Khijadiya Kotda

Khijadiya Kotda Primary school of Khijadiya-kotda

19/07/2020
15/07/2020

અમરેલી જિલ્લામાં કોરોનાનો કાળો કેર આજે 29 કેસ નોંધાતા ફફડાટ.

29/06/2020

Amreli 29/06/2020, 10 positive cases reported today

Total positive - 80
Active Case - 40
Total death - 06
Total Discharged - 34

22/05/2020

વ્હાલા ખેડૂત ભાઈઓ....
આજે પાલભાઈ આંબલિયા, ગિરધરભાઈ વાઘેલા ચેતન ગઢિયા દેવુભાઈ ગઢવી, પ્રવીણ પટોડીયાની કાંઈ કારણ વગર... માત્ર ખેડૂતોના પ્રશ્નો માટે અવાજ ઉઠાવે છે એટલે જ ધરપકડ કરવામાં આવી છે....??? શું એ વ્યાજબી છે...?? તમે પોતે જ વિચારો..... છેલ્લા 2 - 4 વર્ષથી ખેડૂતો માટે લડવા વાળા, ખેડૂતોને તેના હક્ક અને અધિકાર માટે જાગૃત કરવા વાળા મુઠ્ઠીભર ખેડૂત આગેવાનો લડતા થયા છે તેમાં પાલભાઈ આંબલિયાએ ખોટી રિતે થયેલી જમીન માપણી સામે સતત લડત કરીને સરકારને બેકફૂટ પર જવું પડ્યું અને સરકારને પ્રક્રિયા રોકવાની ફરજ પડી
એવી જ રીતે અછતગ્રસ્ત વર્ષ માટેની કાયદાકીય અને આંદોલનાત્મક લડત કરી ને ગુજરાતના 96 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવાની સરકારને ફરજ પડી
આ વર્ષે અતિવૃષ્ટિ સમયે આપણે સૌએ જોયું કે પાકવીમા યોજનાની ગાઈડ લાઇન તેના નિયમોને આધાર બનાવી ગુજરાતના અનેક જિલ્લા તાલુકામાં સતત લડત કરી સરકારે 3750 કરોડ રૂપિયાનું પેકેજ આપવાની સરકારને ફરજ પડી
ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ થઈ એ પહેલાંથી પાલભાઇ સતત ખેડૂતોને જાગૃત કરતા હતા કે બરદાન નિયમો મુજબ જે લંબાઈ પહોળાઇ અને વજન ના હોવા જોઈએ તે નથી દરેક ખેડૂત પહેલા બારદાનનો વજન કરે આવા તો કેટલાયે સરકારના કૌભાંડો જેવા કે ખાતર કૌભાંડ, તુવેર કૌભાંડ, મગફળી કૌભાંડ, બરદાન કૌભાંડ, નકલી દવા અને બિયારણ કૌભાંડ પાલભાઈએ પકડી અને ઉજાગર કર્યા છે ત્યારે શુ સરકારને આ માણસ કણાની જેમ ખૂંચતો ન હોય...???? સરકાર પણ એમના મો બંધ કરાવવા પ્રયત્ન નહિ કરતી હોય જ્યારે પાલભાઈ આંબલિયા સરાકરની સામ દામ, ભેદ ની નીતિરિતિ નો ભોગ ન બન્યા કે ન તો સરાકર એને એક ઇંચ પણ નમાવી કે ઝુકાવી શકી ત્યારે આજે સરકરે છેલો પ્રયત્ન અમલ કર્યો છે પાલભાઈ આંબલિયા સહિત ગિરધરભાઈ વાઘેલા ચેતન ગઢિયા, દેવુભાઈ ગઢવી, પ્રવીણ પટોડીયાની પહેલા 188 કલમ હેઠળ ધરપકડ કરવી, એમને આ ગુના બદલ જામીન આપી દેવા અને મુક્ત કર્યા બાદ એક કલાક પછી પછી 151 ની કલમ મુજબ ફરીથી ધરપકડ કરી જેલમાં નાખી દેવા એ કેટલું વ્યાજબી....???
હું માનું છું સરકાર દ્વારા કરવામાં આવેલી આ કુચેષ્ઠાના જવાબ ગુજરાતના એક એક ખેડૂતોએ અને ખેડૂત સંગઠનો એ એકીસુરે આપવો જોઈએ કેમ કે આજે બળ પ્રયોગ કરી આ પાંચ ખેડૂત આગેવાનોનો અવાજ દબાવાનો પ્રયત્ન થયો છે આવતી કાલે આપણો વારો નહિ આવે એની કોઈ ખાતરી આપશે ખરું.....??..
માટે કહું છું કે સોસીયલ મીડિયામાં તમારા વિડિઓ બનાવો, તમારા શબ્દોમાં મેસેજ બનાવો અને ગુજરાતનો એક એક ખેડૂતનો દીકરો આ પાંચેય ખેડૂત આગેવાનોના સમર્થન માં લડત કરવા મેદાને પડે
જો આજે આપણે ઘરે બેસી રહીશું તો આપણું ભવિષ્ય આપણને માફ નહિ કરે એવું સ્પષ્ટ માનું છું....

આપણે કાયદાનુ ક્યાંય ઉલ્લંઘન ના થાય એ રીતે ગાંઘી ચીઘ્યાં માર્ગે એ રીતે ઘરપકડ થયેલા આ ખેડુત આગેવાનો નાં સમર્થન માં લડત કરવાની છે.
જય જવાન જય કિસાન

06/05/2020

અમરેલી જીલ્લામાં અન્ય જીલ્લામાંથી આવતા લોકો માટે રૂટ નક્કી કરતું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે.

૧/-ગીર સોમનાથ,જુનાગઢ,પોરબંદર સિવાયના અન્ય જિલ્લામાંથી પાસ/પરવાનગી મેળવી અમરેલી આવવા માંગતા હોય તેઓએ ફરજીયાત લાઠી તાલુકાના ચાવંડ ચેકપોસ્ટ ઉપરથી ચકાસણી કરીને જ આવવાનું રહેશે https://t.co/7uuHLTskEj

૨/- અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, બોટાદ તથા અન્ય જિલ્લામાંથી પાસ/પરવાનગી સાથે આવતા લોકોએ અમરેલી સિવાય અન્ય જિલ્લામાં જવા માટે વાયા "ઢસા થી જીવાઈ સતાધાર ચેક પોસ્ટ થી એન્ટ્રી કરી ચાવંડ -> બાબરા -> કોટડાપીઠા ચેક પોસ્ટ" થઈ જવાનું રહેશે.

13/06/2016
24/07/2015

Address

Main Street Khijadiya Kotda
Babra
365460

Alerts

Be the first to know and let us send you an email when Khijadiya Kotda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share