Primary School Zanghar Kumar, Taluka - Bharuch, Dist - Bharuch

  • Home
  • India
  • Bharuch
  • Primary School Zanghar Kumar, Taluka - Bharuch, Dist - Bharuch

Primary School Zanghar Kumar, Taluka - Bharuch, Dist - Bharuch 1 to 8 govt.primary school

"ટેલેન્ટ પુલ એકેડમી"દ્વારા ઝંઘાર કુમારશાળામાં ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૩ વિદ્યાર્થીઓનો નંબર આવ્યો...
19/12/2025

"ટેલેન્ટ પુલ એકેડમી"દ્વારા ઝંઘાર કુમારશાળામાં ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૩ વિદ્યાર્થીઓનો નંબર આવ્યો છે અને તે ૩ વિદ્યાર્થીઓને "ગિફ્ટ હેમ્પર"અને "પેઇન્ટિંગ કીટ"આપવામાં આવ્યા...ત્રણેય વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન..💐💐
૧. દિલીપ હમઝા ઇમરાન
૨. પાટણવાડિયા મીત કૌશિક
૩. પટેલ અયાન શાહબુદ્દીન

આપણી શાળાના ધોરણ ૭નાં  વિદ્યાર્થી 'ભુર્યા સઅદ સોયબ' કે જેમણે "ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા" માં સમગ્ર ભરૂચ જિલ્લામાં" બ...
05/12/2025

આપણી શાળાના ધોરણ ૭નાં વિદ્યાર્થી 'ભુર્યા સઅદ સોયબ' કે જેમણે "ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા" માં સમગ્ર ભરૂચ જિલ્લામાં" બીજો નંબર" પ્રાપ્ત કર્યો છે જે ખરેખર ખૂબ જ ગૌરવની વાત છે જે બદલ શાળા પરિવાર ખૂબ જ ગર્વની લાગણી અનુભવે છે..આપ આ રીતે દરેક પરીક્ષામાં ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહો અને શાળા,તમારા પરિવાર અને ગામનું નામ રોશન કરો એવી તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ...

ધોરણ ૬ ના વિદ્યાર્થીઓ ૨૯-૧૧-૨૦૨૫ ના રોજ PSE( પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા) પરીક્ષા આપવા જઈ રહ્યા છે તે અંતર્ગત નમૂનારૂપ ...
28/11/2025

ધોરણ ૬ ના વિદ્યાર્થીઓ ૨૯-૧૧-૨૦૨૫ ના રોજ PSE( પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા) પરીક્ષા આપવા જઈ રહ્યા છે તે અંતર્ગત નમૂનારૂપ OMR શીટ આપી પ્રેક્ટિસ કરાવવામાં આવી...તમામને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છા...

આજરોજ ઝંઘાર કુમારશાળાના આચાર્યશ્રી છગનભાઇ બોરીચાનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો જેમાં  ભરૂચ પ્રા.શિક્ષક સંઘ ના પ્રમુખ...
15/10/2025

આજરોજ ઝંઘાર કુમારશાળાના આચાર્યશ્રી છગનભાઇ બોરીચાનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો હતો જેમાં ભરૂચ પ્રા.શિક્ષક સંઘ ના પ્રમુખશ્રી પ્રદીપસિંહ રણા,તાલુકા શિક્ષક સંઘ ના પ્રમુખશ્રી મુનાફ ભાઈ ટિનકી,મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ રણા,બીટ નિરીક્ષક શ્રી પ્રવીણભાઈ,ભરૂચ તાલુકા BRC સાહેબ વિરેન્દ્રભાઈ ,નબીપુર ગ્રુપઆચાર્ય ઇલાબેન,તેમજ smc ના સભ્યો,આજુબાજુની શાળાના આચાર્યશ્રીઓ,વાલીમિત્રો વગેરે હાજર રહ્યા હતા..શાળા પરિવાર વતી છગનભાઇ સાહેબને વયનિવૃત્તિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..💐💐

'બેગલેસ ડે' અંતર્ગત ધોરણ ૮ ના બાળકો દ્વારા આજરોજ 'મંગળ પાંડે' વિશે નાટક રજૂ કરવામાં આવ્યું..
20/09/2025

'બેગલેસ ડે' અંતર્ગત ધોરણ ૮ ના બાળકો દ્વારા આજરોજ 'મંગળ પાંડે' વિશે નાટક રજૂ કરવામાં આવ્યું..

"મોહસીને આઝમ મિશન,ઝંઘાર" તરફથી શાળાના દરેક બાળકો અને શિક્ષકોને બોલપેન નું વિતરણ કરવામાં આવ્યું એ બદલ શાળા પરિવાર આપનો ખુ...
03/09/2025

"મોહસીને આઝમ મિશન,ઝંઘાર" તરફથી શાળાના દરેક બાળકો અને શિક્ષકોને બોલપેન નું વિતરણ કરવામાં આવ્યું એ બદલ શાળા પરિવાર આપનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.....

"નિપુણ ભારત"અંતર્ગત તમામ બાળકોને "નિપુણ સર્જન કીટ" આપવામાં આવી..
19/06/2025

"નિપુણ ભારત"અંતર્ગત તમામ બાળકોને "નિપુણ સર્જન કીટ" આપવામાં આવી..

વધુ એક સિદ્ધિ....ચાલુ વર્ષે યોજાયેલ"  મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ યોજના" પરીક્ષામાં આપણી શાળામાંથી કુલ ૪ વિદ્...
03/05/2025

વધુ એક સિદ્ધિ....

ચાલુ વર્ષે યોજાયેલ" મુખ્યમંત્રી જ્ઞાનસાધના મેરીટ સ્કોલરશીપ યોજના" પરીક્ષામાં આપણી શાળામાંથી કુલ ૪ વિદ્યાર્થીઓ મેરિટમા આવ્યા છે...

જનરલ કેટેગરી- ખિસકોલા મોહંમદ વલી- ૬૩ ગુણ

ST કેટેગરી- વસાવા દિપક કંચન- ૬૯ ગુણ
વસાવા આકાશ સોમા-૫૪ ગુણ
વસાવા વિકાસ દિનેશ- ૫૪ ગુણ

શાળા પરિવાર તથા તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન...

NMMS ની પરિક્ષા પાસ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન....
11/04/2025

NMMS ની પરિક્ષા પાસ કરવા બદલ ખુબ ખુબ અભિનંદન....

Address

Opposite Parmar Street, Zanghar , Ta/Bharuch, Dist/Bharuch
Bharuch
392210

Telephone

+919409146705

Website

Alerts

Be the first to know and let us send you an email when Primary School Zanghar Kumar, Taluka - Bharuch, Dist - Bharuch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Primary School Zanghar Kumar, Taluka - Bharuch, Dist - Bharuch:

Shortcuts

Share