12/11/2023
*એક નાનકડી વાર્તા છે.*
*રજા ના દીવસે સવાર સવાર માં એક છોકરો પોતાનું લંચબૉક્સ ભરી ને વોટર-બૉટલ તૈયાર કરતો હતો. લંચ બૉક્સ માં થોડાં બીસ્કીટ અને ઘર માં જે નાસ્તો હતો તે ભરી રહ્યો હતો. તેની માતા આ બધું જોઈ રહી હતી. ખભે બૅગ લઈ પોતા ની કાલી-ઘેલી ભાષા માં પોતા ની માને કહે છે, ‘‘મા…મા… હું ભગવાન ને મળવા જાઉં છું.’’ પોતા ના નાના રાજકુમાર ની વાતો સાંભળી માતા હસી રહી હતી. મા એ ‘‘આવજો’’ કહ્યું અને પોતા નાં ઘરકામ માં મશગુલ થઈ ગઈ. માતા ને હતું કે થોડી જ વારમાં ફરી ને પોતા નો રાજકુમાર ઘરે આવી જશે.*
*છોકરો તો ઘરની બહાર નીકળી ગયો.* *હવે ક્યાં જવું તેની તો કાંઈ જ ખબર નહોતી.* *ભગવાન ક્યાં મળે તે પણ એ જાણતો ન હતો; એટલે રસ્તો લઈ જાય એમ ચાલવા લાગ્યો.* *થોડું ચાલ્યો હશે ત્યાં ભાઈ થાકી ગયા.* *એટલે આજુબાજુ જોવા લાગ્યો.* *નજીક જ એક સુંદર મજા નો બગીચો જોયો.* *એટલે પેલો છોકરો બગીચા માં જઈને એક સરસ બેઠક ઉપર બેસી ગયો.* *ચાલવા ને લીધે ભુખ તો કકડી ને લાગી હતી.* *છોકરા એ તો લંચબૉક્સ ખોલ્યું, બીસ્કીટ હાથ માં લીધું ને ખાવા માટે હજુ મોં તરફ રાખ્યું ત્યાં જ સામે એક લઘર-વઘર ભીખારી જેવા એક બુઢ્ઢા ને જોયો.* *પેલો બુઢ્ઢો આ બાળક ની સામે જુએ છે અને બાળક બુઢ્ઢા ની સામે.*
*બીસ્કીટ વાળો હાથ બાળકે પેલા બુઢ્ઢા ભીખારી સામે લંબાવ્યો. બુઢ્ઢા એ બીસ્કીટ હાથમાં લીધું અને ખાધું. બન્ને હસ્યા. બન્ને ના હાસ્ય પાછળ નો અર્થ કોઈ જાણતું નહોતું. ફરી પાછું બાળકે બીસ્કીટ લીધું, પેલા એ ફરી ખાધું અને હસ્યો. આ પ્રક્રીયા લંચબૉક્સ પુરું થયું ત્યાં સુધી ચાલી. હવે તો નાસ્તો પણ ખલાસ થઈ ગયો. કેટલો સમય વીતી ગયો તેની બન્નેમાં થી એકેને સુધ ન રહી. હવે તો માત્ર વોટરબૉટલ નું પાણી જ વધ્યું હતું. થોડું પાણી છોકરા એ પીધું અને પછી પેલા તરફ ધરી દીધું. બન્ને ફરી હસ્યા. છોકરો તો ઘર તરફ ચાલતો થયો.*
*ઘરે પહોંચ્યો તો માતા એ પુછ્યું, “મળી આવ્યો બેટા, ભગવાન ને?” છોકરો હસતાં-હસતાં બોલ્યો, ‘‘હા, માતા આજે મને ભગવાન મળ્યા. પણ ભગવાન બુઢ્ઢા હશે એની તો મને આજે જ જાણ થઈ. પણ તેનું હાસ્ય ખુબ જ સુંદર હતું. મને તો તે હસતા હતા તે ખુબ જ ગમતું હતું.’’ માતા તો દંગ જ રહી ગઈ !*
*બીજી બાજુ પેલો ભીખારી જેવો બુઢ્ઢો પણ ખુબ જ આનંદમાં હતો. તે પણ પોતાના ઝુંપડા તરફ ડગ માંડવા લાગ્યો. રસ્તા માં બીજો ભીખારી મિત્ર મળ્યો. તે પુછે છે, ‘‘આજે કંઈ બહુ મોટો દલ્લો હાથ લાગ્યો કે શું ? ખુબ જ ખુશ દેખાય છે ને? ત્યારે પેલો કહે છે, ‘‘આજે મને ભગવાન મળ્યા. એ ભગવાન નું હાસ્ય ખુબ જ સુંદર હતું. મને તો આજે જ ખબર પડી કે ભગવાન ખુબ જ નાના હોય છે–બાળક જેવા.’’*
*મિત્રો, બીજા ના ચહેરા ઉપર હાસ્ય આણવું એને જ દીવાળી કહેવાય . તો આપણે પણ આ વર્ષે એવું કંઈક કરીએ કે આપણા તન-મન અને ધન થકી અન્યના જીવન માં હાસ્ય અને પ્રકાશ પાથરી અને દીપ ની જ્યોતી જેવું જ્ઞાન તેમના જીવનને પ્રકાશીત કરી ઉઠે.આપણે પણ તે પ્રકાશના આનંદને માણીએ.*
*સૌને શુભ દીપાવલી…!*
સૌજન્ય:ફેસબુક