J.M.Patel Sarvjanik High School,Bardoli

J.M.Patel Sarvjanik High School,Bardoli Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from J.M.Patel Sarvjanik High School,Bardoli, School, navdurga society, Bardoli.

04/03/2026
26/02/2026

આજથી શરૂ થતી ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષાનો શુભારંભ ખુબ જ ઉત્સાહ પૂર્વક અને આવકારદાયક બન્યો.
શ્રી નવદુર્ગા સાર્વજનિક કેળવણી મંડળના હોદ્દેદારો તથા શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા ખુબ ઉત્સાહભેર પરીક્ષાની શરૂઆત મા સરસ્વતીની વંદના અને પૂજાવિધિ કરી થઈ. કેળવણી મંડળના તમામ હોદ્દેદારોએ પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓને ફૂલ અને ચોકલેટ આપી પ્રોત્સાહિત કર્યા. નાતંદુરસ્ત બાળકો, ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય અને સ્થળસંચાલક સ્નેહલબેન પટેલ અને રમેશભાઈ પટેલે ઝોનલ ઓફિસર ડો. સંગીતાબેન મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ વિધાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ખુબ હકારાત્મક અભિગમ સાથે તમામ વિદ્યાર્થીઓએ આજનું પ્રથમ ભાષાનું પેપર આપ્યું હતું. તમામ વિદ્યાર્થીઓને કેળવણી મંડળ અને શાળા પરિવાર તરફથી અભિનંદન અને આવનાર તમામ પેપરો માટે શુભેચ્છાઓ.

જે એમ પટેલ હાઈસ્કૂલમાં SSC /HSC ના વિદ્યાર્થીઓનેા શુભેચ્છા વિદાય કાર્યક્રમ યોજાયો અને સાથે સાથે પરીક્ષાની HALLTICKET નું...
19/02/2026

જે એમ પટેલ હાઈસ્કૂલમાં SSC /HSC ના વિદ્યાર્થીઓનેા શુભેચ્છા વિદાય કાર્યક્રમ યોજાયો અને સાથે સાથે પરીક્ષાની HALLTICKET નું પણ વિતરણ કરવામાં આવ્યું

શ્રી નવદુર્ગા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત જે. એમ.પટેલ સાર્વજનિક હાઇસ્કુલ, બારડોલી ખાતે આજરોજ તારીખ 19-02- 2026 ગુરુવારના રોજ ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા વિદાય કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. કાર્યક્રમમાં શ્રી નવદુર્ગા સાર્વજનિક કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી નગીનભાઈ પટેલ પ્રમુખશ્રી મુકેશભાઇ પટેલ, મંત્રીશ્રી કાંતિલાલ પટેલ તેમજ સભ્યશ્રી સંજયભાઈ પટેલ ચેતનભાઇ પટેલ અને પ્રફુલભાઈ પટેલ વિજયભાઈ પટેલં તેમજ તમામ વિભાગના આચાર્યશ્રી શિક્ષક ગણ અને શાળાના તમામ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી માતાના સાનિધ્યમાં દીપ પ્રાગટ્ય કરી શિક્ષક શ્રી રમેશચંદ્ર સાહેબે પ્રાર્થના ગીતનું ગાન કર્યું. ત્યારબાદ ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્યા સ્નેહલબેન પટેલે તમામ કેળવણી મંડળના હોદ્દેદારોનું શાબ્દિક સ્વાગત કર્યું તેમજ એસ.એસ.સી. અને એચ.એસ.સી. ના વિદાય લઈ રહેલા વિદ્યાર્થીઓને પ્રેરણા રૂપી માર્ગદર્શન આપ્યું તેમજ ઉજવળ ભવિષ્યની કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી. ત્યારબાદ દરેક હોદ્દેદારોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું. તમામ વિભાગના વિદ્યાર્થીઓએ પોતપોતાના અભિપ્રાયો રજૂ કર્યા. તમામ વિભાગના પ્રતિનિધિ તરીકે શિક્ષકશ્રી ઓએ તેમના અભિપ્રાયો અને શુભેચ્છાઓ પાઠવી ધોરણ નવ( ક )ની વિદ્યાર્થીનીઓએ વિદાય ગીતનું ગાન કર્યું. કેળવણી મંડળના સભ્ય શ્રી પ્રફુલભાઈ પટેલે વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી માર્ગદર્શન આપ્યું અને કાર્યક્રમને અનુરૂપ તેમનું વક્તવ્ય આપ્યું તેમજ હોદ્દેદારોશ્રીઓના હસ્તકે હોલ ટિકિટ વિતરણ કરવામાં આવ્યું વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવી.અંતે હીનાબેન પટેલે આભાર વિધિ કરી છેલ્લે રાષ્ટ્રગાન કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી. છેલ્લે તમામ વિદ્યાર્થીઓ અને મહેમાનો તેમજ શિક્ષકશ્રીઓએ અલ્પાહાર કરી છૂટા પડ્યા.

16/02/2026
જે એમ પટેલ હાઇસ્કૂલમાં માતૃ - પિતૃ દિવસની ઉજવણી નો ભવ્ય કાર્યક્રમ ૨૪ કુંડી ગાયત્રી યજ્ઞ કરીને કરવામા આવ્યો.💐💐💐અખિલ વિશ્વ...
14/02/2026

જે એમ પટેલ હાઇસ્કૂલમાં માતૃ - પિતૃ દિવસની ઉજવણી નો ભવ્ય કાર્યક્રમ ૨૪ કુંડી ગાયત્રી યજ્ઞ કરીને કરવામા આવ્યો.💐💐💐

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તેમજ શ્રી નવદુર્ગા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત જે. એમ. પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ, બારડોલીના સંયુક્ત ઉપક્રમે માતૃ પિતૃ દિવસ ઉજવણી કાર્યક્રમ તેમજ 24 કુંડી ગાયત્રી મહાયજ્ઞનું ભવ્ય આયોજન તારીખ 14-02- 2026 શનિવારના રોજ શાળાના પટાંગણમાં કરવામાં આવ્યું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ પોતાના માતા-પિતાની પૂજા અને વંદના કરી એમનું જીવનમાં આગવું મહત્વ છે એ સમજે તેમજ મહા શકિતશાળી મંત્ર એવા ગાયત્રીમંત્રનું સમુહગાન કર્ આ મંત્રની શક્તિને સમજે જીવનમાં ઉતારે અને આપની ભારતીય પરંપરા આપણી સંસ્કૃતિને ઉજાગર કરે એ મુખ્ય હેતુ સાચે આ ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. યજ્ઞની શુભ શરૂઆત શ્રી નવદુર્ગા સાર્વજનિક કેળવણી મંડળના મેનેજિંગ ટ્રસ્ટી નિલેશભાઈ પટેલ અને પ્રમુખશ્રી મુકેશભાઈ પટેલ દીપ પ્રાગટ્ય કરી આરંભ કર્યો મહાયજ્ઞમાં શાળાના આચાર્ય સ્નેહલબેન પટેલ પણ જોડાયા તથા સમગ્ર સ્ટાફ ગણ પણ યજ્ઞમાં જોડાયા. ગાયત્રી પરિવારના સમસ્ત સભ્ય ગણ કેળવણી મંડળના હોદ્દેદારો શાળાના તમામ વિભાગના આચાર્યશ્રીઓ તમામ વિભાગના શિક્ષક ગણ વિદ્યાર્થીઓના માતા-પિતાઓ અને તમામ વિદ્યાર્થીઓએ સહર્ષ સાથે યજ્ઞમાં પોતાનું યોગદાન આપ્યું અને આહુતિ આપી મહાયજ્ઞના ઉપાચાર્ય શ્રી વિપુલભાઈ ટેલર તેમજ મનજીભાઈ વઘાસીયા તેમજ અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના તમામ બહેનો અને કાર્યકર્તાઓએ ના સહયોગથી તમામ 24 કુંડી યજ્ઞ પર ખૂબ સુંદર કાર્ય થાય તે માટે દરેક કુંડીએ તેમના સદસ્યોએ સહભાગ આપી શાળાના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેમજ માતા પિતાશ્રીઓ યજ્ઞમાં બેસી આહુતિ આપી જેથી શાળાનું વાતાવરણ ખૂબ જ સકારાત્મક અને પ્રફુલ્લિત બન્યો

"પરીક્ષા પે ચર્ચા”-૨૦૨૬તારીખ 6 ફેબ્રુઆરી 2026 ના રોજ જે એમ પટેલ સાર્વજનિક હાઈસ્કૂલમાં આદરણીય વડાપ્રધાન દ્વારા પ્રસ્તુત "...
06/02/2026

"પરીક્ષા પે ચર્ચા”-૨૦૨૬
તારીખ 6 ફેબ્રુઆરી 2026 ના રોજ જે એમ પટેલ સાર્વજનિક હાઈસ્કૂલમાં આદરણીય વડાપ્રધાન દ્વારા પ્રસ્તુત "પરીક્ષા પે ચર્ચા" -૨૦૨૬ કાર્યક્રમ શાળાના બાળકો તેમજ શિક્ષકોએ નિહાળ્યો હતો. ધોરણ ૯ થી ૧૨ના તમામ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમના માધ્યમથી વિદ્યાર્થીઓને પરીક્ષા પ્રત્યેનો હાવ દૂર થઇ હકારાત્મક અભિગમ અપનાવવાની પ્રેરણા મળી. શાળાના આચાર્ય સ્નેહલબેન પટેલે ધોરણ ૧૦ અને ૧૨ ના બાળકોને આગામી બોર્ડની પરીક્ષામાં તણાવમુક્ત રહી સારી રીતે પરીક્ષા આપવા માટેની શુભેચ્છા પાઠવી હતી. આ કાર્યક્રમમાં કેળવણી મંડળના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહી "પરીક્ષા પે ચર્ચા" કાર્યક્રમને નિહાળ્યો હતો.

https://youtu.be/dGJCVp-to5w?si=GLhUq1NhszqI2yu4
05/02/2026

https://youtu.be/dGJCVp-to5w?si=GLhUq1NhszqI2yu4

Divyang News ની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહે...

શ્રી નવદુર્ગા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત, જે. એમ.પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ, બારડોલીમાં આજરોજ તારીખ 05-02- 2026 ગુરુવારથ...
05/02/2026

શ્રી નવદુર્ગા સાર્વજનિક કેળવણી મંડળ સંચાલિત, જે. એમ.પટેલ સાર્વજનિક હાઈસ્કૂલ, બારડોલીમાં આજરોજ તારીખ 05-02- 2026 ગુરુવારથી એસ.એસ.સી પ્રિબોર્ડ પરીક્ષા2026નું શુભ આરંભ કરવામાં આવેલું. આ મોડેલ ટેસ્ટ ૧૧/૨/૨૦૨૬ સુધી ચાલશે, જેમાં એસ.એસ.સી.ના વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવા શ્રી નવદુર્ગા સાર્વજનિક કેળવણી મંડળના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી નિલેશભાઈ પી. પટેલ, પ્રમુખશ્રી મુકેશભાઈ એસ. પટેલ, મંત્રી શ્રી કાંતિલાલ આર. પટેલ, મિનેશભાઈ વી. પટેલ સંજયભાઇ પટેલ , પ્રફુલભાઇ પટેલ હાજર રહ્યા હતા. સૌપ્રથમ વિદ્યાર્થીઓને કંકુ તિલક કરવામા આવ્યું અને મોં મીઠું કરાવીને શાળાના ગેટ પરથી એન્ટ્રી આપવામાં આવી સાથે સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી ત્યારબાદ દરેક વિદ્યાર્થી પોત પોતાના બ્લોક અને હોલટિકિટમા ફાળવેલ બેઠક નંબર પ્રમાણે વર્ગખંડમાં પરીક્ષા આપવા માટે હોલટિકિટ સાથે પ્રવેશ આપવામાં આવ્યો. આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો તમામ અનુભવ મળે તેવું સુયોગ્ય આયોજન શાળાના આચાર્ય સ્નેહલબેન પટેલ અને તમામ શિક્ષકમિત્રો દ્વારા કરવામાં આવ્યું જેમ કે પુરવણી, હોલ ટિકિટ, બારકોડ સ્ટીકર, ખાખી સ્ટીકર અને 001 પત્રકની તમામ માહિતી ભરવાનો અનુભવ વિદ્યાર્થીઓએ મેળવ્યું.

કેળવણી મંડળના તમામ હોદ્દેદારોએ આ નવતર પ્રયોગને બિરદાવ્યો આચાર્ય અને સ્ટાફમિત્રોને અભિનંદન આપ્યા તથા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી આવનારી બોર્ડની પરીક્ષાની હાર્દિક શુભકામનાઓ પાઠવી.

સતપ્રેરણા ટ્રસ્ટ ગાંધીનગરથી આવનાર પરમાર સાહેબ અને એમની ટીમ દ્વારા વિધાર્થીઓને ભગવદ્ગીતાના શ્લોક અને એકાગ્રતા માટેની જુદી...
04/02/2026

સતપ્રેરણા ટ્રસ્ટ ગાંધીનગરથી આવનાર પરમાર સાહેબ અને એમની ટીમ દ્વારા વિધાર્થીઓને ભગવદ્ગીતાના શ્લોક અને એકાગ્રતા માટેની જુદી જુદી પ્રવૃતિઓ કરાવી તેમજ રામનામ લેખન પ્રવૃતિ કરી વિદ્યાર્થીઓને ધ્યાન ના માધ્યમથી માતા- પિતાનો આભાર વ્યક્ત કરવાની નવી પધ્ધતિઓ શિખવી એકંદરે ખુબ જ સુંદર રીતે ભારતીય સંસ્કારિતા અને સંસ્કૃતિને વિધાર્થીઓ સમક્ષ ઉજાગર કરી શાળાના આચાર્ય સ્નેહલબેન પટેલે તેમને આ ઉમદા કાર્યઁ માટે અભિનંદન સહ આભાર વ્યક્ત કર્યો.

જે એમ પટેલ સાર્વજનિક હાઈસ્કૂલમાં ધોરણ ૧૦ અને ૧૨ નાં વિદ્યાર્થીઓના SSC/HSC પરીક્ષાના પરિણામ સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજે...
31/01/2026

જે એમ પટેલ સાર્વજનિક હાઈસ્કૂલમાં ધોરણ ૧૦ અને ૧૨ નાં વિદ્યાર્થીઓના SSC/HSC પરીક્ષાના પરિણામ સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજે સ્કૂલમાં વાલીમિટીંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યાં શાળાના આચાર્ય સ્નેહલબેન પટેલે તમામ વાલીઓને આવકાર્યા તથા આગામી સમયમાં લેવાનાર પ્રીબોર્ડ પરીક્ષા માટે માર્ગદર્શન આપ્યું તેમજ દરેક વિભાગના શિક્ષકોએ વિવિધ વિષયો પર પોતાનું વક્તવ્ય રજૂ કર્યું વાલી મંડળનાં સભ્યોએ પણ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી અંતે કેળવણી મંડળના હોદ્દેદારોએ પણ વાલીઓની હાજરીની નોંધ લીધી અને અભિનંદન પાઠવ્યાં. વાલીઓએ પોતાના વિધાર્થીઓની ઉત્તરવહીઓનું નિરીક્ષણ કરી સૌ છૂટા પડ્યા.

Address

Navdurga Society
Bardoli
394601

Website

Alerts

Be the first to know and let us send you an email when J.M.Patel Sarvjanik High School,Bardoli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to J.M.Patel Sarvjanik High School,Bardoli:

Shortcuts

Share

Category