19/10/2019
આજ રોજ ગાંધીનગર તારીખ 19/10/2019 ને શનિવારે માન. ડૉ. રાવ સાહેબ (સચિવ શ્રી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ) તેમજ પ્રાથમિક શિક્ષણ નિયામક સાહેબ શ્રી જોષી સાહેબ ની ઉપસ્થિતિમાં પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી ખાતે યોજાયેલ Sasgujarat.in (ઓનલાઈન વહીવટી કામગીરી) પોર્ટલ બાબતમાં જે પ્રશ્નો ઉદભવેલ હતા તેના નિરાકરણ અને નવી આવનાર અપડેટ ની જાણકારી તેમજ વેબસાઇટ ની તમામ વિગત ની ડિટેલ્સ માં ટ્રેનીંગ આપવામાં આવી જેનાં અંશો નીચે મુજબ છે. (1)sasgujarat આગામી સમયમાં શિક્ષણ વિભાગ માટે એક ખુબ મહત્વનું પોર્ટલ બનશે. (2)32000 શાળાઓ આ કામગીરી સાથે જોડાઈ તમામ કામગીરી ઓનલાઇન કરશે (3)આ પોર્ટલ થી શાળા તેમજ શિક્ષકો તાલુકો જીલ્લો રાજયને અવાર નવાર જરુર પડતી માહીતી એક કલીકમાં મળશે. .(4)આવનાર સમયે જરુર મુજબ પોર્ટલમાં નવા અપડેટ થશે. 5)આ ડેટા ના આધારે બદલી તેમજ ભરતી ના કાર્યક્રમો પણ યોજાશે જેથી પાયા ના લેવલે થી ડેટા સાચો ભરાય તે ખૂબ જરૂરી છે તમામ ડેટામાં નાનામાં નાની ભુલ ના રહે તે કાળજી લેવી જરુરી છે. ડેટા વેરીફાઈ કરવા ટુંક સમયમાં શાળા લોગીનમાં ડેટા પ્રિંટ નું ઓપ્શન મુકાશે જે પ્રિંટ કરી સહી અને પ્રમાણપત્ર સાથે જમા કરાવવાનું રહેશે. જો કોઈ ભુલ હશે તો જવાબદારી નક્કી થશે. (6) શાળા, પે સેન્ટર તેમજ તાલુકા લેવલે થી પગાર અને શિક્ષકો ની વિગત વેરિફાઇ થાય તે ખૂબ જરૂરી જેથી કોઈને પગાર ઓછો કે વધુ ન આવે સાથે સાથે માસિક પત્રક તેમજ પગાર પત્રક ઓનલાઇન અને મેન્યુઅલ બંને નું મેળવણું કરી લેવું (7) આવનાર બે માસ ની અંદર પગાર સાથે બધીજ કામગીરી ઓનલાઇન થશે અને મેન્યુઅલ બંધ થશે..જેથી ભૂલનો અત્યારથી સુધારો કરી લેવો (8)શિક્ષક પ્રોફાઇલ તમામ વિગત 20-11-19 સુધી તાલુકા કક્ષાએ સર્વિસ બુક સાથે વેરિફાઇ કરી લેવી જેથી આવનાર સમયે આંતરીક અને જિલ્લા ફેર બદલીઓ આના આધારે થશે તો સીનીંયોરિટી ની સાચી વિગત અપડેટ થાય તે ખૂબ જરૂરી છે કોઈ ભુલને અવકાશ નથી (9)અત્યાર સુધી કમાંડ કંટ્રોલ લેવલે 24139 કમપ્લેન આવી જેમાં 24017 સોલ્વ કરેલ છે. 122 કમપ્લેન જે પેન્ડિંગ છે તેનું કારણ એ છે કે કમપ્લેન કરવાં વાળા મિત્રો વિગત બરાબર સમજાવી શક્યા નથી. અથવા ફોન નંબર ખોટા આપેલ છે. એન્ડ ઓફ ધ જિંરો કમપ્લેન ના ટાર્ગેટ થી ccc ( કમાંડ કંટ્રોલ સેન્ટર) કામ કરી રહ્યું છે. (10) વહીવટી પ્રશ્નોનો ઉકેલ જીલ્લા લેવલેથીજ મેળવે તેના માટે કંપ્લેઈન ના કરે. (11)શાળા પ્રોફાઈલ ભરતી વેળા લોગિન પરમીશન માં હા હશે તોજ પે.સેન્ટર શાળામાં લોગીન કરી શક્શે. લોગિન પરમીશન માં ના હશે તો પે.સેન્ટર શાળામાં લોગીન કરી શક્શે નહી. (12) જો શાળા લોગીન પરમિશન આપશે તો પે સેન્ટર પોતાના લોગિન માંથી જ અન્ય શાળાના લોગિન માં જઈ શકશે અને ત્યાંથી લોગઆઉટ થશે તો ડાઇરેક્ટ શાલા લોગિનમાં પરત આવી જશે...માહીતી ઉમેરવી માં શાળાની માહીતીમાં GO બટનથી (13) શાળા લોગિન માં શિક્ષક ની માહિતી લોક કરેલ હશે તોજ ટીચર લોગિન કરી શકશે અને પગારબીલ માં નામ આવશે. જો ડેટા લોક નહી હોય તો તે શિક્ષકનું નામ પગારબીલમાં નહી આવે અને પગાર ભરી નહી શકાય માટે માહિતી લોક અચૂક કરવી પડશે (14)પગારબીલમાં નામ ના આવતું હોયતો પ્રોફાઈલમાં હોદ્દો, ગ્રેડ પે, ફુલ પગાર ફીક્ષ પગાર, જી.પી.એફ, સી.પી.એફ અને અન્ય આટલી માહીતી ચેક કરી લો, (15)cpf નંબર ના આવ્યો હોય ત્યાં સુધી સી.પી.એફ ના ખાનામાં 0 દર્શાવવું (16)ફુલ પે નો આદેશ આવ્યા બાદજ પ્રોફાઈલમાં વિગતો અપડેટ કરી ફુલ પગારમાં દર્શાવવું. (17)શિક્ષક પ્રોફાઇલ લોક કરી દીધા બાદ કોઈ સુધારો કરવો હશે તો માત્ર કમપ્લેન થી જ અનલોક કરાવી શકશો અને સુધારો કરી ફરી લોક કરવી પડશે તો પાછું નામ પગાર ડેટા માં દેખાશે અને શિક્ષક લોગિન કરી શકશો (18) શિક્ષક પ્રોફાઇલ માં નામ (આખું નામ) ફુલ નેમ માં સર્વિસ બુક રેકોર્ડ મુજબ જ લખવા પડશે જેમકે પટેલ હરેશકુમાર મહેશભાઈ. તે મુજબ બેંક ખાતા માં નામ ના હોય તો બેંક ખાતા માં અરજી આપી નામ બદલી દેવું. (19)શાળા માં નવો શિક્ષક બદલીથી આવે તો ઉમેરી શકશો અને બદલી થાય તો દૂર પણ કરી શકશો... નવો શિક્ષક ત્યારેજ ઉમેરાશે જ્યારે જુની શાળા માંથી ડીલેટ કરાયેલ હશે. (20)પગાર કપાતે થતી LIC જ પગાર ડેટા માં લેવી (21)કોઈ પણ પગાર ડેટા નો સુધારો જે તે શાળા ને કરવો પડશે ડેટા વેરીફાઈ થયા બાદ શાળા કક્ષા સિવાય કોઈ જગ્યાએથી ડેટા સુધારી શકાશે નહી. પે શાળા ને સુધારો કરવો નહી. હા ભૂલ નું ધ્યાન દોરવું પણ સુધારો જે તે ભૂલ વાળી શાળા પાસેજ કરાવો (22) બદલેથી આવેલ શિક્ષક ઉમેરતા જે તે શિક્ષક ને મેસેજ જશે તેની જાણ વગર ઉમેરી શકાશે નહી. (23)માસિક પત્રક સેવ કરવાથી સેવ ના થાય તો સમજો કે કોઈ ખાનું ખાલી છે માટે તેને ભરવું અથવા વિગત ના આવતી હોય તો જીરો દર્શાવું પછી સેવ થશે. (24) ઓકટોબર મહિના ના અંત બાદ પહેલી નવેંમ્બરે માસિક પત્રક ભરવું. ઓક્ટોબર નું માસિક પત્રક ભરવા સપ્ટેમ્બર નું ભરાયેલ પત્રક સિલેક્ટ કરી ડેટા સુધારતા જશો અને સેવ કરતા જશો તો છેલ્લે સેવ કરશો તો આપોઆપ ઑક્ટોબર નું માસિક પત્રક ભરાઈ જશે (25) આવનાર સમયે માસિક પત્રક પ્રિંટ આપવાની રહેશે નહી સોફ્ટ કૉપી માં જ રહેશે... અત્યારે પ્રિંટ કરાય છે.. માસિક પત્રક દર મહિના ની ૧ થી ૩ તારીખમાં ભરી દેવું ભરી જ દેવું (26)પગાર પત્રક શાળા લોગિનથી 20 તારીખ પહેલા ભરી દેવું અને પે શાળા એ 25 સુધી પૂરું કરી લેવું અને તાલુકા માં 30 સુધી કરી પ્રિટ મેળવી લેવી પછી લોક થઈ જશે. આવનાર સમયે પહેલી તારીખે પણ પગાર કરવો હશે તો થઈ શકશે. (27) પગારબીલ ભરવા અગાઉનો મહીનો પસંદ કરવો તમામ ભરેલ ડેટા આવી જશે સુધારો કરી સેવ કરતા ઉપર કોર્નર પર લખેલ માસમાં ડેટા સેવ થશે. (28) સ્પેશ્યલ આચાર્ય નો પગાર ડેટા નાંખી સેવ કરવો પછી મૂલ્ય વર્ધિત cpf નો પગાર નાખો સેવ કરવો આમ સેવ કરતા જવું અને આગળ ના gpf શિક્ષકો નો ડેટા નાંખી સેવ કરી છેલ્લે કન્ટીજન્શી નાખવી.. જો કન્ટીજન્શી માટે આચાર્યનું ખાતુ નાખેલ હશે તો આચાર્ય ના ખાતા માં....પગાર અને કન્ટીજન્શી અલગ અલગ રકમથી જમા થશે જેથી ઈન્કમ ટેક્ષ માંથી બાદ મળે. ગણા મિત્રો અન્ય માં કન્ટીજન્શી બતાવે છે તે ભૂલ છે તેને સુધારો... પગાર ના શિક્ષકો ના ક્રમ માં * બતાવે તો પે સેન્ટરે એમ સમજવું કે તેના પગારમાં કોઈ સુધારો છે તેમ માનવું... પગાર ત્યારેજ સાચો બનશે જ્યારે શિક્ષક પ્રોફાઇલ સાચી ભરાયેલ હશે માટે ફરી એક વાર વેરિફાઇ કરી લેવી... Sas મોડ્યૂલ નો સંપૂર્ણ અભ્યાસ કરવો ખૂબ જરૂરી... પાયામાં શિક્ષકની વિગત છે જે શિક્ષક જ ભરે છે જો તે વિગત ખોટી ભરાશે તો પગાર એકન્દરી મળશે નહી માટે ખૂબજ ગંભીર બની ડેટા એક વાર વેરિફાઇ કરી લેશો. (29)પગાર ડેટા ભૂલ વાળા હોય તો પે શાળા થી નામંજૂર કરાવો ત્યાર બાદ જે માસનો પગાર ભર્યો હોય તે પસંદ કરી ભુલ સુધારી ફરી રી સબમિટ કરો... પગારશાળા એ પગારબીલ મંજુર કર્યા બાદ તાલુકો મંજુર નહી કરી ત્યાં સુધી પગારશાળા જાતે પગારબીલ મંજુર કરી શકશે (30)જૂના મહિનાનો પગાર કે માસિક પત્રક સુધરશે નહી (31) પે સેન્ટર પગાર મંજુર ના મંજૂર કરે પણ સુધારો કરશે નઈ બલ્કે સુધારો નીચલા લેવલે જ કરાવો.. (31)શિક્ષક લોગિન માંથી તમે કોઈ પણ પ્રકારે રજા અરજી પણ કરી શકશો તેમજ આવનાર સમયમાં ટી એ ડી એ... પગાર પુરવણી પણ આ પોર્ટલ માધ્યમ થી જ થશે માટે ભૂલ નો અવકાશ નઈ રહે જે માહિતી ભરાય તે સાચી અને સચોટ સાચા રેકોર્ડ ના આધારે ભરાવી જોઈસે..(32) તમારું ઉચ્ચતર પગાર ધોરણ સમય સર મળે તે હેતુ આ Sasgujarat.in કામ કરશે...... આપણા સૌની જવાબદારી હળવી કરશે... સમય નો બચાવ કરશે અને એ બચેલા સમયનો સદુપયોગ શાળા ના વર્ગો માં બાળકો પાછળ કરાવશે તેવા પ્રકારનું ઉત્તમ અને અદ્ભુત પ્રકારનું પોર્ટલ પ્રદાન કરવા માટે અમે સૌ શિક્ષકો માન શિક્ષણ સચિવ ડૉ. વિનોદ રાવ સાહેબ ના દિલ થી આભારી રહીશું... (33) આવનાર બે માસ થી ઓનલાઇન વ્યવસ્થા ઉપર બતાવ્યા મુજબ લાગુ પડી જશે . (34)શાળા.. પે શાળા... તાલુકા નોડલ અને જિલ્લા નોડલે ચેનલ મૂજબ કાર્ય કરવું અને કોમ્યુનિકેટ કરતા રહેવું... જરૂર જણાય તો પાયામાં શિક્ષકો સુધી તાલુકા લેવલે વર્કશોપ નું આયોજન કરવું (35) htat શિક્ષકો એ પોતાની પ્રોફાઇલ માં ભણાવતા વિષય માં વહીવટી કામગીરી જ બતાવેલ છે જે સુધારવું અને શાળા માં હાજર તો હા બતાવવું. તેમજ HTAT એ પણ રેગુલર મિનિમમ વીકના ૪૫ માંથી કામગીરી માટે ૫ તાસ બાદ કરી ૪૦ તાસ લેવા ફરજીયાત (36) તારીખ વાળી વિગત કેલેન્ડર થીજ બતાવવી અને ટેબ કી થી આગળ જવું અને પહેલા વર્ષ માસ અને છેલ્લે ડેટ સિલેક્ટ કરવી.. ટેબ થી આગળ જશો તો જ ઓટો નિવૃત્તિ ની ડેટ આવશે.. (37)કોઈ પણ કમપ્લેન ઇમેલ કરવી નહી કે કોલ કરવો નહી તેના માટે કમપ્લેન બૉક્સ આપેલ છે તેમાંથી જ કમપ્લેન કરવી... Ccc command & controls center માંથી કૉલ આવે તો સભ્ય નાગરિક ની જેમ વાત કરવી આજની મીટીંગ માં અમુક કિસ્સા જાણવા મળ્યા જે આપણે શિક્ષક સમાજ માટે યોગ્ય નથી.. ત્યાં સેન્ટર માં પણ આપણા જ ભાઈ બેઠેલા છે... માન મોભો સૌનો જળવાય તેવી વર્તણૂક આપણી હોવી જોઈશે.. તમામ કોલ રેકોર્ડ થાય છે તેઓ આપણા પ્રશ્નો સોલ્વ કરવા સાત વાગ્યા સુધી પ્રયત્નો કરે છે અને એન્ડ ઓફ ધ ડે પૂરા પ્રશ્નો નું નિરાકરણ કરે છે માટે જ્યારે કૉલ આવે ત્યારે વાત કરી લેવી.. આ એવું પોર્ટલ છે જે બીજી અન્ય website ની સામે 100% work કરતું અને જીરો કમપ્લેન વાળું અધ્યતન સાઈટ છે.. આવનાર સમય આપણા શિક્ષકો માટે ઉજળી તક લાવનાર છે માટે ચાલો આપણે સૌ સાથે મળી આ પોર્ટલ ને હ્રદય મન અને મગજ થી અપનાવીએ અને માણીએ અને આપણે જ આપણા કામ સરળ કરીએ... ફરી એક વાર ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સચિવ શ્રી ડૉ રાવ સાહેબ અને તેમની ટીમ નો આવા વરદાન સમી sas પોર્ટલ ની દિવાળી ભેટ આપવા બદલ ગુજરાત ના સૌ શિક્ષકો વતી પંકજ બારોટ મો. 9428769709 (ઉપ શિક્ષક) વાત્રકગઢ ગામ પ્રા શાળા, તા - બાયડ, જિલ્લો - અરવલ્લી નો હ્રદય થી આભાર .🙏🌹🙏 Wishing you a very happy Diwali To All Gujarat Teachers..