में भारतीय संस्कृति और हिंदू ...
12/09/2024

भारतीय संस्कृति के युगपुरुष स्वामी विवेकानंद जी ने 11 सितंबर 1893 को शिकागो में धर्म परिषद में भारतीय संस्कृति और हिंदू धर्म का झंडा लहराया था और उसी की याद में इसी दिन को दिग्विजय दिन से मनाया जाता है तो हमारी पाठशाला में स्वामी विवेकानंद गुजरात राज्य युवा बोर्ड के सहयोग से इसी दिन को भव्यता से मनाया गया ।

हमारी पाठशाला के बच्चो ने चिन्मय मिशन आयोजित गीता के ५ अध्याय के श्लोक गान स्पर्धा मे भाग लिया।                #चिन्मयमि...
12/09/2024

हमारी पाठशाला के बच्चो ने चिन्मय मिशन आयोजित गीता के ५ अध्याय के श्लोक गान स्पर्धा मे भाग लिया।
#चिन्मयमिशन

Address

Prabhudas Talav
Bhavnagar

Opening Hours

Monday 11am - 5pm
Tuesday 11am - 5pm
Wednesday 11am - 5pm
Thursday 11am - 5pm
Friday 11am - 5pm
Saturday 8am - 11pm

Telephone

+919664970114

Website

Alerts

Be the first to know and let us send you an email when Vir Savarkar Primary School No.8 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Vir Savarkar Primary School No.8:

Shortcuts

Share

Category