Prakash High School Bareja

Prakash High School Bareja Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Prakash High School Bareja, prakash High School, Bareja.

12/02/2024
આજે શ્રી ગજેન્દ્રસિંહ ચૌહાણ સાહેબનો શાળા નો છેલ્લો દિવસ. આજે થી સાહેબ શાળામાંથી નિવૃત્ત થયા. પ્રકાશ પરિવાર તેમને ભાવભર્ય...
31/05/2020

આજે શ્રી ગજેન્દ્રસિંહ ચૌહાણ સાહેબનો શાળા નો છેલ્લો દિવસ. આજે થી સાહેબ શાળામાંથી નિવૃત્ત થયા. પ્રકાશ પરિવાર તેમને ભાવભર્યું સોશીયલ મીડીયા ના માધ્યમથી વિદાય આપીએ છીએ તેમજ તેમનું અને તેમના પરિવાર જીવન સદાય માટે સુખમય નીવડે તેવી અભ્યર્થના.

Covid-19 ના લીધે વર્ષ 2020-21માં પ્રકાશ હાઈસ્કૂલમાં ધો. 1 થી 9ના ઓનલાઈન એડમીશન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. મોબાઈલથી પણ ...
02/05/2020

Covid-19 ના લીધે વર્ષ 2020-21માં પ્રકાશ હાઈસ્કૂલમાં ધો. 1 થી 9ના ઓનલાઈન એડમીશન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. મોબાઈલથી પણ આ ફોર્મ ભરી શકશો. ફોર્મ ભરવાથી એડમીશન મળી જશે તેમ માની લેવાની જરૃર નથી. ફીઝીકલી ફોર્મ ભર્યા બાદ મેરીટથી જ એડમીશન મળશે. સરકાર દ્વારા શાળા ખૂલવાની મંજૂરી મળ્યા બાદ જ પ્રકાશ હાઈસ્કૂલમાં ફીઝીકલી ફોર્મ ભરવામાં આવશે. આ સાથે આ ફોર્મ ભરવાની લીંક મોકલું છું. જેમાં નોંધ વાંચી અને માંગેલી વિગતો સાચી ભરો તેવી અપેક્ષા સહ.

PRAKASH HIGH SCHOOL, BAREJA TA DASCROI DIST AHMEDABAD 382425

04/01/2020

બારેજા કેળવણી મંડળ સંચાલિત, પ્રકાશ હાઈસ્કૂલમાં ૮ રૃમ અને પહેલા માળે ભવ્ય પ્રાર્થના હોલ બનાવવાનું આયોજન કરેલ છે.
મિત્રો, આપણી શાળામાં પ્રાર્થના હોલ ન હોવાથી વિદ્યાર્થીઓને બહાર ખુલ્લામાં પ્રાર્થના અને અન્ય એજ્યુકેશનલ પ્રવૃત્તિઓ થતી હતી. હાલમાં દર વર્ષે શાળાની ઉત્તરોત્તર પ્રગતિ થતી રહી છે અને શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી રહી છે. હાલ પ્રકાશ હાઈસ્કૂલમાં બાળમંદિરથી માંડીને ધો. ૧૨ સાયન્સ સુધીનો અભ્યાસ ચાલે છે જેમાં કુલ ૪૬ વર્ગો અને ૨૭૦૦ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરી રહ્યા છે. મિત્રો આપણે જાણીએ છીએ કે, આપણી શાળા વિદ્યાર્થીઓને નહિવત્ ફીમાં અભ્યાસ તેમજ ઈતર એજ્યુકેશન પ્રવૃતિઓ કરાવે છે. આધુનિક યુગમાં શિક્ષણ સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પણ એટલી જ જરૃરિયાત વર્તાઈ છે.
હાલમાં હોલ અને ક્લાસરૃમનું બાંધકામ ચાલુ કરી દેવાયું છે. પણ આ હોલ અને ક્લાસરૃમ બનાવવાનો ખર્ચ અંદાજિત ૧ કરોડ ૨૫ લાખ રૃપિયાનો છે.
મિત્રો, શાળાને આ ખર્ચને પહોંચી વળવા ભંડોળની જરૃર છે. મિત્રો, આપણે જાણીએ છીએ કે, આપણે કેટલા રૃપિયાની ફીમાં આ શાળામાં ભણ્યા છીએ ? અને અત્યારે આપણા બાળકોને આપણે કેટલી ફી ભરી ભણાવી રહ્યા છીએ. આપણી એ લાગણી પણ છે કે કેવી રીતે આપણે આપણી શાળાને મદદ કરી શકીએ ? તો આ તક ઝડપી શાળાના આ ભગીરથ કાર્યમાં આપના થકી આર્થિક મદદ કરી શાળાના ભવિષ્યમાં તમો સૌ યોગદાન કરશો તેવી અપેક્ષા.
આપના તરફથી મળેલા રૃ. ૧૦૦૦/- પણ અમૂલ્ય જ છે. આપની આર્થિક પરિસ્થિતિ મુજબ યોગદાન આપશો.
નોંધ - બારેજા કેળવણી મંડળ, બારેજાને આપેલ ઈન્કમટેક્ષ નિયમ ૮૦(જી) મુજબનું સર્ટીફિકેટ મળેલ છે.
• રૃા. ૨૫૦૦૦/- કે તેથી વધુ દાન આપનારને તકતી મુકવામાં આવશે.
• દાન માટે કોન્ટેક્ટ નંબર (O) 02718 282355, (M) 9429094947 (Principal) (M) 9909286106, 7990529759 (Sanjaybhai Clerk), 9974597001 (Chetan Patel)
• મિત્રો, આપનું અમૂલ્ય યોગદાન છેતરપીંડીનો ભોગ ના બને તે માટે અહીં શાળા કે ટ્રસ્ટના કોઈપણ બેંક એકાઉન્ટ નંબર આપતો નથી. આપ ઉપરોક્ત્ત કોઈપણ નંબર પર કોલ કરીને જ યોગદાન આપશો.

જય ભોલેનાથ !!! તા. ૨૪-૦૮-૨૦૧૮ને રોજ બીડજ મુકામે ભોલેનાથના દર્શન કરવા ધો. ૯ થી ૧૨ના તમામ વિદ્યાર્થીઓને પગપાળા લઈ ગયા. અને...
24/08/2018

જય ભોલેનાથ !!! તા. ૨૪-૦૮-૨૦૧૮ને રોજ બીડજ મુકામે ભોલેનાથના દર્શન કરવા ધો. ૯ થી ૧૨ના તમામ વિદ્યાર્થીઓને પગપાળા લઈ ગયા. અને પ્રકાશના માનનીય શિક્ષકો તરફથી પ્રસાદી પણ આપવામાં આવી.

જય ભોલે નાથ !!! Bidaj મુકામે ભોલેનાથ ના દર્શન માટે ધોરણ 9 થી 12 ના તમામ વિદ્યાર્થીઓને પગપાળા લઈ ગયા. અને તમામ વિદ્યાર્થી...
24/08/2018

જય ભોલે નાથ !!! Bidaj મુકામે ભોલેનાથ ના દર્શન માટે ધોરણ 9 થી 12 ના તમામ વિદ્યાર્થીઓને પગપાળા લઈ ગયા. અને તમામ વિદ્યાર્થીઓ માટે પ્રકાશ હાઈ સ્કુલ માં શિક્ષક ગણ દ્વારા જમણવાર યોજાયો.

આપણી શાળામાં ભણતો ૧૧ સાયન્સનો વિદ્યાર્થી વુડબોલ સ્પર્ધામાં ભારતમાં બોન્ઝ મેડલ મેળવી ઈન્ટરનેશનલ સ્પર્ધામાં ભાગ લેવા તાઈવા...
02/04/2018

આપણી શાળામાં ભણતો ૧૧ સાયન્સનો વિદ્યાર્થી વુડબોલ સ્પર્ધામાં ભારતમાં બોન્ઝ મેડલ મેળવી ઈન્ટરનેશનલ સ્પર્ધામાં ભાગ લેવા તાઈવાન જશે. ખાખરીયા વેદાંતને ખૂબ ખૂબ અભિનંદન.

26-01-2018 ના દિને પ્રજાસત્તાક દિનની વિશ્વયોગીની પૂજા પટેલ સાથે ઉજવણી !!
26/01/2018

26-01-2018 ના દિને પ્રજાસત્તાક દિનની વિશ્વયોગીની પૂજા પટેલ સાથે ઉજવણી !!

પ્રજાસત્તાક દિને પ્રકાશ પટાંગણમાં મોઘેરા મહેમાનોની એક ઝલક
26/01/2018

પ્રજાસત્તાક દિને પ્રકાશ પટાંગણમાં મોઘેરા મહેમાનોની એક ઝલક

Address

Prakash High School
Bareja
382425

Alerts

Be the first to know and let us send you an email when Prakash High School Bareja posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Prakash High School Bareja:

Shortcuts

Share