Sarvajanik High school Kavi and NSS Unit

Sarvajanik High school Kavi and NSS Unit Hello friends Please like and follow this Page

સાર્વજનિક હાઈસ્કૂલ કાવી વર્ષ 2025/26 નું ઉત્કૃષ્ઠ પરિણામ
06/05/2026

સાર્વજનિક હાઈસ્કૂલ કાવી વર્ષ 2025/26 નું ઉત્કૃષ્ઠ પરિણામ

શૈક્ષણિક પ્રવાસનું               આયોજન  સાર્વજનિક હાઈસ્કૂલ - કાવી कच्छ नहीं देखा तो कुछ नहीं देखा ।એ કહેવતને અનુસરતા સાર...
09/01/2026

શૈક્ષણિક પ્રવાસનું
આયોજન

સાર્વજનિક હાઈસ્કૂલ - કાવી

कच्छ नहीं देखा तो कुछ नहीं देखा ।
એ કહેવતને અનુસરતા સાર્વજનિક હાઈસ્કૂલ - કાવીમાં શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં તારીખ ૦૫/૦૧/૨૦૨૬ થી ૦૭/૦૧/૨૦૨૬ સુધી બે બસ સાથે કચ્છ - ભુજ ખાતેના શૈક્ષિણક પ્રવાસ માટે ગયા હતા.જેમાં ગુજરાતમાં આવેલા કચ્છ જિલ્લાના જુદા જુદા સ્થળોની મુલાકાત લેવામાં આવી હતી.ભુજ મુકામે આઈના મહેલ,પ્રાગ મહેલ ,ફિલ્મ શૂટિંગ સાઇટ(છતરડી),કચ્છ મ્યુઝિયમ તેમજ પીર મોહમ્મદ પન્નાહાર મસ્જિદ તેમજ કચ્છના ધોરડો વિસ્તારમાં આવેલા સફેદ રણ,રણોત્સવનો નજારો,માતાનો મઢ,નારાયણ સરોવર ,વેસ્ટર્નમોસ્ટ પોઇન્ટ ઓફ ઇન્ડિયા,માંડવી ખાતે આવેલ વિન્ડ ફાર્મ બીચ નિહાળ્યો.ઉપરાંત મુન્દ્રા ખાતે આવેલા અદાણી પોર્ટની મુલાકાત લીધી.કચ્છના અંજાર મુકામે જેસલ તોરલની સમાધિ નિહાળી, બજારમાં ખરીદી કરી.આ પ્રવાસ દ્વારા વિધાર્થીઓ ગુજરાતના સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાથી પરિચિત થયા. આમ શાળાનો પ્રવાસ ખૂબ જ સફળતા પૂર્વક પૂર્ણ થયો.

સાર્વજનિક હાઇસ્કૂલ કાવી ધોરણ 10/12 નું વર્ષ 2024/25 નું જ્વલંત પરીણામ. તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રો ને ખૂબ ખૂબ અભિન...
08/05/2025

સાર્વજનિક હાઇસ્કૂલ કાવી ધોરણ 10/12 નું વર્ષ 2024/25 નું જ્વલંત પરીણામ. તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રો ને ખૂબ ખૂબ અભિનંદન.

વિદાય સમારંભ    જંબુસર તાલુકાના કાવી ગામની સાર્વજનિક હાઈસ્કુલ ખાતે નિવૃત્તિ વિદાય સમારોહ યોજવામાં આવ્યો. શાળામાં લગભગ ૩૫...
26/04/2025

વિદાય સમારંભ
જંબુસર તાલુકાના કાવી ગામની સાર્વજનિક હાઈસ્કુલ ખાતે નિવૃત્તિ વિદાય સમારોહ યોજવામાં આવ્યો. શાળામાં લગભગ ૩૫ વર્ષથી શિક્ષક તરીકેની ફરજ બજાવતા અનવર હુસેન સૈયદ સાહેબ ૩૧-૦૫-૨૦૨૫ ના નિવૃત્ત થતા હોવાના લીધે તેઓ માટે વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો. જેમાં કાવી કેળવણી મંડળના ચેરમેન શ્રી યુસુફભાઈ ઇસ્માઈલ ભગત જનરલ સેક્રેટરી શબ્બીરભાઈ અહમદ મોઘા સાહેબ, આચાર્યશ્રી હારૂન વોહરા સાહેબ શાળા માં તમામ શિક્ષકો તેમજ કાવી કેળવણી મંડળના સભ્યો હાજર રહ્યા હતા. સાહેબને પુષ્પગુચ્છ આપી,સાલ ઓઢાડી,સન્માન પત્ર આપી શાળા પરિવાર તરફથી ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમના માર્ગદર્શન હેઠળ તેમના ધણાં વિધાર્થીઓ ડોક્ટર એન્જીનીયર શિક્ષકો. વેપારીઓ તરીકે સમાજમાં ઉચ્ચ સ્થાને સફળતા પુર્વક બિરજમાન છે. સફળ થયેલા તેમનાં વિદ્યાર્થીઓ દેશ વિદેશમાં ઉચ્ચ સ્થાને તેમના માંથી મળેલી પ્રેરણા થી પ્રભાવિત થઈ તેઓ પણ તેમની જેમ જ સેવા બજાવી રહેલા છે. તથા તેમના દ્વારા સમગ્ર કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલ સરાહનીય કામગીરીને શાળાના શિક્ષકા તેમજ કાવી કેળવણી મંડળના સભ્ય શ્રી વલીભાઈ આઈ ભાઈજી દ્વારા બિરદાવવામાં આવી હતી. અનવર હુસેન સૈયદ સાહેબે પોતાંની ફરજ ને ધ્યાને લઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે કાવી કેળવણી મંડળ તેમજ શાળામાં ભેટ અર્પણ કર્યું હતું સમગ્ર કાર્યક્રમ સંચાલન શાળાની શિક્ષિકા બહેનો અસ્માબાનું આઇ પટેલ તેમજ શબીના. આઈ.પટેલ કર્યું હતું. કાર્યક્રમના અંતે શાળા માં જ ફરજ બજાવતા શિક્ષિક શ્રી ઇમરાન એ મિજાકી એ તમામ નો આભાર વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવી કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો.

આજરોજ તારીખ 24 જાન્યુઆરી નાં રોજ સાર્વજનિક હાઇસ્કૂલ કાવી NSS યુનિટ અને કાવી પોલીસ સ્ટેશન નાં સયુંકત ઉપક્રમે સાયબર ક્રાઇમ...
24/01/2025

આજરોજ તારીખ 24 જાન્યુઆરી નાં રોજ સાર્વજનિક હાઇસ્કૂલ કાવી NSS યુનિટ અને કાવી પોલીસ સ્ટેશન નાં સયુંકત ઉપક્રમે સાયબર ક્રાઇમ સતર્કતા અને જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજયો હતો. સૌ પ્રથમ શાળાનાં આચાર્ય હારુન વોહરા સાહેબ દ્વારા કાવી પોલિસ સ્ટેશન નાં પીએસઆઈ રોહિત ચાવડા સાહેબનો પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. અને કાર્યક્રમને અનુરૂપ પ્રાથમિક માહિતી આપી. કાવી પોલીસ સ્ટેશન માં થી પધારેલ PSI ચાવડા સાહેબ દ્વારા સાયબર ક્રાઇમ ની સમજ આપવામાં આવી અને વિવિઘ રીતે રોજબરોજ થતાં સાઇબર ફ્રોડ ની સમજ આપવામાં આવી. મોબાઇલ અને ઈન્ટરનેટ વપરાશ દરમિયાન સોશ્યલ મીડિયા દ્વારા થતાં સાઇબર ક્રાઇમ અને તેને રોકવા માટેના વિવિઘ ઉપાયો કરવાથી ક્રાઇમ નો ભોગ બનતાં અટકાવવા માટે ખુબજ અગત્યની માહિતી આપી હતી.ATM અને વિવિઘ પાસવર્ડ કેવી રીતે ગોપનીય રાખવાં તેણી ટીપ્સ આપી હતી. અંતે વિદ્યાર્થી જીવન માં મોબાઇલ નો બિનજરૂરી ઉપયોગ ટાળવા માટે સૂચનો કર્યા હતા. કાર્યક્રમને અંતે શાળાનાં શિક્ષક અને NSS PO.જે. ડી. માછી સાહેબ દ્વારા કાર્યક્રમનું સંચાલન આભારવિધિ કરવામા આવી હતી.

NSS WORK SHOP AT KAMREJ SURAT
09/01/2025

NSS WORK SHOP AT KAMREJ SURAT

https://youtu.be/X1FOyFyfUV4?si=R976cF8tb_lVp2ku
18/12/2024

https://youtu.be/X1FOyFyfUV4?si=R976cF8tb_lVp2ku

જંબુસર: તાલુકાની વિવિધ સ્કૂલોના સંયુક્ત ઉપક્રમે કંબોઈ ખાતે તાલુકા કક્ષાની NSS કાર્ય શિબિર યોજાઈ

11/05/2024
આજ રોજ સાર્વજનિક હાઈસ્કૂલ કાવી ખાતે સંસ્કૃત ભાષા નાં શિક્ષિકા આશાબેન.આર .પટેલ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં શ...
04/05/2024

આજ રોજ સાર્વજનિક હાઈસ્કૂલ કાવી ખાતે સંસ્કૃત ભાષા નાં શિક્ષિકા આશાબેન.આર .પટેલ નો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં શાળા પરિવાર અને તમામ સ્ટાફ મિત્રો દ્વારા ભાવભીની વિદાય આપવામાં આવી હતી.

હીટ વેવ સખત ગરમી થી બચવા આ મુજબ કરો અને અમૂલ્ય જીવન બચાવો.
20/04/2024

હીટ વેવ સખત ગરમી થી બચવા આ મુજબ કરો અને અમૂલ્ય જીવન બચાવો.

Address

Bharuch
392170

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Sarvajanik High school Kavi and NSS Unit posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Sarvajanik High school Kavi and NSS Unit:

Shortcuts

Share

Category